આ વાર્તામાં, ભદ્રંભદ્ર અને હરજીવન વચ્ચે એક અનિચ્છિત મુલાકાત થાય છે જ્યારે તેઓ એક રેંકડામાં મુસાફરી કરી રહ્યા હોય છે. રેંકડાવાળો 'બબ્બે દોડીઆં ભૂલેસર'ની જાહેરખબર કરતા હોય છે, અને જ્યારે ભદ્રંભદ્ર ચઢવા જતાં બળદના પગથી પીડાય છે, ત્યારે તે સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરે છે. હરજીવન આ ઘટનાને કારણે દુઃખી હોય છે, પરંતુ ભદ્રંભદ્ર કહે છે કે મળવું એ તો સંતોષનું કારણ છે. હરજીવન માને છે કે આ એક નસીબનું ભેટ છે, જે તેમને એકબીજાની સાથે આ રેંકડામાં લાવ્યું છે, અને તે પૈસાની વ્યવહારને ટાળવા માટે તેમના નસીબને સંકેત કરે છે. ભદ્રંભદ્ર - પ્રકરણ - 8 Ramanbhai Neelkanth દ્વારા ગુજરાતી હાસ્ય કથાઓ 4.3k 5.2k Downloads 10.6k Views Writen by Ramanbhai Neelkanth Category હાસ્ય કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ભદ્રંભદ્ર - પ્રકરણ - 8 (હરજીવન અને શિવભક્ત) રસ્તામાં એક રેંકડાવાળો પોતાને બેસવાની જગાએ ઊભો રહી બબ્બે દોડીઆં ભૂલેસર ની જાહેરખબર પ્રસિદ્ધ કરતો હતો. રેંકડામાં એક આદમી બેઠેલો હતો. તપાસ કરતાં જણાયું કે બે પૈસામાં દરેક જણને ભૂલેસર સમીપ લઈ જવાને રેંકડાવાળો રાજી હતો અને ચાર આદમી થાય ત્યાં સુધી વાટ જોતો હતો. સોંઘું ભાડું જોઈ અમે પણ બેસવાનું નક્કી કર્યું. એક તરફ પૈડાં પાસેના વાંસ પર પગ મૂકી ભદ્રંભદ્ર ચઢવા જતા હતા, પણ એમના પવિત્ર શરીરનો સ્પર્શ કરવાની એકાએક ઈચ્છા થઈ આવ્યાથી બળદે પાછલો પગ ઊંચો કરી વેગ સહિત ભદ્રંભદ્રના ઢીંચણ પર પ્રહારો કર્યા અને ભદ્રંભદ્ર બળદના પગ અગાડી સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરી પડ્યા. રેંકડાવાળો ખીજી કહેવા લાગ્યો કે બળદ મારે છે તે જાણતા નથી ઘડી ઘડી તે કેટલાકને કહીએ રેંકડામાં બેઠેલો આદમી ગાડીવાળાને કહે કે આને બહુ વાગ્યું હોય તો બીજા બેસનારાને બોલાવ. ક્યાં લગી ખોટી કરીશ હું ભદ્રંભદ્રને હાથ પકડી ઉઠાડતો હતો, તે જોઈ મને તેણે કહ્યું કે કાકાપુરી હોય તો બારોબાર જ લઈ જાઓને. વળી ઇસ્પિતાલમાં લઈ જઈને ચૂંથાશે. ઘાંટો કંઈક ઓળખીતો લાગ્યો. એણે મને ઓળખ્યો, મેં એને ઓળખ્યો, અને હું બોલી ઊઠ્યો કે કોણ હરજીવન ભદ્રંભદ્ર પણ એકાએક ચમકી ઊભા થઈ ગયા અને બોલ્યા, કોણ હરજીવન હરજીવને નીચે ઊતરી ભદ્રંભદ્રને રેંકડા પર ચઢવામાં મદદ કરી, રેંકડાવાળાને ધમકાવ્યો કે હવે ક્યાં લગી ખોટી કરીશ. ચાલ તને રસ્તામાં કોઈ મળી જશે. Novels ભદ્રંભદ્ર ભદ્રંભદ્ર સને ૧૮૮૬માં હું મારા મિત્ર દોલતશંકર સાથે મુંબાઇ ગયો હતો. આપણા દેશનો જૂનો ધર્મ ડુબાવનાર સુધારાવાળાની સામે દોલતશંકર ઠેરઠેર ભાષણ આપતા હતા. ત... More Likes This ગોરબાપાનો ગળ્યો દાવ: દૂધપાકનો બદલો મોહનથાળથી - 2 દ્વારા Shakti Pandya અંબા મોજ અને લાડુ ની શરત - પ્રકરણ 1 દ્વારા Shakti Pandya એક વિસરાતી રમત - ક્રિકેટ - ભાગ 1 દ્વારા Madhuvan નાઇટ ડ્યુટી - 1 દ્વારા Arry mak મકાન નાં નામ દ્વારા SUNIL ANJARIA દૂધપાક અને મિત્ર દ્વારા JIGAR RAMAVAT મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 1 દ્વારા bharat chaklashiya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા