આ પ્રકરણમાં, લેખક તન્મયની લાગણીઓ અને તેના જીવનમાં ચાલી રહેલાં ચક્રવાતને વર્ણવે છે. ગણપતિ વિસર્જનનો દિવસ છે, જે તન્મય માટે ખાસ મહત્વ ધરાવે છે કારણ કે તેની ભૂતપૂર્વ પ્રેમિકા તન્વી સાથેના સંબંધીય યાદોને તાજા કરે છે. તન્વી સાથેની તણાવ અને અંતે બ્રેકઅપ પછી, તન્મય દુખી છે અને આવી પરિસ્થિતિમાં તેના મમ્મીના ઘરે જવાનું નક્કી કરે છે. તણાવની વચ્ચે, ધડકન (તન્મયની મિત્ર) આવીને તેને શાંતિ આપે છે, જે તન્વી સાથેના તણાવને થોડું દૂર કરે છે. હવે, જ્યારે તન્મય અને તેના પપ્પા એકલા હોય છે, ત્યારે તેમણે પોતાની લાગણીઓ વિશે ચર્ચા શરૂ થાય છે. તન્મય તેના પપ્પાને તેના સંબંધ વિશે ચર્ચા કરવા માટે પ્રેરણા આપે છે, પરંતુ પપ્પા દ્વારા કોઈ જવાબ ન મળવાથી તન્મયમાં બેચેની વધે છે. આ પ્રકરણમાં સંબંધો, પ્રેમ, અને પરિવાર વચ્ચેનો સંઘર્ષ દર્શાવવામાં આવ્યો છે, જે તન્મયના ભાવનાત્મક પ્રવાસને ઉજાગર કરે છે. ધક ધક ગર્લ - ૨૦ Ashwin Majithia દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 92.2k 2.7k Downloads 6.8k Views Writen by Ashwin Majithia Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ગણેશ-ચતુર્થી પછીનો પાંચમો દિવસ એટલે પાંચ દિવસના ગણપતિ-વિસર્જનનો દિવસ. આખે રસ્તે નાચતા-ગાતા વાજતે-ગાજતે તેમને વિદાય આપતાં લોકોનાં મોઢેથી પુરજોર અવાજમાં બોલતા વિવિધ સ્લોગન્સ, દર વર્ષની જેમ આજે પણ રસ્તા પરથી ઉપર મારી રૂમમાં લગાતાર સંભળાતા હતા. આવા અવાજો દર વર્ષે તો મને બહુ પ્રિય લાગતા, કારણ મારી ભૂતપૂર્વ પ્રેમિકા તન્વીનાં ઘરે પણ પાંચ દિવસના ગણપતિ આવતા, અને પાંચમે દિવસે વિસર્જન માટે તેમને લઇ જવાના હોય ત્યારે હું અચૂક તન્વીનાં ઘરે જતો અને ત્યાંથી જામ ધમાલ કરતા..ગુલાલ વગેરે ઉડાડતા અમે બધા ડેક્કન જીમખાના પાસે, મુથા નદીને કાંઠે જતાં. આખે રસ્તે આવા જ સ્લોગનો લલકારી લલકારીને રસ્તો આખો ગજવી મુકતા..રસ્તાનો ટ્રાફિક ગૂંચવાડી મુકતા. નદી કાંઠે ગણપતિની આરતી થતી ત્યારે પણ મારી ને તન્વીની નજરાનજરી તો ચાલુ જ રહેતી, અને આમ આ ધાર્મિક ઉત્સવ અમારા માટે રોમાન્સનું એક માધ્યમ બની રહેતો. આ વર્ષે પણ ગણપતિના આ પાંચમાં દિવસે, નીચેથી મારા ઘરમાં આવા સ્લોગન્સનો ગોકીરો મારા કાને પડી રહ્યો હતો. પણ આજે મને તે બધામાં કોઈ જ રસ નહોતો, કારણ હજી બે દિવસ પહેલા જ ફોન પર તન્વી સાથે મારી સખત બોલાચાલી થઇ હતી, ને મેં અમારા બ્રેકઅપનું તેની સામે ઑફીસીઅલી એનાઉન્સમેન્ટ કરીને મારો ફોન પટકી દીધો હતો. પોતાનાં મૅરેજ થઇ ગયા હોવા છતાં સાવ ચીપ કહી શકાય તેવી તેની વાણી અને વર્તનથી વૈતાગીને મેં આખરે આ અંતિમ પગલું ભર્યું હતું. . Novels ધક ધક ગર્લ ગજબની સુંદરતાનું વરદાન પામેલી એક અફલાતૂન યુવતી, કે જેની નશીલી, છતાંય નિર્દોષ આંખોમાં કોઈક એવું ચુંબકીય-તત્વ હોય, જેને કારણે જોનારની નજર ત્યાંથી ખસવાનુ... More Likes This તારામાં હું દ્વારા Rupen Patel પ્રીત ના કરીઓ કોઈ, - પ્રકરણ 1 દ્વારા Niyati Kapadia Nirjhar राधा का संगम - प्रकरण 10 દ્વારા Ramesh Desai સમી સાંજનો સંગાથ દ્વારા Payal Chavda Palodara પ્રથમ મુલાકાત દ્વારા Payal Chavda Palodara પ્રેમ કે દોસ્તી ? - 1 દ્વારા Yaksh Joshi જ્યાં અહંકાર ઓગળી ગયો ત્યાં પ્રેમ થઈ ગયો - ભાગ 1 દ્વારા Upasana Mehta બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા