મીનાબેનનું જીવન તણાવથી ભરેલું છે, કારણ કે તેના પતિ વિનોદ હોસ્પિટલની આઈ.સી.યૂ.માં છે અને તે ચિંતામાં છે. મીનાબેને પોતાના દીકરા ચિન્મયને ફોન કરીને તેને તાત્કાલિક આવવા માટે કહ્યું, પરંતુ ચિન્મય તેનો ફોન ઉઠાવતો નથી. મીનાબેન ગુસ્સામાં આવી ગઈ છે અને પોતાના દીકરા પર નારાજ થાય છે. એ દિવસે, વિનોદ બઝારમાં જવા માટે તૈયાર થવામાં મોજમાં હતા, જ્યારે ચિન્મય પાર્ટી માટે બહાર જવા માટે ઉત્સુક હતો. મીનાબેને ચિંતા વ્યક્ત કરી હતી કે વિનોદ આરામ નથી કરી રહ્યો. જ્યારે વિનોદ શેરબજારની ઓફિસમાં ગયા, ત્યારે તેમને બેભાન થઈ જતા મીનાબેન ચિંતામાં પડી ગઈ. તે ચિન્મયને ફરીથી ફોન કરી રહી છે, પરંતુ કોઈ જવાબ નથી મળતો. આખરે, શેરબજારમાં તોડફોડના સમાચાર આવતા મીનાબેનની ચિંતા વધે છે.
આશ્ચર્ય
Tarulata Mehta
દ્વારા
ગુજરાતી વાર્તા
972 Downloads
4.2k Views
વર્ણન
આશ્ચર્ય હલો હલો મીનાબેન પોતાના દીકરા સાથે વાત કરવા જીવ સટોસટની તાણ પર આવી ગયાં હતાં . હોસ્પિટલમાં દાખલ કરેલા એમના પતિ વિનોદને આઈ.સી.યુ.માં લઈ જતા જોઈ સાવ નોધારા બની ગયેલા મીનાબેને દીકરાને તાબડતોડ આવી જવા ઉપરાઉપરી ફોન કર્યા પણ બીજે છેડે સાયલન્ટ પર મકેલો ચિન્મયનો ફોન... તેઓ જાતને કોસતા હતા કેવો દીકરો જણ્યો બાપનું મોઢું જોવાય નવરો નથી. છેવટે શોકમાંથી ક્રોધાગ્નિ તેમના અંગેઅંગમાં જલી ઊઠ્યો .ફોન પછાડી આઘો મૂકી દીધો . એકના એક દીકરા ચિન્મય પર પહેલી વાર એવા ગુસ્સે થયા કે સામો આવે તો બે લાફા ખેંચી કાઢું ! ખરે વખતે ફોન ઉપાડતો નથી. આજે સવારે તેઓ ચા નાસ્તો કરવા રોકાયેલા હતા. વિનોદ દરરોજ કરતા મોડા ઊઠ્યા ત્યારે તેમણે પતિના રૂમમાં ડોકિયું કર્યું : આજે બજાર નથી જવું વિનોદ સફાળો બેઠો થઈ ગયો હતો : આજે શુક્રવાર છે ,બજારમાં ઊથલપાથલ થાય ,જલ્દી તૈયાર થઈ નીકળું છું . તે વખતે ફૂલફટાક તૈયાર થઈ ચિન્મય બોલ્યો: મમ્મી ,તું જાણે છે મારે શુક્રવારે મિત્રોની સાથે પાર્ટી હોય છે। રાત્રે મોડું થશે કામની ધમાલમાં મીનાબેન કઈ બોલે તે પહેલાં ચિન્મય બાઈકની ચાવી લઈ ઉપડી ગયો. તેઓ બબડેલા આને ચા-નાસ્તાની પડી નથી.
More Likes This
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા