ઈરફાન જુણેજાની કવિતાઓ

(76)
  • 41.5k
  • 20
  • 18.8k

દિલ મારુ હરખાયતારા નયનમાં જોવું હું જયારે,દિલની ધડકન વધતી જાય,પણ તું આપે હળવું સ્મિત,એ જોઈ દિલ મારુ હરખાય.. કોરા કાગળ પર લખું હું બે શબ્દો,તારી અનુભૂતિ મને થાય,યાદ કરું તારી વાતોને એકાંતમાં,એ વિચારીને દિલ મારુ હરખાય.. તારા પાયલનો રણકાર સંભળાય જયારે,મારા હૈયે સંગીતના સુર અનુભવાય,પણ તું આવી ચડે જયારે સામે,એ જોઈ મારી બોલતી જ બંધ થઇ જાય.. લખું હું કવિતા તારા પર જયારે,બસ શબ્દોની અછત વર્તાય,પણ એ ભાવને મહેસુસ કરવાની ઈચ્છા જન્મે,એટલે જ આ કોમળ દિલ મારુ હરખાય..હું જીવવા લાગ્યો છું આવીને તારી પાસે,હું જીવવા લાગ્યો છું, બેરંગ જિંદગીમાં હવે,જાતે જ રંગ ભરવા લાગ્યો છું, પ્રેમ તને દિલથી,હું કરવા લાગ્યો

Full Novel

1

ઈરફાન જુણેજાની કવિતાઓ (સંગ્રહ-૧)

દિલ મારુ હરખાયતારા નયનમાં જોવું હું જયારે,દિલની ધડકન વધતી જાય,પણ તું આપે હળવું સ્મિત,એ જોઈ દિલ મારુ હરખાય.. કોરા પર લખું હું બે શબ્દો,તારી અનુભૂતિ મને થાય,યાદ કરું તારી વાતોને એકાંતમાં,એ વિચારીને દિલ મારુ હરખાય.. તારા પાયલનો રણકાર સંભળાય જયારે,મારા હૈયે સંગીતના સુર અનુભવાય,પણ તું આવી ચડે જયારે સામે,એ જોઈ મારી બોલતી જ બંધ થઇ જાય.. લખું હું કવિતા તારા પર જયારે,બસ શબ્દોની અછત વર્તાય,પણ એ ભાવને મહેસુસ કરવાની ઈચ્છા જન્મે,એટલે જ આ કોમળ દિલ મારુ હરખાય..હું જીવવા લાગ્યો છું આવીને તારી પાસે,હું જીવવા લાગ્યો છું, બેરંગ જિંદગીમાં હવે,જાતે જ રંગ ભરવા લાગ્યો છું, પ્રેમ તને દિલથી,હું કરવા લાગ્યો ...વધુ વાંચો

2

ઈરફાન જુણેજાની કવિતાઓ (સંગ્રહ-૨)

મનોવૃત્તિઆંખમાં એક આશ લઈને બેઠો છું,જીવનમાં કંઈક સમજોતાં કરીને બેઠો છું, ભૂલી ગયાં લોકો મારા કર્મોને હવે,છતાં જીવનમાં એમની વિચારીને બેઠો છું, કાગળનાં આ ટુકડામાં શું દર્શાવું મારી લાગણી,મનમાં દરેક જીવ માટે દયા ભાવ લઇ બેઠો છું, ઘાવ આપ્યા મને દિલ પર પોતીકાઓ એ જ,છતાં દિલમાં એમની જ દુઆ લઇ બેઠો છું, ઈશ્વર આપે મને જો એક મોકો માંગવાનો,તો માનવતા વસે દરેક હૈયે એ ખ્વાબ લઇ બેઠો છું, વાંચું છું રોજ અવનવા સમાચારો છાપામાં,પણ હૈયે તો પરોપકારની ભાવના લઇ બેઠો છું, કેવી રીતે આપું સહાય લાચાર સૃષ્ટિના જીવોને,હું ખુદ જ જવાબદારીઓ આડે લાચાર થઈ બેઠો છું, થાય છે હવે ...વધુ વાંચો

3

ઈરફાન જુણેજાની કવિતાઓ (સંગ્રહ-૩)

પ્રેમનો અનોખો એહસાસદિવસો કેવા ઝડપથી પસાર થઈ ગયા,બે અજનબીઓ આજે એકબીજાના થઇ ગયા, ન જાણ હતી એકબીજાના નામની,આજે બને સાથી થઇ ગયા, શબ્દોમાં એક્બીજાનો રંગ ચડ્યો એવો,કે કવિતાઓમાં પણ એકબીજાને પ્રેમ કરતા થઇ ગયા, વચન આપ્યા કે હંમેશા સાથ આપસે એકબીજાને,પણ દિલથી તો બે શરીર ને એક રુન્હ થઇ ગયા, ઉંમર,ધર્મ ને સંસારની ચિંતા છોડીને,બંને પારેવડાઓ એક માળાના મહેમાન થઇ ગયા, ભૂતકાળની વાતોમાં ક્યારેક ખોવાયા,તો ક્યારેક મસ્તીના મૂડમાં રમતાં થઇ ગયા, બાકી છે હજી હંસોની યાદગાર મુલાકાત,પણ ખુલ્લી આંખે મળવાના સ્વપ્ન જોતા થઇ ગયા, નથી ભરી બાથ કે નથી કર્યા અધરના રસપાન,પણ એકબીજાના સંબંધના સ્વાદને એ માણતા થઇ ગયા, ...વધુ વાંચો

4

ઇરફાન જુણેજાની કવિતાઓ (સંગ્રહ-૪)

આજે તારી પાસ આવું..નયનથી નયન મિલાવું,આજે તારી પાસ આવું, સૂકા પડેલા તારા હોઠને,આજે મારા હોઠથી રસપાન કરાવું, ચહેરો તારો લાલ કરવાં,તને મારી બહુપાસમાં ભરાવું, નાજુક નમણી ડોક પર તારી,લવ બાઈટની ઈમેજ ઉપસાવું, કાયા તારી લથબથ કરી,ખુદ તારામાં પીગળી જાવું, કાળી કાળી રાતલડીમાંતુજ કાયા પર ચાંદરણા પ્રેમના પડાવું..સહવાસ ઝીણાં ઝીણાં પ્રકાશમાં,રંગબેરંગી ફૂલોમાં,મખમલ વાળી ચાદરમાં,પ્રિયે તારી બહુપાસમાં,સહવાસની સુગંધ આવી.. કોમળ તારા હોઠમાં,નાજુક તારી ડોકમાં,નશીલી તારી આંખમાં,મોહક તારા તનમાં,સહવાસની સુગંધ આવી.. હ્રદયના ધબકારામાં,અંતરમાં રહેલી આગમાં,એક થવાની આશમાં,મન મોહક એ રાતમાં,સહવાસની સુગંધ આવી.. પ્રથમ તારા ચુંબનમાં,નિઃવસ્ત્ર તારા દેહમાં,ધીમી ધીમી સિસ્કારીઓમાં,ચૂંથાયેલી એ ચાદરમાં,સહવાસની સુગંધ આવી.. શરીર પરના ચકામાઓમાં,નખથી ઉઝળાયેલી ચામડીમાં,છોલાતી જતી ઉત્તેજનામાં,લથબથ થતી કાયામાં,સહવાસની ...વધુ વાંચો

5

ઈરફાન જુણેજાની કવિતાઓ (સંગ્રહ-૫)

પ્રિયેના નામમારા આયુની દરેક પળ તારે નામ કરવી છે,એ જાન તને મહોબ્બત બેઇન્તેહા કરવી છે, સુખ મળે કે પછી મને દુઃખ,મારે તો મારી હર શામ તારે નામ કરવી છે, આપી પ્રેમનું પુષ્પ તને દિલની વાત કહેવી છે,મનમાં ઉમળતી ખુશીઓને તારે નામ કરવી છે, રાખી સંબંધ પ્રેમનો તને મારી બનાવવી છે,જીવનની મારી ઈચ્છા મારે હવે પુરી કરવી છે, 'ઇલ્હામ' થાય છે મને કે તું પણ મને ચાહે છે,બસ તારા મુખેથી એ પ્રેમભરી વાત સાંભળવી છે મારા આયુની દરેક પળ તારે નામ કરવી છે,એ જાન તને મહોબ્બત બેઇન્તેહા કરવી છે..પ્રેમવસી ગયા તમે દિલમાં,એ જોઈ નફરત ભાગી ગઈ, બગડેલા મારા વિચારોમાં,શુદ્ધિ આવી ...વધુ વાંચો

6

ઈરફાન જુણેજાની કવિતાઓ (સંગ્રહ-૬)

આત્મીયતાજેના આવવાથી ફેલાયો ધરતીપર નૂર,મારા મુહંમદની મિલાદ આવી રહી છે, ખુશીઓથી ઝૂમી ઉઠ્યું છે આ જગ,મારા આકાની મિલાદ આવી છે, જેમણે બતાવ્યો પરચો કરી ચાંદના બે ટુકડા,અલ્લાહના રસુલની મિલાદ આવી રહી છે, જીવન જીવીએ એમના બતાવ્યા રસ્તે ચાલી,હજરત મુહંમદ મુસ્તફાની મિલાદ આવી રહી છે, રાખો આત્મીયતા એમની બતાવેલી દિશા પર,અમન સુકુન ફેલાવનાર આકાની મિલાદ આવી રહી છે, સત્ય, બંદગી ને દુઆ જીવનમાં ઉતારો,અલ્લાહના રસુલની મિલાદ આવી રહી છે..હું સ્વાર્થી છું..તને ફક્ત મારી જ માનું છું,તને દિલથી અનહદ ચાહું છું,એટલે જ લોકો કહે છે,હું સ્વાર્થી છું.. પળે પળમાં તને અનુભવું છું,તને પામવાનો સ્વાર્થ સેવુ છું,એટલે જ લોકો કહે છે,હું સ્વાર્થી ...વધુ વાંચો

7

ઈરફાન જુણેજાની કવિતાઓ (સંગ્રહ-૭)

પ્રિયેશબ્દોથી હું વસુ તારે હૈયે,લખીને ભાવથી પામું તને પ્રિયે, ફલક પર તારી યાદોને શોધું પ્રિયે,બનીને દિવાનો ચારેકોર તને પામું રહી તારા મનમાં હું રાજ કરું પ્રિયે,એ જ ભાવ સાથે આખું જીવન વિતાવું પ્રિયે, શરમાળ તારી નજરોને વધુ શરમાઉં પ્રિયે,લાગણીના બંધને મજબૂત બનાવું પ્રિયે, હૈયે તારે પ્રેમના મોજા ઉછળે પ્રિયે,એ જ મોજાઓની ભીનાશને હું પામું પ્રિયે, લખીને મનના દરેક ભાવને આજે પ્રિયે,અંતરનો ઉમળકો દર્શાવું પ્રિયે, સદાય તું મારી સમીપ રહે પ્રિયે,તારા અધર પર મારુ જ નામ રહે પ્રિયે, શબ્દકોષના શબ્દો પણ ઓછા પડે પ્રિયે,એટલી ભાવનાઓ મનમાં લઈને બેસું પ્રિયે..મિત્રો સાથે દિવાળી બાળપણની મીઠી યાદો વાગોળતા,સઘરેલાં આપણા સ્મરણો મળ્યા.. દિવાળીની તારીખ ...વધુ વાંચો

8

ઈરફાન જુણેજાની કવિતાઓ (સંગ્રહ-૮)

પૂજામનની શુદ્ધિ માટે,આત્મચિંતન માટે,મળીને કરીએ પૂજા.. સત્યને જાણવા માટે,અહિંસા ફેલાવવા માટે,મળીને કરીએ પૂજા.. અવગુણો દૂર કરવા માટે,ખુદા પાસે મદદ માટે,મળીને કરીએ પૂજા.. ગરીબોના કલ્યાણ માટે,સૃષ્ટિના હિત માટે,મળીને કરીએ પૂજા.. ભટકેલાને માર્ગ દેખાડવા માટે,સાચા પંથે ચાલવા માટે,મળીને કરીએ પૂજા..દોડદુનિયાના આ જીવનફેરે દરેકને દોડવું છે,બાળપણ હોય કે યુવાની દરેકને દોડવું છે, બાળપણની રમતોમાં બાળકને દોડવું છે,ભરજવાનીના સમયે પૈસા પાછળ દોડવું છે, થંભતી નથી આ દોડ આટલું કર્યા પછી પણ,બુઢાપે આવેલી પીડામાં દવાખાને દોડવું છે, આત્મા છોડશે દેહ જયારે થંભી જશે દોડ ત્યારે,ત્યાં સુધીઆ સૃષ્ટિમાં આમ જ દરેકને દોડવું છેશું તું મારો સાથ નિભાવીશ? દુનિયાની ભીળમાં છું હું એકલો, શું તું ...વધુ વાંચો

9

ઈરફાન જુણેજાની કવિતાઓ (સંગ્રહ-૯)

સમર્પણવ્યક્તિગત સ્વાર્થ છોડી,કોઈના હિત માટે જીવો,તે જ સાચું સમર્પણ... જીવનની મોહમાયા છોડી,કુદરતની ભક્તિમાં મન લગાડો,તે જ સાચું સમર્પણ... ક્રોધ,ગુસ્સો અહંકાર તજી,ઉદાર,કરુણ ને માયાળુ બનો,તે જ સાચું સમર્પણ... જિંદગી પોતાના માટે નહીં,બીજાનાં માટે જીવી બતાવ ...વધુ વાંચો

10

ઈરફાન જુણેજાની કવિતાઓ (સંગ્રહ-૧૦)

નયનનયનથી મિલાવી નયન,ઉતરી ગયા તમે દિલમાં, પસંદ આવ્યો મુજને,એ અંદાજ તમારો.. ખેલ ખેલી ગયા અંતે,આ દિલને સમજી પારકું, પણ આખીએ રમતનો,અંદાજ મને ગમ્યો.. બાકી શું છે હવે આ જીવનમાં,બધું જ લૂંટાઈ ગયું તારા ખેલમાં, નયનથી મિલાવી નયન,ઉતરી ગયા તમે દિલમાં, પસંદ આવ્યો મુજને,એ અંદાજ તમારો.. લાગણીના રસ્તે ખાધી છે મેં ઠોકર,છતાં નથી થયો ઓછો પ્રેમ અમારો, ભૂલી જાઓ ભૂતકાળ ને આગળ વધો જીવનમાં,મળશે કંઈક સારું જરૂર આ જીવનમાં,પ્રેમની છાપઅંતરથી આવે છે હોઠો પર એક વાત,મારા હૈયે છે તારા પ્રેમની એક છાપ.. શબ્દોમાં છલકાય છે લાગણીની ભીનાશ,અક્ષરોમાં કોતરાય છે વ્હાલની એક છાપ.. આશાઓમાં જીવે છે તને મળવાની આશ,મારા હૈયે વાગી ...વધુ વાંચો

11

ઈરફાન જુણેજાની કવિતાઓ (સંગ્રહ-૧૧)

આવી એક પરીનાજુક નમણાં નયન સાથે,સ્માઈલી જેવા ફેસ સાથે,કરુણ આટલું દિલ લઇને આવી એક પરી... પોતાની મોજમાં જ મસ્તી ખુશહાલી સાથે,સુરતની ઘારી લઈને આવી એક પરી... ફોટો પાડવાના શોખ સાથે,પોઝ આપવાના આર્ટ સાથે,કપડાઓનું કલેક્સન લઈને આવી એક પરી... ઇ.સી.માં અભ્યાસ સાથે,કમ્પ્યુટરમાં જોબ સાથે,અમદાવાદમાં જીવન વિતાવવા આવી એક પરી... મધુર શબ્દોની બોલી સાથે,પોતીકા બનાવવાની કળા સાથે,ઈરફાનની દોસ્ત બનવા આવી એક પરી...દોસ્ત મારી હસતાં ચહેરા ની પાછળ દર્દ છુપાવી એ બેઠી છે..ન જાણે ક્યારે અંતર નો આનંદ એ માણતી હશે... આકર્ષિત રૂપ ની પાછળ દુઃખ નો પોટલો લઇ એ બેઠી છે..ન જાણે ક્યારે અંતર થી એ ખુશ થાતી હશે... મધુર વાણી ...વધુ વાંચો

12

ઈરફાન જુણેજાની કવિતાઓ (સંગ્રહ-૧૪)

ભારતમાં એવા વિકાસની જરૂર છેસુખમાં કે દુઃખમાં,પોતાનામાં કે પારકામાં,દરેક સાથે ન્યાય રહે,મારા ભારતમાં એવા વિકાસની જરૂર છે.. ગરીબીમાં કે કે મુસલમાનમાં,દરેક સાથે કરુણા રહે,મારા ભારતમાં એવા વિકાસની જરૂર છે.. સવારમાં કે સાંજમાં,દિવાળીમાં કે ઇદમાં,દરેક ઘરમાં ખુશહાલી રહે,મારા ભારતમાં એવા વિકાસની જરૂર છે.. નેતામાં કે નાગરિકમાં,વેપારીમાં કે નોકરીયાતમાં,દરેક મનમાં દેશભક્તિ રહે,મારા ભારતમાં એવા વિકાસની જરૂર છે.. ભ્રષ્ટાચારમાં કે બળાત્કારમાં,છેતરપિંડીમાં કે દગાખોરીમાં,દરેક માટે કડક સજા રહે,મારા ભારતમાં એવા વિકાસની જરૂર છે.. ફોજીમાં કે પોલીસમાં,ડોક્ટરમાં કે એન્જિનિયરમાં,દરેક માટે માન-સન્માન રહે,મારા ભારતમાં એવા વિકાસની જરૂર છે.. પૂજામાં કે નમાજમાં,પ્રસાદમાં કે નિયાજમાં,દરેક મનમાં શ્રદ્ધા રહે,મારા ભારતમાં એવા વિકાસની જરૂર છે.. અવકાશમાં કે ભૂગર્ભમાં,દુનિયામાં કે ...વધુ વાંચો

13

ઈરફાન જુણેજાની કવિતાઓ (સંગ્રહ-૧૫)

મનનાં ઉંબરેદિવસો વેડફાય છે,જીવન પસાર થાય છે,તારી યાદમાં પ્રિયે,ન જાણે શું-શું થાય છે.. તું છે બહુ દૂર,હું ચાહું છું આવે,તારી સાથે આપણી,પ્રીતની સોગાદ લાવે.. તને બનાવવા મારી,હવે મન મારુ છલકાય છે,માની જા ને પ્રિયે,હવે મારુ દલડું ઘવાય છે.. નીકળી જશે સમય,ને રહી જશે આશા,પ્રિયે તું જો નહીં આવે,તો જીવન બની જશે નિરાશા.. મારા વ્યક્તિત્વથી નહીં,તો મારા શબ્દોથી સહી,પ્રિયે તું આવી જા હવે,આ માસુમ દિલના દ્વારે.. ઉમ્મીદ મારી કાયમ છે,વિશ્વાસ મારો અતુટ છે,પ્રિયે તારા પ્રેમમાં,મારુ મન હવે પાગલ છે..પ્રશ્ન હ્રદયનો હું નથી બોલી શકતો મારા મનમાં શું છે?હું નથી દર્શાવી શકતો મારા હૈયાંમાં શું છે?તું જ એકવાર આવીને સમજી લે ...વધુ વાંચો

14

ઈરફાન જુણેજાની કવિતાઓ (સંગ્રહ-૧૬)

પિતાપરિવારનું ભરણપોષણ કરતો,તડકે પરસેવો વહાવતો, બાળકના સુખ માટે જે,પોતાની ખુશીઓને મારતો, દિવસ રાત જોયા વગર,અઢળક મહેનત કરતો, બાળકના સારા માટે,ચારેકોર ઘોડાધોળ કરતો, પોતે બે જોડી કપડાંમાં જીવી,પત્ની અને બાળકને નવાં નવાં કપડાઓ અપાવતો, સૌનું ભલું ચાહનારો,આ દુનિયામાં પિતા કહેવાતો..તમે મળી ગયા જીવનની આ સફરમાં તમે મળી ગયા,મારી ડૂબતી નાવને સહારા મળી ગયા, પ્રેમભરી વાતો તમે કરી ગયા,મારા જીવનમાં નવાં રંગો મળી ગયા, એકલતાને આખરે તમે દૂર કરી ગયા,મારા શરીરમાં તમે એક સુવાસ બની પ્રસરી ગયા, નસીબને મારુ ઉજાગર કરી ગયા,ખુશીઓનો ખજાનો જીવનમાં આપી ગયા, મારા જીવનનું દરેક દુઃખ ભુલાવી ગયા,પ્રેમ જ પ્રેમ જીવનમાં ભરી ગયા, ઈરફાનને હવે શું જોઈએ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો