આ વાર્તામાં બ્રાહ્મણની એક ખાસ યાત્રા બતાવવામાં આવી છે, જેમાં તે વિવિધ ગામોમાં જઈને પાટણવાડીઆના લોકો સાથે જોડાય છે. તે અજ્ઞાનતા અને સજાગીથી લોકોની મુશ્કેલીઓનો સામનો કરે છે અને તેમને પ્રેમ અને સહાનુભૂતિ પ્રદાન કરે છે. બ્રાહ્મણ ગામમાં રહેતાં લોકોને ઓળખે છે, તેમની સમસ્યાઓને સમજવાની કોશિશ કરે છે અને તેમની મદદ કરે છે. તે ક્યારેક લોકોના ઘરોમાં જઈને સહાય માંગે છે, ખોરાક લઈને રહે છે, અને રાત્રિએ ગામમાં જ રહે છે. તે કોઈને ઉપદેશ નથી આપતો, પરંતુ પોતાની આજુબાજુના લોકો સાથે પ્રેમથી વર્તે છે. જ્યારે કોઈ યજમાન ખોટા કામમાં લાગેલા હોય છે, ત્યારે તે તેમને પોલીસમાં અપીલ કરે છે. આ રીતે, બ્રાહ્મણની યાત્રા માનવતા અને સંબંધોની મીઠાસ દર્શાવે છે, જે તેને લોકોના હૃદયમાં એક ખાસ સ્થાન આપે છે. માણસાઈના દીવા - 4 Zaverchand Meghani દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ 50.3k 6.1k Downloads 14.3k Views Writen by Zaverchand Meghani Category સામાજિક વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન મહિનાઓ વીત્યા છે. બ્રાહ્મણે વડોદરાના સાહેબ આગળ જે કહેલું તે સાચું નીવડ્યું છે. આ પાટણવાડીઆ – ઠાકરડાઓની પાસેથી શું કામ લઈ શકાય તેની કશી સમજ, યોજના કે ગોઠવણ વગર એણે કેવળ એક જ કામ કર્યા કર્યું છે : ગામડે ગામડે એણે દન ઊગ્યાથી દન આથમતાં સુધી આંટા માર્યા છે : એમને ફળીએ જઈ જઈ બૈરાંછોકરાંના કુશળ ખબર પૂછ્યા છે : મધ્યાહ્ન જ્યાં થાય તે ગામડે કોઈ પણ એક ઠાકરડાને આંગણે એણે ગાગર ને સીંચણિયું માગી લઈ કૂવે સ્નાન કરેલ છે : ગાગર ભરી લાવીને એ ઘરની નાની કે મોટી, સ્વચ્છ કે ગંધારી ઓસરીએ મંગાળો માંડેલ છે : બે મૂઠી ખીચડી માગી લઈ મંગાળે રાંધેલ છે : હળદર વગર ફક્ત મીઠું નાખીને ખાધેલ છે : લોટો પાણી પીધું છે : વળતા દિવસના મધ્યાહ્ન સુધીની નિરાંત કરી લીધેલ છે : પછી ચાલવા માંડેલ છે : જે કોઈ ગામે રાત પડે તે ગામડાના પાટણવાડીઆના વાસમાં કોઈ પણ એક આંગણે રાત ગાળેલ છે : ગોદડુ–ખાટલો મળે તો ઠીક છે, નીકર પૃથ્વી માતાના ખોળે ઘસઘસાટ ઊંઘી લીધું છે : ખેતરમાં રાત પડે તો ખેતરાંની કૂંવળના ઢગલામાં શિયાળાની રાતો કાઢેલ છે : સૂતાં યજમાનોને જગાડ્યાં નથી : ઉપદેશ કોઈને આપ્યો નથી : આપ્યો છે કેવળ પ્રેમ : માગી છે કેવળ મનની માયા : હાજરીઓ કઢાવવા વીનવણીઓ કરી છે : એદીપ્રમાદીઓનાં પૂંછડાં ઉમેળીને હાજરીઓ કઢાવવાની અરજીઓ કરાવતા આવે છે : અને કોઈ કોઈ ગામે સ્થિર થાણું નાખી બેઠા બેઠા રેટિયો ફેરવે છે. પોતે ગોર છે યજમાનોને એણે કદી સામે જઈને પૂછ્યું નથી કે, 'ચોરીલૂંટો કરો છો ? શીદ કરો છો ?' પણ યજમાનોએ જ આગળ આવીને જ્યારે જ્યારે ગોર મહારાજને ખોળે પેટનાં પાપ નાખ્યાં છે, તે તે વેળાએ એણે એક જ પ્રવૃત્તિ કરી છે : દોષિત યજમાનને દોરીને વડોદરાના પોલીસ–ખાતામાં સુપરત કરેલ છે અને એને હળવી સજા કે નાના દંડોથી પતવી ભયાનક બહારવટાંને માર્ગેથી પાછા વાળેલ છે. Novels માણસાઈના દીવા વાત્રક નદીનાં ચરાંને કાંઠે કાંઠે ચાલ્યો જતો એ રસ્તો આડે દિવસે પણ રાતનાં ગામતરાં માટે બીકાળો ગણાય. ઉજળિયાત વરણનું ડાહ્યું માણસ એ કેડે રાતવરત નીકળવાની મ... More Likes This ગીતા - સવાલ તમારા જવાબ શ્રીકૃષ્ણના - 2 દ્વારા Hardik Galiya પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 5 દ્વારા Ashish ગિજુભાઈ ની પ્રેરક વાર્તાઓ આધુનિક ઢબે - 1 દ્વારા Ashish ભારતીય સૈનિકો રાજ રમતનો ભોગ બન્યા દ્વારા Gautam Patel હેલો.. કોઈ છે? દ્વારા Trupti Bhatt લુચ્ચું શિયાળ દ્વારા Darshana Hitesh jariwala પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 1 દ્વારા I AM ER U.D.SUTHAR બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા