આ કથામાં બળવંતરાય નામના એક વ્યક્તિના વિચારોને દર્શાવવામાં આવ્યા છે. તેઓ વિચારે છે કે દરેકના ઘરમાં પોતાનો મોટો ફોટો હોવો જોઈએ. આ વિચાર તેમને તેમના સ્વર્ગસ્થ ફુઆના બેસણાની તૈયારી વખતે આવ્યો. ફુઆ એ વ્યક્તિ હતા જેમણે જીવનભરમાં ધંધા પર ધ્યાન આપ્યું અને તેમના માટે ફોટો બનાવવાનું ક્યારેય મહત્વનું નથી સમજાયું. જ્યારે ફુઆનો બેસણો નજીક આવ્યો, ત્યારે એ વાત સામે આવી કે ઘરમાં ફુઆનો એક પણ ફોટો નથી. આથી, તેમના દીકરાઓ અને કુટુંબીજનો નિરાશ થઈ ગયા. અંતે, મોટા દીકરાની વહુએ એક નાનકડો ફોટો શોધી કાઢ્યો, જે ખુરશીમાં મુકાયો હતો. આ સમગ્ર પ્રસંગમાંથી વાત દર્શાવે છે કે જીવનમાં મહત્વના મૂલ્યો અને યાદોને અવગણવું કેટલું નુકસાનકારક હોઈ શકે છે. ફોટો Yashvant Thakkar દ્વારા ગુજરાતી વાર્તા 19 1.6k Downloads 5k Views Writen by Yashvant Thakkar Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ‘દરેક વ્યક્તિના ઘરમાં એનો પોતાનો મોટા કદનો એકાદ ફોટો તો અવશ્ય હોવો જોઈએ.‘ હઠીલા વીમા એજન્ટ જેવો આ વિચાર બળવંતરાયના મનમાં વારંવાર આવી ચડતો હતો. બળવંતરાયને પ્રથમ વખત આ વિચાર એમના સ્વર્ગસ્થ ફુઆના બેસણાના પ્રસંગે આવેલો. ફુઆએ જિંદગીભર ધંધો કર્યો હતો. ધંધો એમના માટે શ્વાસોશ્વાસ જેવી સ્વાભાવિક પ્રક્રિયા હતી. વળી, એમને ધંધા સિવાયની બીજી કોઈ વાતોમાં ખાસ રસ પડ્યો જ નહોતો. દુકાનમાં ગાદીતાકીયે બેઠાં બેઠાં જ એમણે પોતાની જિંદગીનું ખાતું બંધ કર્યું હતું. ફુઆ પોતાનાં કુટુંબ માટે લીલી વાડીના નામે ઘણું ઘણું મૂકી ગયા હતા. પરંતુ નહોતા મૂકી ગયા એમનો પોતાનો મોટા કદનો એકાદ ફોટો. ધંધાની ઉથલપાથલમાં રચ્યાપચ્યા રહેનાર ફુઆના ધ્યાનબહાર એ વાત જ રહી ગઈ હતી કે- ક્યારેક તો પોતાના શ્વાસોશ્વાસ પર મંદીનું મોજું ફરી વળશે અને પોતાના ખુદના ભાવ તળિયે બેસી જશે. નફાતોટાની અખંડ ચિંતા કરનાર ફુઆએ ક્યારેય એ વાતની ચિંતા જ નહોતી કરી કે-‘મારા બેસણા ટાણે દીકરાઓ હાર કોને પહેરાવશે દીવો કોને કરશે બગલાની પાંખ જેવાં ઉજળાં કપડાં પહેરીને આવનારાં લોકો એમના હાથ કોના ફોટાને જોડશે ’ ...આગળની વાત જાણવા માટે આ નવલિકા વાંચો. -યશવંત ઠક્કર More Likes This બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-1 દ્વારા S I D D H A R T H વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) ભાગ-૧ જેડની મૂર્તિ દ્વારા Bhaveshkumar K Chudasama ભુતાવળ - 2 દ્વારા Dhamak પાંચ પૈસા - ભાગ 1 દ્વારા Dhamak અવળી દ્વારા Dhamak રૂપિયા management દ્વારા E₹.H_₹ જીવન ની કાયા કલ્પ - ભાગ 1 દ્વારા Rohan Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા