Feminine leadership is distorted and distorted book and story is written by Jayshree Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Feminine leadership is distorted and distorted is also popular in Motivational Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. સ્ત્રીનું નૈતૃત્વ વિકૃત અને સુકૃત Jayshree Patel દ્વારા ગુજરાતી પ્રેરક કથા 5 898 Downloads 3.6k Views Writen by Jayshree Patel Category પ્રેરક કથા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન સ્ત્રીનું નૈતૃત્વ વિકૃત અને સુકૃત “જો આજે મૌલીને જોવા છોકરાવાળા આવે ત્યારે તું બહુ એના વખાણ ના કરતી” વિમલરાયે પત્નીને સલાહઆપી. પત્ની વિશાખાબેન આમેય મૌલી બહુ વહાલી, તેને માટે કેમ આટલી ઉતાવળ કરવાની? તે સમજાતું નહિ! તેઓ ત્યાંથી ચુપચાપચાલ્યા ગયાં. બધી તૈયારી થઈ ગઈ હતી, મૌલી પણ કમને આમ તૈયાર થઈને ભાવિ ઘરવાળાઓને જોવા બેઠી હતી. ડાહી હતી પહેલાં બધીમમ્મીને રસોડામાં મદદ કરી,ભાભી સાથે ઉપર જઈ નાહિને અત્તરથી મહેકતી તે નીચેઆવી. જાત જાતનાં અત્તર વસાવા તેનો શોખ હતો.તેણીએ સરસ ગાઢા ભૂરા રંગની મોરપીંછ બોર્ડરવાળી સાડી પહેરી હતીને સુંદરવાળનેછૂટા રાખીવચ્ચે નાની તેજ રંગની ક્લીપ નાંખી હતી. સુંદર લાગતીહતી. બહાર પોર્ચમાં ગાડીનું હોર્ન વાગ્યુંને શું થયું કે તેનું હૃદય એક ધડકન તેજ ચાલ્યું. તેણીએ સંયમ ધરી ચહેરાપર એક ગંભીરતાનું મુખૌટું પહેંરી દીધું. બધાં ઘરમાં આવ્યાં.બે યુવાન અને સાથે એક પ્રૌઢ દંપત્તિ હતું.યુવાનસાથે એક યુવતી પણ હતી.બધાં બેઠાં એકબીજાનો પરિચય કર્યો. નાસ્તાપાણી પત્યા કે પેલાં યુવાનમાંથી એક યુવાન બોલ્યો,”મારેતમારી સાથે વાત કરવી છે,શું તમે મારી સાથે બહાર આવશો?” મૌલીએ માતા પિતા સામે નજર કરી, તેમની મંજૂરી મળતા તેણી ઊભી થઈ ને બન્ને બહાર ગાડી પાસે આવ્યાં. ગાડીમાં બેસી ગયાં પછી મૌલીને લાગ્યું કે ગાડીમાંકંઈક જુદી જ મહેક છે, જે તેણી સમજે પહેલા જ વાતચીતશરૂ થઈ . મોર્ડન પાર્ટી, ભણતર , નોકરી, રસોઈ વગૈરે વગૈરે. ઔપચારીકતા પતી કે તરત જ મૌલીએ પૂછ્યું,”શુરેનજી આપ ડ્રીન્કસ કરો છો?” “ના” એક સામાન્ય જવાબ મળ્યો.બન્ને પાછા આવ્યા અને એકબીજાને બે દિવસ પછી જવાબ આપવાનું કહી,છૂટા પડ્યાં. મૌલીનાં પિતાએ મૌલીની સામે પ્રશ્નાર્થ ભરી નજરેજોયું.મૌલી કાંઈ બોલ્યાવગર જ ઉપર ગઈ. તેને સાથે આવેલી યુવતી થોડી કંઈકવિચિત્ર લાગી. તે શુરેનની અને તેમના મિત્રની બાળસખીહતી. તેણી મૌલીને જોતી નહોતી ઘૂરતી હતી. મૌલીએ માને જવાબ આપ્યો મને નથી કરવું અહીં લગ્ન મારું મન ના પાડે છે કારણ તે બતાવીન શકી.તેણીને ગાડીની પેલીકડવી મહેક અને પેલી બાળસખી બન્ને માટે પ્રોબ્લેમ હતો. પિતાને તે સમજાવી શકે તેમ નહોંતી. તેનું માન રાખી પિતાએ તેનાં જીવનની પહેલી આસામાજીક ધોરણની ઔપચારીકતામાં તેનો સાથ આપ્યો.તે ખુશ હતી. પણ શુરેન અને તેના બે સાથીદારને શું ચટીગઈ કે એક દિવસ ત્રણે જણે એક યોજના ઘડી કાઢી. મૌલીને તો કલ્પના પણ નહોતી કે તેના કુટુંબને પણ સપનામાં નહોતું કે તેઓએ એકમુસીબત વહોરી હતી.એક સાંજે મૌલીનું ઘરની બહારથી જ અપહરણ થઈ ગયું.બે ત્રણ દિવસ સુધી શહેરની પોલીસ ને મૌલીનાંમા બાપ બધાંએ ખૂબ શોધ આદરી પણ મૌલીનો પત્તોન લાગ્યો. ચોથે દિવસે સવારે ઘાયલ અવસ્થામાં મૌલી ઘરનાં દરવાજે ફેંકી એક ગાડી ઝડપથી ભાગી ગઈ.સામેનાં ઘરનાં વોચમેનની નજર પડતાં જ તે દોડતો આવ્યો, તેણે મૌલીને સંભાળી ઉંચકી ઘરમાં લઈ સોફાપર સુવાડી.દોડાદોડી અને પોલીસનાં ચક્કર શરૂ થયાં.મૌલીએ મૌન ધારણ કરી લીધું હતું તે ગભરાઈ ગઈ હતી.ન તે પોલીસને કાંઈ કહેતી ન મા બાપને.કેસ કરવાની પણના પાડી દીધી હતી. વ્યોમેશ નામનો એક યુવા સબઈન્સ્પેક્ટર તે જ સમયમાં ત્યાં નવો આવ્યો હતો તેમણે મૌલીને સ્વસ્થ થવાદો કહીકેશને ઠંડો પાડી દીધો. વાતને બે મહિના વીતી ગયા હતાં.એક દિવસવ્યોમેશે મૌલીને પોલીસ સ્ટેશન પર બોલાવી. એક ફોર્મઆપ્યું જે વાંચતા મૌલીએ આશ્ચર્યથી વ્યોમેશ સામે જોયું.“આ તક છે કંઈક કરવું છે?” વ્યોમેશે પ્રશ્ન કર્યો. બે ઘડી વ્યોમેશ સામે જોય, મૌલીએ હકારાત્મકજવાબ વાળ્યો.તેણીએ ફોર્મ ભર્યું અને ઘરે જઈ ફક્તબે જ શબ્દ જણાવ્યા,” હું જાઉં છું.” મૌલીની ટ્રેનિંગ ચાલું થઈ, આઠ મહિના પછી એક નાજુક સ્ત્રી ખડતલ લેડી પોલીસનાં સ્વરૂપે બહારઆવી.તેની શોધ હતી.. પેલી સ્ત્રી રૂપે મંથરાની જેણે તેનીજિંદગીમાં આંધી ફેલાવી હતી. શરૂવાત મૌલીએ મારવાબીચ પરનાં બંગલાઓની આસપાસથી કરી કારણ તેણીનું નાક સાક્ષી હતું અમુકમહેકનું જેના દ્વારાતે પગેરું કાઢતા ત્યાં પહોંચી હતી.ખરેખર તે સાચી હતી.એક પાનનાં ગલ્લે સિગરેટ ખરીદતી તે યુવતી દેખાઈ તેનો પીછો કરતાં કરતાં તે પહોંચી શુરેનનાં મિત્રનાં બંગલા સુધી.તે સમજી ગઈતેણીનું અપહરણ કરનારશુરેન, તેનો મિત્ર વિલય અને તેઓની બાળસખી કંચન જહતાં.તેની આંખે પાટા બાંધેલ જ રાખતા.નવાઈની વાત એ હતી કે તે ત્રણેય જણ એકબીજાનાં શરીરનાં ભૂખ્યા હતાં. જો પેલા બે માંથી કોઈપણ તેની પાસે આવતું કે કંચન તેને લઈ જઈ રૂમમાં ભૂખ સંતોષતી. કંઈક વિચિત્ર જ સંબંધ હતો ત્રણેયનો. તેમની ગાડીમાં આવતી તેમહેક હતી ગાંજાને અફિણની! વાસનાનાં આ ત્રિકોણે તેનું અપહરણ કર્યુ હતું તેનેમાર મારી તેઓ ત્રણે તેની સાથે વિકૃત ચેડા કરતાં. મારખૂબ મારતાં. ત્રીજા દિવસે સવારે જ્યારે વિલયે તેની પરબાળાત્કાર કર્યો તો કંચન તેને ગાડીમાં નાંખી ગાંડાની જેમ આખા શહેરમાં ભટકીને સવારે ઘર બહાર નાંખીધમકી આપી ચાલી ગઈ હતી. હવે તેણીએ વ્યોમેશને ફોન કર્યો. બે કોન્સ્ટેબલ લઈને તે મારવા બીચપર હાજર થયો. બંગલા પર હુમલો કરી પકડવામાં આવ્યા તો ત્રણેય બિભત્સ અવસ્થામાં મળ્યાં. કંચનેબન્ને બાળમિત્રોની હાલત નશેડી બનાવી પોતાની વિકૃતઅવસ્થાને પોષવા એક સુશિક્ષિત યુવતીની જિંદગીનાંબધાં જ પાના ઉલટાવી નાંખ્યા હતાં. મૌલીને પોતાનાં જ હાથે પોતાનો ન્યાય મળ્યાનોસંતોષ હતો.વ્યોમેશ તેને મનોમન ચાહતો હતો, પણ મૌલીની હા ની રાહ જોતો રહ્યો. એક સવારે મૌલીએ તેનેપોતાને ત્યાં ચા નાસ્તા માટે આમંત્રિત કર્યો અને માતા પિતાની મંજૂરી માંગી.આજે એ મૌલી સ્ત્રી પોલીસ દળનુંનૈતૃત્વ સંભાળવાની હતી, લાલ કિલ્લાની સામે વડાપ્રધાનઅને સમગ્ર વિશ્વની સામે, વિલય અને શુરેન જેલમાં તેની આ પરેડ નીહાળી રહ્યાં હતાં.તેણી અત્તરની મહેકની જેમ મહેંકી રહી હતી.વિકૃતકંચન મૌલીની સુકૃતતા જોતી જ રહી.જયશ્રી પટેલ૪/૪/૨૧ More Likes This વીર હમીરજી ગોહિલ - ભાગ 3 દ્વારા कुंवरसा चेतनसिंहजी गोहिल એક શિક્ષક તરીકે પ્રવાસ ની યાદી... દ્વારા Mukesh Dhama Gadhavi तत्र प्रत्यैकतानता ध्यानम्। દ્વારા Jagruti Vakil સવારની ભેટ દ્વારા Rakesh Thakkar જીવન પ્રેરક વાતો - ભાગ 01- 02 દ્વારા Harshad Kanaiyalal Ashodiya ખજાનો - 85 દ્વારા Mausam નિતુ - પ્રકરણ 50 દ્વારા Rupesh Sutariya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા