કંદર્પ પટેલની વાર્તામાં, લેખક પોતાના પરિવાર સાથેની મોજ અને યાદોને વિસ્ફોટક રીતે વર્ણવે છે. તે બસમાં મુસાફરી કરીને, ડાકોરના ગોટા ખાઈને, અને દાદા-બા સાથે મજા કરે છે. કાઠિયાવાડના વેકેશનમાં, તેઓ વહેલા ઉઠીને, લીમડાના દાતણ અને ડાબરનો પાઉડર ઉપયોગ કરીને દાંત સાફ કરે છે. તેમનો દાદા અને બા સાથેના સંવાદ અને ભેંસ સાથેની મોજ શેર કરી છે. બા દ્વારા બનાવવામાં આવેલા દૂધ અને ખોરાકની વાતો છે, અને મિત્રો સાથે રમવાના પ્લાનોનું વર્ણન છે. આખરે, ઉનાળાના ગરમ સમયમાં રમવા માટેની ઇચ્છા અને પરિવારની જાળવણીનું વર્ણન કરવામાં આવ્યું છે. લેખકના અનુભવોથી તેમના બાળપણની યાદો અને મોજ મસ્તીનું દર્શન થાય છે. જામો, કામો ને જેઠો Kandarp Patel દ્વારા ગુજરાતી વાર્તા 33 1.6k Downloads 5.9k Views Writen by Kandarp Patel Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન કાઠિયાવાડની મોજ (ક્રમશ:) છેલ્લે એ મોજ કરી કે, ( મમ્મી-પપ્પ્પાની શિખામણોને ધ્યાનમાં રાખીને બસમાં બેઠો – રસ્તામાં તારાપુર ચોકડી પાસે ડાકોરના ગોટા ખાધા – નારી ચોકડી સોનગઢ થઈને બજુડના પાટિયે પહોંચ્યો – છકડા ચાલક સાથે અન્ય વાતો – બા-દાદા ની સાથે વાતો – દાદાનું ખમણ અને જલેબી લઇ આવવું – બા ના હાથનું ભાતું અને વાળું કરવું – બાજુમાં લક્ષ્મણ દાદાના પૌત્રો અંકિત અને પ્રશાંત સાથે બીજે દિવસે સોનગઢ આર.કે. ની પાઉંભાજી ખાવા જવાનું નક્કી થવું – ફળિયામાં ખાટલો ઢાળીને સૂવું ) આગળ મોજ કરીએ ચાલો, પ્રશાંત અને જયસુખની ગાડી લઈને અમે સોનગઢ ગયા. બજુડ અને સોનગઢ વચ્ચે લગભગ તેર કિલોમીટર જેટલું અંતર. સોનગઢના બસ-સ્ટેન્ડ આગળ જ પેટ્રોલપંપ સામે આર.કે. પાઉંભાજી છે. સોનગઢ પહોંચતા અંધારું થવા આવ્યું હતું. થોડા-થોડા અજવાળામાં બલ્બનો પીળો પ્રકાશ દૂરથી સજીવ-નિર્જીવના મિશ્રણ જેવો લાગતો હતો. કોઈ ચિત્રકાર માટે પરફેક્ટ જગ્યા કહી શકાય, તેવી આર.કે.પાઉંભાજીની જગ્યા ! ખુલ્લામાં એક મોટી હોસ્પિટલની દીવાલ પાસે એક નાની લારી પર પોતાનો સમાન ગોઠવીને આર.કે.પાઉંભાજી ઉભી હતી. ‘ચાર - આખી’નો ઓર્ડર આપ્યા પછી અમે ખાટલા પર બેઠા. ખાટલાપર લાકડાનું એક પાટિયું મુક્યું હોય. તેના પર કાંદા-લીલું લસણ, લીલી ચટણી અને લસણની લાલ ચટણી હોય. એક મોટી થાળીમાં ‘ચાર આખી’ના ઓર્ડર મુજબ પાંવ મૂક્યા. “કાકા, સુરતથી મે ’માન છે. જોર બનાવજો.” પ્રશાંતે કાકાને કહ્યું. “ફરસાણ, તારે મને નો કે’વું પડે ! તું તારે ઝપટ બોલાવ. સાય્શ ઝોઈ એટલી માંગી લેઝે. હજી હમણાં જ ઝાડી રગડા ઝેવી બનાવીને લાય્વો સું ઘેરથી !” પ્રશાંતને બધા ‘ફરસાણ’ જ કહેતા. તેનું નામ બોલતા કોઈને ન આવડે. મને ‘લાલા’ સિવાય બીજા કોઈ નામથી બોલાવવામાં આવતો નહિ. વિચિત્ર નામકરણ થયું હોવાને લીધે મારું નામ ઘણાને જીવનભર બોલતા આવડયું જ નહિ. છેવટે, ગરમા-ગરમ ભાજી ભરેલી ચાર ડિશ ખાટલા પરના લાકડાના પાટિયા પર ગોઠવાઈ ગઈ. મોટાં ગ્લાસમાં છાસ પીરસાઈ. જાને પોતાના ઘરે જ ભોજન લેતા હોઈએ તેવી રીતે જ પીરસવામાં આવ્યું. ફૂદીનાની લીલી ચટણી તેમાં બોમ્બેનો ટેસ્ટ ભેળવતી હતી. લસણની લાલ ચટણીમાં સુરતની લસણીયા પાઉંભાજીનો આસ્વાદ જીભે ચડતો હતો. તેમાં પણ જયારે લીંબુનું સાથે આવે કટકું નાખ્યું ત્યારે તેનો મિજાજ જ બદલાઈ ગયો. ફૂલ ભાજી સાથે ચાર પાંવ આવતા હતા. ત્યાં પાંવને વચ્ચે કટ લગાવીને તેમાં લસણ અને ફુદીનાની ચટણી મિશ્ર કરીને તેને તળતાં. એકલું પાંવ પણ અફલાતૂન લાગે. લિમિટેડ જમણમાં ‘અનલિમિટેડ ડિશ’ની મજા લીધી. જતાં-જતાં કાકા એ ફરી એક છાસનો આગ્રહ કર્યો. ભરપેટ જમીને ફરી બજુડના પાટિયે પહોંચ્યા. ત્યાં ખાટલે ગોળીવાળી સોડા પીધી અને ત્યાંથી ગામના પાદર ગયા. ત્યાંથી છૂટા પડ્યા અને ફરી સાંજે નવ વાગ્યા પછી મળવાનું નક્કી કર્યું. Novels જામો, કામો ને જેઠો આજ સુધી જીવેલ ફક્કડ જીંદગીની ફકીરીનો ચિતાર આપતી પહેલી નવલકથા. દોસ્તીની મસ્તી અને ગર્લફ્રેન્ડ્સની ફ્રેન્ડલી ચીટ-ચેટ. ક્રિકેટની મજા, મેદાન જાણે પોપડું.... More Likes This રૂપિયા management દ્વારા E₹.H_₹ જીવન ની કાયા કલ્પ - ભાગ 1 દ્વારા Rohan Joshi સોલમેટસ - 1 દ્વારા Priyanka એક ચાન્સ દ્વારા Priyanka એક પંજાબી છોકરી - 51 દ્વારા Dave Rup ખુણાની ધાર - 1 દ્વારા Kaushal Modha સપનાંઓ જવાબદારી વચ્ચે છૂટી જાય છે.. દ્વારા Varsha Bhatt બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા