ભૂત...! પ્રેત...! 'જીન-જીન્નાત, ચૂડેલ, ડાકણુ...! આ દરેક અથવા આમાંથી કોઈ પણ એકની ચર્ચા થાય અથવા તો તેનો ઉલ્લેખ નીકળે ત્યારે નાના-મોટા ગરીબ તવંગર સૌ કોઈ તેમાં રસ લે છે અને કુતૂહલ દાખવે છે. અલબત્ત, ભૂત-પ્રેત કે આત્માના અસ્તિત્ત્વ વિશે આજે પણ મતભેદ છે જ! અમે અથવા હુ ભૂતપ્રેતના અસ્તિત્ત્વમાં માનતો નથી કે માતતા નથી એવું છાતી ઠોકીને કહેનારા ઘણા માણસોને મેં જોયા છે અને તેમને સાંભળ્યા છે. ભૂત-પ્રેત કે તે જે કોઈ અલૌકિક શક્તિ હોય, તેના વિશે મેં પોતે પણ ખૂબ વાંચ્યું ને સાંભળ્યું છે. ઘણા લાંબા અનુભવો એટલે કે સાંભળેલી અને વાંચેલી સત્ય ઘટનાઓના તલસ્પર્શી અભ્યાસ પરથી મને એવું લાગ્યું છે એટલે કે મેં સ્વીકાર્યું છે કે ખરેખર આવા કોઈક તત્ત્વ કે અલૌકિક શક્તિનું અસ્તિત્વ છે જ ! આજ સુધી હું રહસ્યમય જાસૂસ કથા લખતો આવ્યો અને મારો વિષય પણ એ જ છે. પરંતુ જમાનાની હવાની સાથે સાથે તથા મારા મુરબ્બી પ્રકાશકના અનહદ આગ્રહને કારણે પણ મારી કલમને એક નવી દિશા તરફ નવી વસ્તુ તરફ ધસડવી પડે છે.

Full Novel

1

મુક્તિ - ભાગ 1

કનુ ભગદેવ ૧. મુક્તિ ભૂત...! પ્રેત...! 'જીન-જીન્નાત, ચૂડેલ, ડાકણુ...! આ દરેક અથવા આમાંથી કોઈ પણ એકની ચર્ચા થાય અથવા તેનો ઉલ્લેખ નીકળે ત્યારે નાના-મોટા ગરીબ તવંગર સૌ કોઈ તેમાં રસ લે છે અને કુતૂહલ દાખવે છે. અલબત્ત, ભૂત-પ્રેત કે આત્માના અસ્તિત્ત્વ વિશે આજે પણ મતભેદ છે જ! અમે અથવા હુ ભૂતપ્રેતના અસ્તિત્ત્વમાં માનતો નથી કે માતતા નથી એવું છાતી ઠોકીને કહેનારા ઘણા માણસોને મેં જોયા છે અને તેમને સાંભળ્યા છે. ભૂત-પ્રેત કે તે જે કોઈ અલૌકિક શક્તિ હોય, તેના વિશે મેં પોતે પણ ખૂબ વાંચ્યું ને સાંભળ્યું છે. ઘણા લાંબા અનુભવો એટલે કે સાંભળેલી અને વાંચેલી સત્ય ઘટનાઓના તલસ્પર્શી ...વધુ વાંચો

2

મુક્તિ - ભાગ 2

૨ સોનેરી સપનું બંદર રોડ સ્થિત એ જ જુનવાણી હોટલના એ જ રૂમમાં અત્યારે ત્રિલોક તથા દિલાવર મોઝૂદ હતા. વ્હીસ્કી પીતા હતા. છેલ્લા એક કલાક દરમ્યાન તેઓ ત્રણ ત્રણ પેગ ગળા નીચે ઉતારી ચૂક્યા હતા અને ચોથો તેમની સામે તૈયાર પડ્યો હતો. દિલાવરને વ્હીસ્કીનો નશો ચડી ગયો હતો પરંતુ ત્રિલોક તો ખરેખર ગજબનાક પીવાવાળો હતો. એના પર વ્હીસ્કીની કોઈ અસર નહોતી દેખાતી. ‘આ નાલાયક ગજાનનનો બચ્ચો હજુ પણ ન આવ્યો.’ ત્રિલોક પોતાની કાંડાની ઘડીયાળમાં સમય જોતાં બબડ્યો. ‘તે એને અહીં જ આવવાનું કહ્યું હતું ને?’ દિલાવરે નશાથી ભારે બની ગયેલી પાંપણો ઊંચી કરતાં પૂછ્યું. ‘હા.’ ‘તો તો એ જરૂર ...વધુ વાંચો

3

મુક્તિ - ભાગ 3

૩ અગ્નિસંસ્કાર! રાત્રે દસ વાગ્યે ફરીથી ચારેય બંદર રોડ સ્થિત હોટલની એ જ રૂમમાં એકઠાં થયાં. દિલાવર મીણનાં બીબા ટીકડીની ડિઝાઈન લઇ આવ્યો હતો. ઉત્તમચંદની પત્ની પર ફરીથી માનસિક તાણનો હુમલો આવ્યો હતો એટલે તેને તાબડતોબ શો રૂપ પડતો મૂકીને જવું પડ્યું હતું અને આ કારણસર દિલાવરને ભોંયરામાં જવાની તક મળી ગઈ હતી. એના આ કામથી ત્રણેય ખૂબ જ ખુશ હતા. ડાઈ બનાવવા માટે હવે મોહન પાસે પૂરતો સમય હતો. ‘હું કાલે સવારથી જ ડાઈ બનાવવાની શરૂઆત કરી દઈશ!’ મોહન બોલ્યો. ‘ક્યાં બનાવીશ?’ ગજાનને પૂછ્યું. ‘અહીં જ, આ રૂમમાં જ બનાવીશ.’ ‘અહીં?’ ‘હા, કોઈને કંઈ વાંધો તો નથી ને?’ ...વધુ વાંચો

4

મુક્તિ - ભાગ 4

૪ મોહનનું પ્રેત ... એક વર્ષ પછી ... સહસા મિનાક્ષીની ઊંઘ ઊડી ગઈ. એણે ટકોરાનો અવાજ સાંભળ્યો હતો. એનો વહેમ હતો? ક્યાંક એ ઊંઘમાં કોઈ સપનું તો નહોતી જોતી ને? પણ ના, એણે ટકોરાનો અવાજ સ્પષ્ટ રીતે સાંભળ્યો હતો. કોઈકે જોરથી બારી પર ટકોરા માર્યા હતા. પરંતુ હવે ટકોરાનો અવાજ શા માટે ન થયો? એની ઊંઘ ઉડ્યા પછી અવાજ શા માટે બંધ થઇ ગયો? મિનાક્ષીએ આળસ મરડી અને ફરીથી સૂવાના પ્રયાસ રૂપે આંખો બંધ કરી દીધી. ફરીથી ટકોરાનો અવાજ ગુંજી ઊઠ્યો. ટક... ટક... ટક! જે અવાજ સાંભળીને એની ઊંઘ ઊડી હતી એ જ અવાજ ગુંજ્યો હતો એમાં તો ...વધુ વાંચો

5

મુક્તિ - ભાગ 5

૫ લોહિયાળ ફાઈલ ઇન્સ્પેક્ટર દેવીસિંહ વામનરાવની વાત સાંભળીને હસી હસીને બેવડો વળી ગયો. એની આંખોમાં આંસુ આવી ગયા. બાજુમાં બેઠેલા સબ ઇન્સ્પેક્ટર કુલકર્ણી તથા પાટીલના હોઠ પર પણ હળવું સ્મિત ફરકી ગયું. દેવીસિંહનું હાસ્ય અને બંને સહકારીઓનું સ્મિત જોતાં વામનરાવ ધૂંધવાયો. ‘તમે લોકો મારી વાતને બકવાસ માનો છો?’ એણે પૂછ્યું. ‘નારે ના...!’ દેવીસિંહ હસવાનું બંધ કરીને બોલ્યો, ‘બકવાસ નથી. હું તો આને બકવાસ કહી શકું તેમ નથી. કેમ ભાઈઓ, આવી સરસ મજાની વાર્તાને બકવાસ કહેવાય ખરી?’ ‘ઓહ... તો તું આને વાર્તા માને છે એમને?’ વામનરાવે એની સામે ડોળા તતડાવ્યા. ‘માત્ર વાર્તા જ નહીં, ઉત્તમ વાર્તા! મારી વાત માન ...વધુ વાંચો

6

મુક્તિ - ભાગ 6

૬ ત્રણ ભાગીદારો! સવારના દસ વાગ્યા હતા. વામનરાવ પોતાના વિસ્તારના પોલીસ સ્ટેશનમાં સિગારેટ પીતો હતો. અત્યારે એની સામે જ્વેલર્સની લુંટવાળી ફાઈલ પડી હતી. ગઈ કાલે આખી રાત જાગીને એણે મોહનના આત્માની રાહ જોઈ હતી. પરંતુ મોહનનો આત્મા નહોતો આવ્યો જેના કારણે વામનરાવ નિરાશ થઇ ગયો હતો. જરૂર મોહનનો આત્મા પોતાના તરફથી નિરાશ થઇ ગયો હશે અને આ કારણસર જ એ નહોતો આવ્યો એમ તે માનતો હતો. આ કેસમાં આગળ વધવાનો માર્ગ અચાનક ઉઘડીને બંધ થઇ જવાથી વામનરાવ વ્યાકુળ થઇ ગયો હતો. જો એ રાત્રે પોતે ચીસ ન નાખી હોત તો બહાદુર તથા વિષ્ણુપ્રસાદ પોતા ફ્લેટમાં પણ ન આવત ...વધુ વાંચો

7

મુક્તિ - ભાગ 7

૭ પ્રોફેસરની મુલાકાત ઉપરોક્ત બનાવને એક મહિનો વીતી ગયો. મધરાત વીતી ગઈ હોવા છતાંય મિનાક્ષીની આંખોમાં ઊંઘ નહોતી. મમ્મી તથા બંને નાના ભાઈઓ એ રાત્રે ઘેર નહોતા. તેઓ પાડોશીના ત્યાં જાગરણ હોવાથી ગયા હતા અને બે-ત્રણ વાગ્યા પહેલા પાછા નહોતા ફરવાના. મિનાક્ષી પલંગ પર પડીને પડખાં ફેરવતી હતી. સહસા બારી પર ટકોરા પડ્યા અને સાથે જ સળગતી ચામડીની પૂર્વ પરિચિત દુર્ગંધ એણે અનુભવી. મિનાક્ષી ચમકીને પલંગ પર બેઠી થઇ ગઈ. મોહનનો આત્મા આવી પહોંચ્યો હતો. એણે ઝડપથી નીચે ઉતરી, આગળ વધીને બારી ઉઘાડી. ગરમ હવાનો સપાટો અંદર આવ્યો. ‘કેમ છે મીનુ?’ વળતી જ પળે મોહનનો ભારે અવાજ ગુંજી ...વધુ વાંચો

8

મુક્તિ - ભાગ 8

૮ ચોરમાં મોર અજયગઢ! બંદર રોડ સ્થિત સાગર હોટલના ગેસ્ટ રૂમની બાલ્કનીમાં ઊભેલો ત્રિલોક અત્યારે સામે દેખાતા સમુદ્ર તાકી રહ્યો હતો. એણે શાનદાર સૂટ પહેર્યો હતો. અત્યારે એનો દેખાવ જોઇને આ માણસ એક-દોઢ વર્ષ પહેલા વિશાળગઢના સ્લમ વિસ્તારમાં મામૂલી હેસિયત ધરાવતો ગુંડો હતો એવું કોઈ જ કહી શકે તેમ ન હતું. એના દેખાવમાં ઘણું પરિવર્તન આવી ગયું હતું. માત્ર એનામાં જ નહીં, ગજાનન અને દિલાવરમાં પણ ઘણા પરિવર્તનો આવી ગયા હતા. ત્રણેય ભણેલાંગણેલાં હોવાથી ઊંચું જીવન જીવવાની પદ્ધતિ અપનાવતાં તેમને બહુ વાર નહોતી લાગી. ત્રિલોક સમુદ્રના ઉછળતાં મોજાં પર પડતાં સૂર્યના કિરણો સામે તાકી રહેતાં પોતાના ભૂતકાળ વિશે ...વધુ વાંચો

9

મુક્તિ - ભાગ 9

૯ પ્રેતનું ચક્કર ગેસ્ટ રૂમના દરવાજા પર ટકોરા પડ્યા. ત્રિલોક વર્તમાનમાં પાછો ફર્યો. ટકોરાનો અવાજ સાંભળીને એ ચમક્યો. કમ ઇન...’ એણે પીઠ ફેરવીને દરવાજા સામે જોતાં ઊંચા અવાજે કહ્યું. વળતી જ પળે દરવાજો ઉઘાડીને ગજાનન અંદર પ્રવેશ્યો. ‘એકલો જ આવ્યો છો? દિલાવર ક્યાં છે?’ ત્રિલોકે પૂછ્યું. ‘પોતાના બંગલામાં, સવારથી જ શરાબ પીએ છે અને અત્યારે ચકચૂર હાલતમાં પડ્યો છે.’ ગજાનન બાલ્કનીમાં પાથરેલી ખુરશી પર બેસતાં બોલ્યો, ‘ધરપકડ પછીથી એની હાલત ખરાબ છે. કાં તો એ ભાનમાં નથી રહેતો અને રહે છે તો જાણે પોલીસ ફરીથી ધરપકડ કરવા આવશે એવા ભયથી ગભરાયેલો રહે છે.’ ‘હા, ગજાનન! આપણી સાથે આ ...વધુ વાંચો

10

મુક્તિ - ભાગ 10

૧૦ વેરની વસુલાત દસ વાગ્યા સુધી દિલાવર, ગજાનન અને ત્રિલોક બાર રૂમમાં બેસીને શરાબ પીતા રહ્યા. પછી ગજાનન ત્રિલોક ગેસ્ટ રૂમમાં ચાલ્યા ગયા. દિલાવરે વધુ પડતો શરાબ ઢીંચ્યો હોવાને કારણે એ ખૂબ જ નશામાં હતો. એ થોડીવાર ગેસ્ટ રૂમમાં બેઠો અને પછી લીફ્ટ મારફત સાતમા મળે આવીને પોતાના રૂમમાં પહોંચ્યો. બપોરે જ ત્રિલોકે એના રૂમમાં શરાબની કેટલીયે બોટલો મોકલી આપી હતી. દિલાવર એક ખુરશી પર બેસી ગયો. એ વખતે રાતના સાડા દસ વાગ્યા હતા. નશાના અતિરેકને કારણે એ ખૂબ જ થાકી ગયો હતો. પરંતુ તેમ છતાંય આંખો બંધ કરવાની એની હિંમત નહોતી ચાલતી. કારણકે આંખો બંધ કરતાં જ ...વધુ વાંચો

11

મુક્તિ - ભાગ 11

૧૧ ઇન્સ્પેક્ટર વામનરાવ વિશાળગઢ ખાતે પોલીસ હેડક્વાર્ટરમાં ઇન્સ્પેક્ટર વામનરાવ પોતાની ઓફિસમાં બેઠો હતો. એના હાથમાં સાંજનું અખબાર જકડાયેલું એની નજર અખબારમાં છપાયેલા દિલાવર તથા ગજાનનના મોતના સમાચાર પર ફરતી હતી. સમાચાર વાંચ્યા પછી એણે એક ઊંડો શ્વાસ લીધો. એની આંખોમાં ચિંતાના હાવભાવ છવાઈ ગયા. એના કાનમાં મોહનના આત્માના શબ્દો ગુંજવા લાગ્યા. ... કાયદો તો મારા ખૂનીઓને સજા નથી કરી શક્યો ઇન્સ્પેક્ટર સાહેબ! હવે હું પોતે જ તેમને સજા કરીશ. મારા મોતનું વેર લઈશ. અને મોહનના પ્રેતાત્માએ પોતાનું કથન સાચું પૂરવાર કરી બતાવ્યું હતું. એ પોતાના બે ખૂનીઓને સજા કરી ચૂક્યો હતો. બંનેને એક જ પદ્ધતિથી માર્યા હતા. જે ...વધુ વાંચો

12

મુક્તિ - ભાગ 12 - (છેલ્લો ભાગ)

૧૨ છેલ્લો શિકાર! અજયગઢ! હોટલ સાગર... છેલ્લા થોડા દિવસો દરમિયાન બનેલા બનાવને કારણે હોટલની પ્રતિષ્ઠાને ધક્કો લાગ્યો હતો. તેમ છતાંય અત્યારે હોટલના રેસ્ટોરન્ટમાં સારી એવી ભીડ હતી. મોટાં ભાગના ટેબલો ભરેલા હતા. જેમાં હોટલમાં ઉતરેલા મુસાફરો ઉપરાંત બહારથી આવેલા લોકોનો સમાવેશ પણ થઇ જતો હતો. વર્દીધારી વેઈટરો ગ્રાહકોને તેમના ઓર્ડરની ખાદ્ય સામગ્રી પહોચાડવામાં મશગુલ હતા. સહસા રેસ્ટોરન્ટના હોલમાં એક વિચિત્ર દુર્ગંધ ફેલાવા લાગી. શરૂઆતમાં તો કોઈએ ધ્યાન ન આપ્યું. પરંતુ ધીમેધીમે એ દુર્ગંધ વધવા લાગી અને પછી અસહ્ય થવા લાગી. જાણે કોઈ માણસ અથવા જાનવરનું માંસ સળગતું હોય એવું લાગતું હતું. એ દુર્ગંધમાં કેરોસીનની ગંધ વધુ પડતી હતી. ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો