આ વાર્તામાં આત્મહત્યાના વધતા પ્રમાણ અને તેના રહસ્ય પર ચર્ચા કરવામાં આવી છે. ભારત એક વિકાસશીલ દેશ હોવા છતાં, રોજબરોજ 370 લોકો આત્મહત્યા કરે છે. 2015માં ગુજરાતમાં 7225 આત્મહત્યાઓ નોંધાઈ હતી, જેમાં યુવાનોની સંખ્યા વધારે છે. આ આત્મહત્યાના કારણો પર વિચાર કરતાં, એકલતા, માનસિક તણાવ, શિક્ષણમાં વધતા દબાણ અને બેરોજગારી જેવા મુદ્દાઓ ઉલ્લેખિત થયા છે. વિદ્યાર્થીઓમાં માનસિક તણાવ વધવાનું એક મુખ્ય કારણ છે, જેનું પરિણામ ડિપ્રેશનમાં થાય છે. યુવાનો માટે બેરોજગારી પણ એક ગંભીર મુદ્દો છે, જે તેમને માનસિક તણાવમાં ધકેલી શકે છે. પરિવારનું દબાણ અને અસફળતાનો ભય પણ આ સ્થિતિને વધુ ગંભીર બનાવે છે. લેખમાં યોગ, પ્રાણાયામ અને પ્રેરણાદાયી પુસ્તકોનું મહત્વ વધાર્યું છે, જે માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ ઉપરાંત, મહિલાઓમાં આત્મહત્યાનો ઉલ્લેખ પણ કર્યો છે, જેમણે ઘર કંકાસ અને યૌન દુષ્કર્મનો સામનો કર્યો છે. આ બધા મુદ્દાઓને સમાજે ગંભીરતાથી લેવાની જરૂર છે, જેથી આ સમસ્યાનો ઉકેલ લાવી શકાય. વિચારોની આરત Pradip Prajapati દ્વારા ગુજરાતી મેગેઝિન 7.4k 1.2k Downloads 5k Views Writen by Pradip Prajapati Category મેગેઝિન સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન વાત વિદ્યાર્થીકાળથી શરુ કરીએ કારણકે આજકાલનું શિક્ષણ ખૂબ જ તણાવપુર્ણ બની ગયુ છે તેથી વિદ્યાર્થીઓ ખૂબ જ માનસિક તાણનો અનુભવ કરતાં હોય છે તેથી એમની દિનચર્યા ખૂબ જ તણાવગ્રસ્ત બનતી જાય છે.અત્યારના સમય પ્રમાણે તો પાંચમાથી છઠ્ઠા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ પણ માનસિક તણાવનો અનુભવ કરતાં હોય છે. આ માનસિક તણાવનું પરિણામ ડિપ્રેશન સુધી લઈ જાય છે.આ માનસિક તણાવ મૂળ યુવાનોની જીવનશૈલીમાં આવતાં ફેરફારથી પેદા થાય છે તથા આજકાલનાં બહારના નાસ્તા તથા બિનઆરોગ્યપ્રદ ખોરાક તથા મોડીરાત સુધીના ઉજાગરાને કારણે પણ માનસિકતણાવ ઉત્પન થાય છે. કોઇક વાર અપુરતૂ માર્ગદર્શન પણ તણાવ તથા ડિપ્રેશનને નોતરી શકે છે. આ માનસિક તણાવ તથા ડિપ્રેશનથી બચવાનો ખૂબ જ સરળ અને સચોટ ઉપાય એ યોગ તથા પ્રાણાયામ છે. જો વિધાર્થીઓને શાળા કક્ષાએથી જ યોગ તથા ધ્યાનનું જ્ઞાન આપવામા આવે તો આ ડિપ્રેશન તથા આત્મહત્યાનાં પ્રમાણને ઘટાડી શકાય છે. હવે વાત કરીએ યુવાનોમાં વધતાં જતાં આત્મહત્યાના દરની તો યુવાનોમાં આત્મહત્યાનું મુખ્ય કારણ બેરોજગારી છે. આજે ભારતમાં યુવાનોમાં સૌથી વધુ બેકારી જોવા મળે છે અને આ બેરોજગારીમાં પણ વિશિષ્ટ રૂપે શિક્ષિત બેરોજગારી જોવા મળે છે. સીધી વાત છે કે કોઈ યુવાન ખૂબ જ ભણે છે અને એ ભણતરની પાછળ ખૂબ જ ખર્ચ પણ કરે છે છતાં એને રોજગારી ન મળે તો એ તણાવ કે ડિપ્રેશનમાં આવી જાય છે અને આ જ કારણ આત્મહત્યા માટે મુખ્ય ભુમિકા ભજવે છે. More Likes This ગીતા - સવાલ તમારા જવાબ શ્રીકૃષ્ણના - 1 દ્વારા Hardik Galiya RAW TO RADIANT - 1 દ્વારા Komal Mehta સેક્સ : આરોગ્ય,પ્રેમ અને માનસિકતા દ્વારા yeash shah જીવન ચોર...ભાગ 3 દ્વારા yeash shah ધ ગ્રેટ રોબરી - 4 દ્વારા Anwar Diwan ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન દ્વારા Anwar Diwan લેખાકૃતી - 1 દ્વારા Story cafe બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા