ફેસબુકની ફોરમ
ભાગ - ૨
દોસ્તૉ, હું આદિત્યનારાયણ કમલદાસ પારેખ. લાડ પ્યારથી બધાં મને "આદિત્ય" કહે છે. ઘરમાં મારી જીદ નવો-નકોર અને થોડો મોંધો મોબાઈલ ખરીદવાની છે. જેમાં અત્યારની ટેકનોલોજીનાં ફુલ નવા ફીચર્સ મતલબ કે સુવિધા સમાયેલી હોય. મારા મમ્મી-પપ્પા મને લાડથી રાખે છે એટલે વહેલી કે મોડી પણ મારી મોબાઈલ ખરીદવાની ઈચ્છા જરૂર થી પુરી થશે એ મને ખાત્રી છે, કેમ કે મારી કોલેજ નાં કોમર્સનાં B.Com નાં ત્રીજા સેમેસ્ટરમાં ત્રીજા નંબરથી પાસ થયો. આજ શનિવાર છે અને પપ્પાની બેન્કમાં રજાનો દિવસ પણ. પપ્પાએ સવારથી જ સરપ્રાઈઝ આપી છે, મને બાઈકમાં બેસાડી બહાર લઈ જાય છે. પછી છેલ્લે ખબર પડી કે મોબાઈલ લેવા મને લઈને આવ્યા છે. ૧૫,૦૦૦ થી ૨૦,૦૦૦ નો મોબાઈલ લેવાની તમન્ના આખરે પુરી થઈ. મોબાઈલ લઈને ઘરે પહોંચ્યાં અને આદિત્યને નવરાશ થોડી મળી કે બધાં કરે એવું જ કર્યું. મોબાઈલ માં નવું ફેસબુક આઈ.ડી. બનાવ્યું અને મો. નંબર વોટ્સએપમાં રજીસ્ટર કરાવી દીધો. જાણીતા અને અજાણ્યા બંનેને ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી દીધી. જ્યારથી મારી પાસે નવો મોબાઈલ આવ્યો ત્યારથી હું વ્યસ્ત જીવન જીવવાં માંડ્યું છું. આખો દિવસ એફ.બી. અને ચેટીંગમાં જ નીકળી જાય છે. રવિવારની રજા પણ આમ જ પુરી જાય છે. આખો દિવસ કેમ પસાર થાય છે તેની જાણ નથી રહેતી.
ત્રણ ચાર મહીના પછી અચાનક મારા ફેસબુક આઈ.ડી. અચાનક ભુલથી "ફોરમ ગોસ્વામી" નામનાં એકાઉન્ટ પરથી ફ્રેન્ડ રીકવેસ્ટ આવી. મેં તે રીકવેસ્ટને Accept કરી લીધી. પછી ફરી થોડાં સમય બાદ ફેસબુકનાં નોટીફિકેશનમાં ફરી લખેલ આવ્યું."ફોરમ ગોસ્વામી અનફ્રેન્ડ ટુ યુ". હવે હું શું કરું???
ક્રમશ:
આદિત્યએ ફરી મેસેન્જર ખોલ્યું અને ફોરમ ગોસ્વામી નાં એકાઉન્ટ પર મેસેજ કર્યો અને લખ્યું, "હવે મેં પણ એક ભુલ કરી લીધી" - કેમ કે આદિત્યએ હવે જાણી જોઈને સામેથી ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી હતી. આમ પણ નવરાશનો સમય મળ્યો હતો એટલે લમણાજીક કરવા માટે કોઈક તો જોઈએ ને...!!. થોડી અફસોસની વાત એમાં એ હતી કે આદિત્યએ તો અજાણતામાં ફોરમની ફ્રેન્ડ રીકવેસ્ટ સ્વીકારી લીધી અને જયારે તે સામેથી મોકલે છે ત્યારે ફોરમ તેની રીકવેસ્ટ સ્વીકારતી નથી. વગર સ્વીકારેલ રીકવેસ્ટમાં એ મેસેન્જરમાં વાત કરવા લાગી હતી. ફરી ફોરમનો મેસેજ આવ્યો, "ખોટું ન બોલો" - એમાં ફરી જવાબ "હા, સાચું મેં ભુલ કરી અને એ સરખે સરખી તમારા જેવી જ". એ વાતમાં ફોરમનો રીપ્લાય તો માત્ર હાસ્ય કરતો સ્માઈલી કાર્ટુન આવ્યો.
"પણ હવે જે હોય તે આજે ફ્રેન્ડશીપ ડે છે, તો હેપી ફ્રેન્ડશીપ ડે એન્ડ ગુડ બાય"
આદિત્ય : " YES, Happy Friendship Day But Good bye નહીં કહું. આજે હું એકદમ ફ્રી બેઠો છું એટલે"
***
ખરેખર આદિને તો એ જ વિચારવાનું હતું કે નવરાશનો સમય મોબાઈલમાં ક્યાં પસાર કરવો અને એ મનનાં વિચાર સાથે બન્યું પણ એવું જ. ફોરમનાં આઈ.ડી. ની અજાણી ફ્રેન્ડ રીકવેસ્ટ આજે ટાઈમપાસનું રમકડું બની ગયું. મનમાં હજી દુર સુધી વિચાર આવે છે કે સાચે જ તે MALE છે કે FEMALE કે પછી નજીકનો કોઈ મિત્ર મજાક કરી રહ્યું છે. એ તો તાત્કાલીક ખબર જ ન પડી.
અંતે વાત એ જ બની કે, હવે વાતમાં રસ નથી પરંતુ એ કોણ છે? એ જાણવામાં વધુ રસ લાગે છે. Who Is She? અને કેવી લાગતી હશે? કેવી દેખાતી હશે?. બસ, એ જ ઊદેશ્યથી આગળ વાત વધે છે. એ વાતોવાતોમાં રાત પડી જાય છે. છેલ્લે ફોરમ પણ ગુડ નાઈટનો મેસેજ કરે છે. રીપ્લાયમાં આદિ ગુડ નાઈટ અને સ્વીટ ડ્રીમ લખીને મોકલે છે.
***
આદિત્યને આશા પણ ન હતી કે એક અજાણી વ્યક્તિ જોગાનુજોગ તેમની સાથે વાતો કરવા લાગશે. તેમની પરેજી રાખવા લાગશે. બીજા દિવસે ઊઠીને આંખ ખોલી ત્યાં જ સ્ક્રીન પર જોવા મળ્યું ફોરમનું "ગુડ મોર્નિંગ". સાચે જ એ દિવસે આદિત્યની મોર્નિંગની શરૂઆત સારી થઈ હતી.(સવારમાં કોઈ છોકરીનો ગુડ મોર્નિંગનો મેસેજ આવે એ કાંઈ નાની વાત નથી..મતલબ એ કે છોકરી સામેથી વાત કરવાની ઈચ્છા ધરાવે છે એવું કહી શકાય).
"YES, very good morning"
નાહીને તૈયાર થઈને મેસેજ કર્યો. બીજો દિવસ પણ ગઈકાલની જેમ નવરાશનો જ છે.
"Can you talk with me?"
કુદરતે જાણે જોઈ દોસ્તી માટે વિચારીને બંનેને ફેસબુકનાં ડિજીટલ માધ્યમથી મળાવ્યા હોય એવું લાગે. સામેથી જવાબ આવ્યો..."YES, Why not? I'm also free" ને' તરત જ વાતમાં વળાંક આવ્યો.
"તમે ફ્રી હોય ત્યારે મારી સાથે વાત કરો છો તો બીજા કોઈ ફ્રેન્ડ નથી?"
"બીજામાં Boys k Girls?"
"કોઈ ભી"
"કોઈ ભી માં તો ધણાં છે"
"Ohhh niceee..."
"પણ બધાં સાથે દિમાગથી સેટીંગ ન આવે તેથી બધાં સાથે ચેટીંગ ન થાય. કોઈ ફ્રી હોય કે ન હોય કેમ ખબર પડે?
"Ok Ok"
આવી રોજિંદી વાતોનો આજનો પટારો પણ રાત્રે Good night ને ટુંકમાં GN કહી બંધ.
આવતીકાલે "રક્ષાબંધન". ભાઈ-બહેનનાં પવિત્ર સંબંધની પુજા થાય એ દિવસ એટલે રક્ષાબંધન. સ્વાભાવિક છે કે એ તહેવારમાં પણ જાહેર રજા હોય. આદિત્ય અને ફોરમ બંને ફરી નવરાશનાં સમયમાં મોબાઈલ લઈને બેસી ગયાં. આજકાલનો ક્રેઝ જેમ કે ગુગલ કે ગમે ત્યાંથી કોપી કરી મેસેજ મોકલવાનો. બે-ચાર સુવાક્યો મોકલ્યાં પણ કોઈ જવાબ એટલે કે રીપ્લાય આવ્યો નહીં. છેક સાંજનાં સમયે સરસ છે, આટલૉ ટુંકો જવાબ આવ્યો. ફોરમની ટુંક જવાબી મેસેજ લખવાની ભાષા આદિત્યને પસંદ પડતી ન હતી. તે મનમાં ગુસ્સો કરી ગયો. એક તો સાંજે મોડેથી જવાબ મળ્યો અને એ પણ આટલૉ ટુંકો. મનમાં નક્કી કર્યું કે પુછી જ લઉં.
"ફ્રી નથી કે શું?"
પણ જવાબ આવ્યો, - "ફ્રી જ છું"
"તો રીપ્લાય આપતાં તકલીફ પડે છે!" - કટાક્ષમાં બોલ્યો
"ના.. ના.. ના..."
"તો આવું પાગલ જેવું કરવાનું. મને લાગે છે કે આપણાં બંનેમાંથી કોઈક પાગલ લાગે છે"
"હા, તમે અને તમે જ"
"હે.. હે..." - આદિ એ આંખો ઊપર ચઢાવેલ કાર્ટુન મૉકલ્યૉ.
"એમ તો હવે શું કરીશું? માર દીયા જાયે કે છોડ દીયા જાયે"
"માર દીયા જાયે.." - ફોરમ હાસ્ય ભરેલ નટખટ જવાબ આપે છે
આવી હસી મજાકની વાતોની આદિત્યને ધીમે ધીમે ટેવ પડતી જતી હતી. અને સાચી વાતમાં તો ફોરમની અને તેનાં મેસેજની લત લાગી ગઈ હતી. બંને એ એકબીજાનાં અભ્યાસની માહિતી આપ-લે કરી, કોલેજની વિગતો વિશેની માહિતી આપી. ઘડીયાળમાં સાંજનાં ૪:૩૦ વાગ્યાં. ફોરમનો મેસેજ આવ્યો, "શું કરો છો?"
રીપ્લાય : "કોલ્ડ ડ્રીંક્સ પીવું છું"
ફોરમ : "which?"
આદિ : "સ્પ્રાઈટ"
બીજી ધણી વાતો થઈ. છેલ્લે બંને પક્ષે જાણવાની ઈચ્છા હોય એમ બન્યું, મુખ્ય મુદ્દાની વાત જુબાન પર આવી ગઈ,
"ગર્લફ્રેન્ડ છે કોઈ તમારે?"
"ના, નથી"
"ભુતકાળમાં પણ કોઈ??"
રીપ્લાય : "મને નેચરલ લવમાં ઈન્ટરેસ્ટ છે"
ફોરમ : "Ok"
આદિત્યનો રીપ્લાય : "તમે મારી....
આદિત્યએ સીધું જ કહી દીધું......પણ શું?? એ વધુ આવતાં અંકે....ક્યાં વળાંક પર લઈ જાય છે?? જોઈએ આગળનાં ભાગમાં.
Author - રવિ ગોહેલ