રોશની અને તેની સાસુ હૉલમાં ચા પીતા હતાં. "મમ્મી, આજે પેલું સ્વપ્ન પાછું આવ્યું" રાહુલ રુમમાંથી આવ્યો. "તું અને તારું આ સપનું....હવે તો સપનામાં પણ રોશની જ દેખાવી જોઈએ..... ને તું બસ એક સપનાંની પાછળ લાગેલો છે." રાહુલની માતા એ હસીને કહ્યું. "શું આવ્યું સપનું...રાહુલ?" રોશનીએ પુછયું. "કંઈ નહીં જવા..દે, દિકરા....એ અને એના સપના...બહુ ભારી..ચાલ,આપણે આપનું કામ કરીએ." રાહુલની માતા એ કહ્યું. રોશનીનાં લગ્ન અઠવાડિયા પહેલાં જ થયાં હતાં. સીધી સાદી અને શાંત રોશનીએ ઘરમાં બધાંનુ મન જીતી લીધું હતું. રાત્રે બધાં સુઈ ગયા હતા. રોશનીએ ઊંઘમાં પડખું ફેરવું બાજુમાં તેનો હાથ પલંગ પર પડયો તેને તરત આંખ ખોલી. તેને
Full Novel
અદ્રશ્ય - ૧
રોશની અને તેની સાસુ હૉલમાં ચા પીતા હતાં. "મમ્મી, આજે પેલું સ્વપ્ન પાછું આવ્યું" રાહુલ રુમમાંથી આવ્યો. "તું અને આ સપનું....હવે તો સપનામાં પણ રોશની જ દેખાવી જોઈએ..... ને તું બસ એક સપનાંની પાછળ લાગેલો છે." રાહુલની માતા એ હસીને કહ્યું. "શું આવ્યું સપનું...રાહુલ?" રોશનીએ પુછયું. "કંઈ નહીં જવા..દે, દિકરા....એ અને એના સપના...બહુ ભારી..ચાલ,આપણે આપનું કામ કરીએ." રાહુલની માતા એ કહ્યું. રોશનીનાં લગ્ન અઠવાડિયા પહેલાં જ થયાં હતાં. સીધી સાદી અને શાંત રોશનીએ ઘરમાં બધાંનુ મન જીતી લીધું હતું. રાત્રે બધાં સુઈ ગયા હતા. રોશનીએ ઊંઘમાં પડખું ફેરવું બાજુમાં તેનો હાથ પલંગ પર પડયો તેને તરત આંખ ખોલી. તેને ...વધુ વાંચો
અદ્રશ્ય - 2
આગળ જોયું કે નવવિવાહીત રોશની નાં જીવનમાં સંશય ઊભાં થયા છે.રાહુલનું અડધી રાતે ઘરમાં ન હોવું રોશનીને ચિંતામાં મુકી છે. રોશની ને વાડા માં એક નાગ નું બચ્ચું દેખાય છે.સવાર પડતાં રોશનીએ રાહુલને રાતે થયેલી વાત કહી."એ તો મને મળવા આવ્યું હશે." રાહુલે હસીને કહ્યું અને ઑફિસે જતો રહ્યો અને રોશની એનાં ઘરે ગઈ.રાતે બંને સાથે ઘરે આવ્યા અને સુઈ ગયા. રોશની સુતેલી હતી તેને ઊંઘમાં આખાં ઘરમાં ઠેર ઠેર નાગ દેખાયા. તે ઝબકીને જાગી ગઈ. આંખો ખોલી તો સપનું જ છે એમ વિચારી તેને હાશકારો અનુભવ્યો. તેણે બાજુમાં રાહુલને જોયો પણ રાહુલ બાજુમાં ન હતો."આજે પાછાં રાહુલ ક્યાં ...વધુ વાંચો
અદ્રશ્ય - 3
આગળ જોયું કે રોશનીને રાહુલ જુઠું કહેતો હોય એવું લાગે છે. રાહુલ રોશનીથી કંઈક છુપાવતો હોય એવું લાગે છે. ડૂબેલી રોશની ને રાતે રાહુલ કોઈ ની સાથે વાત કરતો હોય એવું લાગે છે. તેથી તે વાડામાં રાહુલ પાસે જતી જ હોય છે કે એને કંઇક દેખાય છે જે જોઈ તે બેહોશ થઈ જાય છે.રાહુલને અવાજ આવે છે તેથી તે રોશની પાસે આવે છે અને એને ઉઠાડવાની કોશિશ કરે છે ,પણ.... રોશની ઊઠતી જ નથી. રાહુલ તેને ઊંચકીને રુમમાં લઈ જાય છે.તે તેનાં મોઢા પર પાણીની છાલક મારે છે. રોશની હોંશમાં આવે છે. "રાહુલ.....રાહુલ.....! વાડામાં......તમારી સાથે......"રોશની ડરતાં અવાજે બોલે છે. ...વધુ વાંચો
અદ્રશ્ય - 4
આગળ જોયું કે રોશનીએ રાહુલને એક નાગ સાથે વાત કરતાં જોઈ છે પણ રાહુલની વાત પરથી તે પોતાનો ભ્રમ એવું માની લે છે. રોશનીના સાસુ-સસરા એક મોટાં સંત પાસે જવાના છે. રાત્રે પાર્ટીમાંથી રોશની અને રાહુલ ઘરે આવતા હતા ત્યારે સાસુનો ફોન આવ્યો. રોશની : "હા મમ્મી" સાસુ : "રાહુલ સામે છે......? , એને ફોન આપ." રોશની : "હા" રાહુલ : "બોલો મમ્મી, ત્યાં કોઇ તકલીફ નથી ને...?" મમ્મી : "ના દિકરા, તું કેમ છે...?" રાહુલ : "હા મમ્મી, હું અને રોશની સારાં છે." મમ્મી : "તું મારી રોશનીનું ધ્યાન રાખજે.......અમારા આવવા સુધી તું એની સાથે જ રહેજે." ...વધુ વાંચો
અદ્રશ્ય - 5
આગળ જોયું કે રાહુલનાં માતા-પિતા સંત સાથે વાતચીત કરે છે ત્યારે તેમણે રોશની દ્વારા આટલાં દિવસ બનેલી ઘટનાની જાણ છે. રાહુલનાં માતા-પિતા રાહુલનાં સપનાં વિશે સંતને જણાવે છે. રાહુલનાં પિતા સંત સાથે વાત કરે છે. રાહુલનાં પિતા: "હા સપનું., તેને સપનામાં ઘણાં બધા નાગ દેખાતા હતાં.....તેમાંથી એક નાગ એક સોનાના બોક્સ પર વીંટળાઈને બેઠેલો દેખાતો હતો." રાહુલની મમ્મી : "એ નાગ એને ઘણીવાર મરેલો પણ દેખાય છે." સંત : " આ બધું રાહુલ જાણે છે......એટલે જ હવે એ જતો રહશે બધું છોડીને..." રાહુલનાં પિતા : "તો એને રોકવાનો ઉપાય તો હશે ને....? " સંત ...વધુ વાંચો
અદ્રશ્ય - 6
આગળ જોયું કે રાહુલનાં માતા-પિતાને રાહુલનાં આગળનાં જન્મ વિશે સંત પાસેથી માહિતી મળે છે.તે સંત તેમને અનંત શેષ સિધ્ધ પાસે લઈ જાય છે. બીજી બાજુ રાહુલ તેની બધી પ્રોપર્ટી રોશનીનાં નામે કરવાનું વિચારે છે. વકીલ ઑફિસમાંથી જાય છે. "જેટલો સમય હું અહીં છું તેટલો સમય હું રોશનીને ખુશ રાખવાનો પ્રયત્ન કરીશ.......જેથી તે મને મારી સાથે વિતાવેલી સારી યાદોને યાદ રાખે.........હું કદાચ પાછો નહીં આવી શકું તો..... તે આ યાદો દ્વારા જીવી તો શકશે....!" રાહુલ મનમાં વિચાર કરતો હતો. હરિદ્વારમાં ગંગાઘાટ પર રાહુલનાં માતા-પિતા અને સંત પહોંચે છે. સામે ઘાટ પર એક સાધુ ધ્યાનમાં બેઠેલાં હતાં. તેમની ચારે બાજુ અગ્નિનું ...વધુ વાંચો
અદ્રશ્ય - 7
આગળ જોયું કે રાહુલ રોશનીને ખુશ રાખવા નો પ્રયત્ન કરે છે...અને બીજી બાજુ રાહુલનાં માતાપિતા સાધુ પાસે જાય છે. : "बोलो , केसे आना हुआ?" સંત (રાહુલનો ફોટો બતાવતાં) : " આ જુઓ, આ એમનો છોકરો છે...એની સમસ્યા છે, ગુજરાતથી આવ્યા છે." સાધુ ( ફોટો જોઈને): "હા....નાગવંશી હતો. પાછલાં જન્મમાં." સંતે અત્યાર સુધી બનેલી ઘટના અને રાહુલનાં સપનાં વિશે સાધુને કહ્યું. "આમ આશ્ચર્યથી ના જુઓ સાધુને દુનિયાની અઢાર ભાષાઓ આવડે છે." સંત એ રાહુલનાં પિતાને કહ્યું. સાધુ : "સપનામાં સોનાના બોક્સ પર વીંટળાઈને બેઠેલો નાગ દેખાવો મતલબ રાહુલ ખજાનાઓનાં રક્ષક નાગોનાં વંશનો છે." રાહુલની ...વધુ વાંચો
અદ્રશ્ય - 8
આગળ જોયું કે સાધુ એ રાહુલ વિશે જાણવા એક નાગને બોલાવ્યો હતો. તે નાગ દ્વારા જાણવા મળ્યું કે રાહુલને નાગ સપનામાં દેખાતો હતો તે નાગ રાહુલ પોતે જ છે અને નાગરાજ કોઈ ગુફાનો રસ્તો જાણવા રાહુલ પાસે આવે છે. કોડીઓની વચ્ચે બેઠેલો નાગ અદશ્ય થઈ ગયો. સાધુ : "આટલું જાણ્યા પછી એટલું તો ખબર પડી ગઈ કે નાગરાજ રાહુલને તેનાં સ્વપ્નમાં દેખાતા સોનાના સંદુક સુધી પહોંચવાનો રસ્તો જાણવા માંગે છે." રાહુલનાં પિતા : "પણ રાહુલને એ રસ્તો યાદ તો નથી." સંત : " એ તો રાહુલને યાદ આવી જ જશે." રાહુલની મમ્મી : "તો હવે આપણે શું કરીએ." ...વધુ વાંચો
અદ્રશ્ય - 9
આગળ જોયું કે રાહુલ ગુપ્ત રસ્તા પરથી નાગરાજ સાથે નાગલોક જાય છે. રોશની તેમને જતાં જોઈ લે છે.રોશની તેની રાહુલ વિશે વાત કરે છે ત્યારે સાસુ તેને સાધુ સાથે થયેલી વાતચીત કહે છે. રોશની ફોન મુકે છે. તે વાડામાં જાય છે. રાહુલ જયાંથી ગયો હતો ત્યાં તે બેસે છે. તે રાહુલને યાદ કરતાં રડે છે અને થોડીવાર પછી તે બેહોશ થઈ જાય છે. તેની આવી હાલત જોઈને એક નાગ જમીનમાંથી બહાર આવે છે અને રોશનીને હોંશમાં લાવે છે. "રોશની...." પેલો નાગ બોલે છે. રોશની આંખ ખોલે છે અને બોલે છે..."રાહુલ.." પણ સામે જોઈ તો એને નાગ દેખાય છે. રોશની ...વધુ વાંચો
અદ્રશ્ય - 10
આગળ જોયું કે રાહુલ નાગલોક જતો રહ્યો હતો અને બીજી બાજુ શેષનાગે સાધુને પુસ્તક આપ્યું હતું તે પુસ્તકમાં સાધુ રાહુલને નાગલોકથી પાછો લાવવા માટેનો ઉપાય શોધે છે ત્યારે તેમને નાગપુષ્પ વિશે ખબર પડે છે. "હા..., નાગપુષ્પ 36 વર્ષોમાં એકવાર જ ખીલે છે અને તે પણ હિમાલય પર જ હોય છે." સાધુએ કહ્યું. "આગળ વાંચો કંઈ બીજો ઉપાય હશે.." સંત એ કહ્યું. સાધુ આગળ વાંચે છે. જો નાગપુષ્પ ખીલવાનો સમય આવ્યો ન હોય તો તેના મુળ લાવીને તેને ચંદ્રની રોશનીમાં મુકી તેની સાધના કરવી અને તેને નાગલોકમાં પ્રવેશેલા મનુષ્યની કોઈ વસ્તુ કે ચિત્ર સાથે નાગલોકનાં દ્વાર પર મુકવું. "નાગપુષ્પ ખિલવાનો સમય ...વધુ વાંચો
અદ્રશ્ય - 11
આગળ જોયું કે સાધુ પુસ્તકમાં નાગપુષ્પનાં મુળ વિશે વાંચે છે.રાતે સાધુ ચંદ્રનાં પ્રકાશમાં નાગપુષ્પનાં મુળને મુકે છે અને સાધના છે. સાધનાથી નાગપુષ્પ ખીલે છે અને સાધુ તે પુષ્પ અને રાહુલની ચેઈન નાગદ્વાર પર મુકવા નાગને બોલાવે છે. કોડીઓની વચ્ચે બેઠેલો નાગ ચેઈન અને નાગપુષ્પ લઈને ત્યાંથી અદશ્ય થઈ જાય છે અને તે નાગલોકનાં દ્વાર તરફ જાય છે. તે નાગલોકનાં દ્વાર પર ઊભો રહે છે. ત્યાં બીજા બે નાગ ઊભા છે. "આ નાગપુષ્પ અને ચેઈન...રાહુલને નાગલોકમાંથી બહાર લાવવા માટે મોકલી છે." નાગે કહ્યું. "પણ રાહુલ તો નાગરાજ સાથે ગયો છે." બીજા નાગે કહ્યું. "હા....આ નાગપુષ્પ એમનાં સુધી પહોંચાડવાનું છે." નાગે ...વધુ વાંચો
અદ્રશ્ય - 12
આગળ જોયું કે એક નાગ નગ્લોજના દ્વારપાલ ને નાગપુષ્પ અને ચેઇન આપે છે થોડા દિવસ પછી રાહુલ તેના ઘરના માંથી બહાર આવે છે અને તે રોશની ને નાગલોક ની ઘટના જણાવે છે.પુજારીએ કહ્યું આ અતિ પ્રાચીન મંદિર છે અને આ મંદિર જાગૃત અવસ્થામાં છે. એટલે મને ખબર પડી કે એ ઊર્જા ત્યાં ભગવાનના જાગૃત અવસ્થામાં હોવાને લીધે મને મહેસુસ થતી હતી. એટલે હું જમીન અંદર સંદુક પાસે ગયો અને એ મંદિરમાં ભગવાનની મૂર્તિની નીચે જ જમીનમાં અંદર મેં એ સંદુક મુકી દીધું.કેમકે મને ખબર હતી કે આટલું પ્રાચીન મંદિર કોઈ તોડશે નહિં અને ત્યાં આટલી વિશાળ મુર્તિ કોઈ હલાવી ...વધુ વાંચો