આ વાર્તા ભારતીય કાલગણાના આધારે ચાર યુગોની ચર્ચા કરે છે: સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ. સતયુગ, જે પ્રથમ અને આદર્શ યુગ છે,માં માનવતા ધર્મ, અર્થ, કામ અનેmokshaને યોગ્ય રીતે અનુસરે છે અને દુર્ગુણોનું અભાવ છે. ત્રેતાયુગમાં આચારણમાં થોડી ઘટનાઓ આવે છે, જ્યાં લોકો ધર્મ, અર્થ અને કામમાં પ્રવૃત રહે છે. દ્વાપરયુગમાં અર્થ અને સત્યનું મહત્વ વધે છે, પરંતુ ધર્મનું મહત્વ ઘટી જાય છે. કળિયુગ, જે હાલ ચાલી રહ્યું છે,માં માનવ માત્ર કામને મહત્વ આપે છે અને ધર્મ, અર્થ, સત્ય અનેmokshaની મહત્વતા ઘટી જાય છે. કળીયુગમાં માણસની લડાઈ પોતાની જાત, ખામી અને અસ્તિત્વ સાથે છે. વિદ્વાન અને શક્તિશાળી લોકો ધનની આધારે જ ઓળખાય છે, અને પરિવારના સંબંધો નબળી પડી રહ્યા છે. વેદવ્યાસે કળીયુગમાં ધર્મ, સહનશીલતા, સત્ય, દયા અને માનવીનું આયુષ્ય ઘટી જશે, અને અંતે માનવ જીવનમાં અનાદર અને સ્વાર્થીતામાં વધારો થશે. યુગ નથી બદલતો, યુગ પ્રત્યેની માનસિકતા બદલાય છે... Dharmishtha parekh દ્વારા ગુજરાતી મેગેઝિન 65 2.2k Downloads 7.5k Views Writen by Dharmishtha parekh Category મેગેઝિન સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આપણી દ્રષ્ટિએ સતયુગ અને કળિયુગની વ્યાખ્યા શું છે સામાન્ય રીતે જ્યાં સત્ય, શીલ, સંસ્કાર, સહનશીલતા અને સંવેદના જેવા ગુણો જોવા મળે તેને સતયુગ તરીકે ઓળખવામાં આવે છે અને જ્યાં અસત્ય, અધર્મ, અનાદર, અતિરેક જેવા અવગુણો જોવા મળતા હોય તેને કળિયુગ તરીકે ઓળખવામાં આવે છે. ટુકમાં જ્યાં ‘સત’ એ સતયુગ અને જ્યાં ‘કાળ’ એ કળયુગ. પરંતુ હકીકતમાં સતયુગમાં પણ કળિયુગના અમુક અવગુણો જોવા મળતા હતા અને આજે કળિયુગમાં પણ સતયુગના અમુક ગુણો જોવા મળે છે. જેમ કે કળિયુગમાં આપણે જેને ‘લવ મેરેજ’ કહીએ છીએ સતયુગમાં તેને ‘ગાંધર્વવિવાહ’ તરીકે ઓળખવામાં આવતા હતા. શકુંતલા અને દુષ્યંતના વિવાહ ગાંધર્વવિવાહ જ હતા. કળિયુગનો માનવી જ્ઞાતિ અને કુળનો વિચાર કર્યા વિના લગ્ન કરે છે. તો શકુંતલા અને દુષ્યંતે પણ ક્યાં જ્ઞાતિ અને કુળનો વિચાર કર્યો હતો કળિયુગમાં માણસ દારૂનું સેવન કરે છે તો સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપરયુગમાં પણ મદિરાપાન થતુ જ હતું. કળિયુગમાં સ્ત્રી તરફ કુદ્રષ્ટિ કરનાર પુરુષને હવસખોરો તરીકે ઓળખવામાં આવે છે તો સતયુગમાં સ્ત્રી તરફ કુદ્રષ્ટિ કરનાર પુરુષોને દાનવ તરીકે ઓળખવામાં આવતા હતા. કળિયુગમાં દેહનો વ્યાપાર કરનાર સ્ત્રીને વૈશ્ય તરીકે ઓળખવામાં આવે છે તો સતયુગમાં તેને નર્તકી કે અપ્સરા તરીકે ઓળખવામાં આવતી હતી. રંભા, ઉર્વશી અને મેનકા જેવી અપ્સરાઓ તેના જ ઉદાહરણો છે. કળિયુગમાં કોઈ પુરુષ પોતાની પત્ની સિવાય પોતાની પ્રથમ પ્રેમિકા સાથે માત્ર મિત્રતાનો સંબંધ રાખે તો પણ સમાજ તેને ખરાબ દ્રષ્ટિથી જોવે છે. જયારે ત્રેતાયુગમાં તો રાજા દશરથની ચાર પત્ની હતી તથા દ્વાપરયુગમાં કૃષ્ણની પત્ની રૂક્ષ્મણી હતી આમ છતાં તેનું નામ તો રાધા સાથે જ જોડાયેલ છે. પુરાણોમાં કૃષ્ણની કુલ ત્રણ પત્ની અને ૧૬૦૦ પટરાની હોવાનો ઉલ્લેખ પણ જોવા મળે છે. કળિયુગમાં પતિ પોતાની પત્નીના ચરિત્ર પર શંકા કરે છે તો ત્રેતાયુગમાં પણ રામે સીતાના ચરિત્ર પર શંકા કરી હતી અને માટે જ સીતાને અગ્નિ પરીક્ષા આપવી પડી હતી. કળિયુગમાં પુરુષ પોતાની શારીરિક ભૂખની તૃપ્તિ માટે પ્રેમનું નાટક કરી સ્ત્રીના ચરિત્ર સાથે રમત રમે છે. સતયુગમાં પણ ઇન્દ્રએ વિશ્વામિત્રનું રૂપ લઇ અહલ્યાના ચરિત્ર સાથે રમત રમી હતી. કળિયુગમાં મિલકત અને સતાને લીધે જ પરિવારનો સંપ તૂટે છે તો ત્રેતાયુગમાં પણ સતાને લીધે જ રામને ચૌદ વર્ષનો વનવાસ ભોગવવો પડ્યો હતો. કળિયુગમાં ભાઈ પોતાના અંગત સ્વાર્થ ખાતર બહેનનો નિસ્વાર્થ પ્રેમ ભૂલી હંમેશને માટે બહેન સાથેનો સંબંધ તોડે છે તો દ્વાપરયુગમાં પણ કંસે પોતાના અંગત સ્વાર્થ ખાતર સગી બહેનના સંતાનોને જન્મતાની સાથે જ મારી નાખ્યા હતા. કળિયુગમાં કોઈ સ્ત્રી કુવારી જ માતા બને છે તો તે બદનામીના ડરથી પોતાના જ બાળકનો ત્યાગ કરે છે. તો સતયુગમાં મેનકાએ પણ વિશ્વામીત્રથી રહેલ ગર્ભને જન્મ આપ્યા બાદ તેનો ત્યાગ કર્યો હતો. More Likes This ધ ગ્રેટ રોબરી - 4 દ્વારા Anwar Diwan ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન દ્વારા Anwar Diwan લેખાકૃતી - 1 દ્વારા Story cafe The Timeless Wisdom of the Gita - Chapter 3 દ્વારા Chandni Virani અપરાજિતા સાયબર સુરક્ષા - ભાગ 1 દ્વારા Zala Dhrey રેટ્રો ની મેટ્રો - 1 દ્વારા Shwetal Patel મારો દેશ અને હું... - 1 દ્વારા Aman Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા