"વિચારોની આરત" ના ભાગ 4 માં, લેખક પ્રદિપ પ્રજાપતિ 'મિત્રોનું જંગલ' વિષે વાત કરે છે. અહીં તેઓ મિત્રતાના મહત્વને ઊંડાણથી સમજાવે છે, કહે છે કે જીવનમાં સાહસ, પ્રેમ અને સહારો આપવા માટે મીઠા સંબંધો જરૂરી છે. તેઓ ઉદાહરણ આપે છે કે કેવી રીતે એક મિત્ર જિંદગીમાં જરૂરી મનુષ્ય બની શકે છે, જેમ કે એક યુવાનને જ્યારે કિડનીની જરૂર પડી ત્યારે તેના મિત્રો મદદ કરવા આગળ આવ્યા. લેખમાં જણાવ્યું છે કે સાચા મિત્રોની હાજરીમાં વ્યક્તિનું જીવન સુખમય બને છે. મિત્રો જ આપણા ગુપ્ત રહસ્યોને જાણે છે અને જીવનમાં જડબેસલાક સુખ આપે છે. લેખક ફિલ્મોમાં પણ મિત્રતાના વિષયને મહત્વ આપે છે, જેમ કે 'થ્રી ઈડીયટ્સ' અને 'છેલ્લો દીવસ'ની ઉલ્લેખ કરીને. બીજા ભાગમાં, લેખક આળસને સૌથી નજીકનો દુશ્મન ગણાવે છે, જે મનની અવરોધકતાને દર્શાવે છે. આળસ એ એવી લાગણી છે જે વ્યક્તિને આગળ વધવામાં રોકે છે, અને તેનું નિવારણ પણ મનમાં જ છે. આ સંક્ષેપથી લેખકના વિચારો અને મિત્રતાને લગતી તેમની દૃષ્ટિ સ્પષ્ટ થાય છે. વિચારોની આરત Pradip Prajapati દ્વારા ગુજરાતી મેગેઝિન 2 1k Downloads 4.3k Views Writen by Pradip Prajapati Category મેગેઝિન સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન દરેકના જીવનમાં મિત્રોનું અલગ જ મહત્વ હોય છે અને કોઇક જ એવો માણસ હશે કે જેનાં મિત્રો નહીં હોય ! મિત્રો હોવા એક ખુશીની વાત છે કેમ કે આપણે એમના સાથે દરરોજ સમય પસાર કરીએ છીએ. જે વાત આપણે ઘરે કરી શકતા નથી એ વાત આપણે આપણા મિત્રોને કરીએ છીએ. અડધી રાત્રે પણ કોઈ મદદની જરુર હોય તો સૌપ્રથમ મિત્રો જ કામ આવે છે. એક સાચો અને બિનશરતી પ્રેમ લગભગ મિત્રોમાં જ જોવા મળે છે. ઘણી એવી ગુપ્ત વાતો હોય છે જે આપણા મિત્રો જ જાણતાં હોય છે. કેટલીક વાર પરિવારમાં જે સુખ ન મળતું હોય તે મિત્રો દ્રારા મળે છે. જેની પાસે મિત્રો હોય છે તેની પાસે બધુ જ હોય છે એમ હું માનું છું કેમ કે આપણી બધી વાતોનો જાણકાર અને આપણા દુઃખનો ઉપાય જેની પાસે હોય છે તે જ આપણા મિત્રો. આ બધી વાતોમાં સાચા મિત્રો મળવા જરુરી છે કેમ કે સાચા મિત્રોએ ભગવાન બરાબર હોય છે. એક વખત એક યુવાનની કિડની ફેઇલ થઈ ગયી ત્યારે તેને એક નવી કિડનીની જરુર હતી પણ આખા પરિવાર માંથી કોઇએ તે યુવાનને કિડની આપવાની હિંમત ન કરી અને છેવટે તેના મિત્રને આ વાત થઈ ત્યારે તે મિત્રએ જ કિડની આપી. આ ઉદાહરણ પરથી ખ્યાલ આવે છે કે જીવનમાં મિત્રો કેટલા જરુરી છે. મિત્રોના જંગલમાં આપણે સૌ સુરક્ષિત રહીએ છીએ કેમ કે આ જંગલમાં જ આપણને પ્રેમ અને સુખ મળી રહે છે. આપણો પહેલો પ્રેમ હોય કે આપણી સગાઈ થઈ હોય આવી બધી જ વાત પહેલા મિત્રને જ ખબર હોય છે. ભગવાન શ્રીકૃષ્ણના જીવનમાં પણ સુદામા જેવા મિત્રો હતા ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ સુદામા સાથે મિત્રની જેમ જ વર્તતા હતા. આ વાત મિત્ર વચ્ચે રહેલ બિનશરતી અને સાચા પ્રેમનું વર્ણન કરે છે. મિત્રો પર આપણા ફિલ્મ ઉદ્યોગમાં પણ ઘણી બધી ફિલ્મો બની છે તેમની એક વિશે જોઈએ તો થ્રી ઈડીયટ્સ એ મિત્રો પરની ઉત્તમ ફિલ્મ છે More Likes This ધ ગ્રેટ રોબરી - 4 દ્વારા Anwar Diwan ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન દ્વારા Anwar Diwan લેખાકૃતી - 1 દ્વારા Story cafe The Timeless Wisdom of the Gita - Chapter 3 દ્વારા Chandni Virani અપરાજિતા સાયબર સુરક્ષા - ભાગ 1 દ્વારા Zala Dhrey રેટ્રો ની મેટ્રો - 1 દ્વારા Shwetal Patel મારો દેશ અને હું... - 1 દ્વારા Aman Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા