જલપરી ની પ્રેમ કહાની

(281)
  • 88.4k
  • 7
  • 47.8k

મુકુલ ધીરે ધીરે પગથિયાં ચડી રહ્યો હતો. એના પગ ને જાણે કોઈ અદ્રશ્ય શક્તિ આગળ વધવા નથી દેતી એને પાછળ તરફ ખેંચી રહી હોય તેવું એને મહેસૂસ થઈ રહ્યું હતું. સવાર સાંજ દસ દસ કિલોમીટર દોડનાર મુક્લના પગ આજે માંડ વીસ પગથિયાં નો દાદર ચડતા ભારે થઈ ગયા. એના શ્વાસ એને ભારે થઈ ગયા હોય તેમ લાગ્યું. આખરે એ ઘણાં શ્રમ પછી છેક ઉપરના પગથિયે પહોંચ્યો. બે ચાર ડગલાં માંડ ભર્યા ત્યાં એની મંજિલ સામે હતી. એણે એક રૂમ ના બંધ દરવાજા ને નોક કરવા હાથ ઊંચો કર્યો પણ તેનો હાથ ત્યાંજ અટકી ગયો. થોડી વાર માટે એ ત્યાંજ સ્તબ્ધ થઈ ને ઉભો રહી ગયો. એની હિંમત નોતી થતી કે એ દરવાજાની અંદર પ્રવેશ કરે. જાણે કે આ દરવાજો કોઈ ઓરડાનો નહીં પણ કોઈ અજાણી રહસ્યમય, તિલશ્મી દુનિયાનો ના હોય. એ પાછો ફર્યો, એણે અંદર ના જવું એવો વિચાર કર્યો. એણે બે ચાર ડગલાં પાછા ભર્યા અને પહેલા પગથિયાં ઉપર ઉતરવા માટે પગ ઊંચો કર્યો ત્યાંજ એનો પગ અટકી ગયો. એણે એક ઊંડો શ્વાસ ભર્યો અને મનમાં ને મનમાં કંઇક નિશ્ચય કર્યો અને તે હિંમત કરી પાછો વળ્યો અને ફરી થી પેલા ઓરડાના દરવાજે આવ્યો. કંઇક પણ વિચાર્યા વગર અને એક પણ સેકંડ અટક્યા વિના એ બે આંગળી થી દરવાજા ઉપર નોક કરવા ગયો ત્યાં હાથનો હળવો ધક્કો વાગતા દરવાજો સહેજ ખુલ્યો.

1

જલપરી ની પ્રેમ કહાની - 1

મુકુલ ધીરે ધીરે પગથિયાં ચડી રહ્યો હતો. એના પગ ને જાણે કોઈ અદ્રશ્ય શક્તિ આગળ વધવા નથી દેતી એને તરફ ખેંચી રહી હોય તેવું એને મહેસૂસ થઈ રહ્યું હતું. સવાર સાંજ દસ દસ કિલોમીટર દોડનાર મુક્લના પગ આજે માંડ વીસ પગથિયાં નો દાદર ચડતા ભારે થઈ ગયા. એના શ્વાસ એને ભારે થઈ ગયા હોય તેમ લાગ્યું. આખરે એ ઘણાં શ્રમ પછી છેક ઉપરના પગથિયે પહોંચ્યો. બે ચાર ડગલાં માંડ ભર્યા ત્યાં એની મંજિલ સામે હતી. એણે એક રૂમ ના બંધ દરવાજા ને નોક કરવા હાથ ઊંચો કર્યો પણ તેનો હાથ ત્યાંજ અટકી ગયો. થોડી વાર માટે એ ત્યાંજ સ્તબ્ધ ...વધુ વાંચો

2

જલપરી ની પ્રેમ કહાની - 2

કૃષ્ણકાંત ની વાત સાંભળી ગુરુજી ના મુખ પર એક મંદ હાસ્ય ફરક્યું. કૃષ્ણકાંત ને આ જોઈ બહું નવાઈ લાગી. વિસ્મય ભરી નજરે ગુરુજી ની સામે જોઈ રહ્યા. એમની આંખો જાણે ગુરુજી ને પ્રશ્ન કરી રહી હતી કે આવી ગંભીર વાત માં આપને એવું તો શું શુઝ્યું કે આપના મુખ પર હાસ્ય ની લહેરખી ફરી વળી છે. બહુજ જલદી ગુરુજીએ મૌન ભેદ્યું કૃષ્ણકાંત આપને યાદ છે જ્યારે આપના લગ્ન ના ઘણાં વર્ષ વીત્યા પછી પણ આપના ઘરે કોઈ જ સંતાન ન હતું? આપે તમામ મોટા મોટા ડોક્ટર ની સલાહ લીધી, બાધા આખડી કરી અને આખરે મારી પાસે આવીને તમારા અંતરનું ...વધુ વાંચો

3

જલપરી ની પ્રેમ કહાની - 3

મુકુલ નો શ્વાસ નીચે બેઠો અત્યાર સુંધી એનો જીવ તાળવે ચોંટી ગયેલો હતો. એણે બિલકુલ આશા નતી રાખી કે પપ્પા એને આ નોકરી કરવા માટે રજા આપશે. મુકુલ માટે આ વાત કોઈ ચમત્કાર થી કમ ન હતી. એ હવે પોતાની જાત ને વધુ સમય આ બારણાં ની બહાર રોકી ના શક્યો. એ દોડતો ઓરડામાં ગયો અને એના પપ્પા ના પગમાં પડ્યો. કૃષ્ણકાંતે મુકુલ ને ઉભો કરી પોતાના ગળે લગાડ્યો અને એની પીઠ થપથપાવી ને બોલ્યાં, મને તારી ઉપર ગર્વ છે દીકરા તું સાચે જ મારા કુળ નો દીપક છે. તારી સમજ અને દેશ પ્રત્યેની ભાવના ને મારી સલામ છે. ...વધુ વાંચો

4

જલપરી ની પ્રેમ કહાની - 4

કૃષ્ણકાંત ડ્રોઈંગ રૂમમાં બેઠા બેઠા છાપુ વાંચી રહ્યા છે. સ્મિતાબેન ને અંદર આવતા જોઈ કૃષ્ણકાંતે સ્મિતાબેન ને પોતાની પાસે કહ્યું, સ્મિતાબેન આપનો દીકરો ઓફિસર બનવા જઈ રહ્યો છે, હવે તો તમે જનરલ લેફ્ટેનન્ટ મુકુલ રાયચંદના મમ્મી કહેવાશો વટ છે બાકી હોં આપનો. હા, પહેલાય એક મોટા બિઝનેસમેન ની વાઇફ તો હતી જ હવે એક ઓફિસરની માં વટ તો ત્યાંય હતો અને અહીં પણ. બસ એક માં ને ચિંતા છે એના દીકરાને પોતાના થી અળગો કરીને આટલે દૂર મોકલવાનો. સ્મિતા બેને નીશાસો નાખતા કહ્યું. જુઓ ચિંતા ના કરો બધુજ બરાબર છે અને જે થશે તે સૌ સારાવાના જ થશે. એક ...વધુ વાંચો

5

જલપરી ની પ્રેમ કહાની - 5

સ્મિતાબેન પોતાનું દુઃખ કોઈ ની આગળ વ્યક્ત નથી કરી રહ્યાં પણ છતાંય કૃષ્ણકાંત અને મુકુલ બંને તેમની વ્યથા અને બંને ને સમજી રહ્યા છે. જમવાનું ટેબલ ઉપર મુકાઈ ગયું છે. સ્મિતાબેન ના ઘરમાં નિયમ છે કે જમવાનું ભલે રસોઈયો બનાવે પણ દરેક ની થાળી ને પીરસવાનું કામ તો સ્મિતાબેન જાતેજ કરતા. સ્મિતાબેન પરણી ને જ્યારે આ ઘરમાં આવ્યા ત્યારે જ એમના સાસુ અને કૃષ્ણકાંતના માતાએ એમને કેટલીક શિખામણો આપેલી અને ઘરના કેટલાક પેઢીઓથી ચાલ્યાં આવતા નિયમો અને રિવાજો શિખવેલા એમનો આ એક નિયમ છે, જે પેઢી દર પેઢી ચાલ્યો આવે છે અને દરેક સાસુ ઘરમાં નવી પરણી ને આવેલી ...વધુ વાંચો

6

જલપરી ની પ્રેમ કહાની - 6

મુકુલ અને વિશાલ જમવાના બહાને મમ્મી પપ્પા ને ચોર નજરે જોઈ રહ્યા છે. એ લોકો એવો દેખાવ કરી રહ્યા જાણે કે એમનું ધ્યાન સ્મિતાબેન અને કૃષ્ણકાંત ની વાત માં નથી પરંતુ જમવામાં છે, પણ હકીકતમાં બંને ના કાન તો મમ્મી પપ્પા ની વાતો તરફ જ છે. સ્મિતાબેન જેમ જેમ તમારી ઉંમર થાય છે તેમ તેમ તમેતો યુવાન થતાં જાવ છો, તમારો સ્વભાવ હવે રમુજી થતો જાય છે હો. કૃષ્ણકાંત હસતાં હસતાં બોલ્યાં. તમે મારા વખાણ કરો છો કે ટોણો મારો છો? સ્મિતા બેને સહેજ આંખો ત્રાંસી કરીને કૃષ્ણકાંત ને પૂછ્યું. લે વખાણ જ હોય ને આ ઉંમરે તમને ટોણા ...વધુ વાંચો

7

જલપરી ની પ્રેમ કહાની - 7

બધાંએ શાંતિ થી જમી લીધું. સૌથી પહેલા મુકુલ જમી ને ઉભો થયો. કેમ બેટા આટલું જલદી ઉભો થઇ ગયો? જમી રહ્યો હું. પણ આટલું જલદી? મમ્મી તમને તો હંમેશા જલદી જ લાગે છે. મમ્મી આપણે છેલ્લા બે કલાક થી અહીં જમી રહ્યા છીએ અને મેં એટલું બધું જમી લીધું છે કે હવે મને મારો સામાન પેક કરવામાં પણ તકલીફ પડશે. હું જાવ છું મમ્મી મારા રૂમમાં સામાન પેક કરતો થાવ સવારે પાંચ વાગે નીકળવાનું છે મારે કોચ્ચિ માટે. ચિંતા ના કરો ભાઈ હું છું ને તમારો લક્ષ્મણ હમણાં જ આવું છું તમારી મદદમાં ચાલો. મુકુલ અને સ્મિતાબેન ની વાત ...વધુ વાંચો

8

જલપરી ની પ્રેમ કહાની - 8

ભાઈ હું આજે અહીં તમારા રૂમમાં જ રોકાઈ જાવ? કેમ ભાઈ હે તમારો સરસ મજાનો રૂમ છે ત્યાં જઈને જાવ. મુકુલ હસતાં હસતાં બોલ્યો. ભાઈ કાલે સવારે તો તમે જતા રહેશો પછી તો ખબર નઈ ક્યારે તમારી સાથે વાત કરવાનો આવો ફ્રી ટાઇમ મળશે માટે આજે તમારી સાથે જ રોકાઈ જાવ દિલ એવું કે છે. વિશાલ થોડો ગંભીર થઈ ગયો, પહેલી વાર એની આંખમાં ઝળઝળીયાં આવ્યા. વિશાલની વાત સાંભળી ને મુકુલનાં મન ઉપર જાણે વિશાદનું કોઈ આવરણ છવાઈ ગયું. થોડીક ક્ષણો માટે બંને ભાઈ ચૂપ રહ્યા, આખા રૂમમાં શૂન્યવકાશ પથરાઈ ગયો પણ થોડી જ ક્ષણોમાં મુકુલે વાતને સંભાળી લીધી. ...વધુ વાંચો

9

જલપરી ની પ્રેમ કહાની - 9

આખી રાત વિશાલ અને મુકુલ બંને ભાઈઓ વાતો કરતા રહ્યા અને સવારે પાંચ વાગ્યે મુકુલ કોચિ જવા રવાના થઈ પહેલી વાર ઘરથી અને ઘરના લોકોથી દૂર જઈ રહ્યો છે. ઘરમાં તો છેક સુધી બધાની સામે હિંમતભેર અડગ રહ્યો પણ પ્લેનમાં બેસતાં જ એ હવે પોતાની જાતને સંભાળી ના શક્યો તે રડી પડ્યો. તેની આંખો સમક્ષ મમ્મી, પપ્પા અને નાના ભાઈ વિશાલ નો એ રડમસ ચહેરો જ ફર્યા કરતો હતો. આસપાસ કોઈ જોઈ ના જાય તેમ એણે છૂપાઈને આંખો લૂછી લીધી. તે પોતાના મન ને મનાવવા લાગ્યો કે હિંમત તો રાખવી જ પડશે હવે. જોત જોતામાં પ્લેન કોચિ ના એરપોર્ટ ...વધુ વાંચો

10

જલપરી ની પ્રેમ કહાની - 10

મહિનાઓ પછી આજ ઘરનું ભોજન જમીને મુકૂલની જાણે આત્મા તૃપ્ત થઈ ગઈ. બધાં આજ ઘણાં સમય પછી હસતાં વાતો જમ્યા. એવું લાગ્યું જાણે આજે ઘણાં સમય પછી ઘરમાં સ્વાદિષ્ટ રસોઈ બની છે. મનગમતા વ્યક્તિઓ સાથે જમવાથી રસોઈનો સ્વાદ અનેક ઘણો વધી જાય છે. જમીને મુકુલ સિધ્ધો જ પોતાના રૂમ માં ગયો. ઉપર જવા માટે સીડી નું એક એક પગથિયું એને ડુંગર જેવું લાગ્યું. એના પગમાં એટલો જોમ હતો કે જાણે મુકુલ ને પાંખો ફૂટી છે અને એ ચાલી નથી રહ્યો પણ ઉડી રહ્યો છે. એ પોતાના રૂમ સુધી પહોંચ્યો અને હાથના ધક્કા સાથે દરવાજો ખોલી અંદર પ્રવેશ્યો. લાઈટ ની ...વધુ વાંચો

11

જલપરી ની પ્રેમ કહાની - 11

અંતરમાં અનેરા ઉત્સાહ સાથે મુકુલ એક નવી જગ્યા પર પહોંચી ગયો. એક દમ અલગ અને પહાડની વચ્ચે ઘેરાયેલા દરિયા જગ્યા. એવું લાગે કે જાણે આ એ ભારત દેશ છે જ નહિ જેમાં આપણે રહીએ છીએ. એવું લાગે કે જાણે હજી હમણાં જ માનવ સંસ્કૃતિની શરૂઆત થઈ છે. મુકુલે કેમ્પમાં પહોંચી નોકરી પર હાજર થવાની બધીજ પ્રોસિજર પતાવી દીધી. મુકુલ ને થોડી વાર રાહ જોયા પછી કેમ્પના સૌથી સિનિયર ઓફિસર ને મળવાનું હતું. એમની સહી થયા બાદ જ કાલ સવારથી નોકરી પર હાજર થઈ શકાય. મુકુલ ને ઓફિસની બહાર બેસી રાહ જોવાનો ઓર્ડર મળ્યો હતો એટલે તે ત્યાંજ વેટિંગ રૂમમાં ...વધુ વાંચો

12

જલપરી ની પ્રેમ કહાની - 12

મુકુલ એ વ્યક્તિ સાથે કેંન્ટિંગ તરફ ચાલ્યો. નવું જોઇનિંગ છે આપનું? હાં અને પહેલું પણ. આ મારું પહેલું પોસ્ટિંગ ઓહ ધેટ્સ ગુડ એન્ડ વેલકમ આર ફેમિલી. થેંક્યું સો મચ માય ડિયર. બંને વચ્ચે ફોર્મલ વાર્તાલાપ શરૂ થયો. હું કેપ્ટન પ્રકાશ યાદવ, યુ.પી થી છું કહેતા તે વ્યક્તિએ પોતાનો પરિચય આપ્યો અને મુકુલ સામે હાથ લંબાવ્યો. હું કેપ્ટન મુકુલ રાયચંદ ગુજરાત થી. જવાબ આપતા મુકુલે પણ હાથ મિલાવ્યો. હવે બંને જણ એક બીજા થી થોડા પરિચિત થઈ ગયા હતા. થોડી જ વારમાં બંને કેંન્ટિંગ સુધી પહોંચી ગયા. જમતાં જમતાં પણ કોણે ક્યાં ટ્રેનિંગ કરી છે અને કેવો ટ્રેનિંગ નો અનુભવ ...વધુ વાંચો

13

જલપરી ની પ્રેમ કહાની - 13

મુકુલ અને પ્રકાશ બંને કમાન્ડર નવીન શ્રીધર ની ઓફિસ માંથી હસતાં હસતાં બહાર નીકળ્યા. મુકુલ ના મનમાં સહેજ ગડમથલ લાગી, સરે મને સાંજે એમના કવોટર પર કેમ બોલાવ્યો હશે. પ્રકાશે પણ કીધેલું કે સર તને એમના કવોટર પર બોલાવશે. આખરે વાત શું હશે? મુકુલ ના મનમાં કંઇક ચાલી રહ્યું છે એ વાતની ખબર પડતાં પ્રકાશ ને વાર ના લાગી. પ્રકાશે ઓફિસની છેક બહાર રસ્તા પર આવતા જ મુકુલ ને પૂછી લીધું, શું થયું કવોટર ની વાત થતાં ઘર યાદ આવી ગયું કે શું કેપ્ટન? નાના એવું કઈ નથી. મુકુલે પ્રકાશ સામે જોઈ ફિક્કા હાસ્ય સાથે કહ્યું. તો પછી ચહેરાની ...વધુ વાંચો

14

જલપરી ની પ્રેમ કહાની - 14

મુકુલ અને પ્રકાશ કવોટર સુધી પહોંચવાના રસ્તે ચાલી રહ્યા છે. મુકુલ કેમ્પ ના રસ્તા, વ્યક્તિઓ અને વાતાવરણ બધા થી છે. તે જીજ્ઞાશા થી રસ્તામાં આવતી દરેક જગ્યા ને જુએ છે. થોડી દૂર ગયા પછી એક પાર્કિંગ લોટ જેવી જગ્યા હતી જ્યાં ઘણાં બધાં વેહિકલ્સ પાર્ક કરેલા હતા. પ્રકાશે મુકુલ ને એક જગ્યા ઉપર ઊભા રહી રાહ જોવા કહ્યું અને તે જઈને પાર્કિંગ માંથી પોતાની બુલેટ લઈ આવ્યો. પ્રકાશ મુકુલ ની નજીક આવ્યો અને મુકુલ પ્રકાશ ની પાછળ એની બુલેટ ઉપર સવાર થઈ ગયો. પ્રકાશ કેમ્પ કેટલી જગ્યા માં છે?. 5 કિલોમીટર માં છે આખો કેમ્પ, એમાં કેમ્પ ના એક ...વધુ વાંચો

15

જલપરી ની પ્રેમ કહાની - 15

મુકુલને હવે શરીરમાં થોડો સફરનો થાક લાગી રહ્યો છે. બેડમાં પડતાની સાથે જ એણે આંખો મીચી અને એની સામે માં નો ચહેરો સામે આવી ગયો. નીકળતી વખતે માં ની આંખ ના આંસુ એને યાદ આવ્યાં. એને બહું એકલું લાગવા લાગ્યું. એના મનમાં અનેક વિચારો આવવા લાગ્યા. હું સ્વાર્થી તો નથી થઈ ગયો ને? મારા સપનાઓ ને પામવામાં અને મારી ઈચ્છાઓ ને પૂરી કરવા માં ક્યાંક હું મારી ફરજ તો નથી ચૂકી ગયો ને? માં બાપ હજારો અરમાનો લઈને દીકરા ને મોટો કરે છે, માં બાપ વિચારે છે કે, મારી જિંદગી ના ચોથા ચરણમાં જ્યારે વૃદ્ધત્વ મને ઘેરી વળશે, આખી ...વધુ વાંચો

16

જલપરી ની પ્રેમ કહાની - 16

પ્રકાશ મુકુલ ને ભર નિંદ્રા માંથી ઉઠાડી રહ્યો છે પણ ખબર નહિ કેમ મુકુલ ની આંખ ઊઘડી જ નથી પ્રકાશે મુકુલનો ખભો પકડીને તેને ઝંઝોડવાનું શરૂ કર્યું, મુકુલ ઊઠીજા ઘણો સમય થઈ ગયો છે. તારે સર કમાન્ડર શ્રીધર ના ઘરે ડિનર માટે જવાનું છે. સર સમયના બહું પાબંદ છે. પહેલી જ વારમાં લેટ થઈ જઈશ તો તારી ઇમ્પ્રેશન બહું ખોટી પડશે. પ્રકાશના મોઢે થી આ વાત સાંભળતા જ મુકુલ સફાળે બેઠો થઈ ગયો. જાણે કોઈ ભયાનક સપનું જોઈને ડરી ગયો હોય. એણે તરત જ પોતાના કાંડા પર બાંધેલી ઘડિયાળ માં નજર કરી તો આંઠ પિસ્તાલીસ થઈ ગઈ છે. ઓહ ...વધુ વાંચો

17

જલપરી ની પ્રેમ કહાની - 17

બીજા દિવસે સવારે મુકુલે જોબ જોઈન કરી લીધી. એની ડ્યુટી દરિયા કિનારે ચોકી ઉપર હતી. દિવસો પસાર થતા ગયા, ધીરે બધુંજ મુકુલને સમજાવા લાગ્યું. મુકુલ ત્યાંના લોકલ લોકોની ભાષા પણ સમજવા લાગ્યો. ત્યાંના માછીમારો કોસ્ટ ગાર્ડ માટે ખબરી નું કામ પણ કરતા. પડોશ ના દેશ દ્વારા થતી ઘૂસણખોરી હોય કે દાણચોરી દરેક સફળ મિશન માં સૌથી મોટો હાથ ખબરી તરીકે લોકલ માછીમારો નો રહેતો. મુકુલ ને દરિયા અને એની લહેરો સાથે હવે ફાવી ગયું હતું. મુકુલ હવે ઘરમાં પણ ઉપરના રૂમમાં સિફ્ટ થઈ ગયો. તે રાત્રે મોડા સુધી બહાર અગાસીમાં બેસી ને રાત્રે મોજાને જોતો રહેતો. પૂનમની અજવાળી રાત ...વધુ વાંચો

18

જલપરી ની પ્રેમ કહાની - 18

પ્રકાશના હાથ માંથી ગન છૂટી ગઈ અને તે બોટ નીચે પાણી સામે હાથ લાંબો કરી મુકુલ....મુકુલ બૂમો પાડવા લાગ્યો. ત્રણ જવાન મુકુલ ને રેસ્ક્યું કરવા તરત જ એની પાછળ પાણી માં કુદયા પણ હજી સંપૂર્ણ અજવાળું થયું નથી. રેસક્યું કરવા પાણી માં ઉતરેલા લોકો સમંદર ની અંદર ઘણે ઊંડે સુધી જઈને સોધખોળ કરી રહ્યા છે પણ મુકુલ નો ક્યાંય પત્તો જ નથી. જાણે આ સમંદર ની લહેરોએ પોતાના આંચલ માં મુકુલને ક્યાંક સંતાડી દીધો છે. થોડી જ વારમાં બેકઅપ ટીમ પણ આવી ગઈ. હેડકવોટર પર અને કમાન્ડર શ્રીધર ને કોલ કરી ઘાયલ મુકુલ ના ઘુમ થવાની ખબર પહોંચાડવામાં આવી. ...વધુ વાંચો

19

જલપરી ની પ્રેમ કહાની - 19

દિવસો વીતી રહ્યા છે. ધીરે ધીરે બધા બનેલી ઘટના ને ભૂલવા લાગ્યા છે પણ મુકુલ ના માં બાપ, મિત્ર અને કમાન્ડર શ્રીધર ના હૃદયના ખૂણે હજી ક્યાંક આશા જીવંત છે કે ક્યારેક, કોઈક તો મુકુલ ના સમાચાર લઈને આવશે. ઘટના ને લગભગ પંદર એક દિવસ જેવું થવા આવ્યું હશે ત્યાંજ એક ચમત્કાર થયો. મુકુલે આંખ ફફડાવી, દિવસો થી શિથિલ પડેલા એના શરીરમાં ચેતનાનો સંચાર થયો. એણે આંખ ખોલી તો એ કોઈ અજીબ રંગ બિરંગી દુનિયામાં હતો. એને લાગ્યું એ કોઈ મોટા પાણી ના પરપોટાની અંદર કેદ છે. હજું એને આંખે બધું ઝાંખું દેખાઈ રહ્યું છે. મુકુલ જે પરપોટામાં કેદ ...વધુ વાંચો

20

જલપરી ની પ્રેમ કહાની - 20

મુકુલ ને પોતાને જોઈને ગભરાયેલી હાલતમાં જોઈ જલપરી તેનાથી થોડી દૂર ખસી ગઈ. મુકુલ ના મોઢા ઉપર ગભરાહટ જોઈ વ્યથિત થઈ ગઈ. જરા સંભાળીને માનવ, જખમ હજુ બરાબર રૂઝાયા નથી. તમારે અમારાથી ડરવાની જરૂર નથી. અમે તમારું કંઈ અહિત નહિ કરીએ. જલપરી થોડે દૂર થી મુકુલ ને પોતાના ઉપર ભરોસો રાખવા માટે કહી રહી હતી. મુકુલ ને તો કંઈ સમજાઈ જ નથી રહ્યું કે આખરે આ બધું શું ચાલી રહ્યું છે. જલપરી ની સહચારીકાઓ આ બધું જોઇને મૂંઝાઈ ગઈ છે. થોડી વાર પછી મુકુલ થોડો સ્વસ્થ થયો. આખરે એના મન અને શરીરે હકીકત નો સ્વીકાર કરી લીધો કે એની ...વધુ વાંચો

21

જલપરી ની પ્રેમ કહાની - 21

મુકુલની આંખો મીનાક્ષી ના ચહેરા પર જાણે કે સ્થિર થઈ ગઈ છે. મુકુલ વાત કરી રહેલ મીનાક્ષી ના હોઠ નીરખી રહ્યો છે. ઘડીભર મુકુલને લાગ્યું કે મીનાક્ષી એને સંમોહિત કરી રહી છે. એણે એની આંખો ને આમતેમ ફેરવવાનું ચાલુ કર્યુ. મુકુલની હાલત પેલી કહેવત જેવી હતી ફિલહાલ તો, આસમાન સે ગીરા ઓર ખજૂર પે અટકા. મુકુલ ને સમજણ નથી પડી રહી કે તે અહીં આ મત્સ્ય લોક માં સુરક્ષિત છે કે કોઈ નવી મુસીબતમાં ફસાઈ ગયો છે. હું સમુદ્રમાં આટલા ઊંડે શ્વાસ કંઈ રીતે લઈ રહ્યો છું, હું કેવી રીતે જીવિત છું, હું અહીં કેટલા સમય થી છું? મુકુલે ...વધુ વાંચો

22

જલપરી ની પ્રેમ કહાની - 22

મીનાક્ષી, મુકુલ ના મનમાં ઉઠી રહેલા તમામ પ્રશ્નો ના ઉત્તર આપી એના મનનું સમાધાન કરી રહી હતી ત્યાંજ બહાર મીનાક્ષી ની અનુચારિકા દોડતી અંદર આવી. તે હાંફી રહી હતી, તેના શ્વાસ ભારે થઈ ગયા હતા અને એ ગભરાયેલી પણ હતી. તેના મોઢા ને જોઇને જ લાગતું હતું કે નક્કી એ કંઇક ખરાબ સમાચાર લઈને આવી છે. રાજકુમારી મીનાક્ષી....તેના મોઢા માંથી આનાથી વધારે કંઈ નીકળી નતું રહ્યું. શું વાત છે? તારા શ્વાસ ને સહેજ હેઠો બેસાડ અને શાંતિ થી વાત કર. શાંતિ રાખવાનો સમય નથી રાજકુમારી. પણ થયું છે શું એતો કહે. આપણાં રાજ્ય પર કોઈ દુશમ રાજ્યએ હુમલો કર્યો ...વધુ વાંચો

23

જલપરી ની પ્રેમ કહાની - 23

રાજકુમારી મીનાક્ષીને મંત્રી શર્કાન ઉપર એટલો ગુસ્સો આવી રહ્યો છે કે એને મન થાય છે કે, હમણાં જ પિતાજીના એમનો ન્યાય દંડ લઈને એના શરીર ની આરપાર કરી દઉં. પિતા મહારાજ દરવખતે આ ષડયંત્રકારી કુટિલ શર્કાન ની ચાલમાં કેમ આવી જાય છે સમજાતું નથી. પિતામહારાજ એજ જુએ છે જે તેમને આ કુટિલ મંત્રી બતાવે છે. એ એની જ વાતનો વિશ્વાસ કરે છે. મીનાક્ષી પોતાના મનમાં વિચાર કરી રહી છે. હવે મૌન કેમ છે મીનાક્ષી? જવાબ આપ આમ કરવાની જરૂર કેમ પડી તને. આ માનવ માટે થઈને તે પોતાના રાજ્ય અને પિતા સાથે દ્રોહ કર્યો? પોતાની આ રાજ્ય પ્રત્યેની તમામ ...વધુ વાંચો

24

જલપરી ની પ્રેમ કહાની - 24

રાજકુમારી મીનાક્ષી આપ મહારાજના આદેશ નો અનાદર કરી ને એમની પ્રજાની સામે એમના ન્યાય તંત્ર પર પ્રશ્ન ઉઠાવી રહ્યા જે સર્વથા અયોગ્ય છે. શર્કાન ફરી થી જાણે બળતામાં ઘી ઉમેરતો હોય તેમ બોલ્યો. મીનાક્ષી એ ક્રોધિત નજરે શર્કાન સામે જોયું, આ માનવ ને મૃત્યુદંડ પિતા મહારાજ કરી રહ્યા છે કે અન્ય કોઈ એમની પાસે એવું કરવી રહ્યું છે મંત્રી શર્કાન? મીનાક્ષી એ તીખા શબ્દો માં પ્રશ્ન કર્યો. તમે કહેવા શું માંગો છો રાજકુમારી? એજ જે તમે સમજી રહ્યા છો મંત્રી. આ રાજ્ય માં આખરી અને સર્વોપરી નિર્ણય મહારાજ નો હોય છે એ આપ જાણો છો ને? જાણું છું, પણ ...વધુ વાંચો

25

જલપરી ની પ્રેમ કહાની - 25

મંત્રી શર્કાન તમે એકની એક વાત વારમવાર કરી ને એ નહિ સાબિત કરી શકો કે આ માનવ જે કંઈ એનો જવાબદાર છે. કોઈ બીજા એ કરેલી ભૂલ ની કે ગુના ની સજા કોઈ બીજા ને તો નાજ આપી શકાય. આપડા ગુનેગાર કોઈ એક માનવ તો નથી જ રાજકુમારી મીનાક્ષી, સમસ્ત માનવ જાતી છે. મંત્રી શર્કાન અમુક લોકો એ કરેલા ગુના ને કારણે તમે સમસ્ત પ્રજાતિને ગુનેગાર ના ગણાવી શકો. મીનાક્ષી અને મંત્રી શર્કાન ની વચ્ચે વાકયુદ્ધ છેડાઈ ગયું છે. આખરે આ લોકો માણસે કરેલા કયા ગુના ની વાત કરી રહ્યા છે? અહીં ના લોકો ના મનમાં આખરે માણસો માટે ...વધુ વાંચો

26

જલપરી ની પ્રેમ કહાની - 26

જરા સંભાળીને મહારાજ. મહારાજ ને સંભાળતા મુકુલ ના મુખમાંથી શબ્દો સરી પડ્યા. મહારાજે આંખ ઊંચી કરીને જોયું તો પોતાની ને મુકુલ ના હાથ ના સહારે જોઈ એ જોતાં જ રહ્યા. મહારાજ.....ઉપસ્થિત સૌનો જીવ તાળવે ચોંટી ગયો. પિતામહારાજ....મીનાક્ષી વ્યાકુળ થઈ ઝડપ થી મહારાજની નજીક આવી. આપ ને શું થયું પિતામહારાજ, આપ ઠીક તો છો ને? મહારાજ હજુ પણ મુકુલ ના મોઢા સામે જોઈ રહ્યા છે, મુકુલ ની સ્નેહ નીતરતી આંખો ના જાદુએ મહારાજને જાણે મોહિત કરી દીધા છે. આ તમે પૂછી રહ્યા છો રાજકુમારી કે શું થયું મહારાજ? જુઓ રાજકુમારી માનવો એ આપેલા ઘા હજી મહારાજ ના હૃદય પર તાજા ...વધુ વાંચો

27

જલપરી ની પ્રેમ કહાની - 27

મુકુલને જ્યારે સોળ વર્ષનો થયો ત્યારે તેના જન્મ દિવસ પર તેના મમ્મી એ તેને એ સોનાની ચેન આપી હતી. તેને તેના મમ્મી ના આશીર્વાદ અને શુભકામના માંની હંમેશા પોતાના ગળામાં જ રાખતો ક્યારેય ઉતારતો નહિ. આજે એ ચેન એની પાસે નથી, એને લાગ્યું કે જાણે એનો કીમતી ખજાનો એની પાસે થી છીનવાઈ ગયો. મુકુલ પોતાની જાતને સંભાળી ના શક્યો તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. આટલો શક્તિહીન મુકુલ પહેલાં ક્યારેય ન હતો. અચાનક એના ખભા ઉપર કોઈ સુંવાળા હાથ નો નરમ સ્પર્શ થયો. ચિંતા ના કરો, આપ અહીં થી સલામત પોતાના ઘરે પહોંચી જશો. જેટલો નરમ સ્પર્શ એટલો જ નરમ ...વધુ વાંચો

28

જલપરી ની પ્રેમ કહાની - 28

મીનાક્ષી ના ગળે વળગીને રડી રહેલા મુકુલનો સ્પર્શ મીનાક્ષી ને મુકુલ તરફ આકર્ષિત કરી રહ્યો છે. એ મુકુલ ને આપવા માંગે છે પણ એ ખુદ મૂંઝવણ માં છે કે તેની પોતાની સાથે આખરે આ શું થઈ રહ્યું છે. જીવનમાં પહેલી વાર એવું બની રહ્યું છે કે કોઈ મીનાક્ષી થી આટલું નિકટ આવી ગયું છે. એના ખભા ઉપર દુઃખથી, પીડાથી તડપી રહેલા મુકુલ નું માથું છે, મીનાક્ષી ને મુકુલ સાથે પૂરી સહાનુભૂતિ છે છતાં ખબર નહિ કેમ પણ મુકુલ નો આ સ્પર્શ મીનાક્ષી ને જાણે રોમાંચિત કરી રહ્યો છે. મુકુલ નો સ્પર્શ એને ગમી રહ્યો છે. મુકુલે મીનાક્ષી ની કમરને ...વધુ વાંચો

29

જલપરી ની પ્રેમ કહાની - 29

મુકુલ એક તરફ પોતાના મમ્મી પપ્પા ની ચિંતા માં વ્યાકુળ છે તો બીજી તરફ થોડી જ ક્ષણો પહેલાં મીનાક્ષી અજાણતા તેનાથી જે કંઈ વર્તન થયું તેના થી એ શરમિંદા છે. એક અજીબ કશ્મકશ માં મુકાઈ ગયો છે મુકુલ. મીનાક્ષી કુતૂહલતા થી મુકુલને નિહાળી રહી છે. આખરે મુકુલે મૌન ને ભેદયું, થોડા સમય પહેલા આપના પિતા મહારાજ ને આપના ભાઈ ને હંમેશ માટે ખોવા ની પીડા માં જોઈ ને મને યાદ આવ્યું કે મારા મમ્મી પપ્પા પણ મારી યાદ માં આમજ તડપતા હશે, એ લોકો ને તો એમજ લાગતું હશે ને કે હું.... હું હવે જીવિત નથી. શું વીત્યું હશે ...વધુ વાંચો

30

જલપરી ની પ્રેમ કહાની - 30

મીનાક્ષી ના મુખ પર ભેદી રેખાઓ ઉપસી આવી. તેનું મન શંકા કુશંકા થી ઘેરાઈ ગયું. પ્રતિબિંબ ને કેદ કરવાની તો એક જ વ્યક્તિ પાસે છે અને એ છે સમુદ્ર દૈત્ય જાદુગર પિરાન. શું આ માનવ પાસે પણ એવી જ કોઈક શક્તિ છે? મીનાક્ષી પોતાની જાત સાથે વાત કરવા લાગી. મીનાક્ષી ના મુખ પર આવેલી ભય અને શંકા ની રેખાઓ ને મુકુલ સમજી ગયો. શું થયું રાજકુમારી મીનાક્ષી, તમે કયા વિચાર માં ખોવાઈ ગયા. હ.... હ... કંઈ નઈ. મીનાક્ષી એ વાત ને ટાળવાની કોશિશ કરી. કંઇક તો વાત છે, કે આ તમારા સુંદર ચહેરા ને અચાનક આટલી ગંભીરતા કેમ ઘેરી ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો