ભરતી ઊતરે ત્યાં સુધી અમારે રાહ જોવાની છે. ત્રણ બાજુએથી સમુદ્રજળ વડે ઘેરાયેલી ભૂશિરના આખરી ખડક પર હું બેઠો છું. જાનકી દીવાદાંડી પાસે રમે છે. શંખલાં, છીપલાં, છીપલાં વીણતી, પોતાની નાનકડી ચાળમાં ભરતી, કંઈક ગીત ગણગણે છે. અહીંથી થોડે દૂર સમુદ્રમાંથી ઊભા થતા કોઈ મહાદાનવના શીર્ષ સમો એક ખડક ઊપસ્યો છે. તેના પર શિકોતર માતાનું મંદિર છે. જાનકી મને તે મંદિરે લઈ જવાની છે.

નવા એપિસોડ્સ : : Every Monday, Tuesday, Wednesday, Thursday & Friday

1

સમુદ્રાન્તિકે - 1

ભરતી ઊતરે ત્યાં સુધી અમારે રાહ જોવાની છે. ત્રણ બાજુએથી સમુદ્રજળ વડે ઘેરાયેલી ભૂશિરના આખરી ખડક પર હું બેઠો જાનકી દીવાદાંડી પાસે રમે છે. શંખલાં, છીપલાં, છીપલાં વીણતી, પોતાની નાનકડી ચાળમાં ભરતી, કંઈક ગીત ગણગણે છે. અહીંથી થોડે દૂર સમુદ્રમાંથી ઊભા થતા કોઈ મહાદાનવના શીર્ષ સમો એક ખડક ઊપસ્યો છે. તેના પર શિકોતર માતાનું મંદિર છે. જાનકી મને તે મંદિરે લઈ જવાની છે. ...વધુ વાંચો

2

સમુદ્રાન્તિકે - 2

‘લે, હાલ, હવે વયું જવાસે,’ જાનકી મારી પાસે આવીને બોલી, અહીંના માણસોની બોલી એક ખાસ પ્રકારના, મનને કાનને ગમે લહેકાવાળી છે. દરેક જણ વાત શરૂ કરતાં પહેલાં, ‘લે, તંયે, હવે’ એવું કંઈક બોલીને પછી જ આગળના શબ્દો બોલે છે. કદાચ એથી આખીયે વાતની રજૂઆત વધુ સચોટ અને ભાવવાહી બને છે. ...વધુ વાંચો

3

સમુદ્રાન્તિકે - 3

પરોઢિયે જાગ્યો ત્યારે દરિયે ઓટ આવી ગઈ હતી. નાળિયેરીનાં પાન પર ઝાકળના ટીપાં બાઝ્યાં છે. સૂર્યોદય થતાં તે સ્વર્ણ ચમકી ઊઠશે. હું ઊઠીને કૂવા પર ગયો. ડોલ સીંચીને મોં ધોયું. પછી વાડી બહારના માર્ગે લટાર મારવા નીકળી પડ્યો. વાડીની રક્ષણ-વાડના પથ્થરો પર પણ ભીનાશ છવાયેલી છે. હવામાં કંઈક અપરિચિત પરંતુ મધુર સુગંધ છે. દીવાદાંડી તરફ જવાને બદલે હું વાડીઓની પાછળના ભાગે આવેલા કિનારા તરફ ચાલ્યો. કિનારે પહોંચીને ખડકો પર બેસી ઓસરતો સમુદ્ર જોઈ રહ્યો. ઊગતા સૂર્યની કિનાર દરિયા પર દેખાઈ ત્યારે હું પાછો વળ્યો. ...વધુ વાંચો

4

સમુદ્રાન્તિકે - 4

ઠંડી થોડી વધારે લાગે છે તેવું લાગતાં હું જાગ્યો ત્યારે ચંદ્ર આથમી ગયો હતો. પૂર્વમાં આકાશ લાલાશ પકડતું જતું મેં સૂતાં સૂતાં જ બારી બહાર જોયા કર્યું. રાત્રે ગંભીર ગર્જના કરતો સમુદ્ર પછડાઈ પછડાઈને થાક્યો હોય તેમ શાંત થઈ ગયો છે. ઊઠીને પરસાળમાં આવ્યો તો આરામખુરશી સામે નાના ટેબલ પર ત્રાંબાના કળશમાં બાવળનું લીલુંછમ્મ દાતણ મૂકેલું છે. પગી બંગલાના ચોગાન વચ્ચે કૂવા પરથી પાણી સીંચે છે અને કવાર્ટર પાસેની કૂંડી ભરે છે. ...વધુ વાંચો

5

સમુદ્રાન્તિકે - 5

અશ્વ લઈને આવેલો માણસ કવાર્ટર્સના ઓટલા પાસે રોકાઈ ગયો. સરવણ અંદર જઈને પાણી લઈ આવ્યો પછી પેલો માણસ પર, પરસાળમાં આવ્યો. ધાર પર ઊભા રહીને તેણે પોતાનું મોં ધોયું પછી ઊંચેથી રેડીને પાણી પીધું અને બોલ્યો, ‘નારણ, આ મોટે બંદરેથી ઘોડો લઈને આવ્યો છું.’ ‘આવો, બેસો,’ મેં કહ્યું. તે ઘોડો લઈને આવ્યો છે તેવું શા માટે કહેવું પડ્યું તે મને ન સમજાયું. ...વધુ વાંચો

6

સમુદ્રાન્તિકે - 6

આજે રવિવાર છે. જોકે આ સ્થળે રાત પડે અને દિવસ ઊગે તે સિવાયની કાળગણના અર્થહીન છે. આ ઉજ્જડ, વેરાન છૂટાછવાયા વસતા માનવી એક વરસાદથી બીજા વરસાદ સુધીના સમયને ‘વરહ’ કહે છે અને એક સૂર્યોદયથી બીજા સૂર્યોદયના સમયને ‘દા’ડો.’. વાર-તારીખ જેવી કોઈ સમસ્યા તેમના જીવનમાં નથી. પણ મારે તો આજે રજાનો દિવસ. કચેરી આજે નહીં ખૂલે. સરવણ આજે શહેર જશે. સાધન-સામગ્રી અને ટપાલ લઈને કાલે પાછો ફરશે. ...વધુ વાંચો

7

સમુદ્રાન્તિકે - 7

ખેરાથી પાછા આવ્યા પછી સહુથી પહેલી મારા રૅશનની વ્યવસ્થા ગોઠવવાનું મેં વિચાર્યું. અવલનો ઉપકાર લેવો તે તેનું શાસન ચાલવા જેવું લાગતું હતું. ‘પગી, કાલે ટપાલ ને દાણો-પાણી લેવા જવાનું છે. જરૂર પડે તો પટવાથી કોઈને સાથે લઈ જજો.’ મેં કહ્યું. અને સૂતો. ...વધુ વાંચો

8

સમુદ્રાન્તિકે - 8

જૂનની શરૂઆતમાં જ વરસાદ થયો. નૂરભાઈ વરસાદ પડ્યો તેના બીજે દિવસે જ હાજર થઈ ગયો. એકાદ મહિના પછી તે મળતો હતો. ‘માલિક, જાસું ફરવા?’ તેણે કહ્યું. ‘ચાલો’, મેં કહ્યું. મે માસના તાપમાં જમીનો માપી માપીને હું કંટાળ્યો હતો. વરસાદ પડતાં જ કબીરાને દૂર સુધી દોડાવી જવાની ઈચ્છા તો મને પણ હતી. હું તૈયાર થઈને નીકળ્યો. બે-ત્રણ કલાક સુધી સવારના વાદળછાયા વાતાવરણમાં અમે રખડ્યા કર્યું. નૂરભાઈએ બીજાં બે-ત્રણ નવાં પક્ષીઓ ઓળખાવ્યા. તેમની બાવળની કાંટ ધોવાઈને તાજી, ઘેરી લીલી લાગતી હતી. લગભગ અગિયાર વાગે નૂરભાઈ છૂટો પડ્યો. ...વધુ વાંચો

9

સમુદ્રાન્તિકે - 9

ચોમાસું પૂરું થઈ ગયું. દિવાળી વીતી. સબૂર તે દિવસે ગયો તે પછી આવ્યો જ નથી. પગીને એક-બે વખત સબૂર પૂછેલું પણ કામ મળે ત્યાં દંગો નાખનારા ઘર-બાર વગરના માણસની પાકી ખબર તેને પણ ન હતી. હું મારા કામમાં ખૂંપેલો રહ્યો. ...વધુ વાંચો

10

સમુદ્રાન્તિકે - 10

સબૂરને રુક્મીપાણો આપ્યો છતાં મારા મનને સુખ મળે તેવું કોઈ કામ કર્યાનો મને સંતોષ નથી. મારે જે કામ કરવાનું તે કરવા બેસું ત્યારે અશાંત થઈ જવાય છે. આ ઉજ્જડ, વેરાન સમુદ્રતટ પર રસાયણક્ષેત્ર બનાવાય તો ધરતીને, તેના પર્યાવરણને અને માનવવસ્તીને ઓછામાં ઓછું નુકસાન થાય તેવો અહેવાલ મારે તૈયાર કરવાનો છે. ...વધુ વાંચો

11

સમુદ્રાન્તિકે - 11

એ જનસમૂહના મેળાપ પછી મારું મન આનંદિત રહેવા લાગ્યું. હવે માર્ગમાં જે કોઈ માણસ મળે તેને હું હાથ ઊંચો ‘રામરામ’ કહેતો અને પૂછતો, ‘કાં! કેમ છો?’ અને દરેક વખતે એક જ જવાબ મળતો. ‘એ, રામ. હાંકલા છે બાપ.’ આ ભીષણ દારિદ્રયના પ્રદેશમાં, દાણા-પાણીની અછતના દેશમાં, કાળી મજૂરી પછી પણ, પૂરતા વળતર વગરની ધરા પર ‘હાંકલા’ કેવી રીતે હોઈ શકે? તે હું ક્યારેય નથી સમજતો. પણ એ જવાબ સાંભળતાં જ મારા રોમ રોમ પુલકિત થઈ જાય છે, અને હું કબીરાને તબડાવી મૂકું છું. ...વધુ વાંચો

12

સમુદ્રાન્તિકે - 12

દૂરથી એક દેખાતો શ્યાલબેટ ખરેખર તો ત્રણ ટુકડામાં વહેંચાયેલો છે. મુખ્ય ટાપુની પૂર્વમાં નાની ખાડી પછી બીજો નાનો ટાપુ તેના પર દીવાદાંડી, ક્વાર્ટર્સ અને લીલા રંગનાં, દરગાહનાં બે મકાનો છે. ત્રીજો ટુકડો પેલા બંને ટાપુની ઉત્તરે એકાદ કિલોમીટર દૂર ખડકરૂપે, દેખાય છે. પેલા બંને ટાપુ કરતાં આ ત્રીજો ટાપુ થોડો ઊંચો છે. બેટની પાસે ન હોત તો તેને હું માત્ર ખડક કહેત એટલો નાનો. એકદમ સીધા ઊભા ખડકનું મથાળું સપાટ છે. લંબચોરસ શિલા કોઈએ સંભાળપૂર્વક ગોઠવી હોય તેમ દરિયાની થપાટો ઝીલતી ઊભી છે. પચાસેક ફૂટ પહોળો અને એથી બમણો લાંબો ખડક ભૂતકાળમાં કદાચ મુખ્ય ટાપુનો જ ભાગ હશે. ...વધુ વાંચો

13

સમુદ્રાન્તિકે - 13

આજ સવારથી ક્રિષ્નાની રાહ જોતો બેઠો છું. દયારામને મેં કહી દીધું છે કે હું જમવાનો નથી અમે ક્રિષ્નાના અને ત્યાંથી દરિયે ફરવા જવાના છીએ. પરંતુ અત્યારે દસ વાગવા આવ્યા તો યે ક્રિષ્નાનો પત્તો નથી. ‘હવે, સાયેબ, કયો તો ચૂલો ચાલુ કરું. નહીંતર ખાડી ઊતરી જાવ, ખાડી ભરાઈ જાસે તો સાંજ લગણ આંય પડ્યા રેવાનું થાસે’ દયારામે કહ્યું. ‘સારું.’ મેં મારો બગલથેલો ખભે નાખ્યો, ‘હું જઉં છું. કદાચ ક્રિષ્ના આવે તો હું ડક્કા તરફ હોઈશ તેમ કહેજે.’ ...વધુ વાંચો

14

સમુદ્રાન્તિકે - 14

બેલી લીમડા તળે બેસીને કાંસાની થાળી સાફ કરતી હતી. હું ઝાપામાં પ્રવેશ્યો. બેલીએ માટીવાળા હાથની હથેળીના પાછળના ભાગથી મુખ આવી જતાં વાળ પાછળ ખેસવ્યા અને મુખ નમાવીને ઓઢણી આગળ ખેંચી. ‘આવી ગ્યો? કાંય ખબર પડી, વીરા?’ ‘ખબર તો પડી. પણ કંઈ સમાચાર નથી આવ્યા.’ ‘આવશે એની રીતે. હાલ, રોંઢો કરી લે.’ તેણે સાફ કરેલી થાળી ઓટલા પર મૂકી. ‘તું?’ મેં બેલી સામે જોયું. ...વધુ વાંચો

15

સમુદ્રાન્તિકે - 15

મારા ચિત્તજગત પર પોતાની અમીટ છાપ છોડી જનારા સૌંદર્યોમાં આ શ્યાલબેટનું પ્રાકૃતિકરૂપ આગવું સ્થાન પામવાનું છે. દીવાદાંડીના ઝરુખેથી આખો નીરખ્યો ન હોત તો ઉજ્જડ ખારાપાટ પાસે, સમુદ્રજળથી ઘેરાયેલા આ નાનકડા ટાપુને હું પૂરેપૂરો ઓળખી ન શકત. સામેની દિશાએ, ચળકતા સાગરપટ પાછળ વરાહસ્વરૂપની વનરાજિ, ત્યાંથી ઉત્તર તરફ ચાલી જતી ખડકોની હાર આગળ જતાં પૂર્વ તરફ વળાંક લઈ બેટની અર્ધવર્તુળમાં ઘેરે છે. ખડકો પૂરા થાય એટલે લીલા બાવળોની હાર આવે. જોકે અહીંથી તે સ્પષ્ટ દેખાતી નથી. તેના પછી તરંગોને પેલે પાર એસ્ટેટ બંગલાની ઝાંખી-પાંખી ક્ષિતિજરેખા. વચ્ચે ઊભેલો ભેંસલાનો વિશાળ ખડક. બાકી બધે જ અફાટ લહેરાતો ઉદધિ. ...વધુ વાંચો

16

સમુદ્રાન્તિકે - 16

ડક્કા પર બેઠો બેઠો ગઈ રાત્રીએ અનુભવેલું શ્યાલબેટનું અપ્રતિમ સૌંદર્ય વાગોળું છું. મછવો દશ વાગે લાગશે. હજી બેકલાક છે. વાસથી દૂર રહેવા અને ચા પીવાને ઈરાદે નાનકડા ગામ તરફ જઉં છું. દયારામની દુકાને પહોંચી જવાય તો ચા પણ મળશે. ‘આવો સાહેબ, બાપુ તો ગ્યા દાંડીયે’ તેના પુત્રે કહ્યું. ‘મળ્યો મને તારો બાપુ. હું હવે જઉં છું. મછવાને હજી વાર છે એટલે આ તરફ આવ્યો.’ ...વધુ વાંચો

17

સમુદ્રાન્તિકે - 17

‘હવેલી બાંધી તો રજવાડાવાળાયે’ જમી લીધા પછી ચલમ ફૂંકતા નૂરભાઈએ અધૂરી વાતનું અનુસંધાન કર્યું. ‘એટલે અહીં રાજનો હક થયો ગણાય રીતે? પરિંદુ માળો બાંધે, ને આખું જાડ એનું થોડું થઈ જાય?’ કહી તે હસ્યો. ‘હેઠે પોલાણમાં નાગ રે’તા હોય ઈ ય જાડના માલિક. વખત આવ્યે પંખીડાને મારીય ખાય. આ હવેલીનું એવું થ્યું.’ ‘કેમ? કોઈનું ખૂન?’ ‘ખૂન તો નંઈ. પણ લડાઈ થઈ જાત. દહ-બાર ભોડાં પડીય જાત. પણ પટવાનો હાદો ભટ્ટ. ઈ વૈદ્યને લીધે ધીંગાણું થાતા રઈ ગ્યું.’ ...વધુ વાંચો

18

સમુદ્રાન્તિકે - 18

અહીં આવ્યા પછી મેં પરાશરને ચાર-પાંચ પત્રો લખ્યા છે. તેણે દરેક પત્રના જવાબમાં અહીં આવવાની ઇચ્છા વ્યક્ત કરી, ગમે આવી ચડવાનું વચન આપ્યું છે. પણ આજનો મારો પત્ર વાંચ્યા બાદ તે આવ્યા વગર નહીં રહે. મેં શ્યાલબેટ, ભેંસલો, હાદાભટ્ટ અને અવલની વાત પૂરી વિગતે લખી છે. આટલું લાંબું લખાણ કદાચ મેં પ્રથમ વખત લખ્યું. ...વધુ વાંચો

19

સમુદ્રાન્તિકે - 19

સૂર્ય માથા પર આવ્યો અને સરકીને નમવા તરફ ચાલતો થયો ત્યારે બધા પૂછવા લાગ્યા. ‘એકલીયા હનુમાન ક્યારે આવશે?’ માહિતી પ્રમાણે મંદિર દરિયાકિનારાની સડક પાસે જ છે અને સાંજ ઢળતાં સુધીમાં આવી જવું જોઈએ. પણ અમે બપોરે જમવા બેઠા તે સ્થળે સમય વધુ ગાળ્યો એથી ઉતાવળે પહોંચવા પ્રયત્નો કરવા પડે છે. ...વધુ વાંચો

20

સમુદ્રાન્તિકે - 20

પગી ટપાલ આપી ગયો છે. સરકારી કાગળો વચ્ચે સફેદ કવર જોતાં જ મેં તે પહેલું ખોલ્યું. પરાશરનો પત્ર છે. બારમીથી સત્તરમી જૂન વચ્ચે પાંચેક દિવસ અહીં આવે છે. મેં તેને બતાવેલ રસ્તા પ્રમાણે ટ્રેન દ્વારા મોટાબંદરે પહોંચશે. ત્યાંથી પટવા સુધી બસમાં. મેં લગભગ બે વર્ષે પહેલી વાર કેલેન્ડર જોયું. આજે દશમી જૂન. પરમદિવસે પરાશર આવશે. ‘પગી’ મેં સરવણને બોલાવ્યો. ‘કાલે રાત્રે પટવા ગેસ્ટ-હાઉસમાં રહેવું પડશે. તમે સાથે આવજો. પટવાથી ગાડું કરવું પડશે’ અને પરાશરનો પત્ર ફરી વાંચવા બેઠો. ...વધુ વાંચો

21

સમુદ્રાન્તિકે - 21

તે રાત્રે હું અને પરાશર લગભગ ઊંઘ્યા નથી. કવાર્ટરની અગાસી પર ક્યાંય સુધી બેસી રહ્યા. અને કેટકેટલાં સંસ્મરણો તાજાં મોડી રાતે નીચે ઊતર્યા પછી બિછાનામાં પડ્યા પડ્યા પણ કેટલીએ વાર સુધી વાતો કર્યા કરી. સવારે પગીને કવાર્ટર પર જ રોકીને હું કામ પર નીકળ્યો. પરાશર હજી ઊંઘતો હતો. મુસાફરી અને ઉજાગરાથી થાક્યો હશે. ‘પગી, પરાશરભાઈ જાગે ત્યારે ચા બનાવી આપજો. હું બપોર સુધીમાં પાછો આવીશ.’ કહીને હું નીકળ્યો. ...વધુ વાંચો

22

સમુદ્રાન્તિકે - 22

‘કોઈનું ગાડું મળશે?’ વરાહસ્વરૂપ પહોંચતાં જ અમે વાહનની તપાસ શરૂ કરી. વીસેક ઘરના નાનકડા ગામમાં ગોપા આતાને શોધતાં વાર ન તેણે તરત ગાડું જોડ્યું. ગામ બહાર નીકળ્યા. ‘કાં ઓચિંતું પટવે જાવાનું થ્યું.?’ તેણે બળદોને પસવારતાં પૂછ્યું. ‘ત્યાં અવલના ઘરે જવું છે.’ મને ભાન થયું કે અવલના ભાઈનું નામ, ઠામ, ઠેકાણું કંઈ જ મેં પૂછ્યું નથી. ...વધુ વાંચો

23

સમુદ્રાન્તિકે - 23

પરાશર આવ્યો તે સમયે જ આ બધું બની ગયું તેથી હું તેને ક્યાંય લઈ જઈ ન શક્યો. બંગાળીની મઢીએ સાંભળવા પણ અમે ન જઈ શક્યા. એકાદ ચાંદની રાત્રે રબ્બરની હોડીમાં દરિયે તો જઈ શકાત. પણ એ હોડી રહી ગઈ મછવામાં. કંઈ ન થઈ શકયું અને પરાશર ચાલ્યો ગયો. શ્યાલબેટ મારા માટે અધૂરા પ્રશ્નોનો બેટ સાબિટ થયો છે. પહેલી વખતે ભેસલાનું રહસ્ય અને પેલા થાપડાના ખલાસીઓનું શું બન્યું હશે? તે જાણ્યા વગર નીકળી ગયો. આ વખતે વિષ્ણોની ચિંતા લઈને નીકળી જવું પડ્યું. ...વધુ વાંચો

24

સમુદ્રાન્તિકે - 24

અંધકારનો અર્થ અહીં ઓછું અજવાળું, એટલો જ થાય છે. કૃષ્ણપક્ષની રાત્રીઓ પણ દૂર સુધી ઝાંખું-પાંખુ જોઈ શકાય તેટલી ઊજળી હોય જ. આ પ્રદેશના રહેનારા તો દૂરથી આવનારને પારખી પણ શકે એટલો ઝળહળ ઉજાસ આ ટમટમતા તારલિયાંઓ પૂરો પાડે છે. ...વધુ વાંચો

25

સમુદ્રાન્તિકે - 25

અવલને જ્યારે બાવાએ કહેલી અનંતમહારાજના ક્રોધની વાત જાણવા મળી કે તરત તેણે પગીને ખેરા મોકલ્યો. ‘છોકરાઓને તેડી લાવો. તેમને મોકલે ત્યાં સુધી રાહ નથી જોવી.’ દરિયો તો રોજના જેવો જ, શાંત, ગંભીર લહેરાય છે. પણ અવલની હલચલ વધી ગઈ. તે કવાર્ટર પર આવી. પહેલી જ વખત તે મારા ટેબલને અડી. કોરો કાગળ શોધ્યો. પેન્સિલ લીધી અને કંઈક લખવા માંડી. થોડી વારે કાગળ મારા હાથમાં મૂકીને કહે: ‘કાલ ને કાલ આટલી વસ્તુ લાવી આપો.’ ...વધુ વાંચો

26

સમુદ્રાન્તિકે - 26

મારું ઘડિયાળ ઘરમાં જ રહી ગયું છે. ઊંઘના કલાકો યાદ નથી પરંતુ આશરે લગાવીએ તોએ સત્તર-અઢાર કલાકથી વાવાઝોડું ચાલું છે. પવનના સૂસવટા થોડા નરમ પડ્યા હોય તેવું લાગે છે. પણ વરસાદ અનરાધાર પડે છે. બાળકો હવે આ કેદથી કંટાળ્યા છે. ‘ઘેરે જાવું છે’ ની ફરિયાદ વારંવાર ઊઠે છે અને અવલ કહે છે. ‘આ વરસાદ રેય એટલે તરત તને મોકલાવું.’ ...વધુ વાંચો

27

સમુદ્રાન્તિકે - 27

બાળકોને પાછા મૂકવા જવાનું મેં સ્વીકાર્યું. પટવાથી એક બે જણ મળવા આવી ગયાં. ત્યાં ઘણાં મકાનો પડી ગયાં. પણ માણસ મર્યું નથી. ખેરા સંપૂર્ણ ધોવાઈ ગયું છે. પણ તોફાન આવ્યું તે પહેલાં બધા માણસો પટવા વરાહસ્વરૂપ જેવાં સ્થળોએ જતા રહેલા. હવે ધીરે ધીરે બધાં પાછા ફરી રહ્યાં છે. હું અને સરવણ બાળકોને લઈને ચાલ્યા. ખારાપાટમાં કાદવ થયો છે. પણ બાવળની કાંટ પાસે પથરાળ કેડી સુક્કી છે. અમે તોફાન પછીનાં દૃશ્યો જોતાં ચાલ્યા. ખારાપાટમાં ઢોરના મૃત દેહોની દુર્ગંધ ફેલાવા માંડી છે. ...વધુ વાંચો

28

સમુદ્રાન્તિકે - 28

ગ્રીનબેલ્ટનું કામ શરૂ થઈ ગયું છે. ગાડાંનાં ગાડાં ભરીને રોપાઓ આવે છે, વાવેતર થાય છે. મારું કામ પૂરું થવાની પર છે. રિપોર્ટ પૂરો થઈ ગયો છે. દક્ષિણની થોડી જમીન માપવાની છે તે માપીને છેલ્લો નકશો પણ મુકાઈ જશે. ‘પગી, રવિવારે ગાડું મંગાવજો’ મેં કહ્યું. ‘હું જિલ્લા કચેરીએ જવાનો છું પછી ત્યાંથી રજા પર.’ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો