Samaydhara books and stories free download online pdf in Gujarati

સમયધારા

સમયધારા

ફાલ્ગુની પરીખ

સમય માનવજાત માટે રહસ્યમય કોયડો છે! સમય અનેક સ્વરૂપે છૂપા રૂસ્તમ જેવો મહત્વનો ભાગ ભજવે છે. દરેક વ્યક્તિ માટે તે 'વિસ્મય 'છે!

'યંગિસ્તાન ' એક એવું ગ્રુપ છે, જેના મુખ્ય કર્તા,, રોની, આકાશ, મિલન, નિકકી, રોમા, જલ્પન. બધા આઇ.ટી.ના સ્ટુડન્ટ, અભ્યાસની સાથે- સાથે કંઇક નવું કરવાના વિચારોને પ્રાધાન્ય આપી 'યંગિસ્તાન 'નામની વેબસાઇટ ખોલી. જેમાં આપણા ભારતની સંસ્કૃતિ તેમને લગતી માહિતી, સવાલ જવાબોની પ્રતિયોગિતા જેવી અનેક માહિતીથી ભરપૂર છે. આ વેબસાઈટ ટૂંકા સમયમાં સફળ થઈ, તેના યુવામિત્રોને દરેક વખતે નવી જાણકારી મળતી.

યંગિસ્તાન ના ગ્રુપમાં,, રોમા -જલ્પન સારા ફોટોગ્રાફર, લેખન -આર્ટિકલ્સ ની રૂપરેખા, સવાલ જવાબોની જવાબદારી રોની -મિલન સંભાળતા, એડિટિંગનું કામ આકાશ-નિકકી કરતા. 26 જાન્યુઆરી નજીક આવી રહી હોવાથી આ વખતે દેશને લગતી માહિતી, સવાલ જવાબ તૈયાર કરવાનું નક્કી કર્યું. ખૂબ ચર્ચાને અંતે 'જલિયાંવાલા બાગ 'એ વિષય આ વખતે વાચકો માટે મૂકીને એને લગતા સવાલો રજૂ કરવા એમ નકકી કર્યુ. એ કાર્યક્રમની રૂપરેખા ઘડાઈ ગઈ, આ કાર્યક્રમ 26 જાન્યુઆરીના એક દિવસ પહેલાં રજૂ કરવો એમ નકકી કર્યુ.

દેશના યુવાધનને દેશ-ભકિત છે, એ ફકત બે રાષ્ટ્રીય તહેવાર પૂરતી ના રહેતા એમના દિલોમાં દેશપ્રેમની જવાળા સતત જાગતી રહે, આઝાદીનો મતલબ સમજે, એવું કરવું છે.

યંગિસ્તાન આ વખતે કયા વિષય પર માહિતી અને ચર્ચા આવશે એની ઇંતેજારી બધાને રહી હતી. 25 જાન્યુઆરી રાતે હેલો,, ફ્રેન્ડસ કહી,,, 'જલિયાંવાલા બાગ 'ની માહિતી અને તેના ફોટોગ્રાફસ મૂકયા. અડધો કલાકમાં લાઇકસ અને કોમેન્ટોથી યંગિસ્તાન છલકાઈ ઊઠયું. હવે બધાને ઇંતેજારી હતી સવાલોની, કયો સવાલ પ્રથમ મૂકાશે?

પ્રથમ સવાલ મૂકાયો -- દોસ્તો,,,,, જલિયાંવાલા બાગ નો હત્યાકાંડ કયા શહેરમાં અને કોણે કરાવ્યો હતો? સવાલ મૂકાયાને બીજી મિનિટે જવાબ શરૂ થયા,,,,, પંજાબના અમૃતસર શહેરમાં થયો અને જનરલ ડાયરે કરાવ્યો હતો.

જવાબો સાચા હોવાથી બધાનો આભાર માની બીજો સવાલ મૂકાયો,,,,, આ હત્યાકાંડ કયારે બન્યો? ઘણા જવાબો ખોટા -અધૂરા હતા. બહુ ઓછા જવાબો સાચા હતા. રોમી એ જોતાં બોલ્યો, જોયું મિત્રો,, બધાનું જ્ઞાન કેવું સીમિત છે? અરે, આપણી સ્વતંત્રતા માટે જે ઘટના આટલી મહત્વની રહી એના વિષે લોકોને ખબર જ નથી. ચાલો સાચો જવાબ આપીએ. દોસ્તો -ઘણા જવાબ ખોટા છે, તેનો સાચો જવાબ છે,,,, આ હત્યાકાંડ 13 એપ્રિલ 1919 ના રવિવારે -વૈશાખીના દિવસે થયો હતો.

ત્રીજો સવાલ,,,,, દોસ્તો પંજાબમાં વૈશાખીનો તહેવાર કેમ ઉજવાય છે?

કોઇ કહે,,, હોળી આવે એટલે, કોઇના જવાબ,,,, ઉત્તરાયણ ને ત્યાં વૈશાખી કહે,,,, ઘણાએ દિવાળીને ત્યાં વૈશાખી કહે એમ જવાબો આવ્યા.

ના,,, ના,,, મિત્રો,,, બહુ ખોટા જવાબ આ વખતે છે. સોરી,,, દોસ્તો. સાચો જવાબ આ છે,,, પંજાબ અને ઉત્તર ભારતનો એ ઉમંગ ઉત્સાહનો તહેવાર છે. ખેતરોમાં તૈયાર થયેલા અનાજને જોઇ કુદરતનો આભાર માનવા માટે,, નાચીને,, ગાઈને,, ઢોલ નગારાં વગાડીને મનાવે છે.

આકાશ જોજે હવે,,, મજા,

દોસ્તો,,,,, જલિયાંવાલા બાગમાં કોની ધરપકડના વિરોધમાં સભા યોજાઈ હતી? દસ મિનિટમાં કોઇ જવાબ નહી. ચાર જવાબ આવ્યા એ ખોટા હતા.

ઓહહો,,, દોસ્તો,,, રોમી એ જવાબ આપતા કહ્યું, 13 એપ્રિલે સૈફુદીન કિચલૂ અને સત્યપાલની ધરપકડના વિરોધમાં સભા યોજાઈ હતી.

દોસ્તો હવે બીજો સવાલ,,,,, કયા કાયદાનો વિરોધ કરવા માટે સભામાં લોકો આવ્યા હતા? જવાબ આવ્યા,,,,,, રોલેટ એકટના કાયદાના વિરોધમાં.

દોસ્તો છેલ્લો સવાલ,,,,

તમારા બધા દોસ્તોમાથી ત્યાં કોણ ગયું છે? શું શું જોયું છે?

અટપટા જવાબો આપ્યા, ઘણાના સાચા જવાબો હતા, ઘણાએ મજાક લખી હતી. આ વાંચતા રોમી આકાશને અફસોસ થયો, આપણા દેશની સ્વતંત્રતા માટે હજારો નિર્દોષ નાગરિકોને વગર ગુનાએ 1600 જેટલી અંધાધૂંધ ગોળીબાર કરીને તેમને મોતને ઘાટ ઉતાર્યા, જયાં નજદીક એક કૂવો હતો એમાં પોતાના પ્રાણ બચાવવા લોકો કૂદયા કે એ કૂવો લાશો અને લોહીથી આખો ભરાય ગયો,, એ માટેનું લોકોનું જ્ઞાન કેટલું અધકચરું છે?

આકાશ વ્યથિત થતાં બોલ્યો, હમણા કોઇ હિરોઇન વિષે કે તેના અફેર વિષે સવાલો મૂકશો, પરફેક્ટ જવાબો આવશે. શું થઈ ગયું છે આ બધાને?

જેના જવાબો સાચા હતા એમને યંગિસ્તાન ગ્રુપ તરફથી ઈનામ તરીકે આઝાદીના પ્રતિક 'રાષ્ટ્રીયધ્વજ' ની પ્રતિકૃતિ મોકલવામાં આવશે, જે મિત્રોના નામ જાહેર થાય એ દરેકે ઈમેલથી સરનામાં આપવા. ધન્યવાદ! બધા મિત્રોને યંગિસ્તાન ગ્રુપ તરફથી ગણતંત્ર દિવસની ખૂબ શુભેચ્છાઓ સહ,,,, 'જય હિંદ, વંદે માતરમ્ '!

પોગ્રામ સમાપ્ત થયા પછી બધા એ એક બીજાનો આભાર વ્યક્ત કર્યો.એકંદરે કાર્યક્રમ સફળ રહ્યો હતો, સાથે દુ:ખ થયું દેશની સચ્ચાઇથી કેટલા અજાણ્યા છે. મોડી રાતે આજ વિષય પર ચર્ચા ચાલી. જે કૂવામાં કૂદીને પોતાની જાન બચાવવાનો પ્રયત્ન કર્યો હતો આજે એ સ્થાન એક ઐતિહાસિક સ્મારકના રૂપે છે 'અમર જયોતિ સ્મારક '! આપણી આઝાદીની કેટલી મોટી કિંમત આપણે ચૂકવી છે.અંગ્રેજોના જુલ્મ સહન કરી મૃત્યુને વહાલું કરી હસતા- હસતા દેશ માટે પ્રાણના બલિદાન આપ્યા, ત્યારે આપણે આઝાદી ના શ્ચાસ લઇ જીવીએ છીએ. ખરેખર એ આઝાદીના લડવૈયાઓને હ્રદયથી સલામ કરવાનું મન થાય છે! નિકકી બોલી,, એ સમય કેટલો 'વિસ્મયકારક 'હતો! બધાના દિલમાં એક જ ચાહ હતી,,, 'ભારત દેશ 'ને આઝાદ કરવાની! એ કાર્યમાં પોતાના પરિવારજનોના ત્યાગ કર્યો, હસતા હસતા તેમની ગોળીઓ ખાઈને અમર બની ગયા! આઝાદી પછીની ભારતદેશની જે કલ્પના સરદાર પટેલ અને ગાંધીજીએ કરી હતી એ સ્વપ્નું સાકાર થયું નથી અત્યાર સુધીમાં. આજે દેશની રાજનીતિમાં સગાવાદ, ભ્રષ્ટાચાર, પક્ષોની ખેંચા ખેંચી, વારે-વારે પક્ષોની અદલાબદલી,,,,, આ બધું કયારે અટકશે??

સત્તાની લાલસામાં રચ્યા પચ્યા રહેનાર નેતાઓ દેશના વિકાસના શું કાર્ય કરશે? અને કોઇ કરે તો તેના રસ્તામાં અંતરાય ઊભા કરી વિરોધ દર્શાવી કામ ના કરવા દે. આવી છે આજની રાજનીતિ!

પહેલાની રાજનીતિ જુઓ,,,, ગાંધીજી -નહેરૂ સરદાર પટેલ જેવા નેતાની એક હાકલ થતી અને આખો દેશ એકજૂથ બની સાથ આપ્યો ત્યારે આપણને આઝાદી મળી! આજના જેવી રાજનીતિમાં કૂટનીતિ હોત તો આપણે હજુ સુધી અંગ્રેજોના ગુલામ બની રહતે.

સમયના ગર્ભમાં -અંધકાર ઉજાસ બંને ધરબાયા છે. અંધકારભરી રાત ગુજરી જાય પછી સોનેરી સવાર થાય છે! યાર નિકકી તું એમ સમજ હમણાં આપણો ઉજાસ એ મળસ્કાનો ઉજાસ છે.,, આછો આછો. તું જો જે હવે પછીના સમયમાં આ દેશ વિકાસના પંથે દોડશે. કેમકે આજના યુવાનો આવા ભષ્ટાચારી, સગાવાદના નેતાઓથી ત્રસ્ત થયા છે,,, રોમા બોલી.

આઇ હોપ શો,,, ડિઅર,,,, તારી વાત સાચી પડે,,, નિકકીએ હસતા કહયું.

નહી તો આ 'સમયધારા' ના વિસ્ફોટથી આપણો ભારત દેશ અલગ દિશામાં ના વહી જાય?

ચાલો,, ગણતંત્ર દિવસ શરૂ થયો, જુઓ 12.10 થયા રાત્રિના,,, બધાને આ દિવસની ખૂબ શુભેચ્છાઓ!!!

આશા રાખીએ સમયના ગર્ભમાંથી આવનારું નવો ગણતંત્ર દિવસ ખૂબ નવી આશાઓ લઇને આવતા વર્ષે આવે! યંગિસ્તાન ગ્રુપના સભ્યો એક નવી આશા સાથે છૂટા પડ્યા!

***

બીજા રસપ્રદ વિકલ્પો