Adhi Aksharno Vhem - 11 book and story is written by SHABDAVKASH in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Adhi Aksharno Vhem - 11 is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. અઢી અક્ષરનો વ્હેમ - ભાગ ૧૧ Shabdavkash દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 60 1.2k Downloads 4.7k Views Writen by Shabdavkash Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આ પહેલાના દસમા એપિસોડમાં આપણે લેખિકા અનસુયાબેન દેસાઈની કલમનો ફરી એકવાર આસ્વાદ કર્યો અને એકદમ શાયરાના અંદાજમાં લખાયેલ એક સંગીતમય કહેવાય તેવો એપિસોડ વાંચી, આપણને સહુને ચોક્કસ જ એ વાતની ખાતરી થઇ ગઈ, કે તેઓ એક સિદ્ધહસ્ત લેખિકા છે. તેમની આગળના લેખિકા સરલાબેને અશ્ફાકના ભૂતકાળની જે વાત ઉખેડી હતી, તેને જ તેઓ સુપેરે આગળ ધપાવી ગયા. આધેડ પુરુષ ડો.મિતુલ અને નવયુવાન અશ્ફાકના પેચીદા સંબંધોની છણાવટ રૂપે તેઓએ અશ્ફાકની મનોગત વર્ણવી. આ અનાથ, એકલા અટુલા યુવાનને હતાશની ખાઈમાં ગરક કરતી નિરાશાનું તેઓએ હૃદયસ્પર્શી રીતે આલેખન કર્યું. તે પછી વાર્તાને વર્તમાનકાળમાં લાવીને આગળ વધારવા તેઓએ ડો.મિતુલની સામેની અનિકેતની લડાઈમાં, ડો.મિતુલના જુના પ્રેમી અશ્ફાકને જ મુખ્ય પ્યાદું બનાવી દીધો, ને એક વખતના સંગી-સાથી હવે એકમેકની સામસામે લડાઇએ આવી ગયા. આમ અશ્ફાક હવે ધીમે ધીમે ખુબ જ મહત્વનું પાત્ર બનતો જાય છે. અનિકેત ભલે વાર્તાનો નાયક હોય, પણ લેખક લેખિકાઓ અશ્ફાકને પણ તેના જેટલું જ મહત્વ આપી રહ્યા છે. ડો.મિતુલ અત્યારે જે ચાલ રમી રહ્યા છે, તેની સામે એકદમ તેવી જ ચાલ અનુબેને અશ્ફાકને રમવા માટે સોંપી દીધી. લોહે કો લોહા કાટે, કાંટાથી કાંટો નીકળે, તેમ બ્લેકમેઈલનો ઈલાજ બ્લેકમેઈલ. બસ..આવી જ થીયરી સાથે અશ્ફાક, ડો. મિતુલની સામે પડી ગયો. ત્યાર પછીની વાર્તા હવે ફરી એકવાર નિમિષ વોરા આગળ વધારશે. અમારી ટીમના સદા સ્ફૂર્તિલા અને તરવરીયા લેખક, એવા નિમિષ વોરાની કલમનો સ્વાદ આપણે આ વાર્તાના એપિસોડ ક્રમાંક ત્રણમાં માણી જ ચુક્યા છીએ. અનિકેત-અશ્ફાકના પ્રશ્નાર્થ-ચિહ્નવાળા સંબંધો પર, તે સંબંધ સજાતીય હોવાની મક્કમતાપૂર્વક મહોર મારનાર નિમિષભાઈની બીજી એક કલ્પના એટલે ‘રેઈનબો-બાર’ કે જે હવે આ વાર્તાનું એક હેપનિંગ સ્થળ બની ગયું છે, અને છાશવારે વાર્તામાં ડોકિયા દેતું જ હોય છે. આમ વાર્તાની પ્રાથમિક અવસ્થામાં તેને સજ્જડ રીતે મજબુત બનાવનાર નિમિષભાઈ, વાર્તાને કેવી રસદાયક રીતે આગળ વધારે છે, તે હવે તમે જ જોઈ લો. શબ્દાવકાશ ટીમ વતી, અશ્વિન મજીઠિયા.. Novels અઢી અક્ષરનો વ્હેમ શબ્દાવકાશ.. આ એક એવું ગૃપ..કે જેનાં સભ્યો બધા જ તરવરીયા..અને સદા ઉત્સાહસભર જ હોય છે અને એટલે જ કંઇક ને કંઇક કરવાની તાલાવેલી કોઈને ને કોઈને થતી જ રહેત... More Likes This પ્રેમ નો એહસાસ - ભાગ 1 દ્વારા Shital સાંચી નો પ્રેમ..! (ભાગ - 1) દ્વારા outofworldthough અઘૂરો પ્રેમ - 1 દ્વારા Grishma Shah જોધા અકબર એક પ્રેમકથા દ્વારા Munavvar Ali પ્રેમની એ રાત - ભાગ 1 દ્વારા Tejas Vishavkrma પ્રેમ થાય કે કરાય? ભાગ - 1 દ્વારા Tejas Vishavkrma પ્રેમતૃષ્ણા - ભાગ 1 દ્વારા Rupal Jadav બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા