કથાના મુખ્ય પાત્ર ઈરાકની ભૂતકાળ અને હાલની સ્થિતિની ચર્ચા કરે છે. સદ્દામ હુસૈનના શાસન દરમિયાન ઈરાક લોકશાહીથી વિમુક્ત અને ત્રાસવાદના કાબૂમાં હતો. અમેરિકાના હસ્તક્ષેપ પછી દેશમાં અંધાધૂંધ અને આતંકવાદી હુમલાઓ વધ્યા, જે ઈરાકને એક અરાજકતાના શિકારમાં ફેરવી દીધો. લેખમાં ઈરાકની ઐતિહાસિક મહત્તા અને મેસોપોટેમિયાની પ્રાચીન સંસ્કૃતિનો ઉલ્લેખ કરવામાં આવે છે, જે યુફ્રેટીસ અને તૈગ્રીસ નદીઓના કિનારે વસેલી હતી. આ પ્રદેશનું વિજ્ઞાન, કળા અને સાહિત્યમાં વિશેષ સ્થાન હતું, અને ભારત સાથે વ્યાપાર તેમજ વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક આદાન-પ્રદાન થઇ રહ્યું હતું. આજે ઈરાકની સંસ્કૃતિની સ્થિતિ અત્યંત દુઃખદ અને ક્રૂર બની ગઈ છે, પરંતુ ભૂતકાળમાં તે એક વૈભવી અને સંસ્કૃતિસભર પ્રદેશ હતો, જેમણે વૈશ્વિક ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
વિષાદી ધરાનો પ્રેમ
Vatsal Thakkar દ્વારા ગુજરાતી સાહસિક વાર્તા
1.4k Downloads
3.2k Views
વર્ણન
ઇરાક-ઈરાન-અફઘાનિસ્તાન-સાઉદી અરેબિયા-પાકિસ્તાન આ બધા ભારતના ઘણા નજીકના મુસ્લિમ રાષ્ટ્રો છે. અને પાછલી કેટલીય સદીઓથી આ રાષ્ટ્રો - તેની સંસ્કૃતિ - તેની ઈકોનોમી અને તેના પર્યાવરણ સુધ્ધાંનો ભારતની સંસ્કૃતિ અને જનજીવન પર પ્રભાવ રહ્યો છે. અને એવી જ રીતે ભારતના આવા બધા પરિબળોનો એ દેશોની પરિસ્થિતિ પર પ્રભાવ રહ્યો છે. પણ, પાછલા કેટલાક વર્ષોથી - ખાસ કરીને ભારતમાં લોકશાહીની સ્થાપના બાદના વર્ષોમાં - દેશના લોકોમાં આ વિસ્તારના લોકોની પરિસ્થિતિ વિષે ભ્રમણાઓ હોય એવુ મને લાગ્યા કર્યુ છે. હું મારા કામકાજને કારણે આ વિસ્તારોમાં સતત પ્રવાસ કરતો રહેતો હોઉ છું અને કેટલાય નવા નવા લોકોને કેટલીય જૂદી જૂદી પરિસ્થિતીઓમાં મળતો હોઉ છું. ત્યાંના સાહિત્યનો પણ હું ઘણો શોખિન છુ અને તેનો અભ્યાસ પણ કરતો હોઉ છુ. આ પ્રદેશની કેટલીક વાર્તાઓ મારા વાંચવામાં આવી જે ખાસ તો આ પ્રદેશની સ્ત્રીઓને ધ્યાનમાં રાખીને લખાયેલી-કહેવાયેલી છે. ઈરાકની યુધ્ધભરી પરિસ્થિતિની વચ્ચે આવી જ એક ઈરાકી-કૂર્દીશ સ્ત્રીના પ્રેમની આ કહાણી છે. સાચી ઘટનાઓ પર આધારિત આ વાર્તા અગાઉ અંગ્રેજીમાં કહેવાઈ ચૂકેલી છે અને એનો આધાર લઈને હું અહીં ૭૦-૮૦ના દાયકાના ઈરાકના ચિતાર સાથે સરળ - આગવી શૈલીમાં પીરસવા પ્રયાસ કરીશ. વાર્તા ઘણી લાંબી હોવાથી આપણે એને ધારાવાહીની રૂપે માણશુ. મારો પ્રયત્ન રહેશે કે દર અઠવાડીયે એક નવો ભાગ અહીં તમારા રસાસ્વાદ માટે મૂકુ. આશા રાખુ કે તમે માણો અને એ સ્ત્રીના બલિદાનને બિરદાવો.
More Likes This
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા