આ વાર્તામાં પ્રકાશ અને ઊર્જા નવા વર્ષની શરૂઆતમાં બાળકોને એકત્રિત કરે છે અને તેમને એક અઠવાડિયાના ઉજવણીના કાર્યક્રમની જાહેરાત કરે છે. બાળકો ઉત્સાહિત થાય છે અને વિવિધ દિવસોને વિશિષ્ટ નામો આપવામાં આવે છે, જેમ કે સોમવાર સાઈકલ દિવસ, મંગળવાર વૃક્ષ દિવસ, વગેરે. પ્રકાશ અને ઊર્જા નિર્દેશ કરે છે કે તેઓ શહેરમાં ગરીબ બાળકોના વિકાસ માટે કામ કરી રહ્યા છે. અઠવાડિયા દરમિયાન, સાઈકલ રેલીનું આયોજન કરવામાં આવે છે, જેમાં બાળકો વિવિધ સ્લોગન સાથે ભાગ લે છે, જે શિક્ષણ, પર્યાવરણ અને સ્વચ્છતાના મુદ્દાઓને પ્રોત્સાહિત કરે છે. સાઈકલના લાભો વિશે વાત કરવામાં આવે છે, જેમ કે આર્થિકતા, પર્યાવરણ સુરક્ષા, અને શારીરિક તંદુરસ્તી. આ રીતે, વાર્તા બાળકોને સકારાત્મક પ્રવૃતિઓમાં સામેલ થવા અને સામાજિક જવાબદારીને સમજાવવાનું પ્રોત્સાહન આપે છે. અમારું અઠવાડિયું Natvar Ahalpara દ્વારા ગુજરાતી બાળ વાર્તાઓ 14.6k 2.2k Downloads 7.9k Views Writen by Natvar Ahalpara Category બાળ વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પરી, ઊર્વિ, મિત, ધ્રુવા, કાવ્યા, મલય, પ્રીત, લીલા, મીના, મંજરી, સંજય, કનુ-મનુ સહિત ઝૂપડ પટ્ટીના સૌથી વધુ પાંચથી સાતમાં ધોરણમાં અભ્યાસ કરતાં બાળકોમાં અનેરો થનગનાટ અને ઉત્સાહ જોવા મળતો હતો. સૌના મનમાં એક વિચાર ચાલતો હતો કે, આ વર્ષે પ્રકાશસર અને ઊર્જા ટીચર આપણને શું ભેટ આપશે શું શીખવશે બધાજ બાળકો કતારમાં પાથરેલા પાથરણા ઉપર શિસ્તબધ્ધ રીતે બેસી ગયાં હતાં. સરકારી બગીચામાં વૃક્ષોના છાંયા નીચે મંદ મંદ હવાની લહેરખીઓ આવતી હતી. કોયલ, કાબર, કબુતર, ચકલી વ. પક્ષીઓ મુક્ત રીતે ચણ ચણી રહયાં હતાં. પ્રકાશ અને ઊર્જા એ પણ પોતાનું સ્થાન લઈ લીધું હતું. સમૂહપ્રાર્થનાથી પ્રકાશ અને ઉર્જાની બાલસૃષ્ટિએ વાતાવરણ પુલકિત બનાવ્યું હતું. પ્રાર્થના પુરી થયાં બાદ ઊર્જાએ કાલીઘેલી વાણીમાં વાત શરું કરી હતી : ‘મારા, વ્હાલા બાળારાજાઓ . તમને સૌને નવા વર્ષના ખુબ ખુબ અભિનંદન. તમને સૌને આનંદ થાય તેવા સમાચાર આપુ છું. આપણે એક અઠવાડિયું ઉજવવું છે અને અઠવાડિયામાં તમને ગમે તેવી પ્રવૃતિઓ, મોજ-મજા કરવી છે. સૌને ગમશેને ’ ઊર્જાની વાત સાંભળીને તાળીઓ પડી. તાળીઓના ગડગડાટ ક્યાંય સુધી બંધ જ ન થયાં. More Likes This હું, વૈદેહી ભટ્ટ - ભાગ 19 દ્વારા krupa pandya બાળપણ - ભાગ 2 દ્વારા Jaydeep Panchal ઉખાણા સાગર - ભાગ 1 દ્વારા Mansi Desai Shastri કેન્સર - 21 દ્વારા Mansi Desai Shastri પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 1 દ્વારા Ashish ભીમ અને બકાસુર દ્વારા SUNIL ANJARIA જાદુઈ વસ્ત્ર દ્વારા Rupesh Sutariya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા