વર્ણન
ભાગ - ૮આગળના ભાગમાં આપણે જાણ્યું કે,પોતાની સ્વર્ગસ્થ માતા, આચાર્ય સીતાબહેનની ઈચ્છા પ્રમાણે, તેજપુર ગામની સ્કૂલના બાળકો માટે,એક ઓડીટોરિયમ બનાવવાનું કામકાજ ચાલુ કરાવી, મુંબઈ પરત ફરેલ તેમના દીકરા રમણીકભાઈ, બાકી ખર્ચ પેટેના, રૂપિયા પચાસ લાખ તેમની પાસે જમા થઈ જતાં, તેઓ તેજપુર ગામનાં, અને તેમની કંપનીમાંજ કામ કરતા એવા, બે કર્મચારી, અવિનાશ અને વિનોદ સાથે, તે રકમ તેજપુર, સરપંચને પહોચાડવા માટે, તમેજ, બીજે દિવસે સાંજે, તેજપુર ગામનાંજ, અને ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા, ભુપેન્દ્રની લકઝરીમાં, સ્કૂલના બાળકો, અને સ્કુલના સ્ટાફને લઈને મુંબઈ આવવા જણાવે છે. હવે આગળ.....એ રાત્રે,અવિનાશ અને વિનોદ, બંને રૂપિયા પચાસ લાખ રોકડા લઈને, મુંબઈ થી તેજપુર આવવા રવાના થાય છે.વહેલી સવારે, તેઓ અમદાવાદ ઉતરતા,