હતી એક પાગલ..!! ◆પૂર્વભૂમિકા◆ અધૂરી મુલાકાત બાદ ઘણાં વાંચકો નાં મેસેજ અને કોલ આવ્યાં અને અધૂરી મુલાકાત ની જેવી જ એક પાકટ પ્રણયકથા લખવા માટે બધાં એ કરી.તો એનાં પરિણામ સ્વરૂપ એક સુંદર,સરળ અને લાગણી થી તરબોળ કરી મુકતી નવી જ પ્રણયગાથા આપ સૌ માટે અત્રે લઈને આવ્યો છું.તમને વિશ્વાસ નહીં આવે કે આ નોવેલ મેં કોઈપણ જાતનો પ્લોટ તૈયાર કર્યા વગર લખી છે..છતાં એનાં દરેક શબ્દમાં પ્રેમની એવી દાસ્તાન છે જે હૃદય સોંસરવી ઉતરી જશે. દુનિયા નાં દરેક વ્યક્તિને ક્યારેક ને ક્યારેક કોઈનાં જોડે તો પ્રેમ

Full Novel

1

હતી એક પાગલ - 1

હતી એક પાગલ..!! ◆પૂર્વભૂમિકા◆ અધૂરી મુલાકાત બાદ ઘણાં વાંચકો નાં મેસેજ અને કોલ આવ્યાં અને અધૂરી મુલાકાત ની જેવી જ એક પાકટ પ્રણયકથા લખવા માટે બધાં એ વિનંતી કરી.તો એનાં પરિણામ સ્વરૂપ એક સુંદર,સરળ અને લાગણી થી તરબોળ કરી મુકતી નવી જ પ્રણયગાથા આપ સૌ માટે અત્રે લઈને આવ્યો છું.તમને વિશ્વાસ નહીં આવે કે આ નોવેલ મેં કોઈપણ જાતનો પ્લોટ તૈયાર કર્યા વગર લખી છે..છતાં એનાં દરેક શબ્દમાં પ્રેમની એવી દાસ્તાન છે જે હૃદય સોંસરવી ઉતરી જશે. દુનિયા નાં દરેક વ્યક્તિને ક્યારેક ને ક્યારેક કોઈનાં જોડે તો પ્રેમ ...વધુ વાંચો

2

હતી એક પાગલ - 2

હતી એક પાગલ..!!:-ભાગ 2 "શિવાય" કોઈ યુવતી દ્વારા આ શબ્દ સાંભળતાં જ શિવ અનાયાસે જ ત્યાં અટકી બની શિવે અવાજની દિશામાં નજર ઘુમાવીને જોયું તો એક બાવીસેક વર્ષની સુંદર યુવતી ઉભી હતી. "આપ કોણ..?"શિવે કાર નો દરવાજો બંધ કર્યો અને એ યુવતી ની જોડે જઈને ઉભો રહ્યો. સફેદ રંગ નાં સલવાર કમીજ અને રંગબેરંગી દુપટ્ટામાં સજ્જ એ યુવતી નો ચહેરો વીતેલાં જમાનાની અદાકારા મધુબાલા જેવો લાગતો હતો.આંખો ને મફકસરની કાજળ લગાવી વધુ પાણીદાર બનાવી હતી.હાથની આંગળીઓના નખ નેઈલ-પોલિશ કરી આકર્ષક બનાવેવાં હતાં..શિવ ને જોતાં ચહેરા પર એક મોટી સ્મિત સાથે બોલી. "મારું નામ આરોહી પંડિત છે..હું તમારી ...વધુ વાંચો

3

હતી એક પાગલ - 3

હતી એક પાગલ..!!:-ભાગ 3 ના ઈચ્છવા છતાં આજે શિવ ને જુની સ્મૃતિઓ મન,હૃદય અને આંખોનાં દરેક ખૂણા ને રક્ત અશ્રુથી ભીંજવવા આવી પહોંચી હતી..આ યાદો જાણે કોઈ સિરિયલ કિલર હોય એમ દબાતાં પગલે તમારી નજીક આવતી હોય છે અને તમને ખબર પણ ના પડે એ રીતે તમને મોત ની ચીરનિંદ્રા માં સુવડાવી મુકતી હોય છે..શિવ ને એની જીંદગીનો કેવો ભુતકાળ યાદ આવી રહ્યો હતો એની વાત કરું એ પહેલાં બે પંક્તિ પ્રેમમાં મળતી આવી ગમતી-નાગમતી યાદો ને નામ. मौहब्बत की मिसाल में, बस इतना ही कहूँगा । बेमिसाल सज़ा है यादें इसकी किसी बेगुनाह के लिए। એ ...વધુ વાંચો

4

હતી એક પાગલ - 4

હતી એક પાગલ..!!:-ભાગ 4 શિવ ફેસબુક પર આવેલી આરોહી પંડિત નામની યુવતીની રિકવેસ્ટ જોઈ થોડો મુંઝવણમાં હતો..કેમકે ઔપચારિક મુલાકાત બાદ એની ફેસબુક રિકવેસ્ટ સ્વીકારવી એ શિવ ની ફિતરતમાં નહોતું..આરોહી જેવી તો સેંકડો યુવતીઓ શિવ ને ભટકાતી રહેતી..પણ શિવ કોઈ જાતની ઓળખાણ વગર કોઈની પણ ફેસબુક રિકવેસ્ટ નહોતો સ્વીકારતો.આજ કારણથી એનાં ફ્રેન્ડ લિસ્ટમાં ફક્ત નજીકનાં લોકો જ હતાં. ઘણું બધું વિચાર્યા બાદ શિવે ના જાણે કેમ એ યુવતીની રિકવેસ્ટ સ્વીકારી લીધી..કોઈ ઈશ્વરીય શક્તિ એને આમ કરવા દોરીસંચાર કરાવી રહી હોય એવું શિવ ને લાગી રહ્યું હતું. આરોહીની ફેસબુક રિકવેસ્ટનો સ્વીકાર કર્યાં બાદ શિવ થોડો સમય મોબાઈલમાં ગેમ રમ્યો..ત્યારબાદ ...વધુ વાંચો

5

હતી એક પાગલ - 5

હતી એક પાગલ..!!:-ભાગ 5 રાધા રડી રહી હતી..જાણે કે શિવ નું નામ એને દર્દ આપી રહ્યું હતું.એ પોતાનો ચહેરો વોશબીસીનનાં પાણી વડે ધોઈને બાથરૂમમાંથી બહાર નીકળી.પોતાની જાત ને થોડી સ્વસ્થ કરી એ આરોહી અને તુષાર બેઠાં હતાં એ તરફ આગળ વધી. આ રાધા બીજું કોઈ નહીં પણ શિવ ની દોસ્ત માહી હતી..અત્યારે એને દોસ્ત જ કહીશ કેમકે આપણને હજુ એ લોકો ની દોસ્તી ક્યાં સુધી આગળ વધી એની ખબર નથી.છતાં રાધા ઉર્ફે માહી ની દશા જોઈને એટલું સમજાઈ રહ્યું હતું કે એ શિવ ને ખુબ જ પ્રેમ કરે છે કાં તો બેહિસાબ નફરત. હવે માહી ત્યાં સુરતમાં ...વધુ વાંચો

6

હતી એક પાગલ - 6

હતી એક પાગલ..!!:-ભાગ 6 દરેક લવસ્ટોરી ની શરૂવાત મિત્રતાથી થાય એવું જરૂરી તો નથી હોતું..પણ જે લવસ્ટોરી પછી બંધાય એમાં મજા કંઈક અલગ જ હોય છે.શિવ અને માહી વચ્ચે થયેલી એકાઉન્ટની નોટબુકની આપ-લે હજુ દિલો વચ્ચેની આપ-લે સુધી તો નહોતી પહોંચી છતાં આને એ માટેનું પ્રથમ પગથિયું ચોક્કસ કહી શકીએ. શિવ જોડેથી નોટબુક લઈ ગયાંનાં બીજાં દિવસે માહી એની નોટબુક પાછી આપી ગઈ..નોટબુક ની સાથે શિવ ને મળ્યું માહી નું thanks.પોતાનાં માહી પર કરવામાં આવેલ આ આભાર નો ભાર શિવને આખી જીંદગી ઉપાડવાનો હતો એ વાતથી શિવ એ સમયે તો બેખબર જ હતો. કોલેજ શરૂ થયાં ...વધુ વાંચો

7

હતી એક પાગલ - 7

હતી એક પાગલ..!!:-ભાગ 7 દિલ તમને આપવાની મારી ક્યાં ના છે .. !! લાગણીઓને માપવાની મારી ક્યાં ના છે !! તું પ્રેમ આપે કે ઝખ્મો ની ભેટ .. !! જે મળે તે સ્વીકારવાની મારી ક્યાં ના છે .. !! તારી ખુશી માંજ મારી ખુશી રહેલી છે .. !! તું જીતે દાવ તો હારવાની મારી ક્યાં ના છે .. !! સોમનાથ થી સવારે નીકળી લક્ઝરી સીધી દિવ પહોંચી ગઈ..દિવ ની સફર એ એમની ટુર નો આખરી દિવસ હતો.દિવ નો રમણીય નજારો જોઈ દરેક સ્ટુડન્ટ મંત્રમુગ્ધ બની એને મનભરી આંખોમાં ઉતારી લેવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં.બીજાં વિદ્યાર્થીઓ જ્યાં દિવમય બની ...વધુ વાંચો

8

હતી એક પાગલ - 8

હતી એક પાગલ..!!:-ભાગ 8 【નોવેલનો આ ભાગ ગુજરાતી,હિન્દી અને ઉર્દુ સાહિત્યનાં એવાં અમર શાયરોનાં નામે છે જેમને શબ્દો થકી પ્રેમ, મમતા, લાગણી, ગુસ્સો, નફરત,બગાવત બધું જ વર્ણવી દીધું છે.એમનાં દરેક શેર,દરેક શાયરી,દરેક નબ્ઝ,દરેક કવિતા આજેપણ સાહિત્યનાં ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત છે.એ લોકોને નોવેલનાં આ પ્રકરણ થકી કોટી કોટી વંદન.】 શિવ અને માહી એકબીજાનો મુકાબલો કરવા માટે બિલકુલ સજ્જ હતાં. ત્રિવેદી સાહેબે વારાફરથી શિવ અને માહી તરફ નજરે ફેંકી અને માઈક હાથમાં લઈને આ સ્પર્ધા શેના વિશે હતી એની વાત કરવાનું શરૂ કર્યું. "તો હવે એ રહસ્ય પરથી પડદો પાડવા જઈ રહ્યો છું કે આ સ્પર્ધા શેનાં ...વધુ વાંચો

9

હતી એક પાગલ - 9

હતી એક પાગલ..!!:-ભાગ 9 【નોવેલનો ગત ભાગની જેમ આ ભાગ પણ ગુજરાતી,હિન્દી અને ઉર્દુ સાહિત્યનાં એવાં અમર નામે છે જેમને પોતાનાં શબ્દો થકી પ્રેમ, મમતા, લાગણી, ગુસ્સો, નફરત,બગાવત બધું જ વર્ણવી દીધું છે.એમનાં દરેક શેર,દરેક શાયરી,દરેક નબ્ઝ,દરેક કવિતા આજેપણ સાહિત્યનાં ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત છે.એ લોકોને નોવેલનાં આ પ્રકરણ થકી કોટી કોટી વંદન.】 અબ્બાસ અબ્દુલ અલી વાસી એ બીજું કોઈ નહીં પણ શાયર શિરમોર એવાં મરીઝ સાહેબનું સાચું નામ છે.તો આજની આ સ્પર્ધાનાં પ્રથમ ગુજરાતી શાયર ની શાયરી સંભળાવશે માહી ગુજરાલ. પોતાનું નામ જાહેર થતાં જ માહી એ મરીઝ સાહેબની ખુબ જ જાણીતી બે પંક્તિઓ સાથે ...વધુ વાંચો

10

હતી એક પાગલ - 10

હતી એક પાગલ..!!:-ભાગ 10 【નોવેલનો આ ભાગ ગુજરાતી,હિન્દી અને ઉર્દુ સાહિત્યનાં એવાં અમર શાયરોનાં નામે છે જેમને શબ્દો થકી પ્રેમ, મમતા, લાગણી, ગુસ્સો, નફરત,બગાવત બધું જ વર્ણવી દીધું છે.એમનાં દરેક શેર,દરેક શાયરી,દરેક નબ્ઝ,દરેક કવિતા આજેપણ સાહિત્યનાં ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત છે.એ લોકોને નોવેલનાં આ પ્રકરણ થકી કોટી કોટી વંદન.】 પોતાનો વારો આવતાં માહી એ પણ પૂરાં જોશમાં કુમાર વિશ્વાસની રચિત કવિતાની ચાર લાઈનો ગુનગુનાવી. समंदर पीर का अन्दर है, लेकिन रो नही सकता ! यह आँसू प्यार का मोती है, इसको खो नही सकता !! मेरी चाहत को दुल्हन तू बना लेना, मगर सुन ले ! ...વધુ વાંચો

11

હતી એક પાગલ - 11

હતી એક પાગલ..!!:-ભાગ 11 શિવ દ્વારા પોતે આગળ ઘાયલ સાહેબની કોઈ રચના નથી જાણતો એની કબુલાત પછી સભાખંડમાં હાજર સૌ માહી તરફ મીટ માંડીને બેઠાં હતાં..જો માહી ઘાયલ સાહેબની કોઈ રચનાને પ્રસ્તુત કરશે તો આ રાઉન્ડની સાથે આ સ્પર્ધામાં પણ એનાં શિર પર વિજેતાનો સહેરો સજશે એ નક્કી હતું. બધાં ને એમ હતું કે માહી નક્કી કોઈ ગઝલ સંભળાવશે અને આ સ્પર્ધા જીતી જશે પણ બધાંની ધારણાથી વિપરીત માહી એ ત્રિવેદી સર ને ઉદ્દેશીને કહ્યું. "સર,હું પણ ઘણાં પ્રયત્ન છતાં ઘાયલ સાહેબની કોઈપણ રચના યાદ કરવામાં અસમર્થ નીવડી રહી છું..એટલે તમે એમ સમજો કે હું પણ હવે ...વધુ વાંચો

12

હતી એક પાગલ - 12

હતી એક પાગલ..!!:-ભાગ 12 માહી અવિનાશ ગોયંકા.. પાસપોર્ટ પર માહી ની પાછળ લખેલું નામ અને સ્ટેટ્સ માં લખેલું મેરિડ વાંચ્યા બાદ આરોહીને એક ગજબનો આંચકો લાગ્યો હતો.પોતે પરણિત હોવાની વાત રાધા દીદી એ કેમ છુપાવી હતી એ આરોહી માટે અત્યારે તો સમજવું અઘરું હતું.જો દીદી પરણિત છે તો આટલાં સમયથી એમનાં હસબન્ડ અવિનાશ ક્યાં છે એનો પણ જવાબ આરોહી જાણવાં માંગતી હતી. હું સાંજે દીદી આવે એટલે મારાં સવાલો નાં જવાબ મેળવીને જ રહીશ.. આટલું બબડતાં આરોહીએ ડ્રોવર ને લોક કરી અલમારી બંધ કરી દીધી અને ચાવી ને એની મૂળ જગ્યાએ રાખી દીધી.આરોહી એ બધું હતું એમ ...વધુ વાંચો

13

હતી એક પાગલ - 13

હતી એક પાગલ..!!:-ભાગ 13 માહી જેવી ઘરે પહોંચી અને જેવી પોતાનાં બેડરૂમમાંથી ફ્રેશ થઈને બહાર આવી ત્યાં જ સોફા પર બેસેલી આરોહી ને જોઈને એ બોલી. "આરોહી,કેમ છે તને..?હવે તારી તબિયત ઠીક તો છે ને..?" "સારું છે મને..જમવાનું બનાવીને ત્યાં ડાઇનિંગ ટેબલ પર રાખી દીધું છે..તમે જમીને આવો પછી મારે થોડી અગત્યની વાત કરવી છે.."આરોહી ટીવી ની ચેનલ રિમોટ વડે બદલતાં બોલી. થોડીવારમાં માહી જમીને આરોહી જોડે આવીને સોફામાં બેસી અને આરોહીને ઉદ્દેશીને બોલી. "બોલ શું અગત્યની વાત કરવી છે..?" માહી ઉર્ફે રાધા દીદી જોડે પોતે હવે શું વાતચીત કરવાની હતી એ નક્કી કરીને બેસેલી આરોહી બોલી. ...વધુ વાંચો

14

હતી એક પાગલ - 14

હતી એક પાગલ..!!:-ભાગ 14 પોતાની પત્ની સંધ્યાને મયુર શિવ અને માહી વચ્ચે એવું તે શું બન્યું જેનાં બંને નોખાં થઈ ગયાં એની વાત કહેતો હોય છે. "M. com નાં પ્રથમ વર્ષનાં પૂર્ણ થતાં જે વેકેશન પડ્યું એ શિવ ની જીંદગી ને એ હદે બદલી નાંખવાનું હતું જેની કલ્પના પણ કોઈએ નહોતી કરી.શિવ ની સાથે ખરાબમાં ખરાબ જે કંઈપણ થવાનું હતું એ બધું જ આ સમયગાળામાં થઈ ગયું." "સીતાપુરમાં શિવ ની જોડે કરવા માટે વધુ કંઈ હોતું નહીં એટલે એ નિરાંતનાં સમયમાં કવિતાઓ લખતો..બે મહિના પહેલાં સ્ટેટ લેવલની કાવ્ય સ્પર્ધામાં પણ એ ભાગ લઈને આવ્યો હતો જેનું રિઝલ્ટ ...વધુ વાંચો

15

હતી એક પાગલ - 15

હતી એક પાગલ..!!:-ભાગ 15 "સમય પણ ઘા આપે છે એટલે જ ઘડિયાળમાં ફૂલની જગ્યાએ કાંટા હોય છે..અને સમય પુછવા માટે કહે છે કેટલાં વાગ્યાં.." પોતાની માં નાં અકાળે થયેલાં અવસાન અને માહીનાં લગ્ન બીજાં કોઈ જોડે ગોઠવાઈ ગયાં છે એની જાણ થયાં બાદ શિવ એક અણધાર્યો નિર્ણય લે છે જે એની જીંદગી ને ધરમૂળમાંથી બદલી મુકનારો સાબિત થયો હયો.શિવનો એ નિર્ણય શું હતો એ વિશે મયુર પોતાની પત્ની સંધ્યાને જણાવી રહ્યો હોય છે. "શિવ માટે એનો અભ્યાસ સૌથી વધુ મહત્વ ધરાવતો હતો કેમકે શિવ સારો અભ્યાસ કરી,કોઈ સારી કંપનીમાં યોગ્ય નોકરી શોધી પોતાની મમ્મી ની જીંદગી ને ...વધુ વાંચો

16

હતી એક પાગલ - 16

હતી એક પાગલ..!!:-ભાગ 16 સુખ નથી આવતું દુઃખ વગર, પ્રેમ નથી મળતો નફરત વગર, માટે ભરોસો રાખો ઉપર, કેમકે ભગવાને સાગર નથી બનાવ્યો કિનારા વગર...... આવા જ એક કિનારા ની તલાશમાં શિવ પોતાની માહીને મળવા પોતાનાં નવા પુસ્તકનાં વિમોચન માટે અમદાવાદ થી નીકળી સુરત આવી પહોંચ્યો હતો.શિવ ને સુરતમાં પગ મુકતાં જ એવો અહેસાસ થતો કે અહીંની હવામાં કોઈ સુગંધ ભળેલી છે..પણ એને ક્યાં ખબર હતી કે આ સુગંધનું કારણ એની માહી હતી. પબ્લિકેશન હાઉસ દ્વારા શિવ માટે અઠવાગેટ સ્થિત હોટલ ગેટવે માં રૂમ બુક કરવામાં આવ્યો હતો.આજે બુધવાર હતો અને કાલે સવારે આરોહી અને તુષારનાં ...વધુ વાંચો

17

હતી એક પાગલ - 17

હતી એક પાગલ..!!:-ભાગ 17 "મારી આ મુલાકાતને ચાહે તો મુસીબત કહેજે, તારી આ દ્રષ્ટિને મારા પ્રત્યેની નફરત પરંતું એકાંતમાં આ અશ્રું ભરી મારી વિદાય, યાદ આવીને રડાવે તો તેને મહોબ્બત કહેજે…." તુષારે પોતાની કારને પાર્ક કરી અને પોતાની થનારી પત્ની આરોહી અને માહીની સાથે બકુલભાઈ ની કોર્ટમાં જ્યાં બેઠક હતી એ તરફ આગળ વધ્યો.તુષાર અને આરોહીને આવતાં જોઈ બકુલભાઈ હરખભેર ઉભાં થયાં અને એમને હાથ જોડી સ્તકાર્યા. "તો તુષાર કેવું લાગી રહ્યું છે..?"તુષાર નાં પિતાજી બકુલભાઈ નાં મિત્ર હોવાથી એ તુષારને સારી રીતે ઓળખતાં.. માટે એને રમૂજ ખાતર પૂછ્યું. "તમે પણ બકુલ કાકા..કેવો સવાલ કરો છો..?કોઈ ...વધુ વાંચો

18

હતી એક પાગલ - 18

હતી એક પાગલ..!!:-ભાગ 18 "दिल के मेहमान तेरी याद लिए बैठे है ज़ब्त-ए-दिल किससे कहे,वो ज़ब्त दिए है। मौत से कह दो फ़राज़ हमको ना मजबूर करे जिनकी ऐ चीज़ है हम उनको दीए बैठे है। માહી સાથે થયેલી ઓચિંતી મુલાકાત બાદ શિવને સુરત હવે ખુબસુરત લાગવા લાગ્યું હતું.પોતે જેનાં નામે પોતાનાં શ્વાસો લઈ રહ્યો છે એવી એની મનની ચોર એની પ્રેયસી માહી અત્યારે આજ શહેરમાં મોજુદ હતી એ વિચારતાં જ શિવ રોમાંચિત થઈ ઉઠતો.બીજાં દિવસે એની બુક પબ્લિશ થવાની હોવાં છતાં શિવને એનો વિચાર સુધ્ધાં જ નહોતો. માહી એકલી જ રહેતી હતી અને હવે તો ...વધુ વાંચો

19

હતી એક પાગલ - 19

હતી એક પાગલ..!!:-ભાગ 19 "સમયને અને યાદોને વર્ષો સાથે ક્યાં સંબંધ છે, તારા ગયાની એ હજુ હૃદયમાં અકબંધ છે .." માહી શિવની લખેલી પ્રથમ નવલકથા હતી એક પાગલ વાંચવાની શરૂવાત કરી ચુકી હતી..શિવે પ્રસ્તાવનામાં આ નોવેલ અને પોતાનાં વિશે થોડું ઘણું લખી અંતમાં જે લોકોનો એની સફળતામાં હાથ છે એવાં દરેકનો આભાર માનતાં વાક્યો લખ્યાં હતાં.. પણ છેલ્લે શિવે લખ્યું હતું. "આ નોવેલ લખવાની પ્રેરણા તો ઘણાં લોકોએ આપી પણ આ નોવેલ જેનાં પ્રેરકબળથી લખી શક્યો એ વ્યક્તિ,મારી એ પાગલ જો આ નોવેલ ક્યારેક વાંચશે તો એ સમજી જશે કે આ નોવેલ ભલે મેં લખી ...વધુ વાંચો

20

હતી એક પાગલ - 20

હતી એક પાગલ..!!:-ભાગ 20 "ઝુકેલી નઝર થી જોયું તમે અમને, તમારી આ અદા કેમ ના ગમે અમને, પ્રશ્ન થાય મારા મન માં, પ્રેમ માં છો તમે કે વહેમ માં છીએ અમે??" શિવે લખેલું પુસ્તક સંપૂર્ણ વાંચવાથી માહીનો શિવ તરફ જોવાનો સંપૂર્ણ નજરીયો બદલાઈ જવાની પુરેપુરી સંભાવના હતી.પણ માહી અને શિવનાં કમનસીબે માહી એ ફક્ત એનાં અને શિવનાં રિલેશનમાં હસીન પળો જ વાંચ્યા.જ્યારે માહી એ એ બધું વાંચવાનું બાકી રાખ્યું જે વાંચી લીધું હોત તો એ વાતનું નિવારણ આવી જાત જેનાં લીધે માહીનાં હૃદયમાં વારંવાર ટીસ ઉઠતી રહેતી હતી. રાતે મોડે સુધી નોવેલનું પુસ્તક વાંચતી હોવાથી માહી ...વધુ વાંચો

21

હતી એક પાગલ - 21

હતી એક પાગલ..!!:-ભાગ 21 મારી ગઝલ છે નીચે પડેલા ગુલાબમાં, લાખો મિલનની તકો છે પણ હિસાબ માં. પોતાની પ્રથમ નવલકથાનાં પ્રકાશનનાં કાર્યક્રમમાં સુરત નાં ગુલમહોર બેંકવેટ ખાતે શિવ પોતાની નવી બુક અંગે વક્તવ્ય આપી રહ્યો હતો. એક કવિ તરીકે તો આપ સૌ લોકો મને અત્યાર સુધી સહન કરતાં આવ્યાં છો એ બદલ તમારો ઉપકાર માનવો ઘટે.તમારાં લોકોનાં એ પ્રેમ અને પ્રતિસાદ થકી જ મારાં લેખનને એક નવો આયામ આપવાનું નક્કી કર્યું.આ જ વિચારે મને મારી સૌપ્રથમ નોવેલ એક હતી પાગલ રચવા પ્રેરણા આપી.આ પુસ્તક એક એવાં યુવકની કહાની છે જેની જીંદગી નાં દરેક શ્વાસમાં એક ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો