ગોપાલ:- અભિશાપ કે વરદાન ?

(12)
  • 20.9k
  • 5
  • 10k

પ્રસ્તાવના :- જ્યાં ભગવાનનું અસ્તિત્વ હોય છે ત્યાં શૈતાનનું પણ હોવાનું જ. જ્યાં પવિત્ર આત્મા વસવાટ કરે છે ત્યાં કાળી શૈતાની આત્માઓ પણ ભટકે જ છે. તફાવત બસ એટલોજ જ છે કે જીત હંમેશા સત્ય અને પવિત્રતાની જ થાય છે. પવિત્ર શક્તિ પોતાની પવિત્રતા દ્વારા એ કાળી શૈતાની ભટકતી આત્માઓનો ખાત્મો બોલાવે છે અને સદાયને માટે શાંતિની સ્થાપના કરે છે. જ્યારે ચારેબાજુ થી રસ્તાઓ બંદ થઈ જાય, શું કરવું અને શું ન કરવું એ સમજણમાં ના આવતું હોય ત્યારેજ એક જ રસ્તો વધે છે ઉપરવાળાનો. પરમ પૂજ્ય પરમાત્મા પોતાના સંતાનોને કોઈ પણ મુસીબતમાંથી ઉગારી જ લે છે. પરિસ્થિતિ ગમે તેવી વિકટ હોય હંમેશા ઈશ્વરનું સ્મરણ કરવું.તે સદાય આપણી રક્ષા કાજે તત્પર જ રહે છે. “ પવિત્રતાના રક્ષણ કાજે, સત્યના સારથી બની આવ્યા. શૈતાનનો ખાત્મો બોલાવી, શાંતિને સ્થાપવામાં આવી."

Full Novel

1

ગોપાલ:- અભિશાપ કે વરદાન ? - 1

● પ્રસ્તાવના :- જ્યાં ભગવાનનું અસ્તિત્વ હોય છે ત્યાં શૈતાનનું પણ હોવાનું જ. જ્યાં પવિત્ર આત્મા વસવાટ કરે છે કાળી શૈતાની આત્માઓ પણ ભટકે જ છે. તફાવત બસ એટલોજ જ છે કે જીત હંમેશા સત્ય અને પવિત્રતાની જ થાય છે. પવિત્ર શક્તિ પોતાની પવિત્રતા દ્વારા એ કાળી શૈતાની ભટકતી આત્માઓનો ખાત્મો બોલાવે છે અને સદાયને માટે શાંતિની સ્થાપના કરે છે.જ્યારે ચારેબાજુ થી રસ્તાઓ બંદ થઈ જાય, શું કરવું અને શું ન કરવું એ સમજણમાં ના આવતું હોય ત્યારેજ એક જ રસ્તો વધે છે ઉપરવાળાનો. પરમ પૂજ્ય પરમાત્મા પોતાના સંતાનોને કોઈ પણ મુસીબતમાંથી ઉગારી જ લે છે. પરિસ્થિતિ ગમે તેવી ...વધુ વાંચો

2

ગોપાલ:- અભિશાપ કે વરદાન ? - 2

બધાં લોકો આશા ભરેલી નજરે મહર્ષિ સામે જોઇને રહ્યા હતા. મહર્ષિ અંતરયામી હતાં તે બધી જ વાત જાણતાં હતાં. સુસવાટાને ચિરતા એ તેજસ્વી મહર્ષિ એ ગામલોકોની શાંતિને ભંગ કરતાં એક વાક્ય છોડ્યું હતું. “ મનોગમતનું દર્શન થતાં હું જાણું છું કે આજથી ચાર વર્ષ પહેલાં એ કાળી રાતે બનેલા ભયંકર કૃત્યથી, આજે જન્મનાર બાળક અને તેની માતાના મોતનું કારણ બનશે." થોડા મહિના પહેલાં જ્યારે મહર્ષિ પાસે મુખી, તેમની દીકરી, તેમનો જમાઈ અને તેમના વેવાઈ મહર્ષિ ને મળવા તેમના ગામમા ગયા હતા ત્યારે મહર્ષિએ આજ વાક્ય છોડ્યું હતું. જે આજે સત્ય પડવા જઈ રહ્યું હતું. એ સમસ્યાનું સમાધાન કઈ રીતે ...વધુ વાંચો

3

ગોપાલ:- અભિશાપ કે વરદાન ? - 3

ગામલોકો મન્યાને ઢસડાતા ઢસડાતા બહાર લઈને આવ્યાં...મુખીની દિકરી ડરી ગઈ હતી, તે ચોધાર આંસુડે રડી રહી હતી. મુખીએ તેને આપતાં કહ્યું કે એ હેવાનની એવી હાલત કરીશ કે ક્યારેય કોઈની બેન -દીકરીની તરફ આંખ ઊંચી કરીને પણ જોવાની હિંમત નહિ કરે.એની એ ખરાબ આંખોને હું ફોડી નાખીશ.આટલું બોલતાંની સાથે જ મુખી ક્રોધે ભરાઈને બહાર આવ્યાં.મન્યો થરથર કાંપી રહ્યો હતો, ત્યાં મુખી બહાર આવ્યાને સીધી જ મન્યાના ગાલ ઉપર એક તમાચો લગાવી દીધો. સટ્ટાક........ કરતો એક જોરદાર અવાજ આવ્યો. મન્યો અપરાધીની જેમ નીચું જોઈને ઊભો રહ્યો.“ આજે મારી દીકરી સાથે આણે આવું ખરાબ કૃત્ય કર્યું છે. જો એને એમને એમજ ...વધુ વાંચો

4

ગોપાલ:- અભિશાપ કે વરદાન ? - 4

મુખી મન્યાના પિતાને ગામનું પાદર વટાવી જતાં જોઈને રહ્યા હતાં,પણ તે મન્યાના પિતાને ના રોકી શક્યો.ગામલોકો અને મુખીને ઘણુંજ લાગ્યું જ્યારે મન્યાના પિતાએ ગામ છોડી દીધું. મન્યો જેટલો અધર્મી હતો એનાથી વધુ તો મન્યાના પિતા દયાળુ અને માણસાઈ વાળા હતાં. તેમના સંસ્કારોમાં ક્યાંય ભુલ જોવા ના મળે, પણ કહે છે ને સાત ભવના પાપ આડા આવે બસ કઈક એવુંજ થયું તેમની સાથે. મન્યાના કારણે આજે તેના પિતા ગામના લોકોની સામે ઊંચી નજર કરીને જોઈ શકતા નહોતા. એટલે તેઓ આ ગામને છોડીને જતાં ચાલ્યા ગયા.સમય રેતની જેમ સરકી રહ્યો હતી.આ વાતને ચારથી પાંચ દિવસ થઈ ગયા.ધીમે ધીમે ગામલોકો અને મુખી ...વધુ વાંચો

5

ગોપાલ:- અભિશાપ કે વરદાન ? - 5

એ મહર્ષિ ખૂબ જ જ્ઞાની હતાં. લોકો તેમને જ્ઞાની મહર્ષિ કે તેજસ્વી મહર્ષિ નામે જ ઓળખતાં. દૂર દૂરના ગામોમાંથી તેમની પાસે આવતાં. તેઓ ભૂતકાળ અને ભવિષ્યકાળના જાણકાર હતાં. વર્ષોની તપસ્યા બાદ તેમને આ કાર્યમાં સફળતા મળી હતી.જ્ઞાની મહર્ષિ કાળી શકિતને પોતાના વશમાં કરી શકતા તેમજ તે કાળી શૈતાની શક્તિ નો ખાત્મો પણ બોલાવી શકતાં હતા. મહર્ષિના ગામના લોકો તો મહર્ષિને ઈશ્વર માનીને પૂજતા. ગમે તેવી મુસીબત હોય હંમેશા ગામના લોકો મહર્ષિની જ મદદ માંગતા અને મહર્ષિ હંમેશા તેમની મદદ કરવા માટે તત્પર જ રહેતાં.ગામની નજીક જ એક નાનકડી વાડી હતી, જ્યાં ચારેબાજુ વૃક્ષો થી ઘેરાયેલી એક નાનકડી ઝૂંપડી હતી. ...વધુ વાંચો

6

ગોપાલ:- અભિશાપ કે વરદાન ? - 6

હજી મુખી અને તેમના વેવાઈ વાતો કરી રહ્યા હતાં એટલામાં મહર્ષિ પાછા આવ્યા. બસ હવે તો મહર્ષિ શું સમાધાન આવ્યા છે એજ બધાને જાણવું હતું.“ મે મારી ધ્યાન અવસ્થામાં જઈને ઊંડાણ સુધી નજર કરી. મે ત્યાં આ સમસ્યાનું સમાધાન શોધવાની ખૂબ જ કોશિશ કરી પણ મને એમાં નિષ્ફળતા જ મળી.એ દુષ્ટે મરતાં મરતાં પોતાની આત્માને અઘોરીમાં પરિવર્તન કરી દીધું. એટલે એ દુષ્ટ આત્માને ખત્મ કરવાનો કોઈ ઉચિત ઉપાય મળ્યો નહી. હું ક્ષમા યાચું છું તમે ઘણી જ ઉમ્મીદ થી અહીં આવ્યા પરંતુ તમારી સમસ્યાનું કઈજ સમાધાન મળતું નથી." મહર્ષિએ નિસાસો નાખતા કહ્યું.મહર્ષિના શબ્દો સાંભળીને બધાં જ ઉદાસ થઈ ગયા. ...વધુ વાંચો

7

ગોપાલ:- અભિશાપ કે વરદાન ? - (અંતિમ ભાગ)

અંધારું વધુ ગાઢ બની રહ્યું હતું. ગામના સન્નાટો એટલો બધો છવાયેલો હતો કે આકાશમાં બોલી રહેલા તમરાઓ ( રાતના ઝીણો તમતમ અવાજ કરતું એક જીવજંતુ ) નો અવાજ એકદમ સ્પષ્ટપણે સંભળાઈ રહ્યો હતો. અચાનક આ શાંત વાતાવરણ પલટો આવ્યો. થંભી ગયેલી હવાઓ જોરદાર વહેવા લાગી. પંખીઓ જોરજોરથી આક્રંદ કરવા લાગ્યા, ગામના ખેડૂતોના ઘરમાં બાંધેલા ઢોરો જોરજોરથી ભાંભરવા લાગ્યા. ગામના પાદરે ઘોર નિદ્રણ માં સૂતેલા કૂતરાઓ બદલાયેલી હવાઓ સાથે ભસવા લાગ્યાં. ગામ ઉપર સંકટ આવી પહોચ્યું હતું જેની પહેલી ભનક પશુ- પંખીઓ ને લાગી ગઈ હતી. એક જોરદાર પવન સાથે ડરામણું અટહાસ્ય આખા ગામમાં ફરી વળ્યુ. એ અટહાસ્યના પડઘા ગામ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો