લિખિતંગ લાવણ્યા

(2.7k)
  • 127.3k
  • 209
  • 48.5k

આજના જમાનાની ચુલબુલી મોડર્ન યુવતી સુરમ્યાના હાથમાં લાવણ્યાની પચીસ વરસ જૂની ડાયરી લિખિતંગ લાવણ્યા આવે છે, આ ડાયરી સંજોગોનો ભોગ બની અજાણતાં જ જેનું જીવન એક વ્યસની સાથે જોડાઈ ગયું છે એવી લાવણ્યાની જિંદગીના જંગમાં ઝઝૂમવાની કથા છે. ડાયરી વાંચી રહેલી નાદાન અને ચંચળ સુરમ્યા એની રસપ્રદ ટીપ્પણીઓ સાથે કથા વાચક સુધી પહોંચાડે છે. સુરમ્યા માટે અને વાચક માટે એકસાથે લાવણ્યાની જિંદગીના પાનાં ઉઘડતાં જાય છે. સાથે સાથે સુરમ્યાની વર્તમાન જિંદગી પણ વાચકની સામે ખૂલતી જાય છે. લાવણ્યા અને સુરમ્યા બન્ને સાવ જુદા મિજાજના પાત્રોને લઈને આગળ વધતી આ કથાના લેખક ડો. રઈશ મનીઆર કવિ, હાસ્યકાર અને નાટ્યકાર તરીકે મોટી નામના ધરાવે છે તેથી જ તેમની આ સત્તર હપ્તાની નવલકથામાં ક્યાંક કવિતાની કુમાશ મળશે, ક્યાંક હાસ્યની હળવી પળો દેખાશે, તો ક્યાંક નાટકનો નકશો વરતાશે.

Full Novel

1

લિખિતંગ લાવણ્યા -1

આજના જમાનાની ચુલબુલી મોડર્ન યુવતી સુરમ્યાના હાથમાં લાવણ્યાની પચીસ વરસ જૂની ડાયરી લિખિતંગ લાવણ્યા આવે છે, ડાયરી સંજોગોનો ભોગ બની અજાણતાં જ જેનું જીવન એક વ્યસની સાથે જોડાઈ ગયું છે એવી લાવણ્યાની જિંદગીના જંગમાં ઝઝૂમવાની કથા છે. ડાયરી વાંચી રહેલી નાદાન અને ચંચળ સુરમ્યા એની રસપ્રદ ટીપ્પણીઓ સાથે કથા વાચક સુધી પહોંચાડે છે. સુરમ્યા માટે અને વાચક માટે એકસાથે લાવણ્યાની જિંદગીના પાનાં ઉઘડતાં જાય છે. સાથે સાથે સુરમ્યાની વર્તમાન જિંદગી પણ વાચકની સામે ખૂલતી જાય છે. લાવણ્યા અને સુરમ્યા બન્ને સાવ જુદા મિજાજના પાત્રોને લઈને આગળ વધતી આ કથાના લેખક ડો. રઈશ મનીઆર કવિ, હાસ્યકાર અને નાટ્યકાર તરીકે મોટી નામના ધરાવે છે તેથી જ તેમની આ સત્તર હપ્તાની નવલકથામાં ક્યાંક કવિતાની કુમાશ મળશે, ક્યાંક હાસ્યની હળવી પળો દેખાશે, તો ક્યાંક નાટકનો નકશો વરતાશે. ...વધુ વાંચો

6

લિખિતંગ લાવણ્યા પ્રકરણ 6

લિખિતંગ લાવણ્યા પ્રકરણ 6 ધારાવાહિક લઘુનવલ આવો પ્રકરણ 6 વાંચીએ, પણ એ પહેલા યાદ કરી લઈએ કે.. કુપાત્ર શકાય એવા યુવકની સાથે અજાણતાં જ જેનો સંસાર મંડાયો એવી લાવણ્યાની ડાયરી સુરમ્યા વાંચી રહી છે. તરંગને સુધારવાનો તો ઠીક, એની સાથે વાત કરવાનો પ્રયાસ પણ મુશ્કેલ હતો ત્યારે એક ઘટના બની. કામેશે એની બાકી બચેલી ઉઘરાણી માટે તરંગ પર હુમલો કર્યો અને તરંગને હોસ્પીટલમાં દાખલ કરવો પડ્યો. પપ્પાજી અને ઉમંગભાઈ તો આ સ્થિતિથી એવા અકળાયેલા હતા કે ત્રણે એકમેકની સામે જુએ, ત્યાં જ ચકમક ઝરતી. આ સંજોગોમાં લાવણ્યાએ નિર્ણય લેવો પડ્યો કે પપ્પા અને ઉમંગભાઈ ઘરે રહેશે અને પોતે તરંગની સુશ્રુષા કરશે. બન્નેને લગ્ન પછી પહેલીવાર સાચું એકાંત મળ્યું. લાવણ્યાની ધીરજ સામે તરંગની ચૂપકીદી અને બેરુખીનો પર્વત તૂટ્યો. એની આગળની વાત છઠ્ઠા પ્રકરણમાં છે. ...વધુ વાંચો

7

લિખિતંગ લાવણ્યા પ્રકરણ 7

લિખિતંગ લાવણ્યા પ્રકરણ 7 ધારાવાહિક લઘુનવલ આવો પ્રકરણ 7 વાંચીએ, પણ એ પહેલા યાદ કરી લઈએ કે.. તરંગ પર હુમલો, એનો હોસ્પીટલ નિવાસ આ બધું આમ અભિશાપ જેવું ગણાય પણ એ લાવણ્યા માટે આશીર્વાદરૂપ નીવડ્યું. લાવણ્યા અને તરંગ વચ્ચે કશીક તરંગલંબાઈ સ્થપાઈ અને લાવણ્યાની લંબાયેલા હાથમાં તરંગથી હથેળી મૂકાઈ ગઈ. લગ્ન થયાને દિવસો અનેક વીત્યા હતા, પણ રાત આ પહેલી વીતી. એક તરફ પપ્પાજી અને ઉમંગભાઈ હતા જે તરંગને કુપાત્ર ગણી કોઈ વિશ્વાસ નહોતા મૂકતા અને બીજી તરફ લાવણ્યા હતી, જેણે પોતાના જીવનને મહેકાવવાના નિર્ધાર સાથે તરંગને સ્વતંત્ર વ્યવસાય માટે બાર લાખ રુપિયાની મદદ કરવાનું નક્કી કર્યું. લાવણ્યાનું પગલું સાચું હતું જોઈએ સાતમું પ્રકરણ શું કહે છે ...વધુ વાંચો

8

લિખિતંગ લાવણ્યા પ્રકરણ 8

લિખિતંગ લાવણ્યા પ્રકરણ 8 ધારાવાહિક લઘુનવલ આવો પ્રકરણ 8 વાંચીએ, પણ એ પહેલા યાદ કરી લઈએ કે.. લાવણ્યાની ડાયરીમાંથી ચાર છૂટા પાનામાં એવી ઘટનાનું વર્ણન હતું જે લાવણ્યાની ગેરહાજરીમાં બની હતી અને લાવણ્યાને કદાચ મોડેથી ખબર પડી હશે તેથી એણે એ પાના પાછળથી ઉમેર્યા હશે. લાવણ્યા દુકાન ખરીદવા માટે રકમની જોગવાઈ હરવા એક દિવસ માટે પિયર ગઈ. કામેશ ઉઘરાણી માટે ઘરે આવ્યો. ઉમંગભાઈ ચંદાબાનો સંતાનહીનતાનો ટોણો સાંભળી અકળાયેલા હતા, ત્યાં જ કામેશ જેવા ટપોરીએ એમને છંછેડ્યા. તરંગ અને પપ્પા આવ્યા ત્યાં સુધી મામલો ગરમાઈ ચૂક્યો હતો અને ઉમંગભાઈએ રિવોલ્વરની બે ગોળી છોડતાં કામેશ ઢળી પડ્યો. સૌ સ્તબ્ધ થઈ ગયા. તરંગના ઉધારીના કારનામાને કારણે ઉમંગભાઈથી હત્યા થઈ ગઈ. ચંદાબાએ એમની કડવી વાણીના તાતાં તીર વરસાવ્યા અને અચાનક પપ્પાએ પોલિસ સ્ટેશન ફોન કરી કહી દીધું કે મારા દીકરાને હાથે હત્યા થઈ ગઈ છે. હા, મારા નાના દીકરા તરંગના હાથે કામેશની હત્યા થઈ છે. તરંગે ચૂપચાપ ઉમંગભાઈનો ગુનો પોતાને માથે ઓઢી લઈ મનોમન પરિવાર સાથેનો ઋણાનુબંધ પૂરો કર્યો. આ બધાથી બેખબર લાવણ્યા પિયરથી આવી ત્યારે શું થયું લાવણ્યાની સામે ઘટના કેવી રીતે રજૂ થઈ એ વાંચો આઠમા પ્રકરણમાં.. ...વધુ વાંચો

9

લિખિતંગ લાવણ્યા પ્રકરણ 9

લિખિતંગ લાવણ્યા પ્રકરણ 9 ધારાવાહિક લઘુનવલ આવો પ્રકરણ 9 વાંચીએ, પણ એ પહેલા યાદ કરી લઈએ કે.. ગયા પ્રકરણમાં સુરમ્યાના થોડી વાત આવી. એના પપ્પા અને મમ્મી વચ્ચે તંગ સંબંધ છે, એ આપણને ખબર પડી. લાવણ્યાની ડાયરી વાંચવા અધીરી થયેલી સુરમ્યા વાંચે છે કે લાવણ્યાને સાચી ઘટનાની જાણ કરવામાં આવતી નથી. એના દાદા પિયરથી એની સાથે દૂરની સગી કમલાને રહેવા મોકલે છે. એ લાવણ્યાનું બ્રેઈનવોશ કરે છે. ચંદાબા પણ લાવણ્યાને સમજાવે છે. સહુની વાતનો સાર એ જ હતો કે કુપાત્ર સાથે તારાં લગ્ન થયાં, એ ખૂન કરી જેલમાં ગયો, એને ફાંસી કે જનમટીપ થશે. એની વહુ બનીને એકલા જીવવા કરતાં તું તારું નવું જીવન શરૂ કર. લાવણ્યાના મનોભાવ અને પ્રતિભાવ શું હશે આવો પ્રકરણે નવમાં વાંચીએ. ...વધુ વાંચો

10

લિખિતંગ લાવણ્યા પ્રકરણ 10

લિખિતંગ લાવણ્યા પ્રકરણ 10 ધારાવાહિક લઘુનવલ આવો પ્રકરણ 10 વાંચીએ, પણ એ પહેલા યાદ કરી લઈએ કે.. જેલમાં તરંગને ગયેલી લાવણ્યાને તરંગ સાચી હકીકત કહેવાનું ટાળે છે, એટલું જ નહીં એની સાથે શુષ્કતાથી વર્તે છે, જેથી કરીને લાવણ્યા એનાથી દૂર થાય, છૂટાછેડા લઈ નવું જીવન શરૂ કરે. પણ લાવણ્યા તો હજુ થોડા દિવસ પહેલા જ જોયેલા સુંદર જીવનના સ્વપ્નમાંથી બહાર આવી શકતી નથી, એ તો લડી લેવા માંગે છે. પણ એને સાથ કોણ આપે એ કોના માટે એકલી જુએ કોના સથવારે તરંગની રાહ જુએ ત્યાં જ સાવ એકલી પડી ગયેલી લાવણ્યાના પડખામાં બાળક સળવળે છે અને જાણે કહે છે, મમ્મી હું તારી સાથે છું! લાવણ્યાની ગર્ભાવસ્થા પ્રત્યે સહુનું શું રિએક્શન હોઈ શકે તરંગનું શું રિએક્શન હોઈ શકે, આવો પ્રકરણ 10માં જોઈએ. ...વધુ વાંચો

11

likhitang lavanya 11

આ ધારાવાહિક લઘુનવલના આગલા પ્રકરણમાં આપણે જોયું કે લાવણ્યાના એકલતાભર્યા દિવસોમાં એને પડખે, બીજું કોઈ નહીં પણ એનું આવનારું સળવળી રહ્યું હતું. લાવણ્યાને બહુ જલદી ખ્યાલ આવી ગયો કે આ આનંદદાયક સમાચાર, પરિવારમાં સહુ માટે આનંદદાયક નહીં હોય. એણે નક્કી કર્યું કે સત્ય જ્યાં સુધી સામે ચાલીને ન બોલે ત્યાં સુધી એ આ સમાચાર છુપાવશે. તરંગથી પણ! ગર્ભપાત કરાવવાનું દબાણ આવી શકે, એવો સમય એણે પસાર કરી નાખવો હતો. અને એ એમાં સફળ થઈ. જ્યારે આ સમાચારની ખબર મડી ત્યારે, અત્યાર સુધી ઉમળકા વગરનું વર્તન કરવાની કોશીશ કરી રહેલા તરંગે પૂછ્યું, “લાવણ્યા, ફરી ક્યારે મળવા આવશે ” તરંગનું આ રિએક્શન પામી લાવણ્યા માટે પ્રતીક્ષાની ઘડીઓ રમ્ય બની ગઈ. પણ ચંદાબા, ઉમંગ અને પપ્પાજીએ શું પ્રતિભાવ આપ્યો અને લાવણ્યા એનો સામનો કરી શકી એ વાત લઈ પ્રકરણ 11 હાજર છે. ...વધુ વાંચો

12

લિખિતંગ લાવણ્યા પ્રકરણ 12

ગત સપ્તાહે આપણે જોયું કે લાવણ્યાના પેટમાં બાળક શ્વાસ લઈ રહ્યું હતું એ છુપાવી રાખેલા સમાચારની આખરે ચંદાબાને ખબર અંદરથી ઈર્ષ્યા અને ઉપરથી દયાની લાગણીઓ વચ્ચે ઝઘડીને ચંદાબાએ છેવટે સ્વાર્થની લાગણીનો રસ્તો પસંદ કર્યો. પતિ અને સસરાને વિશ્વાસમાં લઈ એવી સોગઠી ગોઠવી કે નિસંતાન ઉમંગ અને ચંદાબા લાવણ્યાના આવનાર બાળકને દત્તક લઈ લે અને લાવણ્યાને પરિવારમાંથી વિદાય આપે. સસરાજીની પણ આ વિચારમાં સંમતિ હતી. તરંગને તો કંઈ પૂછવાનો રિવાજ જ નહોતો આ પરિવારમાં. તેથી અચાનક ફૂંકાયેલી આ સ્વાર્થની આંધીમાં હવે પોતાની ગોદમાં પાંગરેલા આ છોડને અને પોતાના ત્રણ જણના પરિવારની વિખેરાતો બચાવવાની જવાબદારી લાવણ્યાના નાજુક ખભા પર આવી ગઈ હતી. જોઈએ બારમા પ્રકરણમાં આ વાત ક્યાં પહોંચે છે! ...વધુ વાંચો

13

લિખિતંગ લાવણ્યા - 13

લાવણ્યાના બાળકને દત્તક લઈ, લાવન્યાને વિદાય આપવાનો ચંદાબાનો કારસો લાવણ્યાએ સૂઝબૂઝપૂર્વક ધરાશાયી કરી નાખ્યો. ખૂબ સાવચેતીથી વાત કરીને એણે મક્કમ મનોસ્થિતિ સ્પષ્ટ કરી. ખોળામાં એક એવું બાળક જેના પિતા જેલમાં છે અને આસપાસ એક એવો પરિવાર જે હિતચિંતક નથી. આ સંજોગોમાં નાનકડી લાવણ્યા માતા અને પિતા બન્નેની જવાબદારી નિભાવી રવિની કેવી રીતે ઉછેરે છે એની કથા લઈ તેરમુ પ્રકરણ હાજર છે. ...વધુ વાંચો

14

લિખિતંગ લાવણ્યા - 14

સુરમ્યા એકલી ઓફિસમાં બેસી લાવણ્યાની ડાયરી વાંચી રહી છે. લાવણ્યાની વાત રસપ્રદ તબક્કે પહોંચી છે. ત્યાં જ એના પપ્પાનો આવે છે કે સુરમ્યાના મમ્મીએ ઊંઘની ગોળી ખાઈને આપઘાતનો પ્રયાસ કર્યો છે. હોસ્પીટલના ઈમરજંસી વોર્ડમાં ડોક્ટર પત્રકારો પોલિસ, એક તમાશો થઈ જાય છે. મમ્મી બચી જાય છે અને સુરમ્યાને ખ્યાલ આવે છે કે મમ્મીએ આપઘાતનું માત્ર ત્રાગું જ કર્યું હતું. પપ્પા મમ્મીને કાયમ મુજબ માફ કરે છે પણ સુરમ્યાનું મન આળું થઈ ગયું છે, એને હાલપૂરતું મમ્મી સાથે એક છત નીચે રહેવું નથી. એ અનુરવને કહે છે કે મને તારા ઘરે લઈ જા! 14મા પ્રકરણમાં અહીંથી વાત આગળ ચાલે છે. ...વધુ વાંચો

15

લિખિતંગ લાવણ્યા પ્રકરણ 15

ખબર પડી કે સુરમ્યાની મમ્મીએ આપઘાતનું ત્રાગું કર્યું હતું. પપ્પાએ એને ફરી એકવાર માફ કરી. પણ ગુસ્સાથી તમતમતી સુરમ્યા સાથે એક ઘરમાં રહેવા રાજી ન હતી. એણે અનુરવની કહ્યું કે મને થોડા દિવસ તારા ઘરે લઈ જા. અનુરવના ઘરે એ લાવણ્યાને મળે છે. લાવણ્યા અનુરવની મમ્મી છે. અનુરવે એને સુરમ્યા વિશે વાત કરી હતી. સુરમ્યાની અનુરવ પ્રત્યેની લાગણી પ્રેમનું સ્વરૂપ ધારણ કરે એ પહેલા અનુરવના અને એના પપ્પા તરંગના બેકગ્રાઉંડની એને જાણ હોય એ જરૂરી હતું. એટલે લાવણ્યાની ડાયરી લાવણ્યાના સૂચનથી સુરમ્યાને આપવામાં આવી હતી. હવે ખુદ લાવણ્યા અને સુરમ્યા સામસામે હતાં. આવો, પ્રકરણ 15 વાંચીએ ...વધુ વાંચો

16

લિખિતંગ લાવણ્યા પ્રકરણ 16

લાવણ્યા હવે ખુદ ડાયરીના બચેલાં પાનાં સુરમ્યાને વાંચી સંભળાવતી હતી. અનુરવ જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ ‘મારા ક્યાં છે’ એ વિશેના સવાલો આવતા થયા. કશુ જાહેર ન કરવાના વચનથી બંધાયેલી લાવણ્યા આપસૂઝથી મારગ કાઢતી રહી. દાદાએ અનુરવને એમ કહ્યું કે તારા પપ્પા અમેરિકા ગયા છે અને ઈલ્લીગલી ગયા હોવાથી આવી શકતા નથી. અનુરવે સ્ટુડંટ એક્સચેંજ પ્રોગ્રામમાં અમેરિકા જવાની જિદ પકડી. જેમ તેમ એ વાત ટળી પણ અનુરવના સ્વભાવમાં ડંખ આવતો ગયો. તેથી લાવણ્યાએ અનુરવની અઢારમી વર્ષગાંઠે એને સત્યથી અવગત કરાવવાનું નક્કી કર્યું. જો કે અનુરવને બહારથી ખબર પડી જ ચૂકી હતી કે એના પપ્પા ખૂન્ના ગુના બદલ જેલમાં છે! અને એમને ફાંસીની સજા જાહેર થઈ છે. લાવણ્યાએ તરંગ વિશેની લોકચર્ચા પણ કહી, તેમ જ તરંગ વિશેનો પોતાનો અનુભવ પણ ધીરજપૂર્વક કહ્યો. હવે પ્રકરણ 16 તરફ જઈએ. ...વધુ વાંચો

17

લિખિતંગ લાવણ્યા - 17

તરંગ વિશેની લોકચર્ચાને કારણે ચંદાબાને હવે ગામમાં નહોતું રહેવું. સોહમને એ અમેરિકા મોકલવા માંગતા હતા. પણ સોહમ ટોફેલની પરીક્ષા નહોતો કરી શકતો એટલે લગ્નના રસ્તે મોકલવાનું નકી થયું. એમને એવું લાગતું કે એ બાબતમાં ય સોહમના કાકા જેલમાં છે, એ વાત નડે છે. લાવણ્યાએ ભારે હૈયે, છતાં સ્વસ્થતાથી અનુરવને કહ્યું, “લોકનજરે કલંકિત એવા પતિનો સ્વીકાર કરવો કદાચ મારી મજબૂરી હોય, તો ય તારે એવી કોઈ મજબૂરી નથી. એમની સાથે સંબંધ રાખવો ન રાખવો એ બાબતે તું આઝાદ છે!” અનુરવ જાતે મળ્યા વગર કોઈ અનુમાનના આધારે દ્વેષ રાખવા માંગતો નથી. એના પપ્પાને મળી એ ખુશ થાય છે. એમને જેલમાંથી છોડાવવાની પ્રક્રિયામાં સહભાગી થાય છે. અને જ્યારે જેલમાંથી છૂટેલા તરંગને લઈ તેઓ દાદાને મળવા ગામ જાય છે, એ જ દિવસે સોહમની કામેશ કહારના દીકરા સાથે બબાલ થાય છે. આગળની વાત પ્રકરણ 17માં છે. ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો