પ્રકરણ -1 નિદ્રામાં છુ કે તંદ્રામાં, જાગૃત છું કે મૂર્છિત, જીવિત છું કે મરેલો, સાચું કહું તો હું કઈ જ નથી. બસ જીવતા જીવતા મરી રહ્યો છું કે પછી કે મરી મરી ને જીવી રહ્યો છુ. બ્રહ્માંડ અંગે માણસ કેટલું જાણે છે? બ્રહ્માંડ શું છે? આંખ બંધ કરતાં દેખાતો અંધકાર? મારા પિતા કહેતા કોઈ પણ પદાર્થ મારતો નથી. બસ તે એક આકાર માંથી બીજો આકાર ધારણ કરે છે. જેમ રસાયણ શાસ્ત્રમાં બે રસાયણના મિશ્રણથી એક નવો રસાયણ જન્મ લે છે. બ્રહ્માંડનો દરેક પદાર્થ જીવન અને મરણ સુધીની સફર ખેડે છે. તારાઓ પણ જન્મે છે. અને મૃત્યુ થાય છે. સૃસ્ટિનો આજ
Full Novel
અવાજ - 1
પ્રકરણ -1 નિદ્રામાં છુ કે તંદ્રામાં, જાગૃત છું કે મૂર્છિત, જીવિત છું કે મરેલો, સાચું કહું તો હું કઈ નથી. બસ જીવતા જીવતા મરી રહ્યો છું કે પછી કે મરી મરી ને જીવી રહ્યો છુ. બ્રહ્માંડ અંગે માણસ કેટલું જાણે છે? બ્રહ્માંડ શું છે? આંખ બંધ કરતાં દેખાતો અંધકાર? મારા પિતા કહેતા કોઈ પણ પદાર્થ મારતો નથી. બસ તે એક આકાર માંથી બીજો આકાર ધારણ કરે છે. જેમ રસાયણ શાસ્ત્રમાં બે રસાયણના મિશ્રણથી એક નવો રસાયણ જન્મ લે છે. બ્રહ્માંડનો દરેક પદાર્થ જીવન અને મરણ સુધીની સફર ખેડે છે. તારાઓ પણ જન્મે છે. અને મૃત્યુ થાય છે. સૃસ્ટિનો આજ ...વધુ વાંચો
અવાજ - ૨
પૃથ્વી તેના શરૂવાતના વર્ષોમાં કેવી હશે? અહી જીવન કેવી રીતે ઉત્પતીત થયું હશે? કહેવાય છે પૃથ્વી પણ એક અગ્નગોળો આ દરિયો કેવી રીતે બન્યો? પ્લેટો કેમ ખશકે છે? વિશાળ ડાઈનોસોર નો અંત કેવી રીતે થયો? શું તેમાં કોઈ પરગ્રીઓનો હાથ હતો? પૃથ્વી એક અગનગોળો હતી-છે. પૃથ્વીના પેટાળમાં હજુ પણ જ્વાળા ભળકી રહી છે. જો પૃથ્વી એક અગનગોળો હતી તો જીવન કેવી રીત પાંગર્યું? સૃસ્ટિનો નિર્માણ કેમ થયો? ડાઈનોસોર જેવી શક્તીશાળી પ્રજાતિનો અંત કેમ આટલો શંકાસ્પદ છે ? ***** અમે ખૂબ નજદીક આવી રહ્યા હતા. નિહારિકાએ મારા જીવનમની એકલતા દૂર કરી હતી. મારા પ્રેમનો પ્રસ્તાવ તેણે સવિકારી લીધો હતો. તેના ...વધુ વાંચો
અવાજ - ૩
નિહારિકા અમિતની અને અમિત નિહારિકા નો આવતા સાત જન્મની તો ખબર નહીં ,પણ આ જન્મ માટે તેની બુકિંગ કન્ફર્મ ચૂકી હતી. બનેના લગ્ન લેવાઈ ગયા હતા. નિહારિકા લગ્નના પાનેતરામાં અદ્ભુત લગતી હતી. તે ફિલ્મોની જેમ ઘુંઘટ તાણીને તો નોહતી બેઠી, પણ ચાતક નજરે તેની રાહ જોઈ રહી હતી.અમિત હજુ આવ્યો નોહતો. લગનના પહેલે દિવસે, માફ કરજો પહેલી રાતે લેટ કોણ કરે? પણ આ ભાઈ સા’બતો આજ ના દિવસે પણ હજુ શુધી આવ્યા નહીં, નિહારિકાને તેની ચિંતા થવા લાગી હતી. ના કોઈ તેના સંબધી ના કોઈ મિત્રો, લગ્નના દિવસે પણ તેના તરફથી કોઈ જ નોહતું આવ્યું, હું દુનિયાની પહેલી એવી ...વધુ વાંચો
અવાજ - 4
હુગલી નદીના પૂર્વ કિનારે વસેલું એક ઐતિહાસિક શહેર કોલકતા. 1911 સુધી તે ભારતની રાજધાની રહ્યું છે. વિકટોરિયા મેમોરિયલ, હાવરા ઇન્ડિયન મ્યુજીયમ,કાલીઘાટ, નિકકો પાર્ક, ઐતિહસિક ઇડેન ગાર્ડન, રોસગુલ્લા, ગુલાબ જાંબુન જેવી જ મીઠી બંગાળી ભાષા? ભારતમાં ઉદ્યોગ ક્રાંતિનો દાતા, અંગ્રેજોએ કોલકતા શહેર જ કેમ પસંદ કર્યું? વેપાર માટે અહીં વિશાળ દરિયા કાંઠો હતો. અંગ્રેજોના સમયની આજે પણ ઠેક ઠેકાણે જાખી પળે છે. કોલકતા એટલે, હવામાં ખરાસ અને ચામડીમાં કાળાશ! બોલીમાં પહેલો અક્ષર હંમેશા ઊંચેથી બોલવું! એટલે જ આપણે જેને કલકત્તા કહીએ છીએ, તે કોલકતા કહે છે. હુંગલી નદીના વિસ્તરમાં માછીમારોની વસ્તી જાજી હતી.તો પાસેની ઝૂંપળપટ્ટીઓમાં દેશના ખૂણે ખૂણેથી આવેલી મજૂર ...વધુ વાંચો
અવાજ - ૫
વિજ્ઞાનએ જાદુ જ તો છે. માણસે ક્યારે કલ્પના કરી હતી કે, તે ચંદ્ર સુધી પોહચશે ?નીલ આમ્સ્ત્રોંગે તો સપને નહીં વિચરિયું હોય કે તે ચંદ્રની ધરતી પર પગ મૂકનાર પ્રથમ વ્યક્તિ હશે! જેમ જેમ સમય પસાર થતો ગયો, તેમ તેમ ખગોળ ક્રાંતિની ધરખમ વધારો થયો!પણ આ બધી જટિલી પ્રક્રિયામાં અવકાશ યાત્રીઓને હજારો લોકોની ટીમની જરૂર હોય છે. હું એક એવી ક્રાંતિની શૂરવાતકરીશ કે, દુનિયા જોતી રહી જશે, પૃથ્વીની એક એવી જગ્યા જે કુદરતનો કરિશ્મા સમજો તો કરિશ્મા, અજુબો સમજો તો અજુબો, તે એક એવી જગ્યા છે, ત્યાંથી અંતરિક્ષમા જવું સરળ છે, સમજી લ્યો તે પૃથ્વી અને અંતરિક્ષ વચ્ચેનો એક ...વધુ વાંચો
અવાજ - ૬
પ્રકરણ-૬ ટાઈમ ટ્રાવેલ કેટલું સંભવ છે? જો તે સંભવ હોત તો હું આજે ભૂતકાળમાં જઈને! અમારા સબંધને તૂટતાં રોકી હોત! આઇન્ટાઈનની એક થિયરી મુજબ, ટાઈમ ટ્રાવેલ સંભવ છે. પણ તેના માટે પ્રકાશની સ્પીડમાં માણસને પ્રવાસ કરવો પડે! જે ખૂબ અશક્ય છે. ફરી પિતાજીના શબ્દ યાદ આવ્યા! માણસની જે પોહચબહાર હોય છે તે તેને અશક્ય કહે છે. દિવસ સામન્ય હતું! કોલકતાનીનો સામન્ય ગરમ દિવસ હતો. રજાના દિવસ હતો પણ આદત મુજબ વિશ્વનાથ ધ ટેલિગ્રાફના એક એક સમાચારને ખુબ જ ચીવટતા પૂર્વક વાંચી રહ્યો હતો. "આ બાંગ્લાદેશીઓ દેશની પત્તર ઠોકી નાખશે..." "ગુડ મોર્નિંગ, કેમ આટલો હાઈપર થાય છે સવાર સવારમાં!" સુમોનાએ ...વધુ વાંચો
અવાજ - ૭
“લેલા..... લેલા.... નવાજીસ, શુક્રિયા,મહેરબાની મુજે બક્ષદિયા અપની જિદગાની.... દુનિયા કે સિતમ યાદ, ના અપની વફા યાદ, અબ કુછ ભી મુજે મોહબત કે સિવા યાદ!” એક ફકીર જેવા વસ્ત્રોમાં સાયરીઓ બોલતો રોજ અલગ અલગ કિરદાર ભજવતો, ક્યારેક રાવણ, ક્યારેક મજનૂ, તો વળી ક્યારેક રાજ કપૂર બનીને આવી જતો, એવો જ દમદાર અવાજ જાણે આ માણસને તેના ટેલેન્ટ પ્રમાણે જિંદગીએ ઘણું ઓછું આપ્યું હોય! બારોટ આજે જાતે જ સિવિલ ડ્રેસમાં તપાસ માટે નીકળી ગયા, બિલ્ડીંગની આસપાસના એરિયામાં, તેઓ દુકાનો અને લોકોને મળી પોતે જ જાણવા માંગતા હતા. જ્યાં ગઇ રાત્રે એક હત્યા થઈ હતી, તે બિલ્ડીંગના ગેટની એકદમ સામે એક નાસ્તા ...વધુ વાંચો