આ વાર્તામાં રહેલું નાયક એક અચાનક ઘટનાનો સામનો કરે છે. એક ફોન કૉલ કરે છે, જેમાં જાણવામાં આવે છે કે તેના નજીકના મિત્ર શિવનું ખૂન થઈ ગયું છે. આ સમાચાર સાંભળીને તે ખૂબ જ શોકમાં આવે છે અને તેના મનમાં અનેક વિચારોએ વટો વળવવા લાગે છે. તે શિવની તાકીદમાં પાર્કિંગ લોટવા દોડે છે, જ્યારે આસપાસના લોકો અને પોલીસની ટોળીઓ જામી રહી છે. નાયકના મનમાં શિવને ખોઈ દેવાની ભયાનક લાગણી છે, અને તે પોતાની લાગણીઓને સંભાળવા માટે જિંદગીમાં બની રહેલા આ અચાનક પરિવર્તનને સમજી શકતી નથી. આ કથા દ્રષ્ટિમાં માનવની લાગણીઓ, શોક, અને ભયને દર્શાવે છે, જેમાં વ્યક્તિના જીવનમાં અચાનક આવનારા સંજોગો કેવી રીતે તેને અસર કરી શકે છે. તારા વિનાની ઢળતી સાંજ-૯ Manasvi Dobariya દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 104 4.1k Downloads 9.8k Views Writen by Manasvi Dobariya Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન એ ફોન પછી મારા મા બધું જ અસ્ત્વ્યસ્ત થઈ ગયું હતું.. કેટલી નીચ હરકત કરી હતી શુભલા એ.. નબિર પછી એ એક જ તો હતું જેના સહારે મારા દિવસો નિકળતા હતાં.. ભઈલૂડી ની હીમ્મત પણ કઈ રીતે થઈ એના વિશે વિચારવાની.. એ મારુ મંગળસૂત્ર એની રચના ને આપવાનો વિચાર પણ કઈ રીતે કરી શકે.. મારુ મગજ બધા જ હાઈ ટેમ્પરેચર ના વિચારો વચ્ચે ફુદરડી ફરી રહ્યુ હતું. આજે તો એ ઘરે આવે એટલે એની ખેર નથી.. મારા મગજમાં હજુ પણ એના શબ્દો ઘૂમી રહ્યા હતાં, “બે શુભલા.. તારી બેનનું મંગળીયું વેચવાનું હોય તો લઈ આવજે.. કે પછી રચનાને એમ જ આપી દેવુ છે.. ” કેટલી નિર્લજ્જ્તા..!!! સાંજના સાડા પાંચ વાગી ચૂક્યા હતાં. સૂરજ પોતાની દુકાનને બન્ધ કરવાની તૈયારી કરી રહ્યો હતો. રસ્તા ઉપર લોકોની ચહલ-પહલ વધી રહી હતી. સમોસા અને વડાપાઉં ની લારીઓ પર નોકરીયાત પુરુષોનો મેળાવડો જામી રહ્યો હતો. મેક’ડી, ડોમીનૉઝ, નિઓ પોલિટન અને મોનોમેન માં યન્ગસ્ટર્સની સંખ્યા વધી રહી હતી. સી.સી.ડી તો ઓવર ફ્લૉ થઈ રહ્યાં હતાં. ડાયનામાઈટ મૉલના ચોથાં માળેથી ઓવર-બ્રીજ પર નો નજારો સુન્દર દેખાઈ રહ્યો હતો. ચારેય બાજુએથી કાચના બનેલાં ગ્રીન કાફેના કૉર્નર પરનાં ટૅબલ પર બેઠાં-બેઠાં હું છેલ્લાં એક કલાક્માં સાત કપ કૉફી ગટગટાવી ચૂકી હતી. છેલ્લાં અડધા કલાકમાં હું લગભગ આઠ થી દસ કૉલ કરી ચૂકી હતી શિવને.. પરંતુ તેણે હજુ સુધીમાં એક પણ કૉલનો જવાબ ન્હોતો આપ્યો. મેં ફરીવાર એને કૉલ લગાવ્યો. આ વખતે કૉલ રીસીવ થયો, “હેલ્લો, શિવ.. ” “હલો મેડમ.. તમે જીને કૉલ કયરો સે, એનું અંઈયા ખૂન થઈ ગયું સે..” Novels તારા વિનાની ઢળતી સાંજ આ એક સાચુકલા પ્રેમી પન્ખીડાના ધગધગતા આંસુ છે. તે બન્ને જેવું પણ જીવ્યા છે અને જેટલું પણ જીવ્યા છે એવું ને એવું જ તમારી આગળ મુકવાનો એક નાનો પ્રયાસ માત... More Likes This ચંદ્રવંશી - પ્રકરણ 3 દ્વારા yuvrajsinh Jadav અચાનક સપનાનું આગમન - ભાગ 1 દ્વારા Vrunda Jani મારું દિલ નેહડામાં - 1 દ્વારા RUTVI SHIROYA અતૂટ બંધન - 1 દ્વારા Thobhani pooja આઈ લાઇનર - 2 દ્વારા vinay mistry અનુભવ - પાર્ટ 1 દ્વારા Aloka Patel સ્વપ્નિલ - ભાગ 1 દ્વારા Rupal Jadav બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા