આ લેખમાં, લેખિકા પોતાની સખીઓના પ્રેમસંબંધો વિશેની વાતોને સાંભળતી વખતે મજાક કરતી રહે છે. તે પોતાના મિત્રો દ્વારા કહેવામાં આવેલી કેટલીક બાબતોને હાસ્યસભર ગણાવે છે, જેમ કે કોઈ પ્રેમી દ્વારા 'આઈ લવ યુ' કહેવામાં આવી શરમ. તે કહે છે કે આ વાતો અમુક વખત વધારવામાં આવી રહી છે, અને આ પ્રેમની અનુભૂતિઓને તે ગંભીરતાથી નહિ લેતી. લેખિકા અન્ય સખીઓના અનુભવો વિશે પણ ચર્ચા કરે છે, જેમ કે એક પ્રેમી દ્વારા હાથ પકડવાનો અનુભવ. તે આ બાબતોને એક પ્રકારની મર્યાદામાં રાખવા માટેના યુગની વાત કરે છે, જ્યાં છોકરીઓ એકબીજા સાથે મળીને વધુ ખુલ્લાપણે રમે છે. લેખિકા પોતાને મજાકમાં કહેશે કે આ બધું માત્ર સખીઓની કલ્પનાઓ છે, પરંતુ તે ઈશારો કરે છે કે એક દિવસ તે પણ પ્રેમમાં પડી જશે. અંતે, તે પોતાના પ્રેમી આશુ વિશે વિચારે છે અને તેના માટેના લાગણીઓની તીવ્રતાને વ્યક્ત કરે છે, જે તેના હૃદયમાં સતત ઉન્માદ ભરી રહેલ છે. આવી રીતે, લેખિકા પ્રેમ, મૈત્રી અને વિવિધ અનુભવોને હાસ્ય અને ગંભીરતાના સંમિશ્રણમાં રજૂ કરે છે. નાજુક નમણી પ્રિયતમા - 12 Sneha Patel દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 8.9k 1.3k Downloads 5.1k Views Writen by Sneha Patel Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આશુ આ કેવી અજબ જેવી વાત છે કે મારી સખીઓ એમના પ્રેમપ્રસંગોનું વર્ણન કરે ત્યારે જે વાતો કરે એ વખતે મને હસવું આવી જતું હતું. જેમ કે, એણે મને આઈ લવ યુ બોલવાનું કહ્યું, બહુ ફોર્સ કર્યો અને એમ છતાં હું બોલી ના શકી. કોઇ બહેનપણી આમ કહે ત્યારે મને એમ થાય કે, આજના આટલા ફાસ્ટ જમાનાની છોકરીઓ એક આઈ લવ યુ જેવા થ્રી મેજીકલ વર્ડસ બોલવામાં આમ શરમાય એ વાત ગળે ઉતરે કે ના..ના. એ ચોક્કસ પોતાની વાતો વધારી વધારીને રસપૂર્વક કહે છે એટલે, એમનો પ્રેમ દુનિયાના બીજા પ્રેમીઓથી સાવ જ અલગ અને અલૌલિક એવું દર્શાવવા માટેના પ્રયત્નો જ, બાકી આવું બધું શક્ય છે ના હોં, હું આ વાત ના જ માનું. તો બીજી બહેનપણી કહે કે, એણે કાલે મારો હાથ પકડ્યો તો મારા રુંવાડાં ઉભા થઈ ગયા - એક પુરુષનો પ્રથમ સ્પર્શ અદભુત હોય છે. ત્યારે પાછું મારું મન ચકડોળે ચડ્યું, આ બધી કોન્વેન્ટીયણ પ્રજા કે જે નાનપણથી છોકરાં - છોકરીઓની સંયુક્ત સ્કુલમાં ભણતી આવી છે, એનાથી ય વધીને એ લોકો સ્પોર્ટસ પણ સાથે જ રમતાં આવ્યાં છે જ્યાં એકબીજાના સ્પર્શની કોઇ લિમિટ જ ના હોય - જોકે હા, દરેક જાતિ પોતપોતાની મર્યાદા સમજીને જ રમે છે એટલી એમની ખાનદાની ખરી ! અમુક અપવાદો બાદ કરતાં આજના જમાનાની પ્રજા એમને મળતી સ્વતંત્રતા પચાવી પણ જાણે છે એ એમના સંયમભર્યા વર્તન પરથી હું સમજી શકી છું, પણ તો ય આવી પ્રજાને એક હાથ પકડવા જેવી ઘટનામાં આવી અનુભૂતિ ! આવું વિચારતી સુગંધીની ખુદની સાથે કેવા અનુભવો થાય છે એ વાચવા ઇબુક ડાઉનલોડ કરો અને ગમે તો અવશ્ય આપના પ્રતિભાવો આપજો. આભાર. More Likes This અધુરો પ્રેમ - 1 દ્વારા orlins christain યાદોના સરનામે દ્વારા Zalri અવર ડ્રીમ હાઉસ દ્વારા Jaypandya Pandyajay ઈશ્ક - ભાગ 1 દ્વારા Roshani Prajapati લાગણીનો સેતુ - 1 દ્વારા Anghad સાત સમંદર પાર - ભાગ 1 દ્વારા Jasmina Shah દિલનો કિરાયેદાર - 1 દ્વારા Sagar Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા