આ કથામાં ગુણવંતભાઈ અને સુમિત્રાબેનના પ્રેમ અને દૈનિક જીવનની વાત છે. ગુણવંતભાઈ, જે સચિવાલયમાં સિનિયર ક્લાર્ક તરીકે કામ કરતાં હતા અને હાલ નિવૃત થયા છે, રોજના પોતાના ચશ્મા નહીં મળવાને લઈને સુમિત્રાબેનને બોલાવે છે. સુમિત્રાબેન, રસોડામાંથી બહાર આવી, તેમના ચશ્મા શોધે છે અને તેમના માટે મીઠી વાતો કરે છે. બંનેના જીવનમાં મીઠા પળો અને એકબીજાને સહારો આપવાનો ઉલ્લેખ છે. તેઓનું નાનું, પરંતુ સુખી ઘર છે, જ્યાં બંને દીકરાઓ ઓસ્ટ્રેલિયામાં રહે છે. ગુણવંતભાઈ સુમિત્રાબેનને ગજરા ખરીદીને આપતા હોય છે, જેનાથી તેમની પ્રેમભરી સંબંધની ઝલક દેખાય છે. આ કથા દાંપત્ય જીવનના નમ્ર અને પ્રેમાળ પળોને ઉજાગર કરે છે. સારસબેલડી: એક પ્રણયકથા Pratik D. Goswami દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 50 1.9k Downloads 8.3k Views Writen by Pratik D. Goswami Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન હમે તુમસે પ્યાર કિતના..યે હમ નહીં જાનતે.....‘ એક દિવસ અચાનક જ રેડિયો પર પોતાનું મનપસંદ ગીત વાગ્યું અને ગુણવંતભાઈ ઝૂમી ઉઠ્યાં. કુદરત પીચરનું આ ગીત જયારે બહાર પડ્યું ત્યારે તેણે લોકોને રીતસરનું ઘેલું લગાડ્યું હતું. ગુણવંતભાઈ પણ તેમાંથી બાકાત ન હતાં. જુવાનીના દિવસોમાં જયારે સુમિત્રાબેન નારાજ થતાં ત્યારે ન જાણે કેટલીય વાર તેમણે સુમિત્રાબેનને મનાવવા માટે આ ગીત ગાયું હતું... પછી ધીમે ધીમે સમયની સાથે એ ભુલાઈ ગયું. આજે વર્ષો પછી ગુણવંતભાઈ આ ગીત સાંભળી રહ્યાં હતાં, ગણગણી રહ્યાં હતાં. જુવાની જાણે જીવંત થઇ ઉઠી ! આ શું ગાઈ રહ્યા છો સુમિત્રાબેને માળિયું સાફ કરતાં કરતાં પૂછ્યું. આપણું ફેવરિટ ગીત.... ચાલ, આપણે સાથે મળીને ગાઈએ.. ના, ના.. તમે જ ગાઓ, મારે બીજા પણ ઘણાં કામ છે ! કહીને સુમિત્રાબેન રસોડા તરફ સરકાવી ગયા... એમ કરવા માટે તેમની પાસે વ્યાજબી કારણ હતું. ગુણવંતભાઈનો અવાજ કાગડાને પણ શરમાવે એવો કર્કશ હતો, તેથી સુમિત્રાબેનને તેમના પર હસવું આવી રહ્યું હતું. રખે તેમને ખોટું લાગી જાય એ બીકે તેમણે ગુણવંતભાઈને એકલાં જ સંગીત સંધ્યા ઉજવવા દીધી. More Likes This અભિન્ન - ભાગ 1 દ્વારા Rupesh Sutariya કાવ્યાંશ - દિલ થી દિલ ની દોર - 1 દ્વારા Kru Old School Girl - 6 દ્વારા રાહુલ ઝાપડા મારા પ્રેમની કહાની દ્વારા Writer Digvijay Thakor અજનબી હમસફર - 1 દ્વારા janhvi પ્રેમ ની મૌસમ - 1 દ્વારા janhvi આંખોની ભાષા: એક અનોખી પ્રેમકથા - 1 દ્વારા R B Chavda બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા