ગાંધીજીના જીવન અને તેમના આસ્તિકતાનો ઉલ્લેખ કરતી આ વાર્તામાં, તેઓનું જીવન ધર્મ અને આસ્થા સાથે ભરેલું હોવાનું દર્શાવવામાં આવ્યું છે. 1909માં "હિંદ સ્વરાજ"માં, ગાંધીજીએ કહ્યું હતું કે ભારત કદી નાસ્તિક બનતું નથી. તેમના જીવનમાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને આસ્થા દ્વારા તેમને આત્મવિશ્વાસ અને અહિંસાના માર્ગે ચાલવા માટે પ્રેરણા મળી. તેમણે રામમાં આસ્થા રાખી અને પ્રાર્થના દ્વારા ઈશ્વરની સહાય માની. ગાંધીએ માનવધર્મને સૌથી મહત્વનો માન્યો અને પોતાના કાર્યમાં નૈતિકતા અને સાધનોની શુદ્ધતા પર ભાર મૂક્યો. તેઓએ વચન આપ્યું કે સારાં કાર્યમાં ઈશ્વર સદાય મદદ કરે છે, અને આસ્તિકતા માનવજાતના આશાવાદને દર્શાવે છે. તેમની આસ્થા તેમની મૌલિક માન્યતાઓ પર આધારિત છે, જે તેમને પરંપરાગત ધર્મથી અલગ બનાવે છે.
ગાંધીવિચારમંજૂશા - 3
Bharat Joshi
દ્વારા
ગુજરાતી તત્વજ્ઞાન
1.5k Downloads
4.5k Views
વર્ણન
ગાંધીવિચારમંજૂષા : ગાંધીજી અને તેમના વિચારો વિશે નાનુ મોટું લખાયા જ કરે છે. તેથી જ્યારે કોઈ નવું લખાણ આવે તો પ્રશ્ન થાય તે ‘આ કઈ રીતે જુદું પડે છે ’ અથવા ‘તેની શું ઉપયોગિતા ’ મુદ્દો અસ્થાને છે. ગાંધીજી જેવા યુગપુરુષ યુગો-યુગોમાં જ અવતરે અને માનવના માનવીય વ્યવહાર માટે દીવાદાંડીરૂપ હોય. દીવાદાંડીના દીવાને પણ સતત પ્રકાશિત થવા ઊર્જાનવીનીકરણની જરૂર પડે. સમયાંતરે તેમના વિશે લખાયા કરે તે સહજ પ્રક્રિયા છે. નવી પેઢી નવી સમજ અને નવી શૈલીમાં એ મૂળ વિચારોને પ્રકટ કરે તો તાજગી આવે. શર્ત એ છે કે મૂળ છૂટી ન જવું જોઈએ. પ્રસ્તુત પુસ્તકમાં લેખકે ગાંધીજીના પાયાના દર્શન અને વિચારોને સાર સ્વરૂપમાં રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. કોઈ વિશેષ વાચક વર્ગ તેમના મનમાં હોય તેવું જણાતું નથી કારણ કે લખાણોમાં લેખક ગાંધીદર્શન અને વિચાર પરત્વે શું સમજ્યા છે, અને કઈંક જગ્યાઓએ મૌલિક અર્થઘટન કરી અને તેને ટૂંકમાં અને સરળ રીતે કેમ રજૂ થાય તે અંગેની સારી મથામણ કરી છે. ગાંધીદર્શન અને વિચારને લેખક બૌદ્ધિક સ્તરે ઠીક ઠીક પકડી શક્યા છે. આ પુસ્તક ગાંધીવિચારના એક ટૂંકા પરિચય તેની ગરજ સારે એવું છે અને તેથી તે કિશોરાવસ્થા અને તેથી ઊપરના દરેક વયના લોકો માટે ઉપયોગી સિદ્ધ થાય એમ છે. લેખક અભિનંદનને પાત્ર છે. -પ્રો. સુદર્શન આયંગાર કુલનાયક, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
ગાંધીજી અને તેમના વિચારો વિશે નાનુ મોટું લખાયા જ કરે છે. તેથી જ્યારે કોઈ નવું લખાણ આવે તો પ્રશ્ન થાય તે ‘આ કઈ રીતે જુદું પડે છે...
More Likes This
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા