Viju book and story is written by Rekha Shukla in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Viju is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. વિજુ Rekha Shukla દ્વારા ગુજરાતી વાર્તા 12 1.1k Downloads 5.5k Views Writen by Rekha Shukla Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન વિજુ ની વાતો વિજુ નો રંગ જો ચઢે એક વાર તો કોઇ ને પણ ના જોઈએ બીજી નાર જીવનભર...એકાગ્રતા ને ધૈર્ય તો બસ એનામાં જ...ચારિત્ર્ય એવું કે લોકોમાં સ્ત્રી દાક્ષિણ્યની ભાવના જાગે.ચાર વર્ષની ઉંમરે મા વિનાની તે બાર વર્ષે પોતાના જ ભાઈભાંડુની ક્યારે મા બની ગઈ તેને પણ યાદ નથી...એક વાર બોલાઈ ગયું જીન્દગીમાં ખૂબ કામ કર્યુ..ને આંખો નમી ગયેલી, ક્યાંક આંસુ કોઈક જોઈ જશે તો...સદાય હસતો ચેહરો, લગ્ન જીવનના પંદર વર્ષે પેહલી વાર પિતાના ઘરે સફેદ સાડલામાં ધ્રુજતા પગે ડગ માંડ્યા ને પિતાનું હૈયું હામ હણાઈ ગયા..મારી વિજુ તુ કોઈ ચિંતા ના કરીશ હું છું ને...બધા ભાંડુઓએ કાંક માં તેડેલા ને ઉંચકી લીધો...મોટી કઈ બોલે તે પેહલા કોણ ક્યાં લઈ ગયું યાદ નથી......ઓસરીમાં છાનુ રૂદન ચોતરફ ને પછી સન્નાટો. સામે રેહતી શુશીલ ની પત્ની સ્કર્ટ પેહરે, ફ્રોક પેહરે કોઈ એને ના રોકે ટોકે. નામની લાગતી છોકરી બારીમાં બેઠી હોય ને ફરફર એની લટો ઉડતી જતા બુઢ્ઢાઓ પણ નજર તાંકતા જાય...ને હિંડોળે હિંચકે તો જુવાનીયા સિટી પણ માર્યા વગર ના રહી શકે..શુશીલ કંઇ ના બોલે તેની આંખો શરમાઈ જાય...હા રેવા ફોઈ આવ્યા ત્યારે બંનેની ધૂળ કાઢી નાંખેલી બંધ દરવાજે...ત્યારથી તે સીધી દોર થઈ ગયેલી. વિજુની કામ કરવાની આવડત ને કારણે કામ તો રમતામાં આટોપાઈ જતું. ઉપરથી સીવણકામ ને ટ્યુશન ચાલુ જ હતા...હાથ લંબાવા જ ના પડે. બાપુજીની છત સારી પણ કાયમ માટે નહીં...મહિનાભરમાં તો બાજુ માં નાનુ રહેઠાણ મળી ગયું...ને પગ ભર થાતા જ મોટી સાથે સાથે નાનકાં ની પણ મદદ મળી જતી..શ્રધ્ધાળુ મંદિરના પગથિયે ચડતાં જ વિજુ માટે પ્રાર્થના કરતા મનોમન. આવી ચાંદ જેવી રૂડી રૂપાળી સાથે પ્રભુ અન્યાય કર્યો છે હવે તો કંઈક કર. પૄથ્વી પર પાપ વધ્યાં પૂન્ય ગયા જ્યાં ભાગી પરોપકાર કરે તોય જીવ પીડાય ને પ્રભુતો આંખ મીંચી ને બેઠા જઈ મંદિરે..કળયુગ માં બધુજ શક્ય છે. છોકરો તોફાની હતો ભણવા માટે ઠપકો સહન કરી ન્હોતો શક્યો તો શિક્ષક ને પાટી મારી ને આવેલો. વિજુ બંધ બારણે ચૂપ હતી કારણ બહાર નીકળશે તો કોઈ કઈ કહેશે. રોજ ની ફરિયાદો સહન ન્હોતી થાતી આ ક્યારે સમજશે દિકરાને લઈ ને રેવાફોઈ ગયા. હવે આ દૂબળી થતી જ્તી દિકરી ને વિજુ જોડે રોજ રાત દિ ભેગા કરતી. કેહવાય છે દુઃખ નું ઓસડ દહાડા...ક્યારે ચૌદ વર્ષ પત્યા ને સફેદ વાળ આવ્યા ને આંખે આવ્યા ચશ્મા...ફટ રે મૂંવા અરિસા તુ ચૂપ રે કેહતા વિજુ દિકરીને પંપાળતા ઓરડામાંથી નીકળ્યા..જાણે કંઈજ ન બન્યું હોય તેમ… પણ દિકરી તાંકતી રહી..એક મિનિટ, અનિમેષ ચેહરે. સોનલ હવે એક બેંક માં કામ કરતી પૈસા ભેગા કરતી ને વિજુબા ને ઘરકામ માં મદદ કરતી. બેંક ના મેનેજર ને તે ગમતી એક દિવસ ઘરે આવી ને માંગુ નાંખ્યુ..બધાની મરજીએ શાંતિથી વિધીસર વેવિશાળ ને પછી લીલા તોરણે લગ્ન લેવાણું. બધુ ભૂલાઈ જ ગયેલું પણ વિજુથી આજ છાનું ના રેહવાણું. ભારે હૈયે વિદાય દેવાઈ...ભાઈએ ઘરની જવાબદારી લઈ લીધી. દિવસો પખવાડિયામાં ને મહિના વર્ષોમાં વિત્યાં. સોનલ ના ઘરે પારણું બંધાણું. વિજુ રાજીના રેડ...રમાડવા ના કોડ કોને ના હોય...નાનુ નાનુ ગોળમટોળ ગલગોટુ જ જોઈલો ..ખોળામાં રમતા શશિએ જોયુ...તાકી ને કેહતો હતો જો હું પાછો આવ્યો છું વિજુ !! કોપી ટુ કોપી ....વાહ રે કિસ્મત...સેવા કરાવાના મોકા દે, જેવી મરજી પ્રભુ ની. દિકરાના ભાગ્યમાં પણ રૂપાળી નિલમ હતી. બંનેના નસીબે પગાર વધારો થયો હતો તો ધામધૂમ થી નવદંપતી લગ્નગ્રંથિએ જોડાયા. બધા આજુબાજુ જ હતા પણ વિજુ હજુ ય એકલા ઝ્ઝુમે..આવ્યા છીએ એક્લા ને એક્લા જ જાવાના...આ કાળ ના કોઈ ના ભરોસા...હવે ઘરડી આંખો, ઘ્રુજતા પગમા શક્તિ નથી...પ્રભુ હવે દુઃખના દિ ના બતાવીશ નહીં સહન થાય...! રોજ નદી કિનારે આવેલી શંકર ભગવાન ની દેરી એ પ્રાર્થના કરે કરગરી ને. અંતરના આશિષ બાળકો માટે..સર્વસ્વ આપ્યા પછી આખરી દિવસોમાં પણ હાથ પગ હોય...બસ કોઈ ની પાસે પ્યાલો પાણી પણ ના માંગવો પડે !! શશિ ને દાદીમા બહુ ગમે..આંગળી પકડી મંદિરે જાય, લાઈબ્રેરીમાં જાય, સ્કુલે હસ્તા હસ્તા જાય. દાદી આ ફૂલો આટલા સરસ પણ ભગવાને કાંટા કેમ બનાવ્યા દાદી કાગડો ને કોયલ બંને કેમ હોય કાળા દાદી મોરના ઇંડા કેમ ચિતરેલા હોય બંનેનો વાર્તાલાપ કદી ના પતે...શંખલા વિણતા વિણતા ભીના પગને નમન કરતો શશિ પરાણે વ્હાલો લાગે. વહુ ને દિકરી સાથે ભેગા થઈ ને વિજુએ ગાલીચો બનાવ્યો. સૂતરના દોરા મંગાવી જુદા જુદા રંગમાં રંગ્યા ને ખાટલે બાંધી ને ગૂંથ્યા...મખમલી લાગતો ગાલીચો પ્રથમ ઇનામ લઈ આવ્યો. એમની ભજનમંડળીમાં રંગ માધવનો હતો કે સૌ કોઈ ને મજા આવતી. એક દિવસ નાના અમથા તાવમાં ખાટલો પકડાયો. વરસાદ પછી પડેલા ખાડામાં ખબર નહીં અનાયાસે પગ પડેલો ને વિજુ ને તાવ ચડેલો.પેનેસેલિન નું ઇંજેક્શન મારેલું પણ ખરું ને આંખો ચડી ગઈ...હે ભગવાન આ તે ડોક્ટર છે કે ઘોડા ડોક્ટર !! એલર્જિક રિએક્શન હતું .એની પણ દવા હતી. ચાર દિવસ ની સતત બિમારીમાં વિજુ લેવાઈ ગયા. આંખોમાં ખાડા, ભૂખરાં પડી ગયેલા વાળ, જીર્ણ સુક્ષ્મ આંખો જાણે કરગરી રહી હતી કે હવે મને જાવા દો, ઉપરવાળાનું તેડુ આવ્યું છે. પાંચ દિ પેહલા રેવા આવેલી કેટલું રડતી હતી...તેણે તેના દિકરા ને માદળિયું પેહરાવેલું કેમ કે તેને નહોતું જોઈતું કે નાતજાત વગર ની ભલે સંસ્કારી હોય પણ એવી વહુ ઘરે આવે ને પેલી છોકરીએ આપઘાત કરી લીધો હતો...ઓ મા આવું કરાતું હશે..મન્નત માનીને દિકરાદિકરી માંગી ને તેની જ જિંદગી માં તને ના ગમે તો આવું કરાય હે રામ !! આ તારા છોકરાને લઈ ને ચાલી જા નહીંતર પોલીસ ને જેલ ના ચક્કર ખાવામાં તારા છોકરો આમ-નામ મરી જશે...આવા નાની સમજના મોટા વડીલો મા-બાપ કઈ રીતે થઈ ગયા હશે ભગવાન જાણે પણ ત્યાં તો શશિ આવી ને પૂછતો હતો કે દાદી પપ્પા-મમ્મા એ એના લગ્ન માં ન્હોતો બોલાવેલો ને તો આજે મમ્મા-પપ્પા ની કીટ્ટા....!! ને તે વાક્યે તેને હસવુ હતુ પણ વિજુ છુપાઈ ને ખાલી ખાલી સંતાકૂકડી રમવા નો ઢોંગ કરવા લાગી...શિશુ ને સમજાવી શકાય, શશિ ને રમાડી લેવાય છે જિંદગી જીવી લેવાય છે...ને આજે આ પાંપણો ખુલ્લી રેહતી નથી...આંખો બિડાઇ જાય છે..દૂર અજવાળું દેખાય છે એક સપનું જીવન તણું... વિસરાય છે....ડોકટર રિવાઈવ કરવાની કરે કોશિશ તેમ શશિ વિજુ પર પછડાય છે...દાદી દાદી મારી તો કીટ્ટા છે ના જા ને પ્લીઝ !! જાગી ને જોયું ધબકાર ફન્ટીયર ટ્રેન ની જેમ ભાગે છે ને વળગી ને સૂતેલો શશિ ભર ઉંઘમાં છે...હાશ્ !!!! એક ફૂલ ના પથ્થર બને તે પેહલા પ્રભુ ધ્યાન રાખજે...જીવી ગઈ છું મરી મરી ને રોજ તે યાદ રાખજે. કંડાર્યો તને પૂજ્યો તને તું ભૂલો અમારી માફ કરજે ! આરતી નો નાદ મંદિર માંથી સંભળાતો હતો. ચલ શશિ ભગવાનનો પ્રસાદ લેવા ઉઠ...શશિ હરખાય છે. વિજુ વિચારે છે સપનું જીવી કે જાગી છું હમણાં ----રેખા શુક્લ (શિકાગો) More Likes This જીવન ની કાયા કલ્પ - ભાગ 1 દ્વારા Rohan Joshi સોલમેટસ - 1 દ્વારા Priyanka એક ચાન્સ દ્વારા Priyanka એક પંજાબી છોકરી - 51 દ્વારા Dave Rup ખુણાની ધાર - 1 દ્વારા Kaushal Modha સપનાંઓ જવાબદારી વચ્ચે છૂટી જાય છે.. દ્વારા Varsha Bhatt એક ભૂલ - ભાગ 1 દ્વારા Varsha Bhatt બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા