આ કથા "પ્રેમપત્ર" વિશે છે, જેમાં એક યુવતિની લાગણીઓ અને કલ્પનાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. તે પ્રેમપત્રના શબ્દોને સાંભળીને રોમાંચિત થાય છે અને વિચાર કરે છે કે કઈ રીતે કોઈ છોકરો તેને પ્રેમભર્યા પત્રો લખશે. તેની કલ્પનામાં, તે પોતાના મનના રાજકુમારને સફેદ ઘોડા પર સ્વપ્નમાં જ જોતી રહે છે. જ્યારે તેને પ્રેમમાં પડેલા વ્યક્તિ તરફથી પત્ર મળે છે, ત્યારે તે તેના માટેનું પત્ર વાંચવા માટે બહું ઉત્સુક હોય છે. પરંતુ તે પત્રને તરત નહીં ખોલવા માટે કહેવામાં આવે છે, જે તેને દુખી કરે છે. તે પ્રેમપત્રને માત્ર શબ્દો નથી, પરંતુ તેના જીવનનું મહત્વનું અંગ માને છે. આ રીતે, કથામાં પ્રેમની નિખાલસતા, લાગણીઓ અને ઈચ્છાઓની વાત કરવામાં આવી છે, જે એક યુવતીના મનમાં ચાલતી વિચારોને દર્શાવે છે. નાજુક નમણી પ્રિયતમા - 14 Sneha Patel દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 13 967 Downloads 3.8k Views Writen by Sneha Patel Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આજે જ્યારે તું મારી આટલી નજીક છે, મને ખૂબ જ ચાહે છે, મારી એક ઝલક પામવા માટે તું તારા કલાકોના કલાકો બરબાદ કરે છે અને એ પછી તારી કલમમાંથી જ્યારે મારા માટેની લાગણી સુગંધિત, નાજુક શા પેપર પર તારા પ્રેમની શાહીથી ટપકી પડે છે ત્યારે એક અદભુત, રોમાંચક પ્રેમપત્રનો જન્મ થાય છે. જ્યારે હું તને મળવા માટે ઢગલો સમસ્યાઓનો સામનો કરીને, માંડ માંડ સમયનું મેનેજમેન્ટ કરીને તને મળવા આવું ત્યારે તું મારા માટે એક લાગણીધબકતો પત્ર લઈને મારી વાટમાં મારી રાહ જોઇને ઉભો હોય છે ! એક પળ મારું મન ના ઇચ્છવા છતાં મોડાં પડ્યાના અક્ષમ્ય અપરાધ બદલ ગુનાહિત લાગણીથી ભરચક થઈ જાય છે, દિલમાં દુઃખની લાગણીનું લીંપણ થઈ જાય છે, પણ તારા મોઢા પર નારાજગીનો એક સળ સુધ્ધાં નજરે નથી પડતો. તું તો સદાયની માફક તારા હોઠ પર મારા માટેની લાગણી મઢેલ સ્મિત લઈને જ કાયમ સામે મળે છે. તને નહીં સમજાય કે એ વિરોધાભાસી પળ જીરવવી મારા માટે કેટલી અઘરી થઈ જાય છે. અમુક સમયે તો તારી લાગણી એટલી વધી જાય છે કે મારી આંખમાંથી વહેવા લાગે છે. More Likes This સોલમેટસ - 8 દ્વારા Priyanka પ્રેમ અને મિત્રતા - ભાગ 1 દ્વારા Dhaval Joshi આકર્ષણ બન્યુ જીવનસાથી - 1 દ્વારા ચિરાગ રાણપરીયા NICE TO MEET YOU - 1 દ્વારા Jaypandya Pandyajay Dear Love - 1 દ્વારા R B Chavda ગ્રહણ - ભાગ 1 દ્વારા Shaimee Oza કાવ્યા નો પ્રથમ પ્રેમ એટલે કૃણાલ - ભાગ 1 દ્વારા Kishan vyas બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા