આખી પાટણનગરી ઉપર અંધકારનો પડછાયો પડી ગયો હતો. કોઈ જગ્યાએ કોઈ દુખિયું જાગતું હોય તો ભલે, બાકી તમામ માણસો નિંદ્રાની સુખભરી સોડમાં લપાઈ ગયાં હતાં. મધરાત પછીની એક બે પ્રહર રાત્રિ વીતી ગઈ હતી. પશુ, પંખી, ઝાડપાન, વૃક્ષવેલી, પાણી ડુંગર, મેદાન બધાં જ જાણે કે ગાઢ નિંદ્રામાં પડી ગયાં હોય તેમ કોઈ ઠેકાણેથી એક જરા સરખો પણ સંચળ આવતો ન હતો. સિદ્ધરાજ મહારાજનું વિશાળ સહસ્ત્રલિંગ સરોવર આંખો મીંચીને સૂઈ ગયું હતું. જેને કિનારે આડે દિવસે સામાન્ય રીતે કોઈ ને કોઈનો ધૂણીદેવતા જાગતો જ હોય, તેને કિનારે આજે એ તણખલું પણ સળવળતું ન હતું. બધે જ ગાઢ ઘારણ વળી ગયું હતું.

નવા એપિસોડ્સ : : Every Monday, Wednesday & Friday

1

રાય કરણ ઘેલો - ભાગ 1

ધૂમકેતુ ૧ પાટણપતિ આખી પાટણનગરી ઉપર અંધકારનો પડછાયો પડી ગયો હતો. કોઈ જગ્યાએ કોઈ દુખિયું જાગતું હોય તો બાકી તમામ માણસો નિંદ્રાની સુખભરી સોડમાં લપાઈ ગયાં હતાં. મધરાત પછીની એક બે પ્રહર રાત્રિ વીતી ગઈ હતી. પશુ, પંખી, ઝાડપાન, વૃક્ષવેલી, પાણી ડુંગર, મેદાન બધાં જ જાણે કે ગાઢ નિંદ્રામાં પડી ગયાં હોય તેમ કોઈ ઠેકાણેથી એક જરા સરખો પણ સંચળ આવતો ન હતો. સિદ્ધરાજ મહારાજનું વિશાળ સહસ્ત્રલિંગ સરોવર આંખો મીંચીને સૂઈ ગયું હતું. જેને કિનારે આડે દિવસે સામાન્ય રીતે કોઈ ને કોઈનો ધૂણીદેવતા જાગતો જ હોય, તેને કિનારે આજે એ તણખલું પણ સળવળતું ન હતું. બધે જ ગાઢ ...વધુ વાંચો

2

રાય કરણ ઘેલો - ભાગ 2

૨ પાટણની હવા પણ રાજા હજી પૂરેપૂરો જાગ્રત થયો ન હતો. જે દ્રશ્ય એણે જોયું હતું. તેની ઘેરી હજી પણ તેના મન પર ચાલી રહી હતી પળ બે પળ એ ધરતીની સામે એકીટશે જોઈ જ રહ્યો. પછી જાણે અચાનક નિંદ્રામાંથી જાગતો હોય તેમ બોલ્યો: ‘સોઢલજી! રાત્રિ કેટલીક ઘટિકા બાકી હશે?’ રાજાનો સોઢલજી ઉપર કૌટુંબિક જેવો પ્રેમ હતો. સોઢલજીને પણ રાજા કરણરાય સમાન કોઈ માનવી દેખાતો ન હતો. દ્વારપાલ કરતાં એ મહારાજના અંતેવાસી મિત્ર જેવો વધારે હતો. તેને રાજાની સામે જોતાં નવાઈ લાગી. તેણે હાથ જોડીને કહ્યું: ‘મહારાજ! રાત્રિ બેએક ઘટિકા બાકી હશે. કોઈને બોલાવવા છે પ્રભુ?’ પણ રાજા ...વધુ વાંચો

3

રાય કરણ ઘેલો - ભાગ 3

૩ રાજા પ્રતાપચંદ્ર એટલી વારમાં રાજા પ્રતાપચંદ્રને અનેક વિચાર આવી ગયા હતા. દુર્ગમ અને અણનમ રહેવા સરજાયેલી પોતાની દુર્ગમાળાના ખડકોમાં, વીર જોદ્ધા સમો એ એકલો અને અટંકી ઊભો હતો. પણ દેવગિરિના યાદવરાજ રામચંદ્ર જેવા નમી ગયા, પછી એની એ અણનમ ધજા કેટલી વાર ટકવાની? એ આંહીં પાટણમાં આવ્યો હતો એટલા માટે. પણ આંહીંની હવા જોઇને એનું મન ઉદાસ થઇ ગયું. આંહીં પણ અંદરોઅંદર ઝેરવેર હતાં. તુરુષ્ક દિલ્હીથી હવે જ્યારે નીકળશે ત્યારે સૌને રોળીટોળી નાખશે. આંહીં પાટણમાં અને રંગ હતા. કોઈ એક જમાનામાં ગુજરાતના મહામંત્રીઓ વસ્તુપાલ તેજપાલ* – દિલ્હીને વશ કરવામાં, સમાધાન મેળવવામાં ફાવી ગયા હતા, એ સિદ્ધિનું આકર્ષણ અત્યારના ...વધુ વાંચો

4

રાય કરણ ઘેલો - ભાગ 4

૪ ચંદ્રશાળા પ્રતાપચંદ્ર દેખાતો બંધ થયો કે તરત જ કરણરાયને પોતે ક્યાં ઊભો હતો તેનું તીવ્ર ભાન થઇ આવ્યું. જો ગૌરવ જાળવવું હોય, એણે જો પાટણને બચવવું હોય, એણે જે તુરુષ્કોનો જ્યારે એ આવે ત્યારે સામનો કરવો હોય તો એક પળ પણ એનાથી હવે ગુમાવાય તેવું ન હતું. તુરુષ્ક બળવાન હતો અને લોહી ચાખી ગયો હતો. દેવગિરિ પછી એ ગમે ત્યાં આવવાનો હતો. રાજાએ તાત્કાલિક નિર્ણય લેવાનો હતો. એ જે નિર્ણય લે તેના ઉપર પાટણનું ભાવિ લટકતું હતું. નમવું ને જીવવું, કે જુદ્ધ કરવું ને નષ્ટ કરવું. એ બે જ માર્ગ એની સમક્ષ હતા. પ્રતાપચંદ્રની વાતમાંથી એ વસ્તુ દિવા ...વધુ વાંચો

5

રાય કરણ ઘેલો - ભાગ 5

૫ મહારાણી કૌલાદેવી મહારાણી કમલાવતીનું બીજું નામ કૌલાદેવી. વધારે પરિચિત એ નામે જ હતી. અત્યારે એ આંહીં આવી તેમાં કોઈ નવાઈ ન હતી. એને ગળથૂથીમાથી એક વાત મળી હતી. એ રજપૂતાણી હતી, ને રજપૂતની સમશેરને એ વરી હતી! તેણે એક પરંપરા જોઈ હતી. રજપૂતોમાં કેસરિયાં કરવાની. રજપૂતાણીની જૌહર કરવાની. એના રોમેરોમમાં પણ એ જ અગ્નિ બેઠો હતો. તે કરણરાયની વાત જાણતી હતી. પાટણ હજી ગોઠવાઈ રહે તે પહેલાં જો તુરુષ્ક વાવંટોળની માફક અહીં આવી ચડે, તો કરણરાયને કેસરિયાં સિવાય બીજો કોઈ જ માર્ગ ન હતો. હા, બીજો માર્ગ હતો. દેવગિરિનાં યાદવનો. નમી પડવાનો – નાક કાપવાનો. એટલે તે ...વધુ વાંચો

6

રાય કરણ ઘેલો - ભાગ 6

૬ મોડાસાનો દુર્ગપતિ ‘મહારાજ! મને આ સ્વપ્નમાં, આ રેત સમંદરમાં, સંધ્યાટાણે એક સવાર આવતો દેખાયો. ‘એકલદોકલ, થાકેલો, હારેલો, ચીંથરેહાલ, એવા જ થાકેલા, હાંફેલા, મરવાના વાંકે જીવતાં, કેવળ હાડકાના હોય એવા, એક મુડદાલ ઘોડા ઉપર એ સવારી કરીને આવી રહ્યો હતો! આવું ભયાનક સ્થળ હતું, નમતી સંધ્યા હતી. અને એ એકલો આવી રહ્યો હતો. એ સવારી કરીને આવી રહ્યો હતો એમ પણ શું કહેવું? એ પોતાની છાતી ઉપર માથું ઢાળીને, ઘોડાની લગામને છોડી દઈને, રેસ્ટ સમંદરના એ ભયંકર રણમાં, અનેક સુક્કાં ઠૂંઠાંઓની વચ્ચે નિર્જીવ શુષ્ક રેત-ખડકોની વચ્ચે. જાણે કોઈ સ્થળે – ગમે તે સ્થળે, અટકી જવા માટે, ઢળી જવા માટે, ...વધુ વાંચો

7

રાય કરણ ઘેલો - ભાગ 7

૭ થોડો પૂર્વ ઈતિહાસ આ વ્યાપક અવિશ્વાસનું કારણ સમજવા માટે થોડાં વર્ષો પાછળ જવું પડે તેમ છે. માત્ર જ વર્ષ પહેલાં એક એવો જમાનો હતો, જ્યારે પાટણમાં રાણા વીરધવલ અને લવણપ્રસાદ જેવા સિંહાસન-ભક્તો બેઠા હતા. એમણે ધાર્યું હોત તો એ ગમે ત્યારે પાટણપતિ થઇ શક્ય હોત. પણ ધવલક્કના આ સ્વામિભક્ત રાણાઓ રાણાઓ જ રહ્યા. સામંતપદમાં જ સંતોષ માણી રહ્યા. એ વખતે પાટણની ગાતી ઉપર અપ્તરંગી ભોળા ભીમદેવનું શાસન હતું એ બહાદુર રણયોદ્ધાએ પૃથ્વીરાજ ચૌહાણ જેવા સાથે યુદ્ધ કર્યું હતું. અજમેરના સોમેશ્વર જેવા સાથે યુદ્ધ કર્યું હતું. ઘોરી જેવાને હાર આપી હતી. ગુલામવંશી કુતબુદ્દીન જેવાને યુદ્ધ આપ્યું હતું. એણે ...વધુ વાંચો

8

રાય કરણ ઘેલો - ભાગ 8

૮ છેલ્લી સવારી કેટલીક વખત માણસને, નગરને કે દેશને સ્વપ્ને પણ ખ્યાલ હોતો નથી કે જે ભવ્ય મહોત્સવ જોઈ રહેલ છે, તે એને માટે છેલ્લો મહોત્સવ છે, છેલ્લો! ત્યાર પછી એવો પ્રસંગ એને ત્યાં કોઈ દિવસ આવવાનો નથી. પાટણ નગરીને પણ ખ્યાલ ન હતો. પ્રભાતમાં જ્યારે પાટણનું ચતુરંગી વિજયકટક સહસ્ત્રલિંગ સરોવરના મેદાનમાં ખડું ઊભું રહ્યું, સેંકડોની હાથીસેના ત્યાં આવી, હજારો ઘોડેસવારની હેવળથી ધરતી ગાજી ઊઠી. રણશિંગા ફૂંકાયા, શંખનાદ ઊપડ્યા, તૂરી, ભેરી, નોબત, ઢોલ, ત્રાંસા, શરણાઈઓ જાગી જ્યારે ચારણ ભાટ, બંદીજનોએ મહારાણી નાયિકાદેવીની રણકથા ઉપાડી. મહમ્મદને ઊભી પૂંછડીએ આબુની પહાડમાળામાંથી કાઢી મૂક્યો હતો એની રણગીતાવલિ હવામાં બેઠી થઇ, ત્યારે ...વધુ વાંચો

9

રાય કરણ ઘેલો - ભાગ 9

૯ કાંધલ દેવડો કદાવર પહાડ સમો આ આદમી કોણ છે ને ક્યાંથી આવ્યો છે, એ જાણવા માટે સૌ થઇ ગયા. ત્યાં તો મહારાજના સાંનિધ્યમાં આવતાં બે હાથ જોડીને એ પોતે જ બોલ્યો: ‘મહારાજ! હું ઝાલોરગઢથી આવું છું. મારે અગત્યનો સંદેશો આપવાનો છે!’ ઝાલોરગઢનું નામ સાંભળતાં સૌ ચમકી ગયા. ઝાલોરગઢથી આવનાર માણસ કાંઈક ઘણા અગત્યના સમાચાર લાવતો હોવો જોઈએ. કાં ઝાલોર નડૂલને પડખે મેવાડ સામે યુદ્ધે ચડ્યું હોય કાં કોઈકનો ભય આવ્યો હોય. રાય કરણરાયને એની વાત અગત્યની લાગી. તરત એને પૂછ્યું: ‘તમને કોણે મોકલ્યા છે? શું તમારું નામ?’ ‘ઝાલોરપતિ કાન્હડદેવ મહારાજનો હું સંદેશવાહક છું મહારાજ! મારું નામ કાંધલ ...વધુ વાંચો

10

રાય કરણ ઘેલો - ભાગ 10

૧૦ મહારાણીની પ્રેરણા કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણરાય વિચારમાં પડી ગયો. નડૂલના ચૌહાણ પાટણ સાથે વર્ષોથી મૈત્રી જાળવતા આવ્યા હતા. ઝાલોરગઢનો સોનગરો ચૌહાણ કાન્હડદે એનો જ ભાયાત હતો. એનું વીરત્વ જાણીતું હતું. દિલ્હીને એ રસ્તેથી એ આ બાજુ નહિ ઢળવા દે, એ લગભગ ચોક્કસ હતું. હઠીલા જુદ્ધ સિવાય એ રસ્તો તુરુષ્ક માટે બંધ થઇ ગયો હતો. પણ મેવાડ ને નડૂલ, સારંગદેવ મહારાજના સમયમાં એક વાત માટે લડ્યાં હતાં. ચંદ્રાવતી માટે. આરસની એ સ્વપ્નનગરીનો બંનેને મોહ હતો. અર્બુદગિરિમંડળનું બંનેને આકર્ષણ હતું. જ્યાં એક વખત અર્બુદમંડળમાં પરમાર ધારવર્ષદેવ જેવા ગુજરાતના સમર્થ દ્વારપાલ થઇ ગયા, ત્યાં આજે કોઈ ધણીધોરી ન ...વધુ વાંચો

11

રાય કરણ ઘેલો - ભાગ 11

૧૧ સિંહભટ્ટ થોડી વારમાં જ ત્યાં એક મધ્યમ કદનો, દેખાવે અનાકર્ષક પણ નર્યા લોહનો બન્યો હોય તેવો માણસ અત્યારે એણે સાદો નાગરિકનો વેષ જ પહેર્યો હતો. એના એક હાથમાં એક મજબૂત કડિયાળી ડાંગ રહી ગઈ હતી. કેડે તલવાર લટકતી હતી. કપાળમાં ત્રિપુંડ હતું. ડોકે માળા હતી. એના ચહેરામાં એક પ્રકારની વિશિષ્ટ ખુમારી હતી. ત્રિભુવનમાં કોઈની પણ દરકાર ન કરવાની એને ટેવ લાગી. અત્યારે એ રાજમહાલયમાં હતો. પણ રાજમહાલય, રાજા, રાણી, એ બધાં પણ સામાન્ય હોય તેમ એની આકરી મુખમુદ્રામાં લેશ પણ ભાવપલટો થયો ન હતો. આ બેપરવાઈ કોઈની અવગણના માટે ન હતી. એની અંદર બેઠેલા માણસની એ સૂચક ...વધુ વાંચો

12

રાય કરણ ઘેલો - ભાગ 12

૧૨ રાણીની વાવ મહારાણી ઉદયમતીની વાવ એ વાવ તો હતી, પણ વાવ ઉપરાંત બીજું ઘણું એમાં હતું. પાટણના ‘સપ્તભૂમી પ્રાસાદ’ની ‘ચંદ્રશાલા’ની જેમ એ પણ એક પ્રેરણા હતી. રાજદ્વારી પુરુષોની અતિ ગુપ્ત મસલતો માટે વારંવાર એના ઉપર જ પસંદગી ઉતરતી. એ એવી એકાંતમાં ને પાસેની પાસે હતી, પ્રેમીજનો માટે એના જેવું બીજું સ્વર્ગ પાટણમાં ક્યાંય ન હતું. રાતોરાત રફુચક્કર થઇ જનારાઓને, આ વાવમાં નાનાં મોટાં અનેક ભોંયરાં મળી રહેતાં. અહીંથી જ ઘણી વખત મહાન વ્યૂહોના છેલ્લા હુકમો અરધી રાતે સેનાપતિઓને અપાતા. કવિઓ, શિલ્પીઓ ને નાટકકારોને એ પ્રેરણા આપતી. યોગીઓને ધ્યાનમંત્રની ખૂબ આંહીં જડતી, સ્ત્રીઓ આ વાવમાં સાત ભવનાં સ્વપ્નાં ...વધુ વાંચો

13

રાય કરણ ઘેલો - ભાગ 13

૧૩ કર્ણાવતી મહાઅમાત્ય માધવના ગર્વિષ્ઠ સ્વભાવને સંતોષ થયો. સૌ એને જ જવા માટે પ્રાર્થી રહ્યા હતા. એ મનમાં હતો, જે વસ્તુપાલના જમાનામાં બન્યું, તે આજ પણ બને. દિલ્હીના સુરત્રાણને વશ કરી શકાય. એ કરી બતાવવાની છાની અભિલાષા એ એનો ગર્વ હતો. વિરોધીઓને એ રીતે જ જવાબ વાળી શકાય. એણે અત્યારે પણ પોતાની દીર્ઘદ્રષ્ટિનો પરિચય આપવાની તક પકડી લીધી. કેટલાક માણસો નિરંતર ‘હું કેવો?’ એમાંથી ભાગ્યે જ ઊંચા આવે છે. માધવનો પણ ‘હું’ આકાશપાતાળ ભરી દેનારો હતો. રાય કરણરાયને એ જ્ઞાત ન હતું, એમ નહિ. પણ એ એવા જમાનાના સિમાડા ઉપર આવીને ઊભો હતો કે, અચાનકનો ફેરફાર એને ત્યાં ...વધુ વાંચો

14

રાય કરણ ઘેલો - ભાગ 14

૧૪ ત્રણ ઘોડેસવાર માધવ પ્રધાન ને શ્રેષ્ઠીઓ વચ્ચે ઘર્ષણ હતું. બંને બાજુ આંખો વઢતી હતી. માધવને ગર્વ હતો. દ્વેષ હતો. વિશળદેવે રાણીવાવમાં સભામાં એ જ બધું જોયા કર્યું. રાણીવાવની સભા તો રાતના મોડે સુધી ચાલી ને ઘણા નિર્ણયો લેવાયા. પણ વિશળનું ધ્યાન પોતાની યોજનામાં પડ્યું હતું. મહારાણીબાએ માધવને મોકલવાનું કર્યું, ત્યારથી એના મનમાં એમ થયું કે એ બહારનો બહાર જ રખડતો રહે, ને પોતે પાટણના મહાઅમાત્યપદે હોય, એ અશક્ય ન હતું. પણ મેદપાટનો પ્રશ્ન પતાવી દેવો જોઈએ. રાણીવાવની સભાના કેટલાક નિર્ણયો મરણિયા જુદ્ધના જણાતા હતા. મેદપાટ કે દિલ્હી કી પ્રશ્ન પતે તેવી મહારાજને આશા હોય તેમ જણાયું નહિ. ...વધુ વાંચો

15

રાય કરણ ઘેલો - ભાગ 15

૧૫ વિશળદેવની રમત સિંહભટ્ટ પાસેથી વાત જાણ્યા પછી કરણરાયે તેને વધુ બારીક નજરથી જોવાનું કામ સોંપ્યું હતું. તેને હતો. પાતાળમાંથી પણ એ વાત સિંહભટ્ટ મેળવશે અને એમ જ થયું હતું. રાણીવાવની સભા થઇ તે દિવસે જ, સિંહભટ્ટે સમાચાર આપી દીધા. વાતનું સંભવસ્થાન સ્તંભતીર્થ. ત્યાં એક કોઈ બાઈ છે તે પોતાને સારંગદેવ મહારાજની ભોગિની ગણાવે છે. તેનો એક ત્રણ જ વર્ષનો પુત્ર છે. તે સારંગદેવ મહારાજનો પુત્ર છે, એમ ઘણા માને છે. સ્તંભતીર્થના અસંતોષીઓ એ વાતને ઉત્તેજે છે. સ્તંભતીર્થમાં અસંતોષીઓ ઘણા છે. દિલ્હીની મમતાવાળા તુરુષ્કો પણ ત્યાં છે. ઘણાં નૌવિત્તકો એ પક્ષમાં હતા. આ શિશુ ને બાઈ, કર્ણાવતીમાં હોવાના ...વધુ વાંચો

16

રાય કરણ ઘેલો - ભાગ 16

૧૬ પૃથ્વીદેવ અરધી રાત થઇ ત્યાં ઉદા મહેતાના પ્રખ્યાત વંડામાં પાટણના નાગરિકો ઘણાખરા આવી ગયા હતા. ઘણાખરા તો રાજધાની વિષેની વાત આવવાની છે, એમ જ માનતા હતા. વિશળદેવે દ્રષ્ટિ કરી, તો એને ત્યાં વિખ્યાત શ્રેષ્ઠીઓને આવેલા જોયા. પાટણ પ્રત્યેના પ્રેમથી દોરાઈને એ આવ્યા હતા, તો સામંત મહેતાનું નામ, મહારાજ પાસે એક પ્રબળ શક્તિશાળી અનુભવી તરીકે રજૂ થાય ને ગઈ સત્તા જૈનોને પાછી મળે એ હેતુથી પણ ઘણા દોરાયા હતા. સત્તા ગઈ છે, એ પ્રશ્ન ઘણાને આકરો લાગતો હતો. સામંત મહેતો ઘણો ધર્મનિષ્ઠ હતો, તો ધર્મસહિષ્ણુતા પણ એની જ હતી. એટલે બીજા અનેકો ત્યાં આવ્યા હતા. સૌના મોં ઉપર ...વધુ વાંચો

17

રાય કરણ ઘેલો - ભાગ 17

૧૭ રાજા લાવો, હું સેનાપતિ બનું! સભા આખી એક પ્રકારનો વીજળીનો ધક્કો અનુભવી રહી. પણ આવનાર કરણરાય પોતે એ જાણતાં તો હડુડુ કરતાં એકદમ બધા ઊભા થઇ ગયા, અને ગભરાટમાં અવ્યવસ્થિત થઇ ગયા. પણ થોડી વારમાં આગળ સુધી જવાની એક કેડી બની ગઈ. મહારાજ કરણરાય પોતે આગળ હતો. તેની પાછળ સિંહભટ્ટ આવતો હતો. એની પાછળ કોઈ બાઈ માણસ આવી રહ્યું હતું. સભામાં એક મોટું કુતુહલ થઇ ગયું. આ કોણ? મહારાજ ક્યાંથી? સામંત મહેતો, આ બધું જોતા ચમકી ગયો. વાતનું વતેસર થઇ ગયું છે એમ લાગ્યું, મહારાજનું દિલ, આ બનાવથી ઊલટાણું ખાટું થઇ જશે, એની એને ચિંતા થઇ પડી. ...વધુ વાંચો

18

રાય કરણ ઘેલો - ભાગ 18

૧૮ ભૂલાં પડેલાં દેવાંશીઓ! માધવ મહેતો ચિત્તોડ પહોંચ્યો. એણે ત્યાં પ્રિયપટુ મહેતાની ઓળખાણ તાજી કરી. તે પહેલાં એ વખત એને ચંદ્રાવતીમાં મળ્યો હતો. રાવળજીને પ્રિયપટુ ઉપર વિશ્વાસ હતો. એનો પુત્ર વેદશર્મા રાવળજીના રાજકવિ જેવો હતો. પણ માધવ મહેતાને એક વાતની ખબર હતી. રાવળજીને ચંદ્રાવતી લેવી છે. એમણે એક વખત એ લીધી પણ હતી. એ વાત એ કાઢ્યા વિના નહિ રહે. પણ રાણીની વાવની સભામાં પોતે જ એ નીતિનો વિરોધ કર્યો હતો. એટલે હવે જો એ નીતિ સ્વીકારે તો મહારાજનો વિશ્વાસ ગુમાવે. વળી મહારાજને એ નીતિ ખપતી જ ન હતી. પણ એ નીતિ ન સ્વીકારે તો રાવળજીને શી રીતે ...વધુ વાંચો

19

રાય કરણ ઘેલો - ભાગ 19

૧૯ રાવળ સમરસિંહનો જવાબ પોતાને જે વિચિત્ર અનુભવ થઇ ગયો તેમાંથી કાંઈ વિચારે કે મગજમાં ગોઠવે તે પહેલા માધવે રાવળજીનો સત્કારશબ્દ સાંભળ્યો: ‘આવો! માધવ મહેતા! આંહીં પાસે આવો. ક્યાંથી પાટણથી આવ્યા છો?’ માધવ બે હાથ જોડી નમન કરતો ત્યાં રાવળજીની પાસે ગયો. પણ તેનું મગજ કામ કરતું બંધ થઇ ગયું હતું. એણે એક-બે પળમાં તો પદ્મિનીનાં એવાં રૂપ જોયાં હતાં કે એ કાંઈ વિચાર જ કરી શકતો ન હતો. રૂપમૂર્તિ, તેજમૂર્તિ, ભસ્મમૂર્તિ, એ ત્રણની દિવાસૃષ્ટિમાથી એ હજી મુક્ત થયો ન હતો. એ રાવળજીની વાતને પકડવા મથી રહ્યો હતો. રાવળજી બોલતા હતા: ‘બોલો ભા! કેમ આવ્યા છો?’ ‘પ્રભુ! હું ...વધુ વાંચો

20

રાય કરણ ઘેલો - ભાગ 20

૨૦ દિલ્હીને પંથે માધવ મહેતાએ ચિત્તોડમાં વધારે વખત ગુમાવવામાં હવે ડહાપણ ન જોયું. જૂનું વૈર લેવું હોય, ને રાજમાતાનો ધર્મ આગ્રહ હોય તેવી મેવાડની મહામંત્રીની રાજશેતરંજ માધવ કળી ગયો. કારણકે ગુજરાત ખોખરું થાય તો પોતે આંહીં સૌથી બળવાન થઇ પડે એવી ચોક્કસ આશા મેદપાટને હતી. ગમે તેમ હોય મેદપાટ આડો ઘા નહિ ઝીલે, એ વાત દીવા જેવી સ્પષ્ટ હતી. વિશળદેવે લાલચ આપીને પણ ઠીક કામ બગાડી મૂક્યું હતું, એમ માધવને લાગ્યું. એણે કરણરાયને સંદેશો આપવા એક ઝડપી સાંઢણી મોકલી. મેદપાટનો મહાઅમાત્ય આ આખા કિસ્સામાં રસ લેવા આવ્યો ન હતો એ બહુ જ સૂચક હતું. માધવને દિવા જેમ સમજાઈ ...વધુ વાંચો

21

રાય કરણ ઘેલો - ભાગ 21

૨૧ દિલ્હીનો સુરત્રાણ વજીર નુસરતખાન સાથે માધવ મહામંત્રી સુરત્રાણના દરબારમાં ગયો. બાદશાહનો એક હજાર થાંભલાનો મહેલ, દારુલખિલાફત દિલ્હીની ભવ્ય ઈમારત હતી. માધવ મહેતો આ ભવ્યતા જોઈ જ રહ્યો. સિત્તેર સિત્તેર હજાર ઘોડેસવારોનું દળ જેનો હુકમ ઉઠાવવા ખડું ઊભું રહેતું હોય એ દિલ્હીના સુરત્રાણને છાજે એવી બધી ભવ્યતા આહીં હાજર હતી. દરવાજે દરવાજે સૈનિકો ઊભા હતા. ખડી તલવારની ચોકીઓ હતી. ગજદળ ને પાયદળની પંક્તિઓ હાજર હતી. પણ આખા મહાલયમાં એક વસ્તુ જાણે હવામાં વણાઈ ગયેલી માધવ મહેતા ને જણાઈ. આંહીંની ઈમારતનો એક નાનકડો પથ્થર પણ, બીજા પથ્થરનો વિશ્વાસ કરવામાં માનતો નહિ હોય. એટલી બધી આંખો એને રાજમહાલયમાં જતો જોઈ ...વધુ વાંચો

22

રાય કરણ ઘેલો - ભાગ 22

૨૨ માધવનો જવાબ ઉલૂગખાન અલાઉદ્દીનનો ભાઈ હતો. ગુજરાતની ચડાઈનો ભાર તેના ઉપર ને નુસરતખાન ઉપર પડ્યો હતો... બંનેએ કર્યો હતો. માધવ પાસેથી મેળવવા જેવી હકીકત મેળવી લેવા પ્રયત્ન કરી જોવો. દાણો દાબતાં માધવ ડરતો લાગે, તો ગુજરાતની વજીરાત એને આપવાની લાલચ પણ દેવી. અત્યારે ઉલૂગખાન એટલા માટે જ માધવની સાથે આવ્યો હતો. થોડી વાર થઇ ત્યાં એક બીજો ઘોડેસવાર આવી પહોંચ્યો. નુસરતખાન પણ આવી ગયો. માધવને વધારે વિશ્વાસ જેવું લાગે એટલે દેવગિરિથી પકડાયેલો એક ગુજરાતી ત્યાં આણવામાં આવ્યો હતો. પણ આ બધો વખત માધવ વિચારમાં પડી ગયો હતો. મેદપાટનું એનું કામ નિષ્ફળ ગયું હતું, એ તો ઠીક. એ ...વધુ વાંચો

23

રાય કરણ ઘેલો - ભાગ 23

૨૩ એકલવીર! માધવ પવનવેગે પાછો ફરી રહ્યો હતો. તેના ઉપર નિષ્ફળતાની કાલિમા લટકતી હતી. પણ તે સૌને વેળાસર દેવા માગતો હતો. સુરત્રાણ તીડનાં ટોળાં જેટલું સેન લઈને આવશે એ ચોક્કસ હતું. ઉલૂગખાન ને મલેક નુસરતખાન એની પાછળ જ નીકળવાના એ નક્કી હતું. એણે અજયગઢ આબુનો પંથ લીધો હતો. પણ ત્યાંથી ફંટાઈને એ મુહડાસા તરફ જવા નીકળ્યો, એ ત્યાંના દુર્ગપતિને ચેતાવી દેવા માગતો હતો. માધવ મજલ દરમજલ કરતો ઝડપથી મુહડાસા પહોંચ્યો. મુહડાસાના બત્તડદેવને પોતાના બળ ઉપર ઘણો વિશ્વાસ લાગ્યો. માધવે વિચાર્યું કે જો બધાને ભડકાવવામાં આવશે, તો પાટણના કિલ્લામાં માણસો સમાશે નહિ. પણ દિલ્હીનો આ તુરુષ્ક બાદશાહ જેવોતેવો નથી ...વધુ વાંચો

24

રાય કરણ ઘેલો - ભાગ 24

૨૪ મરણિયા જુદ્ધનો નિર્ણય બત્તડદેવે મહુડાસામાં જે હવા ઊભી કરી હતી, તેની કસોટીને બહુ વાર ન હતી. માધવ ગયા થોડા દિવસે બત્તડદેવને સમાચાર મળ્યા. સુરત્રાણનું સેન ડુંગરપુરમાં આવી રહ્યું છે. આનો અર્થ સ્પષ્ટ હતો. મેદપાટે રસ્તો આપી દીધો હતો. એટલામાં તો સરહદ ઉપરનાં ચોકીદારો પણ ઉતાવળા દોડતા આવ્યા. બત્તડદેવે તરત માધવ મહેતાને પાટણમાં સમાચાર મોકલ્યા. ત્યાંથી થોડા સૈનિકો આવ્યા, પણ સાગરની સામે પોતાના થોડાક મરણિયાના બળથી ઝૂઝવાનું હતું. બત્તડદેવ એને માટે તૈયાર હતો. તેણે કિલ્લો બરાબર સમરાવી લીધો. બુરજે બુરજે માણસો મૂકી દીધાં. દરેક દરવાજે રાતદીની ખડી ચોકી રાખી દીધી. ખાઈમાં પાણી વહેતાં કર્યાં. રેતીના કોથળાઓ ગઢમાં ખડકી દેવરાવ્યા. ...વધુ વાંચો

25

રાય કરણ ઘેલો - ભાગ 25

૨૫ બત્તડ મર્યો છે; નમ્યો નથી! બીજા દિવસે વહેલી સવારમાં હજી મહુડાસાવાસીઓ એકબીજાના મોં જુએ ત્યાં આકાશમાંથી જેમ અજગર ઊતરતા હોય તેમ. અગનગોળાને મહુડાસા ઉપર ઉતરતા સૌએ દીઠા. એમનાં માટે નવી નવાઈની વાત હતી. બત્તડદેવ ને એની સાથેના જોદ્ધાઓ કિલ્લા ઉપર ચડ્યાં. નાખી નજર ન પહોંચે ત્યાં સુધી તુરુષ્કના ટોળાં પડ્યાં હતાં. પહેલી હરોળ કિલ્લાથી થોડે આઘે હતી, તો છેલ્લી હરોળ આઘેઆઘેનાં ડુંગરા ઉપર તાપણાં સળગાવતી બેઠી હતી. હજી તો આખું સેન આવી રહ્યું ન હતું. અનેક ઊંટ ઘોડાં પાયદળ હજી આવી રહ્યાં હતાં. બત્તડદેવ આ સેનને જોઈ જ રહ્યો: ‘વાઘોજી!’ તેણે પોતાના સરહદી રક્ષણહારને પૂછ્યું: ‘આવું ક્યાં ...વધુ વાંચો

26

રાય કરણ ઘેલો - ભાગ 26

૨૬ વિદાય વેળાએ બત્તડદેવની વીરગતિના સમાચાર પાટણમાં પવનવેગે આવી ગયા. તુરુક ધસ્યો આવતો હતો. એની સાથે સેંકડોનું દળ અવનવાં શસ્ત્રઅસ્ત્ર હતા. પણ મોટામાં મોટી વાત તો બીજી જ હતી. ક્યાંક પાટણને એમને એમ બાજુ ઉપર રાખીને સોમનાથ ઉપર એ સીધો જ દોડ્યો જાય નહિ! તો પાટણને સોમનાથનું રક્ષણ કરવા માટે દોડવું પડે. એની પળેપળની હિલચાલની માહિતી પાટણમાં આવી રહી હતી. અત્યારે તો એની નેમ પાટણ ઉપર જ જણાતી હતી. દરેક પળે એક નવો ઓઢી પાટણમાં આવતો દેખાતો. સમાચાર જાણવા માટે લોકોનાં ટોળેટોળાં એને ઘેરી વળતાં, જુદ્ધ ને જુદ્ધની વાતો જ હવામાં ભરી હતી. ચારે તરફથી પાટણમાં માણસોનો ધસારો ...વધુ વાંચો

27

રાય કરણ ઘેલો - ભાગ 27 - 28

૨૭-૨૮ પાટણનું જુદ્ધ એ ઉત્સાહનું મોજું શમતાં જ મહારાજ કર્ણદેવે પોતાનો નિર્ણય જાહેર કર્યો: ‘પાટણના નાગરિકો! આ નગરને હવે ત્યારે તજી શકીએ તેમ રહ્યું નથી. આપણને બીજી તૈયારીનો સમય મળ્યો નથી. તુરુકને મેદપાટે રસ્તો આપ્યો એટલે દોડતાં ફાવ્યું છે. હવે તો જે થાય તે કાં તો આંહીં સૌ સાથે સૂઈ જઈએ છીએ અથવા સાથે વિજય મેળવીએ છીએ. પણ જેને આ નગર તજવું હોય તે હમણાં જ તજી દે. પછી એવું હિચકારું કામ કોઈ ન કરે. જે રહે તે મરવા માટે જ રહે. જેને ધનવૈભવ વહાલાં હોય, જેને બૈરાં-છોકરાંમાં જીવ હોય, જેને આશા લલચાવતી હોય, જેને બચી જવાનો મોહ ...વધુ વાંચો

28

રાય કરણ ઘેલો - ભાગ 29

૨૯ રા’ માંડલિકનો હલ્લો બીજે દિવસે અરધી રાત થઇ ન થઇ ત્યાં મહારાજ કરણરાયના યુદ્ધ મંત્રણાખંડમાં જોદ્ધાઓ આવી સૌ ગંભીર હતા. શાંત હતા. મરણિયા હતા. ઉત્સાહથી ભરેલા હતા. ત્યાં ખૂણામાં એક બે-દીપીકાઓ જ ધીમી બળી રહી હતી. મીનજનિકોમાંથી પથરાનો ભયંકર મારો પાટણના ઉપર આવવાનો હરઘડીએ ભય હતો, રાતે તો જેમ બને તેમ નગરને અંધારપટમાં રાખવામાં આવતું. પાટણના કોટકિલ્લા ઉપર પણ ‘આરાદાસ’ ગોઠવાઈ ગઈ હતી. એના મીણ પાયેલા દોરામાંથી જે પથરા ફેંકાતા, તે મીનજનિકના મારાને ટક્કર મારે તેવા નીવડતા. અચૂક નિશાની તીરંદાજ ભીલો પણ કિલ્લા ઉપર ઠેર ઠેર ચોકી રાખતા ઊભા હતા. એટલે અસાવધનો લાભ લઇ લે તેવો ભય ...વધુ વાંચો

29

રાય કરણ ઘેલો - ભાગ 30

૩૦ માધવ મંત્રીની સલાહ આ તરફ યુદ્ધના દિવસો તો હવે વધારે ને વધારે કપરા થતા ગયા. લંબાતા ગયા. પાટણને જીત્યા વિના ક્યાંય જવા માગતા ન હતા, એ નક્કી હતું. પ્રજાનું નૈતિક બળ ટકી રહ્યું હતું. પણ તુરુકોનો પથારો ચારે બાજુ પડ્યો હતો. એટલે વ્યવહાર ખોટવાઈ ગયો હતો. બહારથી એક ચકલું પણ પાટણમાં ફરકે તેમ ન હતું. આંહીંથી બહાર જવું પણ મુશ્કેલ હતું. ધાન્ય હતું, પણ તે ખૂટવાની અણી ઉપર. પાણીનો પુરવઠો આપનારી સરસ્વતી નદીની સરવાણીમાં, કાંઈક વાંધો તુરુકોએ ઊભો કરી દીધો હોવો જોઈએ એમ લાગતું હતું. પાણી ખૂટવાની બૂમો આવવા મંડી હતી. એ બૂમો લાંબી ચાલે તો એક ...વધુ વાંચો

30

રાય કરણ ઘેલો - ભાગ 31

૩૧ રાજા કરણ ભાગ્યો! માધવ બોલતો બંધ થયો. સોઢલજી પાછો ફર્યો કે સૌ નગરીને ફરીને નમ્યા. હવે એક પળ કિંમતી હતી. એટલે મહારાજ કરણરાયે તરત જ સૌ જોદ્ધાઓને લડાઈની છેલ્લી સૂચનાઓ આપી દીધી. આંહીં સોઢલજી દુર્ગપતિ લડાઈ દોરવાનો હતો. માધવ મહામંત્રી પણ રહેતો હતો. બીજા પણ સરદારો, સામંતો હતા. મહારાજ ગયા ન હોય તેમ જુદ્ધ તો આગળ ચાલવાનું જ હતું. કેસરિયાં કરવાનો વખત આવે તો એ માટે પણ તૈયારી હતી. મહારાજે સૌની પાસે જઈ જઈને વાત કરી. જે ટકે, જે રહે, જે બચે, તે બાગલાણ ભેગા થવાના હતા. ગુજરાતની એ રણભૂમિ હતી. મહારાજને એક લાગી આવ્યું. પાટણની પ્રજાને ...વધુ વાંચો

31

રાય કરણ ઘેલો - ભાગ 32

૩૨ પાટણ પાછા ફરીએ કરણરાય વિચારમાં પડી ગયો. એણે ચારે તરફ દ્રષ્ટિ કરી. કોઈ દિશામાં દેખાતું જ ન હજી ઝાખું અજવાળું-અંધારું હતું. પોતે સિંહભટ્ટની રાહ જોઇને આંહીં થોભવાનું કરવું કે આગળ વધવું એનો નિર્ણય થાય તેવું ન હતું. તે ઊંડી વ્યથા અનુભવી રહ્યો. રાણીનું શું થયું હશે? વાઘોજીએ કહ્યું તેમ એના ઘોડાની દિશા જુદી થઇ હોય ને તુરુકની દોડ બીજી જ દિશામાં થઇ હોય, એમ થયું હશે? પણ એમ ન થયું હોય તો? એની આંખે તમ્મર આવ્યાં. તેને થયું કે એણે પોતે જ પાછું ફરવું રહ્યું. એ વિચારમાં પડી ગયો. કાં તો સિંહભટ્ટ પણ સપડાયો હોય. નહિતર એ ...વધુ વાંચો

32

રાય કરણ ઘેલો - ભાગ 33

૩૩ પાટણનો દુર્ગપતિ બીજે દિવસે હજી તો પ્રભાતની ઝાંખી પણ થઇ ન હતી, ત્યાં રણશિંગા ફૂંકાયા. શંખનાદ થવા હાથી મેઘનાદે ગાજ્યા. સોઢલજી સૌને મોખરે હતો. તે દરવાજા પાસે આવીને અટક્યો. તેણે તરત દરવાજો ઊઘાડવાનો હુકમ કર્યો. સેંકડો જોદ્ધાના ભયંકર રણનાદથી મેદાન ગાજી ઊઠયું. દરવાજો ઊઘડ્યો. પુલ નંખાયો. માધવ મહામંત્રી અને બીજા અનેક સરદારો, તુરુક સામે ઘોડાદળ લઈને ઊપડ્યા. સોઢલજી ત્યાં યુદ્ધને નાકે સેંકડો પાયદળને મોખરે ઉઘાડી તલવારે ઊભો હતો. તે જયમૂર્તિ સમો ભાસતો હતો. તેણે પોતાના સેંકડો ચુનંદા તીરંદાજોની હાર ગોઠવીને, વ્યવસ્થિત મારો શરુ કર્યો. બંને બાજુના સૈન્યો આગળ વધતાં ગયાં. હાથોહાથનું સામસામેનું ભેટંભેટા યુદ્ધ શરુ થયું. હજી ...વધુ વાંચો

33

રાય કરણ ઘેલો - ભાગ 34

૩૪ ઝાલોરગઢને રસ્તે એ વખત ઝાલોરગઢના કોટકિલ્લા ઉપર સંધ્યા સમયનો આછો અંધકાર પથરાઈ રહ્યો હતો. દૂરદૂરની ધૂસરભરેલી દિશાઓ થવા માંડી હતી. પશુઓ ઘર ભણી વળી ગયાં હતાં. રડ્યાંખડ્યાં પંખીઓ ઉતાવળી ગતિએ બોલતાં બોલતાં, માળા તરફ જતાં નજરે પડતાં હતાં. અંધારપછેડો લઈને કોઈ ઝપાટાબંધ આવી રહ્યું હોય તેમ, થોડી જ વારમાં આખો પ્રદેશ છુપાઈ જવા માંડ્યો. ઝાડ, પાણી, પંખી, ડુંગર, નદી, મેદાન, બધાં એક પછી એક પોતાનું વ્યક્તિત્વ લુપ્ત કરી રહ્યાં હતાં. ઝાલોરગઢના કોટકિલ્લા ઉપર કાન્હડદે દેખાયો. તે થોડી વાર ત્યાં કાંઈક જોતો હોય તેમ ઊભો રહ્યો. ત્યાં ઊભા રહીને એક દિશા તરફ એણે કેટલીય વાર સુધી ઝીણી નજર ...વધુ વાંચો

34

રાય કરણ ઘેલો - ભાગ 35

૩૫ અણધારી મદદ! સોઢલજીની વ્યથાનો કોઈ અંત ન હતો. તેણે કાંધલ દેવડાને તો જતો જોયો. કદાચ કોઈ વાત એવી આશા પ્રગટી. સાંજ સુધી એ પાછો દેખાયો નહિ. એ પોતે પણ સાંજે એની પાછળ પાછળ જવા માટે સાંઢણી ઉપર ઊપડ્યો. અંધારામાં એક ઠેકાણે સાંઢણી ઊભી રાખી. ત્યાં એક મોટી શિલા પડી હતી, એના ઉપર એ બેઠો. કાંધલજી હવે તો સમાચાર લઈને પાછા ફરવા જોઈએ. પાછા ફરતાં ત્યાંથી જ નીકળવું પડે તેમ હતું. અંધારામાં એ એકલો પોતાની વ્યથામાં પોતે શેકાઈ જતો હતો. બેઠો બેઠો એ વિચાર કરી રહ્યો. પાટણ ઉપર કેવી થઇ હતી? પાટણ રોળાઈ ગયું અને તે બધાના દેખતાં. ...વધુ વાંચો

35

રાય કરણ ઘેલો - ભાગ 36

૩૬ મધરાતે શું થયું? મુગલ સરદારની આ અણધારી સામનો કરવાની તૈયારીની વાતથી સોઢલજી એવા તો મીઠાં સ્વપ્નમાં પડી કે કાંધલજીએ આવીને તેના ખભા ઉપર હાથ મૂક્યો ત્યારે જ તેણે જાણ્યું કે કાંધલજી પાછા આવ્યા છે. એ જાગી ગયો. ને કાંધલજી ને એની સાથેના ચારે સાથીદારોની સાંઢણીઓ ત્યાં રસ્તામાં આવીને ઊભી રહી ગઈ હતી. કાંધલજી એકલો જ આંહીં એને જોઇને આવ્યો હતો. કાંધલજી આવીને ઊભા રહ્યા કે તુર્ત જ સોઢલજીએ પૂછ્યું: ‘કાં સિંહ કે શિયાળ?’ ‘સિંહ ભા! સિંહ!’ કાંધલજીએ જવાબ વાળ્યો. ‘શી રીતે?’ ‘આ એને આપણે માન રાખવું નથી. એ જાણે છે કે રાજપૂતી રંડાઈ ગઈ છે. આંહીં ઝાલોરગઢમાં ...વધુ વાંચો

36

રાય કરણ ઘેલો - ભાગ 37

૩૭ સમંદરી! મધરાત થઇ. સોઢલજી તુરુકની છાવણીની આસપાસ એક ઠેકાણે પડ્યો હતો. થોડી વારમાં એણે એક ઝીણો પંખી અવાજ સાંભળ્યો. એ સમજી ગયો. મોગલ સરદારોએ પોતાના સિપાઈઓને તૈયાર રહેવાની નિશાની આપી દીધી હતી. પણ સોઢલજીનો જીવ હજી ખોળિયામાં ન હતો. એને મોટામાં મોટી બીક હવે કાંધલજીની લાગતી હતી. આજનું કામ પાર પાડવા, જરૂર શાંતિથી હતી. રાહ જોવાની, એક પણ ઉતાવળા ન થઇ જવાની. અને કાન્હડદેનો આ વીરપુરુષ વીજળી મળે તો વીજળી ઉપર ઘા કરે તેવો હતો. કાન્હડદેવના ભાઈ માલદેવે એક વખત આકાશી વીજળી સાથે લડાઈ કરી કહેવાતી હતી. આંહીં બધે એ પરંપરા હતી. અને પોતે પણ એ જ ...વધુ વાંચો

37

રાય કરણ ઘેલો - ભાગ 38

૩૮ જીવનદીપ બુઝાયો! સમંદરી જાતિ છેક દધિપદર થોભી હતી. એ ત્યાં પળ બે પળ રોકાઈને તરત જ આગળ હતી. પણ સિંહભટ્ટની નજર હવે મહારાણી તરફ પડી, અને એ લેવાઈ ગયો. મહારાણીનું શરીર લોહીથી ખરડાઈ ગયું હતું. ‘આ હા!’ એ સમજી ગયો. લશ્કરગાહમાંથી ભાગવાનું થયું ત્યારે કોઈ તુરુકની તલવાર પાછળથી કામ કરી ગઈ હોવી જોઈએ. મહારાણીબાએ અજબ જેવા ધૈર્યથી એ વખતે આ વાતની એક નાનકડી નિશાની પણ જણાવા દીધી ન હતી. એ જાણવા દીધી ન હોત તો એ ત્યાં જીવન-મરણનો પ્રશ્ન બની જાત. પણ એ ગમે તે ક્ષણે ઢળી પડવાની તૈયારીમાં હતો. સિંહભટ્ટના શોકનો પાર રહ્યો નહિ. તે ત્યાં ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો