**અઢી અક્ષરનો વ્હેમ** વાર્તામાં, અનિકેત અને પ્રણાલી વચ્ચેના સંબંધો અને તેના પરિસ્થિતિઓનું ચિત્રણ કરવામાં આવ્યું છે. નવી પાત્ર અમોલનો ઉત્ક્રાંતિ, જે અનિકેતને બ્લેકમેઈલ કરવાનો પ્રયાસ કરે છે, વાર્તાને આંતરરાષ્ટ્રીય ગુનેગારો તરફ દોરી જાય છે. પ્રણાલીને અનિકેતની ગેરહાજરી અને સંબંધોના સત્યથી મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પ્રણાલી, અનિકેતના વિચારોમાં ગુંથાઈ જાય છે અને તે પોતાના નિષ્ફળ પ્રેમ અને રવિ સાથેના સંબંધોનું મૂલ્યાંકન કરે છે. તે પોતાના મનની સ્થિતિને સમજવાનો પ્રયાસ કરે છે, જેમાં તે અનિકેતના નિર્ણય અને તેના સંબંધોને લઈ સંઘર્ષમાં છે. રીટા ઠક્કરે પ્રણાલીની જટિલ મનોદશાને સંવેદનશીલ રીતે રજૂ કરી છે, જેમાં પ્રણાલી પોતાની જાતને એક નવી પરિસ્થિતિમાં સમજવા માટે સંઘર્ષ કરી રહી છે. આ કથાને આધુનિક સ્ત્રીની વિચારસરણી સાથે જોડવામાં આવી છે, જે પ્રણાલીનું વ્યક્તિત્વ વધુ સ્પષ્ટ કરે છે. આ કથા પ્રેમ, સંબંધો અને વ્યક્તિગત સંઘર્ષના વિષયોને સ્પર્શે છે, જેમાં પ્રણાલીનું મનન અને અનિકેતની સત્યતા વચ્ચેના સંઘર્ષને દર્શાવવામાં આવ્યું છે. અઢી અક્ષરનો વ્હેમ - ભાગ ૧૩ Shabdavkash દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 55 1.1k Downloads 5.2k Views Writen by Shabdavkash Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન વાંચક-મિત્રો, પાછલા પ્રકરણમાં લેખક રીઝવાનભાઈએ એક નવું જ પાત્ર..અમોલનું, આ વાર્તામાં ઉમેર્યું. અનિકેતને બ્લેકમેઈલ કરવા માટે ફોટાઓ તેણે જ પડ્યા હતા, અને જોગાનુજોગ તે અશ્ફાકનો મિત્ર પણ છે, એટલે આ વાત તેણે અશ્ફાકને જણાવી દીધી. સાથે સાથે તેણે એક ચોંકાવનારી વાત એ પણ કહી કે અનિકેતનું અપહરણ થવાની શક્યતા છે, અને તે પણ ઇન્ટરનેશનલ લેવલ પર. તો વાર્તામાં હવે આંતરરાષ્ટ્રીય ગુનેગારો આવી શકે છે. કોણ હોઈ શકે તે મિતુલ તો ન જ હોય કારણ આપણે જાણીએ છીએ, કે તેનું નેટવર્ક તો ફક્ત ગોવા પુરતું જ સીમિત છે. તો પછી તે ઉપરાંત રીઝવાનભાઈએ પ્રણાલી-અનિકેતની એક મુલાકાત દેખાડી જેમાં જોરદાર સંવાદો સાથે બંને વચ્ચે ચકમક ઝરી. અનિકેતે અશ્ફાક સાથે પોતાનાં સંબંધો જાહેર કરી દીધા, જે પ્રણાલીને મંજુર નહોતા, અને બંને છુટ્ટા પડ્યા, બલ્કે છુટ્ટા પડી ગયા. કદાચ.. હંમેશ માટે.. તો હવે મારે પ્રણાલીની મન:સ્થિતિનો તાગ મેળવવો હતો. પોતાનો પ્રેમી કોઈ પરસ્ત્રી સાથે સંડોવાયો હોય તેવું તો ઘણી વાર બનતું હોય, ને સાંભળ્યું પણ હોય. તેનો નિવેડો આવી શકે. પણ, અહિયાં તો અનિકેત કોઈ બીજા પુરુષમાં અટવાયો છે. આવી વિચિત્ર પરિસ્થિતિ પ્રણાલી માટે ખુબ જ નવી છે. કોઈના પણ માટે આ ખુબ જ વિષમ સ્થિતિ કહેવાય. આવી હાલતમાં એક સ્ત્રી શું વિચારતી હોય તેના ભાવ-પ્રતિભાવ કેવા હોય કોઈક સ્ત્રીની આવી જટિલ મન:સ્થિતિનો તાગ એક બીજી સ્ત્રી સિવાય કોણ કાઢી શકે અને હા, પ્રણાલી એકદમ આધુનિક છોકરી છે, તો તેની મનોગત તો કોઈ આધુનિક વિચારસરણી ધરાવતી સ્ત્રી જ વધુ સારી રીતે વર્ણવી શકે. અને એટલે રીટાબેન ઠક્કર સિવાય બીજું કોણ આવે મારી નજરમાં રીટાબેનનો લખેલ સાતમો એપિસોડ તો આપ સહુએ વાંચ્યો જ છે. એકદમ બેલેન્સ્ડ એપિસોડ હતો એ. બેધડક શૈલીમાં લખાયેલ આ એપિસોડમાંનું એક વાક્ય ‘એનકેશ કરી લે તારું માતૃત્વ’. કોઈક બેરર ચેક હોય તેમ તારું માતૃત્વ વટાવી લે. તેનો આવો ફાયદો ઉઠાવી લેવાની..માતૃત્વ જેવા દિવ્ય અહેસાસનું આવું નિમ્ન પ્રકારનું વ્યાપારીકરણ કરવાની..સલાહ, રીટાબેન જેવી આધુનિક સ્ત્રીએ જ આ લખવાની હિમ્મત કરી હતી. એટલે આ એપિસોડ મેં તેમની જ પાસે લખાવ્યો. અને તમે જોઈ શકશો કે હું મારી પસંદગીમાં જરાય ખોટો નથી પડ્યો, કે નથી તેઓ એક પાઈભાર પણ તેમાં ઉણા ઉતર્યા. પાંચ હજારથીયે વધુ શબ્દોનો એક લાં..બો એપિસોડ તેમણે લખી આપ્યો છે, કે જેમાં પ્રણાલીને તેમણે આપણી સમક્ષ ખુબ સરસ રીતે રજુ કરી છે. એક ખરેખર બોલ્ડ કહી શકાય તેવો નિર્ણય તેમણે તેની પાસે લેવડાવ્યો છે. એકંદરે એક ખુબ જ ખુબસુરત એપિસોડ લખી આપવા બદલ હું આ ખુબસુરત મહિલાનો ખુબ ખુબ આભાર માનું છું. તો આપ સહુ પણ તેમનો આ એપિસોડ વાંચો અને ચોક્કસ જ આભાર માનવાનું આપનું પણ મન થઇ આવશે તેની મને ખાતરી છે. . શબ્દાવકાશ ટીમ વતી, અશ્વિન મજીઠિયા.. Novels અઢી અક્ષરનો વ્હેમ શબ્દાવકાશ.. આ એક એવું ગૃપ..કે જેનાં સભ્યો બધા જ તરવરીયા..અને સદા ઉત્સાહસભર જ હોય છે અને એટલે જ કંઇક ને કંઇક કરવાની તાલાવેલી કોઈને ને કોઈને થતી જ રહેત... More Likes This અનુભવ - પાર્ટ 1 દ્વારા Aloka સ્વપ્નિલ - ભાગ 1 દ્વારા Rupal Jadav નંદિની...એક પ્રેમકથા - ભાગ 1 દ્વારા Asha Kavad સૂર્યાસ્તમાં સૂર્યોદય - ભાગ 9 દ્વારા ︎︎αʍί.. પ્રેમસંયોગ - 1 દ્વારા Priyanka એક કપ કૉફી - 1 દ્વારા Piyusha Gondaliya અભિન્ન - ભાગ 1 દ્વારા Rupesh Sutariya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા