Chees - 2 book and story is written by SABIRKHAN in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Chees - 2 is also popular in Horror Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. ચીસ-2 SABIRKHAN દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ 267 12.3k Downloads 16.4k Views Writen by SABIRKHAN Category હૉરર વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન શબનમ આખી રાત પડખાં ધસતી રહી. એને હવેલીમાં જે દ્રશ્યો જોયાં હતાં એ તેની આંખોમાં ભમતાં હતાં. એનુ મન માનવા તૈયાર નહોતુ. બેબીજી અને છોટે ઠાકૂરની હરકતો જોઈ એમનુ મન શર્મથી ઝૂકી જતુ હતુ. એક પવિત્ર રીશ્તાને અશ્લિલતાની ઝાળ કેમ લાગી ગઈ હતી.. એક બીજાને આદર સત્કારથી બોલાવતાં ભાઇ બહેન રાત્રીનો અંધારપટ ઓઢી પ્રેમલો પ્રેમલીની રમતમાં કેમ પડ્યાં હતાં.. છોટે ઠાકૂર બેબીજીને શાહીન શા માટે કહી રહ્યા હતા.. અને બેબીજી નવાબજાદો..! પછી એકાએક કોઈ વસ્તુનુ સ્મરણ થઈ આવ્યુ હોય એમ શબનમની આંખો ઝીણી થઈ ગઈ.. એની નજર સમક્ષ અત્યારે જાણે રાજકુમારી શાહીન ઉપસ્થિત હતી એના માથા પર હિરા જડીત તાજની સાથે ડોકમાં અમૂલ્ય અજાયબી જેવો અદભૂત ચમકથી ભભકતો હિરા મોતી મઢ્યો હાર મૌજૂદ હતો. અને એનાં વસ્ત્રો પણ શાહી રાજકુમારીને શોભે એવાં હતાં. એની પડખેજ નવાબજાદાના રૂપમાં આલમ ઉભો હતો. એના શરીર પર લદાયેલો શાહી ઠાઠ પણ શબનમને ઉડીને આંખે વળગતો હતો. આ દ્રશ્ય પચાવવુ એના માટે ભારે હતુ. જાણે કે એના મનોપ્રદેશને હલબલાવી નાખનારા વિકૃત રહસ્યનો તાગ એ પામી ગઈ હતી..! જે વિચારની અંત:સ્ફૂરણા જાગી હતી એ જ ધટના ધટી હશે તો ગજબ થઈ જવાનો.. શહેરથી દૂર પહાડીઓમાં એક પુરાતન હવેલી હતી. જે પ્રાચીન અવશેષ હોવાથી કેટલીય વાર પ્રાચિન અવશેષોના સુરક્ષા દળ વિભાગે સમારકામ કરાવેલુ. એ હવેલીમાં ધણી એવી પ્રાચિન દુર્લભ વસ્તુઓ સચવાયેલી જે આજે નજરે પડવી દુર્લભ ગણાય.. પુરાતન વિભાગ એ હવેલીને સીલ મારી અવશેષોના ખજાનાની રખવાળી કરી રહ્યો હતો. મજાની વાત એ હતી કે આખા નગરમાંથી એક વ્યક્તિ પણ આ રહસ્યમય હવેલીનો ઈતિહાસ જાણતો નહોતો. બસ લોક વાયકા હતી કે ભવાનગઢ નગરીના રજવાડા રાજવી સુલેમાન સાળવી એ પોતાની ઐયાશીઓ સંતોષવા પહાડી વિસ્તારમાં આ હવેલી બંધાવેલી.. જેની મુલાકાત ભવાનગઢનો રાજકુમાર નવાબ અને એની મંગેતર પણ ક્યારેક લેતાં. હવેલીમાં આ રાજવી પરીવારે ઉપયોગમાં લીધેલી ધણી વસ્તુઓ સચવાયેલી હતી. શબનમ એટલુ જાણતી હતી. કહેવાય છે કે કોઈ ગોજારી ધટના આ હવેલીમાં બની ત્યાર પછી રાજાએ એ હવેલીને તાળા મરાવી દીધેલા.. શહજાદા નવાબના પૂતળાના માથે એ જ તાજ હતો.. જે રાત્રે આલમના માથે જોયો હતો.. અનુમાન સાચુ હોય તો કોઈ જડબેસલાક રસ્તો શોધવો પડશે. એમ શબનમે મનોમન નક્કી લીધુ. પણ હજુ એક વાર એનુ મન પાકી ખાત્રી કરી લેવા માગતુ હતુ. જીવના જોખમે પણ.. કેમકે એક પવિત્ર રીશ્તા સાથે જો ચેડા થતા હોય.. રમત રમાતી હોય તો એ લોક નજરે ચડે અને ઠાકૂર સાહેબે બાંધેલી ઈજ્જતના લીરા ઉડે એવુ થવા દેવા શબનમનુ મન જરા પણ તૈયાર નહોતુ. પોતાનાં બન્ને સંતાનો સોહા અને નાઝનિન માટે નાશ્તો રેડી કરી બન્નેને સ્કુલે મોકલ્યાં. પોતાના ધરનુ કામ ફટાફટ પતાવી એ ઠાકૂર સાહેબની હવેલી પર પહોંચી. આલમ અને ઈલ્તજા કોઈ વાત પર હસતાં-હસતાં બહાર નીકળ્યાં. અસલામોઅલયકૂમ તાઈ જી.. આજ આપ બહોત લેટ હો ગઈ.. શબનમ ને જોતાં જ ઈલ્તજાએ આંખોમાં નિર્દોષતા ધરી પૂછ્યુ. શબનમે કંઈ સાંભળ્યુ જ નહોય એમ બન્નેને આંખો ફાડી ફાડીને એ જોતી રહી.. તાઈજી..! કહાં ખો ગઈ આપ.. આલમે એમના ચહેરા સામે હાથ ઉંચો કરી ચપટી વગાડી. ત્યારેજ શબનમને પોતાની ભૂલ સમજાઈ. વા..લેકૂમ અસલ્લામ..! એમણે લથડતા સ્વર પર કાબૂ કરવાનો પ્રયાસ કરતાં ઉમેર્યુ. Novels ચીસ. ચીસ એક હોરરકથા છે રહસ્ય રોમાંચ અને સેક્સની મર્યાદાઓનુ ઉલંગન કરી ઉતરી છે ચીસ તમને ભયની તાદ્રશ્ય અનુભૂતિ કરાવી ધ્રૂજાવી દેવાનુ પ્રણ લઈ.. તો મારી સાથે ડર... More Likes This Ghost Cottage - 1 દ્વારા Real પ્યારનો ખૌફનાક અંજામ - 1 દ્વારા Hitesh Parmar ગાઢ રહસ્ય, મદદ અદૃશ્ય - 1 દ્વારા Hitesh Parmar ડર હરપળ - 1 દ્વારા Hitesh Parmar કોણ હતી એ ? - 1 દ્વારા Mohit Shah મુક્તિ - ભાગ 1 દ્વારા Kanu Bhagdev ભૂતખાનું - ભાગ 1 દ્વારા H N Golibar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા