ટ્રેપ્ડ - 1 Dr Sagar Ajmeri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

  • ભિષ્મ પિતામહ

    पितामह भीष्म अने मकरसंक्राती   રાત્રી નો બીજો પહોર છે... આરત...

શ્રેણી
શેયર કરો

ટ્રેપ્ડ - 1

Trapped

(ટ્રેપ્ડ)

ઘરે વાસ્તુ રાખ્યુ અને આમ પણ રજા લીધે આઠ મહિના થયા હતા એટલે ઘરે જવા રજા રીપોર્ટ કર્નલ વીરભદ્રસિંહને આપ્યો. હમણા બોર્ડર પર કોઇ ક્રિટીકલ સીચ્યુએશન ના હતી એટલે મારી દસ દિવસની રજા સરળતાથી મંજૂર થઇ.‌‌‌‌‌‌ બારમેરની સેદવા ચેકપોસ્ટ થી તરત બસ પકડી હું જયપુર આવ્યો. ત્યાંથી વડોદરા જવા રાજધાની એક્સપ્રેસમાં રીઝર્વેશન કરાવ્યુ હતું. જો કે લાંબા વેઇટીંગ લીસ્ટમાં પણ નસીબથી મારી સીટ કન્ફર્મ થઇ ગઇ. ફર્સ્ટ ક્લાસની મારી કેબિનમાં સામે એક બેગ પડી હતી, પણ કોઇ પેસેંજર ના હતુ, કદાચ વૉશરૂમમાં હશે. ટ્રેન ઉપડતા જ ઘરની બધી યાદ નજર સામે ઉપસવા લાગી. ગામનું ખેતર, જૂનુ ઘર, ખેતરનો ઝૂલો, માના હાથનો હલવો, બાપુની પંચાયતની વાતો...હું બધું જ ફરી જીવવા લાગ્યો. એન્જીનના ધક્કાથી હું પાછો વર્તમાનમાં ધકેલાયો. ત્યાં જ કેબિનનું સ્લાઇડર ખસ્યુ અને લાલ રંગની સાડીમાં જાણે સ્વર્ગની અપ્સરા ઉતરી આવી હોય તેવી રૂપાળી યુવતી પ્રવેશી. ઉંમર આશરે 30 આસપાસ. તેણે લાગાવેલ સ્પ્રેની માદક ખુશબુએ ઘડીભર આખું મન તરબોળ કરી દીધું. અણિયાળી આંખે તેણે મારી સામે સ્મિત કર્યું, પણ તેના રૂપના દરિયામાં હું એવો ડૂબેલો કે તેની સામે સ્મિત આપવા સુધ્ધાં ખ્યાલ ના રહ્યો.! મારી સામેથી તેની નજર બીજી તરફ ફરતા હું ધ્યાનભંગ થયો. આર્મીની ડિસીપ્લીન પણ આ મેનકાના રૂપ આગળ ઘડીભર ભૂલાઇ ગઇ.! તેનો દૂધથી ઉજળો વર્ણ, તેજથી ભરેલી અણીદાર આંખો, લાંબા રેશમી વાળ, ઘાટીલુ શરીર આ બધું જ જાણે એક નજરમાં મારા મનમાં વસી ગયું. કદાચ આ જ ‘લવ એટ ફર્સ્ટ સાઇટ’ હશે..!

“તમે આર્મીમાં છો.?” મારી આર્મી બેગ તરફ હાથ કરી તેણે વાત શરૂ કરી. તેના મીઠા શબ્દની ટકોરથી હું તંદ્રામાંથી જાગ્યો.

“હા.” મેં ટૂંકો જવાબ આપ્યો, કદાચ તેના સૌંદર્ય જોઇ વધારે કાંઇ બોલવા કોઇ શબ્દ ના મળ્યો.

“આઇ લાઇક ધ ડિસીપ્લીન્ડ લાઇફ સ્ટાઇલ ઑફ આર્મી મેન.”

“ધેટ્સ નાઇસ.” તેના પ્રત્યેક શબ્દો મારા રોમેરોમમાં સ્પર્શતા હતા. મારા મનમાં કેટલાયે વિચારોનું વંટોળ ઉમટ્યુ.... તેનું નામ પૂછુ....… ક્યાં રહે છે તે પૂછું...… શું કરે છે તે પૂછું.... અને બીજું ઘણું.... આ વિડંબણામાં જ હતો, ત્યાં ફરી મને તેના અવાજનો માધુર્ય સ્પર્શ્યો.

“માય નેમ ઇઝ છાયા, છાયા શર્મા.”

“આઇ એમ લેફ્ટેનેન્ટ કર્નલ સૂર્યપ્રતાપ સિંહ.”

“લેફ્ટેનેન્ટ કર્નલ.! સો નાઇસ ટુ મીટ યુ.”

“સેમ ટુ યુ.....મિસ..?” તેના પ્રત્યુત્તર માટે જરા અટક્યો.

“યસ.… મિસ છાયા.” એક અલગ જ સ્મિત સાથે તેણે જવાબ આપ્યો.

આ નાનકડા ‘મિસ’ શબ્દએ મારા હૈયે કંઇક અલગ જ ઉત્સાહ પ્રેરી દીધો. આ શબ્દથી જાણે હું આગળ વાત વધુ કરવા પ્રેરાયો.

“અહીં તમારા કોઇ રીલેટીવ્ઝને ત્યાં...” મારી વાત વચ્ચે અટકાવી જવાબ આપ્યો, “યસ, એક્ચ્યુઅલી મારો બર્થ પ્લેસ અમદાવાદ જ છે, પણ ડેડનો દિલ્હીમાં બીઝનેસ એટલે ત્યાં જ સેટલ્ડ થયા. અહીં મારા કઝીનના મેરેજમાં આવી છું. મોમ ડેડ વીલ જોઇન ઇન ટુ ડેઇઝ.”

“ક્યાં અમદાવાદ અને ક્યાં દિલ્હીમાં સેટલ થયા..! આશ્ચર્ય સાથે બોલ્યો.

“યસ, બટ ઇટ્સ ઓલ ઇન ફેઇટ.!”

“અને તમે ક્યાંથી છો.?” મને સામે સવાલ કર્યો.

“મારો બર્થ પ્લેસ આમ તો ઉદેપુર, પણ ફેમીલી વર્ષોથી અહીં ગુજરાતાં સેટલ્ડ છે. અને પોસ્ટીંગ રાજસ્થાનના બાડમેર બોર્ડર પર. હમણા રજા લઇ ઘરે ફેમીલીને મળવા જાઉ છુ.”

“આર યુ મેરિડ.?” તેના આવા સીધા સવાલથી ઘડીભર હું સરપ્રાઇઝ્ડ થઇ ગયો.

“ઓહ, તમે આમ ડાયરેક્ટ આમ પૂછ્યુ એટલે જરા શોક્ડ થઇ ગયો, વેલ આઇ એમ સ્ટીલ અનમેરીડ. આઇ એમ ધ મોસ્ટ એલીજીબલ બેચલર આફ્ટર સલમાન ખાન..!” અમારા બંનેના ખડખડાટ હાસ્યથી ટ્રેનની આખી કેબીન ઉભરાઇ ગઇ.! એક પછી એક આગળ વધતા સ્ટેશન સાથે અમારો પરિચય પણ વધતો ગયો. સુરેન્દ્રનગર રેલવે સ્ટેશને પહેલીવાર હું કોઇ લેડી માટે કોલ્ડ ડ્રીંક લાવ્યો, પણ તેમણે આ માટે ના કહી.

“આઇ નો કે ટ્રેનમાં કોઇ અનનોન પર્સન પાસેથી કાંઇ ખવાય – પીવાય નહીં. બટ વી આર નોટ અનનોન, વી નો ઇચ અધર....”

“હા, પણ....” ચહેરા પરની મૂંઝવણ સાફ દેખાઇ.

“નો પ્રોબ્લેમ, આઇ વોન્ટ ઇન્સીસ્ટ.” મેં નિરાશ ચહેરે કહ્યું “અને હું કાંઇ લૂંટી જવા વાળો નથી.!” ચહેરા પરની નિરાશા ઢાંકવા હાસ્ય સાથે ઉમેર્યુ.

“એમ પણ મારી પાસે લૂંટી લેવા જેવું કાંઇ નથી..!” છાયાએ સામો જવાબ આપ્યો.

ઘડીભર છાયા સામે જોઇ રહી મનોમન બોલ્યો, “ઘણું છે એવું તો...!” મારા મનની વાત સાંભળી લીધી હોય તેમ આંખ નાની કરી છાયાએ સવાલ કર્યો, “શું બોલ્યા એ...?”

તેના આવા સવાલથી ઘડીભર હું છોભીલો પડી ગયો. “બસ લૂંટવાનું જ વિચાર્યું, પામવાનું નહીં.?” તેના આ શબ્દોથી મારા હાર્ટ બીટ્સ બે ગણા થઇ ગયા. હું મનોમન છાયાને ખૂબ પસંદ કરવા લાગ્યો. આ પહેલી મુલાકાતમાં જ અમે એક બીજાના બની ગયા.! વાત વાતમાં અમે ક્યારે ઊંઘી ગયા તેનો ખ્યાલ જ ના રહ્યો. ટ્રેનના જર્કથી આંખ ખુલતા નજર સમક્ષ છાયાને બેગ લઇ ઊભેલી જોતા તરત જ ઊભો થઇ ગયો. “હું તમને ઊઠાડવાની જ હતી, મારું સ્ટેશન આવી ગયું. હવે હું જાઉ?”

“આટલી જલ્દી.?” મારાથી સાહજીકતાથી પૂછાઇ ગયુ.

“મીસ્ટર, જલ્દી નહીં, પૂરા અઢાર કલાક ટ્રાવેલ પછી મારું સ્ટેશન આવ્યું છે.!” તેના હાસ્યને મન ભરી નીરખતો રહ્યો.

મારા ઉદાસ ચહેરા આગળ નજીક આવી ઉમેર્યું, “જો જઇશ નહીં, તો ઘરે ત્મરી વાત કેમની કરીશ? એન્ડ માઇન્ડ વેલ, વી વીલ મીટ સુન, ઇટ્સ ઓલ ઇન ફેટ.!” સ્ટેશન આવ્યુ. તે સડસડાટ નીકળી ગઇ. જાણે પાણીનો રેલો પસાર થયો, અને ઘડીભરમાં એ રેલા પાછળ રહી ગયેલી સૂકી રેતી મારા હૈયાને બાળતી રહી..! ટ્રેન ચાલ્યા પછી પણ ક્યાંય સુધી જાણે છાયા મારી સામે જ બેઠી હોય તેવો ભ્રમ થયો. બે કલાકમાં હું મારા સ્ટેશને પહોંચ્યો. બળબળતા તાપમાં પણ આજે ઠંડક લાગતી હતી, મારી પાસે આજે છાયા હતી.! ઘરે પહોંચી તે જ સાંજે ઘરમાં છાયાની વાત કરી. ઘરમાં સૌને મારી પસંદ પર ભરોસો હતો. છાયાને પણ કોલ કરી આ જણાવ્યુ. હજુ તો મારે ઘરે આવ્યે બે જ દિવસ થયા હશે અને ન્યુઝમાં પાકિસ્તાન તરફથી કશ્મીરના ઉરી વિસ્તારમાં કરેલા હુમલા વિશે જાણ્યું. આ કારણે જ ઘરે મળવા આવતા મારા નાના ભાઇ સ્કૉડ્રન લીડર રાજવીરસિંહની રજા કેન્સલ થઇ. મારા પર સેન્ટ્રલ ડિફેન્સ મિનીસ્ટ્રીથી મેસેજ આવ્યો. મને તાત્કાલિક દિલ્હી જવા જણાવવામાં આવ્યુ. મેં છાયાને આ વાત જણાવી. તેણે પણ મારી સાથે દિલ્હી આવવા તૈયારી દર્શાવી. અમારા બંને માટે ટ્રેન રીઝર્વેશન કરાવી દીધું. ટ્રેનમાં નીકળતા જ મારા પર સેન્ટ્રલ ડિફેન્સ મિનીસ્ટ્રીથી ઇ-મેઇલ આવ્યો, “You’ve to go for surgical strike on Pak. Study details and maps attached herewith and delete it.” ઉકળતું લોહી અને દેશસેવાના જુસ્સા સાથે આ મિશન પૂરુ કરવા ઉતાવળ લાગી. મેસેજની ડીટેઇલ જોઉ ત્યાં જ એક પરિચિત અવાજની દિશામાં નજર ઉઠી. સામે મારા મનની માણીગર છાયા તેના એ જ મોહક સ્મિત સાથે ઊભી હતી. છાયાને જોતા ઘડીભર મારી આંખ અંજાઇ ગઇ. તે તેજ છાયાના રૂપનું હતુ કે તેના કેસરી ડ્રેસમાં ટાંકેલા આભલાનું તે ના સમજાયુ..! શેક હેન્ડ માટે લંબાવેલા મારા હાથ સામે જોયા વિના તે સીધી જ મને ગળે વળગી પડી.! આશ્ચર્ય અને રોમાંચ સાથે તેનો હૂંફાળો સ્પર્શ મારા રોમેરોમમાં ઉતરી ગયો. તેણે તરત પોતાની બેગમાંથી એક ડબ્બો કાઢી મારી સામે ધર્યો.

“આમાં શું લાવ્યા.?”

“જાતે જ જોઇ લ્યો.” પ્રેમાળ સ્મિત સાથે જવાબ આપ્યો.

“દૂધનો હલવો..! તમને કેમની ખબર કે મને દૂધનો હલવો ખૂબ જ પ્રિય છે..?”

“તમે મને ખૂબ પ્રિય છો, તો તમારુ પ્રિય શું તેની પણ જાણ રાખીએ હોં.!”

બંનેના ખડખડાટ હાસ્ય સાથે ટ્રેનની કેબીન ભરાઇ ગઇ. તે હલવાની મિઠાશ કરતાં છાયાના પ્રેમની મિઠાશ ઘણી વધારે હતી. તેણે બધો હલવો ભાવથી મને ખવડાવી દીધો. તે રાત મારા જીવનની ખૂબ જ યાદગાર રાત બની રહી. અમે એકબીજાને ક્યાંય સુધી વળગી રહ્યા. તેના સૌંદર્ય અને યૌવનના નશામાં મારી આંખ ભારે લાગવા લાગી. ક્યારે ઊંઘ આવી ગઇતે જ ખબર ના રહી. જ્યારે આંખ ખૂલી તો જરા માથુ ભારે લાગવા લાગ્યુ, સામે છાયાનો પ્રેમાળ ચહેરો જોઇ ઘડીભરમાં બધુ ભૂલાવા લાગ્યુ. થોડી વારમાં જ દિલ્લી સ્ટેશન આવવા તૈયારી હતી.

“તારુ એડ્રેસ કન્ફર્મ કરી લઉં..?”

“302, સુદર્શન ફ્લેટ, એન.સી.આર. આવો તે પહેલા જરા કોલ કરી દેજો.”

“સ્યોર, આઇ વીલ કમ ટુમોરો.”

થોડીવારમાં દિલ્લી સ્ટેશન આવતા અમે બંને એકબીજાને મળી છૂટા પડ્યા.

“આપણે જલ્દી જ એક થઇ જઇશું ને..?”

“અફ કોર્સ, ઇટ્સ ઓલ ઇન ફેટ.!” તેની સાથેની વાતચીતના ભણકારા મારા કાનમાં ગૂંજાઇ રહ્યા.

થોડીવારમાં એકેડમીએ પહોંચ્યો. કન્ટ્રીના દરેક રેજીમેન્ટના બેસ્ટ પરફોર્મ્ડ મેજર્સના નામ સીલેક્ટ કરવામાં આવ્યા હતા. પ્રત્યેક સોલ્જર્સ ઘણા એક્સ્પીરિયન્સ્ડ અને એક્સ્ટ્રીમ લેવલ ટોર્ચર માટે વેલ ટ્રેન્ડ હતા. બે કલાક ચાલેલી મિટિંગ પછી અમને માત્ર આજ સાંજ સુધી લિવ આપવામાં આવી. આવતીકાલથી સ્ટાર્ટ થવાની ટ્રેનીંગથી સર્જીકલ સ્ટ્રાઇક સુધી કોઇપણ પ્રકારના કોન્ટેક્સ નહી રાખવાના હોઇ આજે જ છાયાને મળવા જવા નીકળ્યો. સુદર્શન ફ્લેટ ના 302 ફ્લેટમાં પહોંચ્યો, ત્યાં લૉક જોયુ. પાસેના ફ્લેટમાં પૂછ્યું, “આહીં પાસે મિસ છાયા શર્મા રહે છે તે ક્યાંય બહાર ગયા છે.?”

“કોણ.? છયા શર્મા.? આ નામનું તો કોઇ અહીં રહેતા જ નથી..!”

ઘડીભર કાંઇ ગૂંચવળમાં રહી હું ફ્લેટ નીચે આવ્યો. છાયાને કોલ કર્યો. તેનો ફોન સ્વિચ્ડ ઓફ હતો. તેને મેસેજ કર્યો, ‘ I came to your home, but no one was there.’

તેનો જવાબ આવ્યો -- ‘We’ve to go to uncle’s home, he had an accident.’

‘We won’t contact each other for 15 days.’

‘Best wishes for your work. No worry, we’ll meet soon. Remember it’s all in fate.’

છાયાના શબ્દોએ મારામાં નવો જુસ્સો ભર્યો.

અમારી સઘન તાલીમ પૂરી થઇ. તા. 28 સપ્ટેમ્બર, 2016 નો ગુરુવારનો તે દિવસ મારા જીવનને સાવ બદલી ગયો. અમારા દરેકના મનમાં ઉરી એટેકમાં શહીદ થયેલા આપણા 19 સોલ્જર્સનો બદલો લેવાનો ગુસ્સો ભારોભાર ભર્યો હતો. રાતે 8.00.00 વાગે મિશન પર જવા નીકળ્યા. LoC થી આગળ નીકળતા અમારા સૌના ચહેરા પર એક અકળ શાંતિ વરતાતી હતી. અમે ધ્રુવ એડવાન્સ્ડ લાઇટ હેલીકોપ્ટરમાં બેસી બોર્ડરથી આગળ વધવાની સાથે મારા હૃદયના ધબકારાની ગતિ પણ વધતી જતી હતી. રડાર પર બતાવ્યા મુજબ અમે PoK થી 33 કિલોમીટર્સ આગળ નીકળ્યા હતા. સમય ૧૨.૦૦ કલાક, તારીખ 29 સપ્ટેમ્બરના શરૂઆતની પળ. દરેક પળ કંઇક અજાણી આશંકા મનમાં જગાવતી રહી, પણ ચહેરા પર સ્વસ્થતા જાળવી બેસી રહ્યો. અમે ભિમ્બર, હોટસ્પ્રિંગ, કેલ અને લીપા સેક્ટરમાં એર ડ્રોપ કરવા તૈયાર થઇ ગયા.

સમય 12.30.00. કાઉન્ટડાઉન સ્ટાર્ટ. અને અમે..... ચોપરથી નીચે જ્મ્પ કરી એર ડ્રોપ્ડ થયા. અમારા લેસર સેંસર સ્પેક્ટસને કારણે અમે રાત્રે પણ સ્પષ્ટ જોઇ શકતા હતા. મારા હાથમાં રાખેલ M-4 કાર્બાઇન અસોલ્ટ રાઇફલ કોઇપણ પ્રકારની સામાન્ય હિલચાલ જોવા પણ સમર્થ હતી. અમારા મિશન ચીફના જરા અમથા આદેશ માટે મારી આંગળી ટ્રીગર દબાવવા સજ્જ રહી ગઇ. અમારાથી લગભગ 100 મીટર્સના ડિસ્ટન્સ પર કેટલાક ટેંટમાં શંકાસ્પદ હિલચાલ દેખાઇ. ટેંટમાં એક તરફ વેપન્સ લઇ કેટલાક ટેરેરીસ્ટ બેઠેલા જોયા. અમે સૌ એટેક માટે તૈયાર થયા અને અમારા ચીફનો આદેશ થયો, “લેટ્સ ક્લીયર ધેમ”.....અને ગોળીઓની ભરમાર છૂટી. સામેના ટેંટ પર લોહીના છાંટા ઉડવા લાગ્યા. બે ત્રણએ કાઉંટર ફાયરીંગ કર્યુ, પણ અમારી સાથેના કમાંડર રાજવીરની ગ્રેનેડમાંથી એક ધમાકાએ તે બન્ને ભડકે બળી ગયા. ટ્રીગર પર આંગળી દબાવી સામે નજરે પડતા એક એક ટેરરીસ્ટના શરીરના એક એક ઉછળતા અંગ સાથે આપણા ઉરી એટેકના શહીદો માટે શ્રધ્ધાંજલી આપવા હું પ્રયત્ન કરતો રહ્યો.! 4 કલાક ચાલેલા આ મિશનમાં અમે 7 ટેરર લોન્ચ પેડ ડિસ્ટ્રોય્ડ કર્યા અને 38 ટેરરીસ્ટનો સફાયો કર્યો. ડેડ બોડીઝ ચકાસતા સાથે 2 પાકિસ્તાની સોલ્જર્સ પણ ડેડ પડ્યા મળ્યા. અડધા સળગેલા ટેંટ પાસે લોહી નીતરતા એક ટેરરીસ્ટ માથુ હલાવતા જોઇ શહીદ સ્મારકના મારા ભાઇઓનો ચહેરો નજરે પડ્યો....અને ટ્રીગર પર જરા આંગળી દબાવતા બ્લડના ખાબોચીયામાં મારા પગ ખરડાયેલા રહ્યા. મિશન કમ્પ્લિટ કરતા પહેલા લાસ્ટ રાઉન્ડ માટે હું જરા આગળ તરફ ગયો. પાછળ ફરી ફાયરીંગનો અવાજ આવ્યો. મારા મિશનના કમાન્ડોઝ તરફ હું દોડી ગયો, તે બધાને સરેંડર કરેલા જોયા.અચાનક મારા માથામાં કાંઇક પછડાતા હુ બેલેન્સ ના જાળવી શક્યો, મારા હાથમાંથી ગન નીચે સરકી ગઇ અને હું જમીન પર પડ્યો. મારી નજર સામે બધુ ધૂંધળુ દેખાવા લાગ્યુ. કાનમાં ફાયરીંગનો અવાજ આવ્યો અને ચોપરનો અવાજ આવ્યો. કોઇએ મને ઉંચકી ચોપરમાં સૂવડાવ્યો.

લેફ્ટેનેન્ટ કર્નલ સૂર્યપ્રતાપ સિંહ સાથે આ શું થયુ..?

શું સર્જીકલ સ્ટ્રાઇકની આ વણકહી વાત છે..?

શું લેફ્ટેનેન્ટ કર્નલ સૂર્યપ્રતાપ સિંહને રેસ્ક્યુ કરાયા..?

લેફ્ટેનેન્ટ કર્નલ સૂર્યપ્રતાપ સિંહ સાથે આ શું થઇ રહ્યું છે તે જાણવા આગામી ભાગ માટે થોડી રાહ..… ટ્રેપ્ડ.… Trapped 2 coming soon.

***