આજકાલ લગનની મૌસમ બુલેટ ટ્રેનની માફક દૌડી રહી છે બોસ..! ઠેર ઠેર રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી ચાલતી હોય, એમ લગનના માંડવા બંધાયેલા જ હોય..! કોઈનું પણ ખિસ્સું ખંખેરો તો એમાંથી અડધોએક ડઝન કંકોત્રી નીકળે, ક્યાં તો ચાંદલાના કવર નીકળે. એના કપાળમાં કાંદા ફોડું, સામાન્ય પગારદારની હાલત એવી ભૂંડી થઇ જાય કે, પગાર કરતા ચાંદલાની રકમ વધી જાય..! ચાંદલા કરવા લોન લેવી પડે..! છતાં, બની ઠનીને નીકળેલા કોઈપણ માણસની બોચી ઝાલો તો ખબર પડી જાય કે, એ લગનનો જંગ જીતવા જ નીકળ્યો હોય..! પણ થાય એવું કે, સીધો સરળ અને ડાહ્યો લાગતો માણસ પણ લગનની મૌસમ ફાટે ને ‘હડકાયો’ બની જાય. કોઈને પણ ફોન કરો એટલે, માણસને બદલે ડીવાઈસ બોલવા માંડે કે, “ઇસ રુટકી સભી લાઈન વ્યસ્ત હૈ..! એમ માણસ લગનમાં જ વ્યસ્ત દેખાય. પતંગના માંજાની માફક કોઈને કોઈ તો લગનને ‘એટેન્ડ’ કરવામાં ગૂંચવાયેલો જ હોય..!

નવા એપિસોડ્સ : : Every Tuesday, Thursday & Saturday

1

હાસ્ય મંજન - 1 - ઝાકળ ભીનું પ્રભાત

ઝાકળ ભીનું પ્રભાત..... . આજકાલ લગનની મૌસમ બુલેટ ટ્રેનની માફક દૌડી રહી છે બોસ..! ઠેર ઠેર રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા ઉજવણી ચાલતી હોય,એમ લગનના માંડવા બંધાયેલા જ હોય..! કોઈનું પણ ખિસ્સું ખંખેરો તો એમાંથી અડધોએક ડઝન કંકોત્રી નીકળે,ક્યાં તો ચાંદલાના કવર નીકળે. એના કપાળમાં કાંદા ફોડું,સામાન્ય પગારદારની હાલત એવી ભૂંડી થઇ જાય કે,પગાર કરતા ચાંદલાની રકમ વધી જાય..! ચાંદલા કરવા લોન લેવી પડે..! છતાં, બની ઠનીને નીકળેલા કોઈપણ માણસની બોચી ઝાલો તો ખબર પડી જાય કે, એ લગનનો જંગ જીતવા જ નીકળ્યો હોય..! પણ થાય એવું કે, સીધો સરળ અને ડાહ્યો લાગતો માણસ પણ લગનની મૌસમ ફાટે ને‘હડકાયો’બની જાય.કોઈને પણફોન ...વધુ વાંચો

2

હાસ્ય મંજન - 2 - ભાડુઆતનું ભાંગડા નૃત્ય

ભાડુઆતનું ભાંગડા નૃત્ય હસવાની ઈચ્છા થાય ત્યારે મનને મારવું નહિ, પોતાનું નહિ તો કોઈનું પણ પેટ પકડીને હીહીહીહી લેવાનું..! હસવા માટેના અનેક ધોરીમાર્ગ છે, એમાંથી એકાદ પકડી લેવાનો. કોઈ ભાડુઆત મકાન ખાલી નહિ કરતો હોય તો, એનું ભાંગડા નૃત્ય જોવાનું. એને મળશો તો કહેશે કે, ભાડે આપતી વખતે મકાન માલિકની શરત હતી કે, 'જે સ્થિતિમાં મકાન ભાડે આપ્યું એ જ સ્થિતિમાં મકાન પરત સુપ્રત કરવાનું રહેશે.' એના કપાળમાં કાંદા ફોડું, એટલા ઊંદર-માંકડ-ચાંચડ-વંદા-પલવડા મળવા સહેલા છે યાર..? અને મળે તો પણ એ ખરીદવા માટે કોઈ મને કોઈ બેંક લોન આપવાની છે..? જેને હસવું જ છે, એને આવી 'નોટ' ...વધુ વાંચો

3

હાસ્ય મંજન - 3 - હાસ્ય કલાકારનો પ્રેમપત્ર

હાસ્ય કલાકારનો પ્રેમપત્ર..! વ્હાલી માંકડી ઉર્ફે મસ્તાની..! તારું નામ માંકડી હોવાનું તો જગ જાહેર છે. તને ‘મસ્તાની’ થી સંબોધી કે, આટલી સર્વાંગ સુંદર દેખાતી હોવા છતાં, ફાંકડીને બદલે, કોઈ તને માંકડીથી સંબોધે તો મને નહિ ગમે..? ટામેટાને સૂરણની ઓળખ આપતો હોય એવું લાગે..! શબ્દકોશ ઉથલાવ્યો ત્યારે ખબર પડી કે,માંકડું એટલે તો એક પ્રકારનો વાંદરો થાય..! ને માંકડીનો અર્થ..! જા નથી કહેવું..! મારે શું કામ કહેવું જોઈએ કે, ‘વાંદરી’ થાય.( સોરી..કહેવાય ગયું..!) આવું કહેવાથી મારી સંસ્કારિતા લાજે..! આ તો જ્ઞાનની વાત..! બાકી એમાં તારો શું દોષ હોય શકે..? આઝાદી પહેલાની‘પ્રોડક્ટ’છે ને..? આ પ્રોડક્ટનોઆખોય ફાલ સંસ્કારી અને સદગૃહસ્થી હોવા છતાં, ...વધુ વાંચો

4

હાસ્ય મંજન - 4 - પતંગ ચગાવવો પણ એક મહા જંગ છે

પતંગ ચગાવવો પણ એક મહા જંગ છે..! જંગ ખેલવો એટલે બખ્તર-ટોપા ચઢાવીને તલવારબાજી કરીએ એને જ જંગ કહેવાય નથી. ખુલ્લા આકાશ નીચે પતંગબાજી કરીને કાપા-કાપી કરીએ, એને પણ યુદ્ધ કહેવાય..! ફેર એટલો કેમ પેલામાં માણસોની કત્લેઆમ થાય, અને પતંગબાજીમાં પતંગોની..! આ દિવસ જ એવો કે, શાંતિનિકેતન જેવાં ધાબાઓ પતંગના સૈનિકોથી ઉભરાવા માંડે. કોલાહલથી ભરાવા માંડે, અને મરવા પડેલા ધાબાઓમાં પ્રાણ ફૂંકાવા માંડે..! ધાબે ધાબે ફૂટબોલની મેચ ચાલતી હોય એમ, શોરબકોર અને ચિચિયારીઓથી ધાબાઓ કકળવા ને કણસવા માંડે. આમ તો મકર સક્રાંતિ એટલે તલ તલ જેટલા સ્નેહની વહેંચણી કરવાનો દિવસ, પણ એની જાત ને ...વધુ વાંચો

5

હાસ્ય મંજન - 5 - બટાકાની બોલબાલા

Sun, 31 Dec, 2023 at 7:41 am બટાકાની બોલબાલા..! બટાકાને ક્યારેય કમજોર માનવાની ભૂલ નહિ કરવાની. મોંઘીદાટ ગાડીમાં આવે એમ, આપણા પેટને એરબેગ જેવા એ જ બનાવે..! અનેકના જઠરમાંઆદિકાળથી બટાકા એટલા પથરાયેલા છે કે, એને ભેગા કરવામાં આવે તો બે-ચાર હિમાલય થાય..! ગીફટ સીટી ગાંધીનગરમાં દારૂનીહળવાશ થઇ એની સાથે બટાકાને આમ તો કોઈ લેવા દેવા નહિ, પણ હલચલ એટલી થઇ કે, લોકો વગર પીધે ગુલાંટીયા ખાતાં થઇ ગયા. દાળ-ભાત કરતા દારૂની ચર્ચા વધી ગઈ..! અમુકને તો લાલી આવી ગઈ..કે, હવે પાટલી-માટલી-ખાટલી સાથે બાટલીની સવલત પણ વધવાની..! ઘણાના મોર કળા ...વધુ વાંચો

6

હાસ્ય મંજન - 6 - ચટપટા ચટાકાની મઝા જ કોઈ ઔર

ચટપટા ચટાકાની મઝા જ કોઈ ઔર..! ચટાકો નાનો હોય કે મોટો, પણ શરીરની સઘળી સામગ્રી સાથે ભગવાને ભેજામાં ચટાકો મુકેલો. એટલે તો 'ટેસ્ટી' ખાધ જોઈને અમુકની જીભ વલવલવા માંડે. જીવ માત્ર ચટકાને પાત્ર..! એવું નહિ માનવાનું કે, પશુ-પક્ષીઓને ચટાકો થતો નથી, ને એટલે. એમના શોપિંગ મોલ નથી. ચટાકા તો એમને પણ થાય, પણ ચટાકો સંતોષવા માણસ જેવા તોફાન નહિ કરે ..! સિંહ કે દીપડાને માણસ ખાવાનો ચટાકો થાય, ત્યારે જંગલમાંથી શહેર તરફ આંટો મારવા ...વધુ વાંચો

7

હાસ્ય મંજન - 7 - કંઈ કામકાજ હોય તો કહેવાનું બકા...!

કઈ કામકાજ હોય તો કહેવાનું બકા..! ‘કંઈ કામકાજ હોય તો કહેજો’કહીને, કોઈએ ને કોઈએ તો કોઈને પોતીકો મહિમા બતાવ્યો હોય..! આપણે પણ આવો મલમ લગાવવામાં બાકી ના રહ્યા હોય..! આવું કહેવું પડે મામૂ..? એટલા માટે કે, આટલું કહેવાથી સામાનું બ્લડ પ્રેસર ઊંચું નીચું ના થાય..! આશ્વાસન કે ધરપત મળે. બાકી આપણે ક્યાં નથી જાણતા કે, જે બોલે તે આવી નહીં પડે. ને નહિ બોલે તે પૂછ્યા વગર ફરિશ્તા બનીને દૌડતા આવે. કહેવા ખાતર જ થુંક ઉડાડતા હોય, એની તો ચાકરી કરવી ભારે પડે મામૂ..! આજકાલ આવાં લોકોનો દુકાળ નથી. સામાને સારું લગાડવા ક્યારે ક્યાં મલમ લગાવવો એની પૂર્ણ ...વધુ વાંચો

8

હાસ્ય મંજન - 8 - પ્રેમ પંથ પાવકની જ્વાળા

પ્રેમ પંથ પાવકની જ્વાળા..! વરસાદના છાંટણા પડે કે,ધોધમાર વરસાદ તૂટી પડે,એમાંધરતી ચારેયકોરથી હરિયાળી બની જાય. લીલી ચુંદડી ઓઢી એવી ધરતી લાગે. એમ,ફેબ્રુઆરી બેસે એટલે સુક્કા ભટ્ઠ યુવાનોના હૈયામાં પણ વસંત ભરાવા માંડે. યુવાન પણ ફાટ- ફાટ થવા માંડે. એને કહેવાય'પ્રેમ પંથ પાવકની જ્વાળા..!'જો કે, એમાં છેલ્લે જ્વાળા ભડકો લે, એ બે નંબરની વાત છે, બાકીએકવાર મઝા તો માણી જ લે..!વાહનમાં ૫૦ રૂ. નું પેટ્રોલ ભરાવી,હૈયામાં વસંત નાંખીને એવા દૌડતા થઇ જાય કે, કોઈના હાથમાં નહિ આવે. ફેબ્રુઆરી બેસે એટલે હેતનો ઉભરો આપોઆપ આવવા માંડે. કોઈ અઘોરતપસ્વીના તપ ફળ્યા હોય એમ પ્રેમધજા ફરકાવતા થઇ જાય..! સાલી ...વધુ વાંચો

9

હાસ્ય મંજન - 9 - ચાલવું ને ચલાવી લેવું પણ એક આર્ટ છે

ચાલવું ને ચલાવી લેવું પણ એક ‘આર્ટ’ છે..! ડબલાંમાંથી કબુતર કાઢવું, ગળામાંથી ૩૩ કોટીના અવાજ કાઢવા, કે આકાશી હિંચકાઓ ઉપર હાફ આમલેટ જેવાં કપડાં પહેરીને કૂદાકૂદ કરતાં કલાધરોને તો ઘણાએ ધરાયને જોયા હશે. એ પણ ‘આર્ટ’ કહેવાય. આવાં કલાધરોને બિરદાવવા હાથ ખંખેરવા પડતા નથી. આપોઆપ તાળીઓની ગડગડાટી છૂટી જાય. ભૂવો ભરાય ગયો હોય એમ, દાદ આપવાનું ઝનુન છૂટી જાય..! છલાંગ મારીને હિંચકે હિલતા કલાકારને 'મન માંગે મોર' કરીને ભેટી પડવાનું મન થાય..! બાકી ધરતી ઉપર કલાકારોની ક્યાં ખોટ છે? મહોલ્લો ખંખેરીએ તો, એમાંથી પણ બે-ચાર કલાકાર પ્રગટ થાય..! કળાના પણ ...વધુ વાંચો

10

હાસ્ય મંજન - 10 - પોપટ ભવિષ્યધારી

પોપટ ભવિષ્યધારી..! (હાસ્ય ભવિષ્ય ) અસ્સલ ઉપર પોપટ લઈને બેઠેલો કહેવાતો ભવિષ્યવેતા, સસ્તું ભવિષ્ય કાઢી આપતો, એ ઘણાએ જોયેલું હશે. પૈસા લઈને રડમુખાને હસમુખા ને હસમુખાને રડમુખા કરી આપતો. “ઇન્સાનકો જબ અપને આપ સે ભરોસા ઉઠ જાતા હૈ, તબ વો તોતેવાલી ફ્રેન્ચાયસી પકડતા હૈ..!”ઈ,સ. ૨૦૨૪ નું વર્ષ કેવું જશે, એ ચિંતામાં પાતળા. એટલે કે શેકટાની શીગ જેવાં થવાની જરાયે જરૂર નથી. આપણું ભવિષ્ય આપણી હથેળીમાં છે, અને જેને હથેળી પણ નથી એનું ભવિષ્ય પેલા ફૂટપાટીયા ભવિષ્યવેતા પાસે પણ નથી, આપણા કર્મમાં સંતાયેલું છે..! થયું એવું કે, ...વધુ વાંચો

11

હાસ્ય મંજન - 11 - હટવાડાની મઝા મઝેદાર હોય છે

હટવાડાની મઝા મઝેદાર હોય છે..! લેખની શરૂઆત તો તોફાની મસ્તીથી કરવી છે, પણ તે પહેલાં, અંદરથી ઉછાળા મારતો વિદ્યાર્થીનો ટૂચકોયાદ આવી ગયો. શિક્ષકે ચંપુને પૂછ્યું કે, ‘દુનિયા કેવી છે ? ગોળ છે કે ચોરસ.?’ ચંપુ કહે,’ ગોળ પણ નથી ને ચોરસ પણ નથી, ૪૨૦ છે..! આ વાત સાલી હસવામાં કાઢવા જેવી તો નહિ, એટલા માટે કે, જેને જેવી દુનિયા દેખાય, તેવી એ વ્યક્ત કરે. પેલી હાથીવાળી વાર્તાની તો તમને ખબર હશે. અંધારામાંજેના હાથમાં હાથીનું જે અંગ આવ્યું, તેને તેવો હાથી દેખાયો. પૂંછડી હાથમાં આવી તો એને પાતળો દેખાયો. પગ હાથમાં આવ્યા, ...વધુ વાંચો

12

હાસ્ય મંજન - 12 - હાથી ઉપર સવારી કરવાનો સાહસિક પ્રયોગ

હાથી ઉપર સવારી કરવાનો સાહસિક પ્રયોગ..! ....યુ ડોન્ટ બીલીવ, જીવદયાના અમે એટલાં અભિલાષી કે. જીવને પણ જીવની જેમ મારા અને મારા હૃદય વચ્ચે ખાનગીમાં થયેલું આMOUછે. એટલી સમજ કે, કીડીને પણ જીવ હોય, એટલે કીડી ઉપર સવારી કરવાનું પણ ક્યારેય વિચાર્યું નથી. જો કે. આમ તો થાય જ નહિ પણ આ તો એક વાત..! પૂર્વજો ખેતર વાડી નહિ મૂકી ગયેલાં, પણ ઠાંસી-ઠાંસીને ‘જીવદયા’ ના સંદેશ ભીંતે ભીંતે લખી ગયેલા. ત્યાં સુધી કે, સ્ત્રી અબળા ભલે કહેવાય, પણ એનામાં ય જીવ હોય, તો ખુલ્લા મને જીવદયા રાખવાની, જુલમ નહિ કરવાનો. પછી એ તમારી પત્ની કેમ ના હોય..? ભૂલમાં એકાદ-બે ...વધુ વાંચો

13

હાસ્ય મંજન - 13 - મને બધા જ ઓળખે એ ભ્રમ છે

મને બધાં જ ઓળખે, એ ભ્રમ છે. પોતાની સાથે ઓળખાણ તું રાખી જો દિલમાંઓળખનો દીવો પ્રગટાવી જો ખંખેરી નાંખ ખુમારી બધાં ઓળખેછે મગજના તોર તોડી ઘાણ તું કાઢી જો ખોટોફાંકો તો રાખવો જ નહિ કે,મને બધાંય ઓળખે છે.પાડોશી આપણને પૂરો ઓળખતો નથી,ને આપણે પણ ક્યાં પાડોશીને પૂરાં ઓળખીએ છીએ. ...વધુ વાંચો

14

હાસ્ય મંજન - 14 - ફટકડી ફટાકડાની વાઈફ હોતી નથી

ફટકડી ફટાકડાની વાઈફ નથી..! બેડરૂમમાં હિપોપોટેમસ ભરાય ગયો હોય એમ, ટાઈટલ વાંચીને ભડકતા નહિ. સામી દિવાળીએ હોઓઓહાઆઆ પણ કરતા મન સ્વૈર વિહારી છે, એને જેવાં ચકરડાં ફેરવવા હોય એવાં ફેરવે. ટેન્શન નહિ લેવાનું..! છેડા ફટાકડા સાથે બંધાય કે, ફટકડી સાથે, આપણા છેડા ટાઈટ પકડી રાખવાના..! છૂટવા નહિ જોઈએ..! ફટકડી ને ફટાકડાનું બાકી જોડકું તો ઝામે હોંઓઓઓ..? બંનેના કુળ સરખાં જ લાગે. પણ આ શબ્દોનો પ્રાસ છે, બાકી, ફટકડી (ALUM) ફટાકડાની વાઈફ નથી..! નેતાના ભાષણ ની છાંટ જેવું ટાઈટલ રાખીએ તો જ તમને ગલગલીયાં પણ આવે ને..? દિવાળીમાં ચળકાટ ઓછો હોય તો ચાલે મલકાટમાં ઓટ આવવી જોઈએ નહિ. શું કહો ...વધુ વાંચો

15

હાસ્ય મંજન - 15 - વિકેટ કીપરનો પ્રેમપત્ર

વિકેટ કીપરનો પ્રેમપત્ર પ્રિય ખીલ્લી..!તારું નામ જ એવું અટપટું કે, છુટ્ટા બોલની જેમ બોલવું હોય તો ગળામાં દડો ગયો હોય એવું લાગે. બોલતાં તો ઠીક લખવા માટે પણ માણસ ભાડે રાખવો પડે. આ નામ તને ફાવે કે નહિ ફાવે, પણ સદાય ‘ખીલખીલાટ’ માં રહેવાની તારી રીત જોઇને આ નામ ઉપર પસંદગી ઉતારી. ગમશે ને, કે પછી એમાંય વાંકુ પડશે..?રખે એવું માનતી કે ‘ખીલ્લી’ એટલે ખિસકોલી જેવું લાગે. તને તો ખબર છે કે, ખિસકોલી એટલે અહિંસક..૧ શ્રી રામ સુધી પહોંચેલી..! લંકા ઉપર ચઢાઈ કરવા માટે રામ-સેતુ બનાવવાની વાત આવી ત્યારે, ખિસકોલીએ પણ ભોગ આપેલો. ભગવાનશ્રી રામે કદર કરીને THANK ...વધુ વાંચો

16

હાસ્ય મંજન - 16 - વિકેટ કીપરનો પ્રેમપત્ર

વિકેટ કીપરનો પ્રેમપત્ર પ્રિય ખીલ્લી..!તારું નામ જ એવું અટપટું કે, છુટ્ટા બોલની જેમ બોલવું હોય તો ગળામાં દડો ગયો હોય એવું લાગે. બોલતાં તો ઠીક લખવા માટે પણ માણસ ભાડે રાખવો પડે. આ નામ તને ફાવે કે નહિ ફાવે, પણ સદાય ‘ખીલખીલાટ’ માં રહેવાની તારી રીત જોઇને આ નામ ઉપર પસંદગી ઉતારી. ગમશે ને, કે પછી એમાંય વાંકુ પડશે..?રખે એવું માનતી કે ‘ખીલ્લી’ એટલે ખિસકોલી જેવું લાગે. તને તો ખબર છે કે, ખિસકોલી એટલે અહિંસક..૧ શ્રી રામ સુધી પહોંચેલી..! લંકા ઉપર ચઢાઈ કરવા માટે રામ-સેતુ બનાવવાની વાત આવી ત્યારે, ખિસકોલીએ પણ ભોગ આપેલો. ભગવાનશ્રી રામે કદર કરીને THANK ...વધુ વાંચો

17

હાસ્ય મંજન - 17 - ક્રિકેટ એટલે જિંદગી જીવવાનો અરીસો

ક્રિકેટ એટલે જિંદગી જીવવાનો અરીસો..! ફૂટબોલના દડા કરતાં ક્રિકેટનો દડો કેમ, નાનો હોય એની મને ખબર નહિ. ક્રિકેટ મને ગમે બહુ..! ક્રિકેટ રમત જ એવી કે, મેચમાં રસાકસી હોય કે ના હોય તો પણ, પ્રેક્ષકોની કસાકસી જોવાની જે મઝા આવે એ સર્કસમાં પણ નહિ આવે. ખેલાડીઓ ભલે બોરડી વીંઝતા હોય,પણ પ્રેક્ષકોને કોઈપણ હાલતમાં જલસા જ જલસા..! હારે કે જીતે એમની મસ્તીના રંગ બદલાય પણ આનંદ તો ધરાયને લુંટે..! આપણને પણ એમના કલરકામ કરેલાં દેહ જોઇને આનંદ થાય. ઝંડો જેટલો ધ્વજ સ્તંભ ઉપર નહિ ફરકે, એનાંથી વધારે ચોગ્ગો કે છગ્ગો પડે ત્યારે એમના હાથમાં વધારે ફરકે..! કેવાં કેવાં ...વધુ વાંચો

18

હાસ્ય મંજન - 18 - અમારા ઈઈઇ એટલે ઈઈઇ

અમારા ઈઈ’ઈ એટલે ઈઈઇ..! ધણીને નામ દઈને નહિ બોલાવવાની પ્રથા ફેશન હતી કે, મર્યાદા એનું મને કોઈ ‘ નથી. મનેએ પણ ‘નોલેજ’ નથી કે, પતિને નામ દઈને બોલાવવામાં કયા દેવી દેવતાનું પાપ લાગતું હશે? એ જમાનામાં અત્યારના જેવાં નામ પણ અટપટા હતા નહિ. અક્ષરજ્ઞાન નહિ હોય તો પણ બોલાય તેવા હતાં. છતાં નામ બોલવાની કેમ હિમત નહિ કરતાં એ ચમનીયો જાણે..! અત્યારે તો નામ દઈને બોલાવે એમાં એટલો ‘મઝ્ઝો આવે કે, જાણે મોંઢામાંથી મધના ઝરા ફૂટતાં હોય તેવું લાગે..! ધણીને નામથી બોલાવે ત્યારે તોતિંગ દીવાલ તોડીને પ્રેમના ફૂંફાડા મારતી હોય એવું લાગે..! બાકી અસ્સલ ‘એઈઇ સાંભરો કે’ ...વધુ વાંચો

19

હાસ્ય મંજન - 19 - વસંત ઋતુ એટલે હાસ્ય-લીલા

વસંતઋતુ એટલે હાસ્ય-લીલા.! ઋતુ ગમે તોહોયમામૂ..! એના નજારા ઉપર બધું છે. વસંતઋતુનો તો નજારો જ એવો કે,તેને જોઇને કકળાટ કરવાને બદલે થનગનાટ કરવા માંડે..! છત્રી-રેઇનકોટ-સ્વેટર કે ઈતર હથિયારની ઝંઝટ જ નહિ ને..? ફક્કડ બાવા ગિરધારી થઈને ફરવાનું ને હાઈઈ-બાય કરવાનું..! વસંત ઋતુમાં બાવળિયો પણ ખીલે..! વસંત ઋતુ એટલે પ્રકૃતિની લીલા, ને કુદરતની હાસ્ય-લીલા..! રખે માનતા કે,હસવાનો ઈજારો માણસ પાસે જ છે. હસવાનું મન તો કુદરતને પણ થાય. હસવાની ઉપડે ત્યારે ભગવાન વસંતનો ઉઘાડ આપે. માણસ અને કુદરત ભેગા હસે..! ફેર એટલો કે, માણસ હસે તો ખીખીખીખી કરે,ત્કુયારે દરતનો હસવાનો અંદાજ જ અલગ. હસવાના થાય ત્યારે, રમેશ ચાંપાનેરીને સાંભળવા ...વધુ વાંચો

20

હાસ્ય મંજન - 20 - ઘાયલની ગત ઘાયલ જાણે

ઘાયલની ગત ઘાયલ જાણે...! જોયું ને,હસાવવા માટે કેવા કેવા વલખા મારવાના..? અમને પણ આવા જ મસાલા ફાવે,રસોડાવાળા લોકોના ચહેરાહસતા રહે એ જ અમારી ચાર ધામની યાત્રા ને ગંગાસ્નાનની ડૂબકી..! ભારતનો રૂપિયો જ તળિયે નથી બેઠો,હાસ્યના પણ સુપડા સાફ થતા ચાલ્યા. લોકો હાસ્યની ફીક્ષ ડીપોઝીટ અને ટેન્શનને કરંટ ખાતામાં રાખે. પછી હોઠ ઉપર હાસ્ય ક્યાંથી વસવાટ કરે..? ઘાયલની ગત ઘાયલ જાણે..! સઘળે ખોટાનો જ જમાનો ચાલતો હોય એમ,ખોટે ખોટું હસવાનો ધંધો પણ ધમધોકાર, પણ અંત:કરણથી હસવામાં સાવ દુકાળ..! ગમે એટલી હાસ્ય-ચાલીસાનું પઠન કરો, બેકાર..!માણસ ‘લાફ્વા’ વગરનો કોરોધાકડ જ રહે. કુંભમેળાવાળાIITબાબા જેવું પણ નહિ લાફે..! અમુક તો એવા અડીયલ ...વધુ વાંચો

21

હાસ્ય મંજન - 21 - વૈતાળ પકડું પકડું ને ઉડી જાય

વૈતાળ પકડું પકડું ને ઉડી જાય...! સ્વાદિષ્ટ બાસુદી ખાતા ખાતા બાસુદીના વાડકામાંથી,વંદો નીકળી આવે એટલો આઘાત શીર્ષક વાંચીને લાગશે,એની મને ખબર છે. પણ હાસ્ય ખોતરવાનો મારો આ અલગ પ્રયાસ છે. સમુદ્ર મંથન કરતાં કાલકૂટ ઝેર નીકળેલું,પછી અમૃત નીકળેલું એમ હાસ્ય પણ નીકળશે. ધીરજના (ધીરજભાઈના નહિ હંઅઅકે..?) ફળ મીઠા..! ૧૪૪ વરસે કુંભમેળો આવ્યો ને, માળા વેચતી મોનાલીસા વિખ્યાત થઇ ગઈ,તો યે ક્યા ચીજ હૈ..? ૭૭ વર્ષના ભાભાચમનીયાને પાડોશમાં કોઈ ઓળખતું નથી,ને મોનાલીસાએ ઘર ઘરના મગજમાં માળો બાંધી દીધો. હરિકૃપા અપરંપાર છે બોસ..! જે હોય તે,કુંભમેળા ભરાય ત્યારે આધ્યાત્મિક બેટરી જ ચાર્જ થાય એવું નથી. આત્મા દેખાય પરમાત્મા દેખાય ને ...વધુ વાંચો

22

હાસ્ય મંજન - 22 - મોનાલીસા, લીસા લીસા...!

મોનાલીસા...લીસા..લીસા ! જગ જાહેર વાત છે કે,‘મોનાલિસાનું’ ચિત્ર બનાવનારા લિઓનાર્ડો દ વિન્ચીની ગણના વિશ્વના મહાનતમ ચિત્રકારોમાં થાય છે. બસ...ત્યારથી ‘મોનાલીસા’શબ્દ મગજે ચઢી ગયેલો. ત્યારબાદ નાઈજીરિયન અભિનેત્રી મોનાલીસા ચીંદા લોક જીભે આવી. એ જ પ્રમાણેભોજપુરીઅભિનેત્રીમોનાલિસાએ પણપોતાનાસુંદરદેખાવથીચાહકોનુંદિલજીતવામાંકચાશ નહિ રાખી. આવી તો અનેક મોનાલીસા આ પૃથ્વીના પટ ઉપર આવી હશે. કોઈ લીસા..લીસા, તો કોઈ ખરબચડી પણ હશે...!પણ ૧૪૪ વર્ષે પ્રયાગરાજ ખાતે મળી રહેલા કુંભમેળામાં માળા વેચતી ‘મોનાલીસા’ ને તો રાઈનો પહાડ બનાવી દીધી. કોઈએ શ્રીદેવી સાથે સરખાવી તો કોઈએ, કોઈએ સોનાક્ષી સિંહા સાથે..! કોઈકે તો આવનારી ફિલ્મની હિરોઈન પણ બનાવી..!શેર બજાર ભલે ગુલાંટ ખાતુ હોય,પણ ‘મોનાલીસા’ ના નામના વાવટા દુનિયાભરમાં ફરકવા લાગ્યા.એની ...વધુ વાંચો

23

હાસ્ય મંજન - 23 - પાપ તારું પરકાશ જાડેજા...!

Fri, 17 Jan at 2:36 pm પાપ તારું પરકાશ જાડેજા...! પ્રયાગરાજમાં જ્યારથી મહાકુંભ મંડાયો છે ત્યારથી,મારી ભાર્યામાં સંસ્કારલક્ષી વંટોળફૂંકાવા માંડ્યો છે બોસ..!(આ ઉમરે જાનૂ-સ્વીટી-ડાર્લિંગ-હની-બેબી- પ્રાણેશ્વરી -હૃદયેશ્વરી-અર્ધાંગના-જાયા-પ્રિયા કે ગૃહલક્ષ્મી જેવા રેશમી શબ્દોના સંબોધન સારા નહિ લાગે. ચાહમાં પિત્ઝા બોળીને ખાતા હોય એવું લાગે..! એટલે,‘ભાર્યા’શબ્દનો પ્રયોગ કર્યો છે,ફાવશે ને..? (જો કે,વાઈફ મારી સંબોધન મારું તમને શું વાંધો હોવાનો..?) પણ...ભાર્યા એટલે ભરેલા રીંગણા જેવી. એની જાતને સવારે એટલા સુંવાળા શબ્દોથી ઉઠાડે કે,‘હે આર્યવ્રત..! સુરજના કુમળા કિરણો ખિડકી વાટે ગૃહ પ્રવેશ કરી રહ્યા છે. આપણી સુજની ટાઈઢ સાથેLinkકરેલી નથી,માટે સુજની ત્યાગ કરીને હવે શૈયા-ત્યાગ કરી ઉભા થઈ જાવ નાથ..! ગઈકાલે અસ્વચ્છ થયેલા ...વધુ વાંચો

24

હાસ્ય મંજન - 24 - પતંગ એટલે જીવતરનો સંદેશ

પતંગ એટલે જીવતરનો સંદેશ ‘ગુલાંટ પતંગનો જન્મસિદ્ધ અધિકાર’છે..!ખૂબી ત્યાં છે કે,પતંગ કે વાંદર ગુલાંટ મારે તો લીલા,ને આપણે તો રામલીલા..! લોકો પીંખીનાંખે કે,આ ઉમરે શું તાક..ધીનાધીન..કરો છો..? કોઈ જ વાહવાહી નહિ કરે ..! એના કપાળમાં કાંદા ફોડું, કાગારોળ કરી મૂકે કે,ઘરડે ઘડપણ શું ગુલાંટ ખાવાની ઉપડી..? ‘પલવડી’ કાનમાં ઘુસી ગઈ હોય એવી હોહાઆઆ થઇ જાય..! જો કે,વાંદરી સામે ગુલાંટ ખાતો વા-નર અને આકાશમાં ગુલાંટ ખાતા પતંગ જેટલો આનંદ, માણસની ગુલાંટમાં આવે તો નહિ, પણ જૈસી જિસકી શૌચ.!વાંદરા પૂર્વજો હોય તો પ્રણામ કરવાના,પણ જેને જે છાજે, તે તેને જ છાજે મામૂ..! એટલે તો વાંદરા માણસ બનવાની TRY કરતાં ...વધુ વાંચો

25

હાસ્ય મંજન - 25 - આત્મ સર્જન વિસર્જન કે સમર્પણ

આત્મ સર્જન, વિસર્જન કે સમર્પણ..! ટાઈટલ વાંચીને માથે ગોવર્ધન પર્વત ઉપાડવાની જરૂર નથી.મગજ ઉપર નાહકનું ભારણ આવશે.મગજનું જોડકું કે પગની પિંડીમાં આવેલું નથી, માથાના તાળવાની નીચે જ ડબલ બેડ ઉપર સુતેલું છે. સુતેલા સાપને છંછેડવામાં વેર તો વધે જ સાથે ઝેર પણ વધે..! ૨૦૨૫ ના ઉઘડતા વર્ષની ઉઘડતી સીલ્લ્કમાં,આત્મ સર્જન, સંવર્ધન વિસર્જન ને સમર્પણ જેવો ગહન વિષય છેડીને, મારાથી વીંછીના ડબ્બામાં હાથ નંખાય ગયો, ને મોતના કુવામાં બંને હાથ છોડીને મોટર સાઈકલ ચલાવવા જેવી બાહોશી પણ થઇ ગઈ..!ફૂલ સાઈઝનો છછુંદર ગળતા સાપ જેવો મૂંઝારો અનુભવુંછું મામૂ..! અબ્બા મેરી ભૂલચૂક બીજું શું..?બાકી ખાતરી રાખજો કે,મારે કોઈના પણ મગજને છટકાવવું ...વધુ વાંચો

26

હાસ્ય મંજન - 26 - જે થવાનું હોય તે થાય..!

જે થવાનું હોય તે થાય..! હાથ પગે તાળા લગાવી,મોંઢામાં ચાવી સંતાડી દેવાથી જીવી તો જવાય,પણ મૂંગા મૂંગા..! ફફડે એટલું જ..! અનાજ વગર ઘંટી ઘરરરર ફર્યા કરે,બાકીદળાય કંઈ નહિ..! દાદૂ....આ શ્વાસનો કારભાર દીનાનાથ પાસે છે એટલું સારું છે. ‘ટોલટેક્ષ’ ભર્યા વગર આવન-જાવન તો કર્યા કરે. ધારો કે,ભગવાન હાથ ઊંચા કરી દે તો,“સબકા સાથ સબકા વિકાસ” વાળી સરકાર તો છે જ..! સાચવી લેશે,કોઈ ફરક નહિ પડે...! તંઈઈઈઈ..! તમે જ કહો આવા નીડર ધંતુરાને પુછાય ખરું કે,જહાંપનાહ....! શ્વાસનો તમને ભાર તો લાગતો નથી ને..?પૂછે તો પુછામણ નડે,ને ફરક આપણને પડવા માંડે..!જે લોકો પાળેલા પોપટની જેમ આકાશી સહાય ના ભરોસે પડી ...વધુ વાંચો

27

હાસ્ય મંજન - 27 - ગોદડી ઓઢું ઓધુને ખસી જાય

ગોદડી ઓઢું ઓઢું ને ખસી જાય..! જથ્થાબંધ શરીરમાં, ભલે બિન અધિકૃત દબાણ કર્યું હોય,એ દબાણ સહન થાય પણ,ટાઢના ભાંગડા નૃત્ય સહન નહિ થાય.થથરાવી નાંખે યાર..! એવું ધ્રુજાવે કે,પંજામાંથી બે ચાર આંગળા છુટા પડી જવાના હોય એવું લાગે. ટાઈઢનું કામકાજ જ એવું. ઘરની ભીંતે ભલે મોટી મોટી ડીગ્રીના સર્ટીફીકેટ ફાંસીએ ચઢ્યા હોય,પણ ટાઢ ભલા ભુપની શરમ રાખતી નથી. ભણેલો હોય કે અભણ, જ્ઞાની હોય કે અબુધ, એનેડાકણ નહિ વળગે પણ ટાઈઢ તો વળગે જ..!સ્વેટર શરીરનો પાલવ નહિ મૂકે..! મઝા તો ત્યારે આવે કે,મેજરમેન્ટ લઈને ગોદડી માપની ઓઢી હોય ...વધુ વાંચો

28

હાસ્ય મંજન - 28 - ઉમર અટકવાનું નામ લેતી નથી

ઉમર અટકવાનું નામ લેતી નથી..! તરસ ક્યાં મટે છે,છેવટના શ્વાસ સુધી મર્યા પછી પાવુ પડે છે ગંગાજળ અહીં ચિત્તની શાંતિ,મનની પ્રસન્નતા, દિલની દાતારી, ગુંબડાની રૂઝ અને ટાઢીયા તાવની ટાઢ અંદરથી આવે, એમ ડીસેમ્બર મહિનો આવે ને મને ધ્રુજારી છૂટવા માંડે કે,એક વર્ષ ઓછું થઇ ગયું. બાકી,પૂરા નવ મહીને પૃથ્વીસ્થ થયેલો હોવા છતાં,કેલેન્ડરનાDEAD-END(ડીસેમ્બર મહિનામાં) પ્રગટેલો, એટલી જ મારી ભૂલ..! બાકી,DECEMBERCLOSINGમાં, હું વધ્યા-ઘટ્યા માલની માફક ઠલવાયેલો જીવ નથી. ભલે ચાલતી ગાડીએ ચઢી બેસીને,DECEMBERનો છેલ્લો ડબ્બો પકડનાર પ્રવાસી હોઉં,પણ મોટા-મોટા માણસનાQUTAમાં આવેલો જીવ છું. યાદ હોય તો,પાકિસ્તાન દેશના સ્થાપક મહમદ અલી ઝીણા,પાકિસ્તાની નવાઝ શરીફ,ભારત રતન અટલ બિહારી બાજપાઈ, અને મહાન ગાયક ...વધુ વાંચો

29

હાસ્ય મંજન - 29 - જમાઈ થવાની ભરતી ચાલુ છે.

જમાઈ થવાની ભરતી ચાલુ છે..! કાળા માથાનો માનવી ધારે તે કરી શકે,એવું તો બોલતા જ નહિ.! પસ્તાશો..! કાળા ઠીક ધોળા માથાનો માનવી પણ, કીડીને ઝાંઝર નહિ બાંધી શકે,હાથીને ખોળામાં નહિ લઇ શકે,મચ્છરને માલીશ નહિ કરી શકે,વાઈફને (પોતાની)બોલતી નહિ અટકાવી શકે, ને અમારા ખડ્ડૂસ જેવા ચમનીયાને પરણાવી નહિ શકે..! ફેઈલ જાવ બોસ..! પૈણવા માટે ચમનીયાએઘરે-ઘરે જઈને ‘અલખની રંજન’બોલવાનું બાકી રાખ્યું છે..! એના કપાળમાં કાંડા ફોડું થાય એવું કે,છોકરી પસંદ પડે તો,ચમનીયાને છોકરીREJECTકરે. બંને એકબીજાને પસંદ પડે તો, વેવાઈ વેવણ એકબીજાનું ‘મેચિંગ’ જુએ..! એમાં ને એમાં ચમનીયો ૫૪ વરસે પણ લગનથી ‘ઉખ્ખડ’ છે બોલ્લો..! આજ સુધીમાં, ૧૫ થી ૨૫ મેરેજ ...વધુ વાંચો

30

હાસ્ય મંજન - 30 - ખુશબો મૂકી જાય પ્રિયે ખુશબો મૂકી જાય

ખુશ્બો મૂકી જાય પ્રિયે ખુશ્બો મૂકી જાય...! બાર ગાઉએ બોલી બદલે તરુવર બદલે શાખા બુઢાપામાં કેશ બદલે પણ લખણ ના બદલે લાખા..! ઉબાડિયુંનાં લખ્ખણ પણ એવાજ હંઅઅઅકે..!પામો તો પરમ આનંદ આપે, પણ લખણ નહિ છોડે..! એવું અલ્લડચાવણુંકે,લગન કરીને પિયરનું પાદર નહિ છોડવા માંગતી અડીયલ છોકરીની માફક, વરસોથી વાપીથી તાપીનો પટો બદલ્યો નથી બોલ્લો..!. અમદાવાદનું ભૂસું,રાજકોટની ચટણી,વડોદરાનો ચેવડો,આણંદનાં ગોટા, ભરૂચના ભજીયા,સુરતની ઘારી, સુરતનો પોંક,ને સુરતનો લોચો વિખ્યાત,ને આગળ જાવ તો વલસાડના ચીકુ ને ...વધુ વાંચો

31

હાસ્ય મંજન - 31 - તાંબાની તાવડી તેર વાના માંગે

તાંબાની તાવડી તેર વાના માંગે..! કુદરતને મળવું હોય ને, તો હસતા રહેવાનું..! મગજને બદલે હોઠ ખેંચવાના.હાસ્ય એ કુદરતનું છે. ખબર છે ને, હાસ્યના સંવર્ધન અને અને સંવનન માટે, માણસJokerબનતા પણ અચકાતો નથી. ખિસ્સા ભલે ખાલી હોય,પણ જેના હ્રદયમાં હસવાનો ખજાનો છે,એ નિરાધાર હોતો નથી. કેમ કેહસવું એ પ્રાર્થના છે,ને જે હસાવે છે, એના માટે ભગવાન પ્રાર્થના કરે છે.પેલાJOKERએ ગાયેલું ગીત યાદ આવે છે ને.... કહેતા હૈ જોકર સારા જમાના,આધિ હકીકત આધા ફસાના ચશ્મા ઉતારો ફિર દેખો યારો,દુનિયા નયી હૈ ચહેરા પુરાના ...વધુ વાંચો

32

હાસ્ય મંજન - 32 - શુભેચ્છા ઉછીનો વ્યવહાર છે

શુભેચ્છા ઉછીનો વ્યવહાર છે. ઘરમાં રાબેતા મુજબ બધું ઝળહળતું તો હોય જ,પણ દિવાળી કે ઉઘડતા વર્ષની ખુમારી આવે રંગીન તોરણીયા-લટકવા માંડે. બે ઘડી એવું જ લાગે કે, રાવણના ઢોલિયે જેમ ગ્રહો લટકેલા રહેતા,એમ તહેવારની ખુશાલીઓને કરંટ આપીને લટકાવી હોય..! આધિ-વ્યાધી અને ઉપાધિઓ જાણે થાંભલે ચઢીને ઝબુક..ઝબુક થતી હોય..! દેવાભાઈ દેવાદાર હોય તો પણ દિવાળીમાં ‘નંદ ઘર આનંદ ભયો’ ના માહોલમાં મ્હાલતા હોય..! ઘર ઘર ઉર્જા વધારવાના કારખાના ચાલતાં હોય એમ,તમાચો મારીને પણ સૌના ગાલ લાલ દેખાય. ફટાકડા તો ઠીક, સુરસુરિયામાં પણ રાજીપો લઇ લે..! એમાં મફતના ભાવે મળતી નવા વર્ષની શુભેચ્છાઓ ચોથે ચોક પૂરવા આવે. ઉર્જાને હોલવાવા ...વધુ વાંચો

33

હાસ્ય મંજન - 33 - મારી ટાઢ તમારા હાથે હરિ સંભાળજો રે...

મારી ટાઢ તમારા હાથે હરિ સંભાળજો રે..! મારી ટાઢ તમારા હાથે હરિ સંભાળજો રે..!(ભજનની માફક આ ગીતરળીયામણું લાગતું તો,ગોખી રાખજો. શિયાળાની ફૂંટ હવે નીકળવા માંડી છે..! કે પછી અંબાલાલદાદાની આગાહી થાય તો જ ગરમ કપડા કાઢવા છે?(દાદા જ કહેવાય ને યાર..? ઉમરનો સરવાળો તો જુઓ..?અંબાલાલકુમાર થોડું કહેવાય..? હવામાન દાદા કહીએ તો જરાક પણ ઠીક લાગે..! ) ઉમરના કાંઠે ઉભા રહીને હવામાનની કેવી સચોટ છોડિયાફાડ આગાહી કરે છે..! શું સોલ્લીડ હથોટી છે..? રાતે ઊંઘવાનો પણડર લાગે. રખે ને ઉઠીએ ત્યારે પલંગ સાથે પાણીમાં તરતા થઇ ગયા તો..? ધ્રુજી જવાય યાર..! એમાં જેના હાથમાં માંડ પૈણવાનો અવસર મળ્યો હોય,એનો પણ ...વધુ વાંચો

34

હાસ્ય મંજન - 34 - તમે દીવો સળગાવ્યો અમે જાતને બાળી છે

તમે દીવો સળગાવ્યો અમે જાતને બાળી છે.. હોળી દિવાળીમાં ફેરવાય,કે કાળી ચૌદશ ઉપર શરદ પૂર્ણીમાનીચઢાઈ થાય,ધંતુરાઓને કોઈ ફરક પડે. વસંત ઋતુમાં પણ મરશિયા ગાય એવા..! અમુક તો એવા રીઢા કે,સંસ્કૃતિના ચોપડા ચાવી જાય તો પણ, જ્ઞાનની ફૂટ નહિ ફૂટે..!બંધ ઓરડામાં ગોંધી,મોરારી બાપુની અત્યાર સુધીની બધી રામ કથા સંભળાવો તો પણ,રાક્ષસમાંથી સાક્ષર નહિ થાય. દિવાળી એટલે પ્રકાશનું પર્વ,ઉજાસનું પર્વ,ઉલ્લાસનું પર્વ,એમને અંધારી આલમ જ ફાવે. દિવાળી હોય,ધન તેરસ હોય કે બેસતું વર્ષ હોય,કારણ વગરનો રૂઆબ છાંટીને બગડેલા ટામેટા જેવો લાલઘુમ થઈને નહિ ફરે ત્યાં સુધી ફીલિંગ નહિ આવે.‘હમ નહિ સુધરેંગે..!દિવાળીમાં દેવું કરીને પણ લોકો ઠનઠનપાલ થાય, ત્યારે આ લોકોને, આગજની ...વધુ વાંચો

35

હાસ્ય મંજન - 35 - ચાંદની ઓઢું ઓઢું ને ઉડી જાય....

ચાંદની ઓઢું ઓઢું ને ઉડી જાય...! કવિ થવું હોય ને તો,માત્ર ફળદ્રુપ ભેજું નહિ ચાલે..! શબ્દોનું ખાતર-પાણી પણ નદી-તળાવ-સરોવર-શબનમ-સ્મશાન-આંસુ-દરિયા-ફૂલ-સિતારા જેવી શબ્દોની મૂડી ને શરદ પૂર્ણિમાની રાત અને,ચાંદની ઓઢું-ઓઢું થતી હોય એવો માહોલ પણ જોઈએ. તો જ અંદરથી કવિતાનો ખિલવાડ આવે બોસ..!Fatherનીpropertyહોય એમ પ્રકૃતિના પ્રસાધનો ઉપર તૂટી પડીએ તો જ, પડે કવિતાનો પ્રસવ થાય.! કવિતાઓ ચંદી પડવાની ઘારી જેવીTastyબને..! દરેક પૂનમમાં આ શરદ પૂર્ણીમાની રાત જ એવી કે,આળસુ કવિને પણ કવનની કુંપણ ફૂટે. મગજમાં શબ્દોના આટાપાટા રમાતા શરુ થઇ જાય. જ્યારેસુસુપ્ત ઇન્દ્રિય ફાટવાની થાય ત્યારે જ કવિતા પ્રગટ થાય. કંઈ નહિ તો છેલ્લે નવરાત્રીના નશામાં એવું પણ ચીતરાય કે,“ચાંદની ...વધુ વાંચો

36

હાસ્ય મંજન - 36 - Untitledઉમર અટકવાનું નામ લેતી નથી.

ઉમર અટકવાનું નામ લેતી નથી..! તરસ ક્યાં મટે છે,છેવટના શ્વાસ સુધી મર્યા પછી પાવુ પડે છે ગંગાજળ અહીં ચિત્તની શાંતિ,મનની પ્રસન્નતા, દિલની દાતારી, ગુંબડાની રૂઝ અને ટાઢીયા તાવની ટાઢ અંદરથી આવે, એમ ડીસેમ્બર મહિનો આવે ને મને ધ્રુજારી છૂટવા માંડે કે,એક વર્ષ ઓછું થઇ ગયું. બાકી,પૂરા નવ મહીને પૃથ્વીસ્થ થયેલો હોવા છતાં,કેલેન્ડરનાDEAD-END(ડીસેમ્બર મહિનામાં) પ્રગટેલો, એટલી જ મારી ભૂલ..! બાકી,DECEMBERCLOSINGમાં, હું વધ્યા-ઘટ્યા માલની માફક ઠલવાયેલો જીવ નથી. ભલે ચાલતી ગાડીએ ચઢી બેસીને,DECEMBERનો છેલ્લો ડબ્બો પકડનાર પ્રવાસી હોઉં,પણ મોટા-મોટા માણસનાQUTAમાં આવેલો જીવ છું. યાદ હોય તો,પાકિસ્તાન દેશના સ્થાપક મહમદ અલી ઝીણા,પાકિસ્તાની નવાઝ શરીફ,ભારત રતન અટલ બિહારી બાજપાઈ, અને મહાન ...વધુ વાંચો

37

હાસ્ય મંજન - 37 - ગરબો ને ગરબડ ગોટાળો

ગરબો ને ગરબડ ગોટાળો માણસને જ નડે એવું નહિ, ગયા વરસેનવરાત્રીને અંબાલાલના પાયે ઘાત બેઠેલી. ખુલ્લી ધમકીઓ મળેલી કે,ગરબા ગાવા ગયા તો ધોવાઈ જશો. ગાવા કરતાં નહાવાનું વધારે આવશે. એમાં ખેલૈયાઓની હવા નીકળી ગયેલી. છેલ્લે સુધી નક્કી જ નહિ કરો શકેલા, ઝઘમઘાટ કપડા પહેરીને ગાવાનું કે,ટુવાલ વીંટાળીને..? અમુકે તો રેઇ આભલા ટંકાવ્યા..! ગબ્બરસિંહ આવવાનો હોય એમ, ગરબા શરુ થયા પછી જીવ તાળવે ચોંટી જાય કે,વરસાદ તો નહિ ખાબકે ને..?માતાજીની આરતી કરતાં વાદળોની હિલચાલ ઉપર ધ્યાન વધારે જાય..! એવી ધાક બેસી ગયેલી કે, માતાજીનાં હેલાને ...વધુ વાંચો

38

હાસ્ય મંજન - 38 - કાગવાસ એવી સુવાસ

કાગવાસ એવી સુવાસ..! એમ તો નહિ કહેવાય કે શ્રાધ્ધના સરસ મઝાનાદિવસો ચાલી રહ્યા છે. કારણ કે,એમાં ઉકલી ગયેલા સંવેદના ભરેલી છે. કાગ સાક્ષીએ પરિવારોએ ધાબે ધાબે મેળાવડો રાખ્યો હોય,એવો માહોલ છે. ધાબે ધાબે કાગડાઓનો મેળો ઝામ્યો હોય એમ,ધાબાઓધમધમે..! લોકો ભલે છાશવારે અબીધાબુ જતા હોય,પણ ઘરના ધાબાની કદર મકર સક્રાંતિ આવે ત્યારે ને શ્રાદ્ધના દિવસોમાં જ કરે. એટલા માટે કે,ધાબુ એ ઉકળી ગયેલા પિતૃઓનુંDestinationછે. શ્રાદ્ધના મહિનામાં ખોટું શું કામ બોલવું?વડવાઓ કહેતા કે,‘સમય આવે ત્યારે ધાબુ નહિ,ચપટી ધૂળની પણ જરૂર પડે.!.’ જુઓ ને, શ્રાદ્ધના મહિનામાં કાગડાઓને કેવા સ્વજનની જેમ સાચવવા પડે છે..?ગરજ પડે ત્યારે કાગડો કાળો પણ નહિ લાગે,ને ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો