કામમાં મન લાગ્યું નહિ. સુચેતા હેટ મી... મોની પણ એવું જ બોલીને ગઈ હતી.. અને લીલી પણ છેલ્લું વાક્ય આ જ બોલી હતી. સ્ત્રીઓ સાથે મારું લેણું જ નથી. મા પણ મને નાનો મુકીને જતી રહી હતી. પહેલા મને લાગતું હતું કે સ્ત્રીઓ મને સમજી શકતી નથી, પણ ત્રણ ત્રણ અનુભવ થયા પછી આજે હું વિચારવા મજબુર હતો કે ક્યાંક મારામાં જ ખામી તો નથી હું જ સ્ત્રીઓને સમજી શકતો નથી.

Full Novel

1

ઝંખના - 1

કામમાં મન લાગ્યું નહિ. સુચેતા હેટ મી... મોની પણ એવું જ બોલીને ગઈ હતી.. અને લીલી પણ છેલ્લું વાક્ય જ બોલી હતી. સ્ત્રીઓ સાથે મારું લેણું જ નથી. મા પણ મને નાનો મુકીને જતી રહી હતી. પહેલા મને લાગતું હતું કે સ્ત્રીઓ મને સમજી શકતી નથી, પણ ત્રણ ત્રણ અનુભવ થયા પછી આજે હું વિચારવા મજબુર હતો કે ક્યાંક મારામાં જ ખામી તો નથી હું જ સ્ત્રીઓને સમજી શકતો નથી. ...વધુ વાંચો

2

ઝંખના - 2

કબીરને મેં વાત કરી, તે ખુબ હસ્યો. લીલી માટે હું ગંભીર હતો. કબીર બોલ્યો, “જો, તેમની સંસ્કૃતિ અલગ છે, અલગ છે, લગ્નજીવન સફળ થવાની કોઈ ગેરંટી નથી.” “અચ્છા તો હિન્દુસ્તાની સાથે લગન કરું તો લગ્નજીવન સફળ થવાની તું ગેરંટી આપે છે ” કબીરે હસીને મને ધબ્બો મારતા બોલ્યો, “સાચું, ગેરંટી તો દેશીમાં પણ નથી હોતી... પણ તેમના વિચારવાની રીત અને આપણા વિચારવાની રીતમાં ઘણો ફરક હોવાને લીધે કંકાસ અને મતભેદ થવાના ચાન્સ વધી જાય ખરા...” ...વધુ વાંચો

3

ઝંખના - 3

તો તો વાંક લીલીનો જ ને કેમ તેણે મારા પર વિશ્વાસ કર્યો તેણે સમજી જવું જોઈએને કે ગુજરાતીઓ છીએ, ગમે તેને અને ગમે ત્યારે છેતરી, ઠગી જ લઈએ... એજ તો અમારું કામ છે, અને અમને ગર્વ છે કે અમે ગુજરાતીઓ વ્યાપારી છીએ... હાક થુ!!! માફ કરજો મને, ગુજરાતી સમાજમાંથી કાઢી મુકવો હોય તો ભલે કાઢી મુકજો, પણ હું વેપારી નથી અને આવા વેપારી બનવું પણ નથી... ...વધુ વાંચો

4

ઝંખના - ૪

હું ઝબકીને બેઠો થઇ ગયો, મારા માથા પરથી પસીનો નીતરી રહ્યો હતો. આઈ હેટ યુ... આઈ હેટ યુ.... આઈ યુ.... બારી બહાર ચોરસ અંધારાનો ટુકડો જોવાઈ રહ્યો હતો. સાચું કહું તો ચોરસ અજવાળું દેખાતું હતું... અંદર જેટલું અંધારું હતું તેનાથી સહેજ ઓછું અંધારું બહાર હતું.. એટલે અંધારાનો નહિ પણ અજવાળાનો ચોરસ ટુકડો હું જોઈ રહ્યો હતો. ...વધુ વાંચો

5

ઝંખના - ૫

ચાર પેગ પછી પણ મને ઊંઘ આવી નહિ. સવારે વહેલો જાગ્યો, નોકરી પર નહિ જાઉં, બોસ ઊંઘતો હશે, ફોન કરું. મોનીને લેવા જવાનું છે, શું કહીશ મારાથી જવાબમાં કશું બોલાઈ જ જશે, કંટ્રોલ નહિ થાય. કબીર સાથે હોય તો સારું.. ના, કબીરની વાઈફને લઇ જઈશ. ફરીથી વિચારે ચઢ્યો, કેમ લેવા જવું છે મને મોની વગર નથી ફાવતું, પણ તેની જીભ હા, તેની જીભ.. બસ તે કાપી નાખવામાં આવે તો તો પછી મોનીમાં બીજી કોઈ જ ભૂલ નથી. વાચક મિત્રો, આ છેલ્લું પ્રકરણ છે, વાંચીને અભિપ્રાય જરૂર આપજો. ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો