કરુણા લેખક : રવીન્દ્રનાથ ટાગોર અનુવાદ : રૂષિલ ડોડીયા

1

કરુણા - 1

કરુણાલેખક : રવીન્દ્રનાથ ટાગોર અનુવાદ : રૂષિલ ડોડીયા ...વધુ વાંચો

2

કરુણા - 2

પ્રથમ પરિચ્છેદઅનુપના મૃત્યુ પછી સાર્વભૌમ મહાશયે (પંડિતજીએ) પોતે ગોરપદું કરીને નરેન્દ્ર સાથે કરુણાના વિવાહ કરાવ્યા.મેં જે ધાર્યું હતું તે થયું. નરેન્દ્ર કેવો માણસ છે તેની પાડોશીઓને આટલા દિવસે જાણ થઈ, અને અભાગી કરુણાએ કેટલું કષ્ટ સહન કરવું પડશે તે હવે તેઓ સમજી શક્યા. પણ પંડિતજી આ બેમાંથી એક પણ વાત સમજી શક્યા નહીં.કરુણા આજકાલ માનસિક વ્યથામાં છે. જે બાળકી નિર્જન વનમાં મન મૂકીને રમતી, પક્ષીને હૈયે ચાંપીને તેની સાથે કલાકો સુધી વાતો કરતી, ખોળામાં ઢગલાબંધ ફૂલો રાખીને, પગ ફેલાવીને પોતાની મસ્તીમાં ગણગણાટ કરતા કરતા માળા ગૂંથતી, અને જેને તે પ્રેમ કરે છે તેના ચહેરા સામે જોઈને અસ્પષ્ટ હર્ષમાં મગ્ન ...વધુ વાંચો

3

કરુણા - 3

બીજો પરિચ્છેદ - મહેન્દ્રમહેન્દ્ર આટલા દિવસો સુધી ઘણો સારો હતો. શાળામાં તેને શિષ્યવૃત્તિ મળી હતી, કોલેજમાં આવ્યો, બી.એ. પાસ મેડિકલ કોલેજમાં ત્રણ-ચાર વર્ષ અભ્યાસ કર્યો; થોડા વધુ દિવસ ભણ્યો હોત તો ડોક્ટર બની ગયો હોત—પરંતુ લગ્ન થયા ત્યારથી તે આવો કેમ થઈ ગયો? તે હવે અમને મળવા આવતો નથી, અમે જઈએ તો સરખી રીતે વાત નથી કરતો—આ લક્ષણો સારાં નથી. અચાનક આવું પરિવર્તન કેમ આવ્યું તેની અમે અંદરખાને તપાસ કરી. મુખ્ય વાત એ હતી કે, કન્યા પક્ષ પાસેથી પૈસા લઈને મહેન્દ્રના પિતાએ જે કન્યા સાથે તેના લગ્ન કરાવ્યા હતા, તે મહેન્દ્રને જરાય પસંદ નહોતી. અને પસંદ ન હોવાનું કારણ ...વધુ વાંચો

4

કરુણા - 4

આ કરુણા નો ચોથો ભાગ છેઆ પહેલા ત્રણ ભાગ પ્રકાશિત થઈ ચૂક્યા છે જે તમે privious chapter માં વાંચી : રવીન્દ્રનાથ ટાગોરઅનુવાદ : રૂષિલ ડોડીયાત્રીજો પરિચ્છેદ - મોહિની અને મહેન્દ્રના મનની વાત"આવું ચાલ્યા કરે તો પાર કેમ આવે! મહેન્દ્રનું ઘર છોડી દીધું—વિચાર્યું કે જવા દો, હવે તે તરફ ધ્યાન નહીં આપું. મહેન્દ્ર જ્યારે અમારા ઘરે આવતો ત્યારે હું રસોડામાં જઈને છુપાઈ જતી, પણ આજકાલ મહેન્દ્ર પાછો ઘાટ પર જઈને બેસી રહે છે. કેવી મુસીબતમાં પડી છું, શું તેના કારણે પાણી ભરવા જવાનું પણ બંધ કરવું પડશે? ભલે, કદાચ ઘાટ પર બેસી રહ્યો, પણ આવી રીતે ટગર-ટગર કેમ જોયા કરે ...વધુ વાંચો

5

કરુણા - 5

ચોથો પરિચ્છેદ - પંડિતજીના બીજા લગ્નપહેલાં રઘુનાથ સાર્વભૌમ મહાશયની એક પાઠશાળા હતી. પણ ધનની તંગીને કારણે થોડા જ સમયમાં બંધ થઈ ગઈ. ગામના સમૃદ્ધ જમીનદાર અનુપકુમારે જે નવી પાઠશાળા સ્થાપી, તેમાં તેઓ ઓછા પગારે ગુરુજીના પદે નિયુક્ત થયા; પરંતુ ગુરુજીના પદ પર આસીન થયા પછી પણ તેમના શાંત સ્વભાવમાં સહેજ પણ ફેરફાર થયો નહીં.પંડિતજી કહેતા કે તેમની ઉંમર માંડ ચાલીસ વર્ષની છે. પણ આ પુરાવા પર જો વિશ્વાસ કરીએ તો સોગંદ ખાઈને કહી શકાય કે તેમની ઉંમર અડતાલીસ વર્ષથી ઓછી નહોતી. સામાન્ય પંડિતો સાથે તેમનો કોઈ બાબતમાં મેળ નહોતો—તેઓ કોઈ બહુ રસિયા કે રંગીલા માણસ નહોતો, કે ન તો ...વધુ વાંચો

6

કરુણા - 6

પાંચમો પરિચ્છેદમહેન્દ્ર નરેન્દ્રની ટોળકીમાં ભળ્યો તો ખરો, પરંતુ હજી પણ મહેન્દ્રના આચાર-વ્યવહારમાં એવી એક ખાનદાની અને ભવ્યતા છુપાયેલી હતી નરેન્દ્ર તેની સાથે સરખી રીતે વાત કરવાની હિંમત કરી શકતો નહોતો. એટલું જ નહીં, મહેન્દ્રની હાજરીમાં નરેન્દ્ર એક પ્રકારની બેચેની અનુભવતો અને તેના ગયા પછી જ તેને શાંતિ મળતી. અજાણતાં જ નરેન્દ્રનું મન મહેન્દ્રના વ્યક્તિત્વના પ્રભાવ સામે નમી ગયું હતું.મહેન્દ્ર ખૂબ જ શાંત અને મૃદુ સ્વભાવનો માણસ હતો—હસતી વખતે તે માત્ર મલકાતો, વાત કરતી વખતે એકદમ ધીમા અવાજે બોલતો અને જો વધારે લોકો હોય તો તે બિલકુલ બોલતો જ નહીં. કોઈની વાતમાં સંમતિ આપવી હોય ત્યારે તે 'હા' કહેતો ખરો, ...વધુ વાંચો

7

કરુણા - 7

છઠ્ઠો પરિચ્છેદ​મહેન્દ્ર જ્યારે ઘરે આવી પહોંચ્યો ત્યારે હજી રાત ઘણી બાકી હતી. નશો ક્યારનોય ઉતરી ગયો હતો. મહેન્દ્રના મનમાં ભારે પશ્ચાતાપ થઈ રહ્યો હતો. તે ગ્લાનિ, શરમ અને ભારે વિરક્તિ સાથે ફસડાઈ પડ્યો. એક પછી એક કેટલીય વાતો યાદ આવવા લાગી; બાળપણની એક-એક સ્મૃતિ વજ્રની જેમ તેના હૃદયમાં વાગવા લાગી. યુવાનીના પ્રારંભે ભવિષ્યના જીવનનું કેવું મધુર ચિત્ર તેના હૃદયમાં અંકાયેલું હતું—કેટલી મહાન આશાઓ, કેટલી ઉદાર કલ્પનાઓ તેના ઉદ્દીપ્ત હૃદયની નસેનસમાં વણાયેલી હતી. યુવાનીના સુખદ સપનાઓમાં તેણે વિચાર્યું હતું કે, તેનું નામ માતૃભૂમિના ઇતિહાસમાં ગૌરવના અક્ષય અક્ષરોમાં લખાશે, તેનું જીવન તેના દેશબાંધવો માટે આદર્શરૂપ બનશે અને ભવિષ્ય કાળ આદરપૂર્વક તેના ...વધુ વાંચો

8

કરુણા - 8

સાતમો પરિચ્છેદ​કરુણા વિચારે છે કે આ વળી કેવી મુસીબત છે, નરેન્દ્ર કેમ ઘરે પાછો નથી ફરતો? અધીરી થઈને તે જૂની નોકરાણી ભવી પાસે ગઈ અને પૂછ્યું કે નરેન્દ્ર કેમ નથી આવતો. તે હસીને બોલી કે એને એના વિશે શું ખબર હોય!​કરુણાએ કહ્યું, "ના, તું જાણે છે."​ભવી કહે, "અરે બાપ રે, હું કેવી રીતે કહું!"​કરુણાએ એની કોઈ વાત કાન પર ધરી નહીં. ભવીએ કહેવું જ પડશે કે નરેન્દ્ર કેમ નથી આવી રહ્યો. પરંતુ ઘણી આજીજી અને જીદ કરવા છતાં ભવી પાસેથી કોઈ ખાસ જવાબ મળ્યો નહીં. કરુણા અતિશય નારાજ થઈને રડી પડી અને પ્રતિજ્ઞા લીધી કે જો મંગળવાર સુધીમાં નરેન્દ્ર ...વધુ વાંચો

9

કરુણા - 9-10

આઠમો પરિચ્છેદ​નરેન્દ્રમાં ઘણા દોષ આવી ગયા છે એ વાત સાચી, પણ કરુણાને એ બધી વાતો કહે કોણ, તું જ ને! એ બિચારી કેવા અખંડ વિશ્વાસ સાથે સપના જોઈ રહી છે, તેના એ સપનાને તોડવાની જરૂર પણ શું છે? વળી તે આટલું બધું ઊંડું સમજતી પણ નથી અને આવી વાતો પર કાન પણ ધરતી નથી. પરંતુ રાત-દિવસ સાંભળતા સાંભળતા બે-ચાર વાતો મનમાં વસી જ જાય ને! કરુણાનો એવો પ્રફુલ્લિત ચહેરો પણ ક્યારેક ક્યારેક કરમાઈ જાય છે—તેમ ન થાય તો જ નવાઈ! પણ નરેન્દ્ર સામે આવતાં જ તે બધી વાતો ભૂલી જાય છે, પૂછવાનું મનમાં જ નથી રહેતું, એવો સમય જ ...વધુ વાંચો

10

કરુણા - 11-12

દસમો પરિચ્છેદ​એકવાર દેવાના ચક્રવ્યૂહમાં ફસાયા પછી કોઈ બચાવ રહેતો નથી. જ્યારે પણ કોઈ કેસ (નાલિશ) કરવાની ધમકી આપતું, ત્યારે તરત જ બીજા કોઈની પાસેથી અતિશય વ્યાજે પૈસા ઉધાર લઈને દેવું ચૂકવી દેતો. આ રીતે મૂળ રકમ કરતાં તો વ્યાજ વધી ગયું. નરેન્દ્ર આ વખતે ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયો. કોર્ટમાં કેસ દાખલ થયો અને સમન્સ પણ નીકળ્યું. એક દિવસ સવારે, કોઈ અશુભ મુહૂર્તમાં નરેન્દ્રની ઊંઘ ઊડી અને તે ધીમે ધીમે જેલના સળિયા પાછળ (જેલમાં) રહેવા ચાલ્યો ગયો. બિચારી કરુણાએ ખાવા-પીવાનું છોડીને, રડી-રડીને આખું ઘર માથે લીધું. શું કરવું તે તેને કંઈ સમજાતું નહોતું, તે અધીરી થઈને આમતેમ ભટકવા લાગી. ...વધુ વાંચો

11

કરુણા - 13-14

બારમો પરિચ્છેદ​સ્વરૂપબાબુ કહે છે કે આ દુનિયા તેમને સતત હેરાન કરતી આવી છે, એટલા માટે તેઓ મનુષ્યોને પિશાચ સમાન છે. પરંતુ અમે જેટલું જાણીએ છીએ તે મુજબ તો તેઓ પોતે જ દેશના લોકોને હેરાન કરતા આવ્યા છે. તેઓ જેમના પણ સંપર્કમાં આવ્યા છે, તેમને અંતે એવી મુશ્કેલીમાં મૂકી દીધા છે કે શું કહું!​સ્વરૂપબાબુ હંમેશાં એવી કવિતાઓની ચિંતામાં મગ્ન રહે છે કે ઘણી બૂમો પાડવા છતાં પણ તેમનો જવાબ મળતો નથી અને તેઓ અચાનક 'હેં!' કહીને ચમકી ઊઠે છે. કદાચ ઘણી વાર તેઓ કોઈ તળાવના પાકા ઓટલા (ઘાટ) પર બેસીને આકાશ તરફ જોઈ રહ્યા હોય, અને તેમની આગળ, પાછળ કે ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો