વર્ણન
“કઈ નહિ ભાઈ,આવનાર બાળક માટે બધા ને ઘર માં ઉત્સાહ છે અને આ વંઠેલી ને બાળક નથી જોઈતું,”
વચ્ચે જ મુમતાજ એ કહ્યું, “અસલમ ભાષા સુધારી ને વાત કર, હજુ મેં લાઈફ એન્જોય ક્યાં કરી છે અને હું આ જવાબદારી હમણાં લેવા નથી માંગતી,”
“ જો મુમતાઝ આ સંસાર છે,અમી અને અબુ ને પણ અરમાન છે દાદા દાદી બનવાના અને હું પણ ઈચ્છું છું, તો તને શું વાંધો છે મેં કહ્યું,
“ભાઈ તકલીફ એ નથી,,તકલીફ તો કૈંક બીજી જ છે,” અસલમ એ કહ્યું,
“કેમ શું તકલીફ છે ” મેં પૂછ્યું,
“આવનારું બાળક છોકરી છે, એ તકલીફ છે મુમતાઝ ને,” અસલમ એ કહ્યું,
“છોકરી છે તો શું થયું ” મેં પૂછ્યું, ત્યાં મુમતાઝ વચ્ચે જ તાડૂકી,
“,મેં મુંબઈ માં ગર્ભ પરીક્ષણ કરાવ્યું હતું , ત્યારે મને ખબર પડી કે મારા ગર્ભ માં છોકરી છે, મને છોકરી નથી જોઈતી ”
“મુમતાઝ ગર્ભ પરીક્ષણ કરાવવું એ કાયદાકીય ગુનો છે એ ખબર છે તને મેં પૂછ્યું,
“ભાઈ આ કાયદા કાનુન તમે મને નહી શીખવાડો, આવા કાયદા કાનુન મારા અબુ અને મારો ભાઈ ખિસ્સા માં રાખે છે, સમજ્યા
મુમતાઝ આટલુજ બોલી હતી અને અસલમ એ મુમતાઝ ને એક લાફો ચોડી દીધો,