કથામાં જાનવી અને અનમોલના પ્રેમની સુંદરતા દર્શાવાઈ છે. જાનવી અનમોલના પ્રશ્નનો જવાબ આપવા માટે જાતે શરમાઈ જાય છે અને મેસેજમાં 'હા' લખવાના બદલે એક બાળકનો ફોટો મોકલે છે, જે અનમોલને તરત જ સમજાઈ જાય છે. અનમોલ, જે હંમેશા વર્તમાનમાં રહે છે, આજના દિવસમાં જાનવીને મળવાની આતુરતા અનુભવે છે અને ઓફિસના કામને છોડીને ઘરે જવા નિકળે છે. જાનવી, અનમોલના આવવા માટે પોતાનું બેડરૂમ સુંદર રીતે સજાવે છે. જ્યારે અનમોલ આવે છે, ત્યારે બંને એકબીજાને પોતાની બાહોમાં ભરી લે છે. જાનવી અનમોલ માટે મસાલા વાળી ચા બનાવે છે, અને અનમોલ બેડરૂમમાં રોમેન્ટિક વાતાવરણને અનુભવે છે, જ્યાં મીણબતીઓ અને ગુલાબના ફૂલો છે. બંનેને એકબીજાની આંખોમાં પોતાનું પ્રતિબિંબ દેખાય છે, જેનાથી તેમની વચ્ચેની લાગણીઓ વધુ ઊંડાઈ જાય છે. આ કથાની અંતિમ પળોમાં, જ્યારે વીજળીનો અવાજ આવે છે, ત્યારે આ પ્રેમલક્ષી વાતાવરણમાં એક નવા તણાવનો સંકેત મળે છે. અમુક સંબંધો હોય છે - 6 Dharmishtha parekh દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 67 1.3k Downloads 4.5k Views Writen by Dharmishtha parekh Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન અનમોલ હમેશા વર્તમાનમાં જીવનાર માણસ હતો. પોતાનું કાર્ય સંપૂર્ણ નિષ્ઠાથી કરવું તે તેમની ખાસિયત હતી. પણ આજે બે કલાક બાદ જાનવીને મળવાની આતુરતા તેમના ઓફીસના કાર્યમાં ખલેલ ઉભી કરી રહી હતી. માટે તે આજનું કામ આવતી કાલ પર છોડી ઓફિસેથી ઘેર જાનવી પાસે જવા નીકળે છે. રસ્તામાં તેમના મનમાં અસંખ્ય વિચારોનું ધમાસાણ યુદ્ધ ચાલી રહ્યું હતું પણ આ યુદ્ધ તેમને ખુશીનો અનુભવ કરાવી રહ્યું હતું. આ તરફ જાનવીના મનમાં પણ વિચારોનું ચક્ર વાયુવેગે ફરી રહ્યું હતું. બંનેની હાલત એક સમાન હતી. બંને ખુલ્લી આખે જ પોતાના બાળકનો ચહેરો નિહાળી રહ્યા હતા કે જેમનું હજુ કોઈ જ અસ્તિત્વ ન હતું. અનમોલનો મનપસંદ કલર રેડ હતો માટે જાનવીએ આજે બેડરૂમને સંપૂર્ણ રેડ લુક આપ્યો હતો બેડરૂમ સ્વચ્છ અને મહેકતો કર્યા બાદ તે બાલ્કનીમા આવી અનમોલના આવવાની રાહ જોઈ રહી હતી. થોડી જ વારમાં અનમોલની કાર દરવાજા પાસે આવીને ઉભી રહે છે. અનમોલની કાર જોતા જ જાનવી બાલ્કની માંથી બહાર આવી ઉતાવળે સીડી ઉતરી દરવાજો ખોલવા દોડી આવે છે. અનમોલ ડોરબેલ વગાડે એ પહેલા જ જાનવી દરવાજો ખોલી નાખે છે. આજે જાનવીને રેડ ડ્રેસ, રેડ બંગડી, રેડ લીપસ્ટીક અને સેથીમાં પુરેલ સિંદુર જોઈ અનમોલ દરવાજા પર જ જાનવીને પોતાની બાહોમાં ભરી લે છે. બંને એકબીજાનો હાથ પકડીને અંદર આવે છે. અનમોલ પોતાના ડાબા પગથી પાછળ દરવાજાને ધક્કો મારી દરવાજો બંધ કરે છે. Novels અમુક સંબંધો ? હોય છે ભગવાન શ્રીકૃષ્ણની પત્ની રૂક્ષ્મણી હતી આમ છતાં આપણે સૌવ કૃષ્ણરાધા અને કૃષ્ણમીરાંના સંબંધમાં રહેલ પ્રેમને પવિત્ર માનીએ છીએ. કારણ કે એમના સંબંધમાં નિર્મળ... More Likes This સોલમેટસ - 8 દ્વારા Priyanka પ્રેમ અને મિત્રતા - ભાગ 1 દ્વારા Dhaval Joshi આકર્ષણ બન્યુ જીવનસાથી - 1 દ્વારા ચિરાગ રાણપરીયા NICE TO MEET YOU - 1 દ્વારા Jaypandya Pandyajay Dear Love - 1 દ્વારા R B Chavda ગ્રહણ - ભાગ 1 દ્વારા Shaimee Oza કાવ્યા નો પ્રથમ પ્રેમ એટલે કૃણાલ - ભાગ 1 દ્વારા Kishan vyas બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા