મિસિંગ-ધી માફિયા સ્ટોરી

(1.7k)
  • 78.8k
  • 168
  • 43.6k

પ્રેમ,દોસ્તી, દગો પૈસા માટે સંબંધોમાં આવતા પરિવર્તન, દોસ્તી, યારી એને વિશ્વ વિજય કરવાના સપનાઓ જોતી એક નવલકથા એટલે મિસિંગ, ઉદયપુરની વાધિયોમાં પ્રેમી જુગલ ફરવા જાય છે. નિલ અને જાનકી નો તાજો ગુલાબ જેવો પ્રેમ હજુ ખીલ્યો જ હતો. ત્યાં જ નિલની કિડનેપિંગ સાથે ચરમાઈ પણ જાય છે. રહસ્ય,રોમાંચથી ભરપૂર આ સસ્પેન્સ થ્રિલર નવલકથા અચૂક વાંચજો...

Full Novel

1

મિસિંગ-ધી માફિયા સ્ટોરી - 1

પ્રેમ,દોસ્તી, દગો પૈસા માટે સંબંધોમાં આવતા પરિવર્તન, દોસ્તી, યારી એને વિશ્વ વિજય કરવાના સપનાઓ જોતી એક નવલકથા એટલે ઉદયપુરની વાધિયોમાં પ્રેમી જુગલ ફરવા જાય છે. નિલ અને જાનકી નો તાજો ગુલાબ જેવો પ્રેમ હજુ ખીલ્યો જ હતો. ત્યાં જ નિલની કિડનેપિંગ સાથે ચરમાઈ પણ જાય છે. રહસ્ય,રોમાંચથી ભરપૂર આ સસ્પેન્સ થ્રિલર નવલકથા અચૂક વાંચજો... ...વધુ વાંચો

2

મિસિંગ- ધી માફિયા સ્ટોરી - 2

વહેલી સવારે, કાળા વાદળો વચ્ચે આછા અજવાળું હતું. વરસાદ લયબદ્ધ રીતે ઝરમર-ઝરમર વરસી રહ્યો હતો. ગર્દ પાસે લવ બાઈટનો ગઈ રાતની યાદો તાજી કરતો હતો. ફતેહસાગરમાં ચાલુ વરસાદમાં વચ્ચે દેખાતી નાવ તેને ત્યાં જવા માટે ખેંચી રહી હતી. આટલું સુંદર રમણીય વરસાદી મોસમમાં બોટિંગ કરવી કોણે ન ગમે? એમાં પણ નાનકડી નાવ હોય,મોટું તળાવ હોય, આસપાસ દેખાતા મહેલ, મહેલો જેવી હોટેલ, હરિયાળા પહાડો, તેની આસપાસ મંડરાઈ રહેલા વાદળો....બેબી મને ત્યાં જવું છે. કુંભકર્ણ સમી ઊંઘમાં ખરાંટાઓ લઈ રહેલા નિલને જાનકીના શબ્દોની કોઈ અસર ન થઈ, જેથી બારી બહાર હાથ લંબાવી હાથમાં વરસાદી પાણી ખોબે ભરી નિલના ચેહરા પર છંટકારો માર્યો. ...વધુ વાંચો

3

મિસિંગ-ધી માફિયા સ્ટોરી - 3

રાજેસ્થાન, ઉદયપુર વિશે જે સાંભળ્યું હતું. રાજા રજવાડા, રોયલ કલચરથી ભરેલા ઉદયપુર શહેરનો ભવ્ય સીટી પેલ્સ. અલગ અલગ સમય દ્વારા નિર્માણ પામેલા મહેલના પ્રારંભમાં વિશાળ પ્રવેશદ્વાર આવેલા છે. જે વાસ્તુશાસ્ત્રનો ઉત્તમ નમૂના છે. મહેલની અંદર મુબારક મહેલ, પ્રીતમ નિવાસ ચોક, દીવાને ખાસ, દીવાને આમ ચંદ્ર મહેલ, મહારાણી મહેલ, બગી ખાના, મહેલની વાસ્તુકલા, રાજાઓના પોશાક, કિંમતી મૂર્તિઓ, ચિત્રો,પૌરાણિક લિપિ, મહેલના ઉપરના કક્ષમાંથી દેખાતો ફતેહસાગર તળાવ, તેની પાછળ દેખાતા હરિયાળા પર્વતો. ફતેહસાગરના વચ્ચે આવેલો સફેદ આરશ પથ્થરનો સુંદર મહેલ, જેને ફક્ત દુરથી જોઈ શકાતો હતો. ફતેહસાગર ચાલતી નાવો, સ્પીડ બોટ્સ ખૂબ જ અધુભૂત હતું."તે ઇનજોય કર્યું?" નિલે કહ્યુ."હા, ખૂબ જ મજા ...વધુ વાંચો

4

મિસિંગ- ધી માફિયા સ્ટોરી (૪)

મોન્સૂન મહેલ કહો કે સજ્જનગઢ ઉપર જવા માટે ગેટથી ટિકિટ લઈ, કાર ઉપર તરફ વધી રહી હતી.વરસાદ શરૂ થઈ હતો. સામેના કાંચમાં ફક્ત ડ્રાઈવર જ વાઈપરની મદદથી જોઈ શકતો હતો. રસ્તો ખૂબ વણાંકવાળો હતો. આસપાસ નીચે જોતા જ ઊંડી ખાઈ જોઈ શકાતી હતી. ઉપરથી કાર પુરપાટ ઝડપે નીચે આવતા બન્ને કાર વચ્ચે અમુક ઇંચનો જ અંતર રહી જતો હતો. સજ્જનગઢના અડધા રસ્તે પોહચતા જ નીચે વિશાળ ફતેહસાગર દેખાઈ રહ્યો હતો. સીટી પેલેસની ચાલુ વરસાદમાં ધૂંધળી ઝલક દેખાતી હતી. જન્નત જાનકીના મોઢામાંથી આ સુંદર દ્રશ્યો જોતા શબ્દ નીકળી ગયો. જન્નત કોઈએ જોયું નહિ હોય! પણ આ જગ્યા જન્નતથી પણ વિશેષ છે. પાણીથી ભરેલા કાળા ડીબાંગ વાદળો, શહેરની એકદમ ઉપર મંડરાઈ રહ્યા હોય, ...વધુ વાંચો

5

મિસિંગ- ધી માફિયા સ્ટોરી (૫)

સજ્જનગઢ અરાવલ્લી પર્વતમાળાનો જ એક ભાગ છે. 844 મીટરની ઉંચાઈ પર સ્થિત સજ્જનગઢનું નિર્માણ સજ્જનસિંહ દ્વારા 1884મા અહીં ઉદયપુરની વરસાદી ઋતુમાં વાદળોને જોવા માટે કર્યો હતો. જેવું સાંભળ્યું હતું, વાંચ્યું હતું,તેવું જ જોયું. બુંદબાંદીમાં અહીં પલળવાની ખૂબ મજા આવતી હતી. ઉપરથી ઉદયપુર શહેરનો દ્રશ્ય ખૂબ શાનદાર દેખાતું હતું. સજ્જન ગઢ મહેલ ખકડી ગયો હતો. આસપાસ અરાવલી પર્વતની હારમાળા દેખાઈ રહી હતી. અહીંના જોવા મળ્તા ખેર,ખાખરો, સાદળો, મીઠા બાવળના વૃક્ષોથી પર્વત શિખર હરિયાળા લાગતા હતા. તો કપાસથી પણ મુલાયમ વાદળો ખૂબ નજદીકથી જોવાનો એક અદભૂત અનુભવ કર્યો, અમે બને આંખો મીંચી ટાઇટેનિકના પોઝમાં બાંહૉ ફેલાવી, વાદળોને આલિંગન માટે આમંત્રિ રહ્યા ...વધુ વાંચો

6

મિસિંગ-ધી માફિયા સ્ટોરી (૬)

જાનકીને અકળામણ થઈ રહી હતી, કે આ બધું પપ્પાને કઈ રીતે કહેવું? પરિસ્થિતિ વકરી ચુકી છે. હું ક્યાં મોઢે કરીશ? પપ્પાને સાંભળીને જ ઝટકો લાગશે! દરેક વસ્તુની મને છુટ આપી છે, આઝાદી આપી છે, તેમ છતાં જૂઠું બોલીને અહીં કેમ આવી ગઈ? પણ કહેવા સિવાય કોઈ ચારો જ નોહતો! જેવું વિચાર્યું તેની બિલકુલ વિપરીત જ થયું. પપ્પાએ કહ્યું. "મારો ગુસ્સો કરવાનો હવે કોઈ મતલબ નથી સરતો, હું સવારની પહેલી ફલાઈટથી જ ઉદયપુર આવું છું. ત્યાં સુધી તું તારી કાળજી રાખજે.. હું અહી મારા પોલીસ મિત્રોને કહીને ત્યાં તારી પુરતી મદદ કરે એવું કંઈ કરું છું. "થેન્ક્સ પા...લવ યુ" જાનકીએ ...વધુ વાંચો

7

મિસિંગ-ધી માફિયા સ્ટોરી (૭)

સાહેબ, વેન પરેશભાઈના નામે રજિસ્ટર છે. તેની એક નાની દુકાન છે. તે આ વેન નો ઉપયોગ માલની ડિલિવરી માટે હતા. તેનું કહેવું છે કે કાલે તે વેનથી જૈન કોલોનીની એક કરીયાણાની દુકાનમાં સામાન પોહચાડવા માટે પોતાની વેન મૂકી હતી. તે વેન કાલે સાંજના સમયે ગુલાબબાગ વિસ્તારમાં ખરાબ થઈ ગઈ હતી... મને પણ એવું જ કંઈક લાગ્યું હતું, નહિતર કીડનેપર થોડી વિસ પચીસ મિનિટ માટે ત્યાં રોકાય... પણ સાહેબ, તે સિવાય તો ત્યાં કોઈ કાર,વેન એક મિનીટથી વધુ ઉભી જ નથી રહી.... સિંઘ સાહેબ ફરીફરીને તે ફૂટેજ જોયા કરતા હતા. તે અકળાઈને બોલ્યા આખરે આ નિલ ગયો તો ગયો ક્યાં? આસપાસ ભરખી ગયો કે જમીનમાં સમાઈ ગયો? તેમણે બંને હાથ જોરથી ટેબલ પર પછાડયા.. ...વધુ વાંચો

8

મિસિંગ-ધી માફિયા સ્ટોરી (૮)

પોલીસ સ્ટેશનમાં ફોનની રિંગ રણકતા, પોલીસ સ્ટાફમાં દોડા-દોડી થઈ ગઈ...પીચોલા પાસે ફરી એક કિડનેપિંગ થઈ છે. પોલીસ વેન સાથે પણ જાતે જ તપાસ કરવા માટે નીકળ્યા, ફરી એક વખત પોલીસના નાક નીચેથી કિડનેપિંગ થયું હતું. આ પણ એક પ્રીપ્લાન કિડનેપિંગ હતું. સિંઘના ચેહરા પર પસીનો છૂટી રહ્યો હતો.લોકલ સમાચાર પત્રોથી લઈને નેશનલ ન્યુઝ ચેનલ તમામમાં ખબરો ફેલાઈ રહી હતી. પી.આઈ. સિંઘને હવે ગૃહ મંત્રાલય તરફથી પ્રેશર હતું. આખરે અચાનક ઉદયપુર જેવા શાંત શહેરમાં શુ થઈ રહ્યું છે? આજથી પેહલા પી.આઈ.સિંઘ આવ્યા ત્યારે પછી ઉદયપુરમાં સિંઘના નાક નીચેથી કોઈ અપરાધી બચ્યો ન હતો. પોલીસે ઉદયપુરમા લોકોને રાતના કામ વગર બહાર ...વધુ વાંચો

9

મિસિંગ-ધી માફિયા સ્ટોરી - (૯)

ગયા મહિને મુંબઈના ખાનગી પોર્ટમાં ગોલ્ડથી ભરેલું કન્ટેનર મળ્યું હતું. જેમાં મુંબઇ પોલીસે આજે મોટો હાથ માર્યો હતો. આર્યનના કન્ટેનર યાર્ડમાંથી તેની ઓફિસમાંથી ફોન,લેપટોપ મળ્યા હતા તો ત્યાં જ મૂર્છિત અવસ્થામાં રવિને પોલીસે હોસ્પિટલમાં સારવાર માટે મુક્યો! પણ રવિ હોશમાં નોહતો આવી રહ્યો! તેના હાથનો એક અંગુઠો નોખો થઈ ગયો હતો.તેના શરીરમાં વિવિધ જગ્યાએ ઉંડા ઘાવના નિશાનો હતા. તેના માથાના અને આંખના ભાગથી પણ લોહી વહી રહ્યું હતું. તે જોઈને સી.બી.આઈ ઓફિસર જેવાં શાંત માણસ પણ ભડકી ગયા.... ક્યાં જતી રહી છે માનવતા ?એક માણસ, માણસની સાથે જ આટલી હેવાનીયતથી કેવી રીતે વર્તી શકે, આ જે કોઈનું પણ કામ હશે, હું તેને એટલો કષ્ટ આપીશ કે બીજી વખત આવું કરતા પહેલા હજાર વાર વિચારવું પડે... પટેલ સાહેબના અવાજમાં ગુસ્સો હતો. ...વધુ વાંચો

10

મિસિંગ- ધી માફિયા સ્ટોરી - 10

પી.આઈ સિંઘની પાસે નિલના એક ફોનનું કોલ લિસ્ટ હતું.જેમાં બે જ નંબરથી વાત થઈ હતી. એક સિમ જાનકી પરમારના રજીસ્ટર હતું તો બીજો નંબર કોઈ રવિ ના નામે રજીસ્ટર હતું. તે સિવાય કોઈ ખાસ માહિતી મળી નહિ, તે સિવાય બે વ્યક્તિનું કિડનેપિંગ થયું હતું. તે બે વ્યક્તિમાં એક હતો ચેતન ભોંસલે જે મુંબઈનો વતની હતો. તે ખાનગી મીઠા ઉદ્યોગની કંપની ચલાવતો હતો. અહીં રજાઓ ગાળવા માટે આવ્યો હતો. તેના પરિવારમાં પત્ની અને બે બાળકો હતા પણ હવે નથી. તેના છૂટાછેડા થઈ ગયા હતા. કારણ હતું ઘરેલુ હિંસા.તે દારૂ પીને તેની પત્નીને ખૂબ મારતો, બોરીવલીની એક કોર્ટમાં આઈ.પી.સીની કલમ ૪૯૮(એ) ...વધુ વાંચો

11

મિસિંગ-ધી માફિયા સ્ટોરી - ૧૧

દુબઈથી સંતાઈને હું અને ભુરિયો યુગાન્ડા આવી ગયા. આફ્રિકાની સખત ગરમીમાં રહેવું અઘરું હતું... પરસેવો, તાપમાન કરતા, નવા મળેલા વધુ વળતો હતો. યુગાન્ડા જેવા દેશમાંથી ભારતમાં આ નેટવર્ક ઓપરેટ કરવું અઘરું જ નહીં, નામુમકીન હતું. "જો ભુરિયા, આપણે આમ ભાગીશું, તો આપણે કામ નહીં કરી શકીએ..." "પણ ત્યાં મોત છે.તે લોકો એરપોર્ટ પર જ આપણા સ્વાગતની રાહ જોતા હશે" તે ગુસ્સામાં બોલી ઉઠ્યો.. "હું જાણું છું..." "તું જાણે છે. તેમ છતાં, ત્યાં જવા માગે છે. તારાથી મોટો મૂર્ખ મેં આજ સુધી નથી જોયો...." "પહેલા મારી વાત સાંભળીશ.., શું ઇન્ડિયા જવા માટે ફક્ત વિમાનમાં જવું જરૂરી છે? મારી પાસે એક ...વધુ વાંચો

12

મિસિંગ-ધી માફિયા સ્ટોરી-12

સિંઘના હાથમાં કંઈ એવું લાગી ગયું હતું જેનાથી જાણે હવે તે ફટાફટ આ કેસ સોલ્વ કરી લેશે, તેમણે સી.બી.આઇ સાથે મુલાકાત કરી..."સિંઘ જો, કંઈ ભૂલ થઈ તો આપણા બંનેની નોકરી દાવ પર લાગી જશે. ઉપરથી આટલા વર્ષોથી કમાયેલી ઈજ્જતના તો ધજીયા ઉડી જશે....""પટેલ સાહેબ પૂરતા પુરાવા નથી, પણ મને તેની ઉપર શક તો છે જ...""શક ના આધારે કેશ સોલ્વ ન થાય...."" મારી તો કેસ સોલ્વ કરવાની આ જ રીત છે. તમે હુકમ આપો. જો હું ખોટો સાબિત થયો તો, તમામ પ્રકારની જવાબદારી હું મારી ઉપર ઓઢી લઈશ... અને સફળ થયા તો કેસ તમારા એકલાનો..."પોલીસે હોટેલના સી.સી.ટી.વી ની ફુટેજો જોઈ... ...વધુ વાંચો

13

મિસિંગ- ધી માફિયા સ્ટોરી (૧૩)

રાત્રી દરમિયાન એક મહિલા ની ધરપકડ મોટા ભાગે થઈ ન શકે, પણ અહીં ધરપકડ કરવી આવશ્યક હતી.મહિલા પોલીસ કર્મીઓ પોલીસ જાનકીના ઘરે આવી પોહચી! પોલીસ કાફલાને જોઈને આસપાસના લોકો તમાશો જોવા બહાર ઉમટી આવ્યા હતા.જાનકી બચવા માટે‌હાથ પગ ઉછાળી રહી હતી,પણ તે ના- કામિયાબ રહી! ચુસ્ત મહિલા પોલીસે તેને જોરથી એક હડબુથ પર મારીને જીપમાં બેસાડી દીધી.રીમાન્ડ રૂમમાં મહિલા પોલીસ કર્મીએ ગાળા ગાળી કરતી જાનકીને ફરાવીને જોરથી તમાચો માર્યો!"બહુ ઉછળકૂદ નહિ કર, તારા પર મર્ડર,કિડનેપિંગના ચાર્જીસ છે.""ફ*** મર્ડર,કિડનેપિંગ! અરે મેં જ ઉદયપુરમાં મારા બોયફ્રેન્ડ ખોવાઈ જવા અંગે ફરિયાદ નોંધાવી છે."" ફરિયાદ ફક્ત તારા પોતાના બચાવ માટે નોંધાવી હશે! બાકી ...વધુ વાંચો

14

મિસિંગ-ધી માફિયા સ્ટોરી - ૧૪

મહારાષ્ટ્ર, અને રાજેસ્થાન પુલીસના હાથમાં મહત્વની કડીઓ આવી રહી હતી. જાનકી ઉદયપુર પોલીસના જાપતા હેઠળ હતી. રીમાંડ રૂમમાં મહિલા કર્મીઓ અને સિંઘ સાહેબે, સામ, દામ, દંડ, ભેદ બધું અપનાવી લીધું હતું. પણ જાનકી એકની બે ન થઈ! તેની કેસેટ તો હું નિર્દોસ છું. હું નિર્દોસ છું ત્યાં જ અટકી હતી. નિલ, આર્યન જે કહો તે, તે હજુ ફરાર હતો."સાહેબે એક ગુપ્ત માહિતી ખબરી તરફથી મળી છે. કચ્છના ખાલીખમ દરિયા કિનારે, એક જહાજમાં ડ્રગ્સ,હેરોઇન મોટા પાઈએ પોહચાડવા છે.""તેનો આપણા થી શુ સંબધ?""સાહેબ નિલ, નિલનો યુરોપના વેપારીઓ સાથે કરાર થયો છે. હોઈ શકે આ માલ તેના માટે જ યુરોપથી મોકલવામાં આવ્યો ...વધુ વાંચો

15

મિસિંગ-ધી કાફિયા (૧૫)

રાત પડખું ફરી ઉંઘી ગઈ હતી. ઉદયપુર શહેર મીઠી ઉંધો લઈ રહ્યો હતો. પણ જાનકીની આંખોથી ઉંઘ કોસો દૂર સમય સમયની વાત છે. સમય બદલતા વાર નથી લાગતી! હજુ થોડા દિવસો પહેલા જ એક આલિશાન મહેલ જેવી હોટલમાં એ.સી. મા મીઠી ઉંઘ લઈ રહેલી જાનકી આજે એક જેલના ગંદા ઓરડામાં ઉંઘી રહી હતી? ના ફક્ત મર્દાની જેમ આંખો બંધ કરી પડી હતી.કોલેજનો પેહલો દિવસ! અમદાવાદ શહેરની એક વિખ્યાત ઇનજીરિંગ કોલેજ હતી. પેહલા દિવસ પહેલા વર્ષના વિધાર્થીઓ નવા મિત્રો બનાવી રહ્યા હતા. કોઈ પોતાની ભૂતકાળની વાતો કરતો હતો. કોઈ ભવિષ્યના સપનાઓ જોતો હતો. એક ચેહરો, ખૂબ જ ઉદાસ હતો. જાનકી ...વધુ વાંચો

16

મિસિંગ-ધી માફિયા સ્ટોરી - 16

" મેં તને પેહલા જ કહ્યું હતું. રવિ સાથે ફક્ત મિત્રતા રાખજે, રવિ મને જેટલો ભોળો દેખાય છે. તેટલો નથી...""પપ્પા આ વાત તમે કહી રહ્યા છો?" જાનકીએ કહ્યું."મેં તારાથી ઘણી બધી વાત છુપાવી છે. મોકો મળ્યો તો તને આજે રવિની હકીકતથી પણ વાકેફ કરાવું,તેણે આપણી ઓફિસમાંથી પાંચ લાખ રૂપિયાની ચોરી કરી હતી.""તો તમે મને કહ્યું કેમ નહિ?""ફક્ત એટલે કે તે તારો મિત્ર હતો.જો રવિને લીધે તારી હાલત શુ થઈ છે. ""પપ્પા આમાં રવિનો શુ વાંક ગુનો?"મારી મમ્મી હું જ્યારે નાની હતી. ત્યારે જ ભગવાનને ઘરે જતી રહી હતી. પણ મારા મમ્મી અને મારા પપ્પા બને ગણું તો તે એક ...વધુ વાંચો

17

મિસિંગ-ધી માફિયા સ્ટોરી - ૧૭

ટ્રેનના ભોપુનો અવાજ અથડાઈ અથડાઈ ને આવી રહ્યો હતો. હજુ ત્યાં ખુરશી પાસે લોહીના ડાઘ હતા. અંધારું ઓરડું હતું. એક કાળા પડછાયાએ દસ્તક દીધી, તે કઈ શોધી રહ્યો હતો."બોસ, તને અહીં આવવાની તસ્દી લીધી, હુકમ કરત તો હું જ ત્યાં આવી ગયો હોત..""તારું કઈ કામ નથી, તું થોડી વાર બહાર જા, મારે આ જગ્યા જોવી છે.""શુ થયું બોસ?""તને બહુ પંચાયત સુજે છે? તને હંમેશા હમેશા માટે જિંદગીથી રજા જોઈએ છે?""ભૂલ થઈ ગઈ, માફી માફી..." કહેતા તે કરગરવા લાગ્યો...કઈ તો એવું હતું. જે મારા વિરુદ્ધ સડયત્રં થઈ રહ્યું છે. તેની સાબિત આપે! મેં જ પાળીને મોટો કર્યો, આજે મને જ ...વધુ વાંચો

18

મિસિંગ-ધી માફિયા સ્ટોરી (અંતિમ પ્રકરણ)

આ સંપૂર્ણ ઘટના ચક્રમાં એક ઉદ્યોગપતિ, અને એક મોટો રાજકારણી તે આ સંપૂર્ણ વાર્તાનો મુખ્ય પાત્ર હોવા છતાં, એક રોલની ભૂમિકામાં હતો. કેમ કે હજુ સુધી તેને કોઈએ ઓળખ્યો નોહતો! અત્યાર સુધી એક સારો બાપ, સારો વ્યક્તિ, ફક્ત કહેવા પૂરતો જ હતો. હા હું અહીં જાનકીના પિતાની વાત કરું છું. જાનકીનો ઓરમાન બાપ! સાંભળીને આશ્ચર્ય થયુ? ધનરાજ પરમાર, જાનકીની મમ્મી સાથે બીજા લગ્ન હતા. જાનકી જ્યારે કોખમાં હતી, ત્યારે જ તેના પિતાનું એક કાર એક્સિડન્ટમાં મૃત્યુ થયું! તે એક્સિડન્ટ પણ ફિક્સ હતું. તે એક્સિડન્ટ ધનરાજે કરાવ્યું હતું. ધનરાજ અને જાનકીના પિતા બને ખાસ મિત્રો હતા.બને બિઝનેસ પાટર્નર પણ હતા.પણ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો