રાજકોટ શહેર નો દક્ષિણ ભાગ, અને પાયલ સોસાયટી ના એકસો ત્રણ નંબર ના ઘર માં કેવિન તેના મમ્મી ભૂમિકા ઉપાધ્યાય અને પપ્પા અમરીશ ઉપાધ્યાય સાથે રહેતો હતો. શનિવાર નો દિવસ હતો. સત્તર વર્ષીય કેવિન સાંજ ના પાંચ વાગ્યે ઘરે થી હજુ ટ્યુશન માટે નીકળ્યો હશે, ત્યાં જ પાછળ થી તેના મિત્ર રાજુ એ બૂમ પાડી ને તેને રોક્યો. કેવિન એ પાછળ ફરી ને રાજુ ને પૂછ્યું, "શું કામ છે રાજુ? જલ્દી બોલ મારે ટ્યુશન માટે મોડું થાય છે." રાજુ એ કહ્યું, "અરે યાર આમ શું ઉતાવળ કરે છે, ચલ ને યાર ક્યાંક ફરવા જઇએ. ભણવા નું તો આખી જિંદગી છે જ." કેવિન બોલ્યો, "યાર કેવી વાત કરશ તું, મારે આ વર્ષે બારમું ધોરણ છે અને તારે પણ બે વિષય ની પરિક્ષા આપવા ની જ છે ભૂલી ગયો? પછી વેકેશન માં ફરવું જ છે ને. ચાલ અત્યારે હું જાવ. રાત્રે મળીએ જમી ને."
નવા એપિસોડ્સ : : Every Saturday
કીડનેપ - 1
જય હિન્દ મિત્રો,મારી પ્રથમ નવલકથા "ખૂની કોણ?" ને આપ સહુ વાચક મિત્રો તરફ થી જે પ્રતિસાદ મળ્યો છે તે છે. મે ધાર્યું પણ નહોતું કે મારા જેવા એક સાવ જ નવા પ્રયોગશીલ લેખક ને આપ આટલા ઉત્સાહ થી વધાવી લેશો. હું ખરેખર આપ સહુ નો ઋણી છું.આપનો મારા પ્રત્યે નો પ્રેમ અને આપણા સંબંધો ને સાહિત્ય રૂપી આ દોર થી વધુ મજબૂત બનાવવા હું આપની સમક્ષ એક વધુ રહસ્ય અને રોમાંચ થી ભરેલી નવી ધારાવાહિક "કિડનેપ" લઈ ને આવ્યો છું. આશા રાખું છું કે આ નવી ધારાવાહિક પણ આપનું મનોરંજન કરવા માં જરૂર થી પાર ઉતરશે.___________રાજકોટ શહેર નો દક્ષિણ ...વધુ વાંચો
કિડનેપ - 2
અમરીશ અને ભૂમિકા ઉપાધ્યાય નો બારમા ધોરણ માં ભણતો દીકરો કેવિન એક સાંજે ઘરે નથી આવતો, બંને પોલીસ ફરિયાદ છે. ઇન્સ્પેકટર રણવીર સિંહ અને સબ ઇન્સ્પેકટર વિજય હંસરાજ તપાસ શરૂ કરે છે. હવે આગળ...___________અમરીશ અને ભૂમિકા ને મળી ને રણવીર તથા વિજય પોલીસ સ્ટેશન જાય છે. સાડા અગિયાર જેટલા વાગવા આવ્યા છે, અમરીશ તથા ભૂમિકા ના ફોન ને રેકોર્ડિંગ માટે નાખી દેવામાં આવ્યા છે જેથી જો કોઈ શંકાસ્પદ ગતિવિધિ થાય તો પોલીસ ના ધ્યાન માં રહે. રણવીર વિજય ને કેવિન ના મિત્રો અને ખાસ કરી ને રાજુ ને મળી અને તપાસ કરવા નું કહે છે અને પોતે ટ્યુશન ટીચર ...વધુ વાંચો
કિડનેપ - 3
અમરીશ અને ભૂમિકા ઉપાધ્યાય નો બારમા ધોરણ માં ભણતો એક નો એક દીકરો કેવિન એક સાંજે ક્લાસિસ માં ગયો છે અને પાછો નથી આવતો. પોલીસ કીડનેપિંગ અંગે શંકાશીલ છે. અને તપાસ આગળ વધારે છે. પોલીસ તપાસ માં કેવિન અને તેની જ સ્કુલ ની સહપાઠી માધુરી વચ્ચે નાં જઘડાં ની વાત બહાર આવે છે. હવે આગળ...___________રાજુ કહેવા નું શરુ કરે છે, "સર, ગયા વર્ષ ની વાત છે, હું ત્યારે બારમા ધોરણ માં હતો અને કેવિન ત્યારે અગિયારમા ધોરણ માં હતો. મારા ક્લાસ માં ત્યારે માધુરી જાદવ નામ ની એક છોકરી અભ્યાસ કરતી હતી. એક વખત અમે ફ્રી ક્લાસ માં હું ...વધુ વાંચો
કિડનેપ - 4
પુરા ત્રણ દિવસ વીતી જવા છતાં કેવિન નો કોઈ પતો નથી હોતો. ઇન્સ્પેકટર રણવીર અને વિજય પોતાની રીતે બધી કરે છે પણ ધાર્યું પરિણામ નથી આવ્યું... હવે આગળ...___________મંગળવાર ની સવાર ના સાડા દસ થવા આવ્યા છે, રણવીર ના ટેબલ પર બધા જ શકમંદો ના ફોન રિપોર્ટ છે. રણવીર વિજય ને તથા તેની ટીમ ને બધા જ રિપોર્ટ એકદમ બારિકી થી ચકાસી જવા કહે છે અને તરત જ વિજય તેની ટીમ સાથે કામ માં લાગી પડે છે. અને રણવીર એક બીજા કેસ માં થોડું ડોક્યુમેન્ટ વર્ક બાકી હોય છે એ કરવા માં વ્યસ્ત થઈ જાય છે.બપોર ના સાડા ત્રણ થવા ...વધુ વાંચો
કિડનેપ - 5
કેવિન ના અપહરણ નો કેસ હજુ ઉકેલાયો નથી ત્યાં જ શહેર નાં મુખ્ય માર્ગ પર થી જ રાશી પટેલ ની દસમાં ધોરણમાં ભણતી છોકરી નું અપહરણ થાય છે. ઇન્સ્પેકટર અમિતાભ પંડિત આ કેસ ની તપાસ આગળ વધારે છે. રાશી ના મમ્મી કવિતા, માસી સરલા અને બહેન રિધિમા ની પુછપરછ કરે છે. હવે આગળ...___________કવિતા અને સરલા ની સામાન્ય પૂછપરછ પર થી તો અમિતાભ ને અપહરણ ને લગતી કોઈ માહિતી ના મળી. તેણે પેલા દુકાનદાર ધવલ ચાવડા ને પણ ફરી ફરી ને પૂછ્યું કે શું તેણે કોઈ નો ચેહરો જોયો હતો કે બીજી કોઈ માહિતી જે તેના દિમાગ માં તે ચૂકી ...વધુ વાંચો
કિડનેપ - 6
કેવિન અને રાશી નાં અપહરણ કેસ ની તપાસ શહેર નાં અલગ અલગ ભાગ માં બે અલગ અલગ પોલીસ ની કરી રહી હતી ત્યાં જ ઇન્સ્પેકટર અમિતાભ પંડિત ને રાશી ની લાશ મળી હોવા નું જાણ થાય છે. હવે આગળ...__________રાશી ની લાશ મળી હોવાના સમાચાર તેના પરિવાર જનો ને આપવા માં આવ્યા. કવિતા ઉપર તો જાણે આકાશ તૂટી પડ્યું હતું. બીજે દિવસે સવારે અમિતાભ અને પુષ્કર નિશીથ ના ઘરે હાજર હતા.વાતાવરણ શોક થી ભરાયેલું હતું અને કોણ કોને સંભાળે એ જ મોટો સવાલ હતો. આવા માહોલ માં ડયુટી નિભાવવી એ કદાચ પોલીસ માટે સહુ થી મોટો પડકાર હતો. પણ અમિતાભ ...વધુ વાંચો
કિડનેપ - 7
કેવિન અને રાશી નાં અપહરણ બાદ રાશી ની હત્યા થઈ જતા તેની તપાસ માં ઉતર પ્રદેશ નાં અપહરણકાર પરિતોષ નું નામ બહાર આવે છે જે ભાગી ગયો હોય છે. અમિતાભ પંડિત તેને પકડી પાડવા જમીન આકાશ એક કરવા માં લાગી જાય છે. હવે આગળ...__________રાશી નાં અપહરણ અને હત્યા ને આજે એક અઠવાડિયા કરતા પણ વધુ સમય વિતી ગયો હોવા છતાં અમિતાભ અને પોલીસ ને પરિતોષ યાદવ ને પકડવામાં સફળતા નથી મળી. આખા શહેર માં મીડિયા અને લોકો માં પોલીસ ની નિષ્ક્રિયતા ઉપર ગુસ્સો અને આક્રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ કમિશ્નર દ્વારા અમિતાભ ને રાશી હત્યા કેસ ટોપ પ્રાયોરિટી ...વધુ વાંચો
કિડનેપ - 8
હજુ કેવિન નાં અપહરણ અને રાશી નાં અપહરણ તથા હત્યા ની તપાસ શહેર નાં બે અલગ અલગ પોલીસ સ્ટેશન ચાલી રહી છે ત્યાં જ અમિતાભ પંડિત પાસે ઋષિકેશ રાયજાદા નામ નાં માત્ર ૧૬ વર્ષ નાં છોકરા ની ત્રણ દિવસ થી ઘર પરત ના ફર્યો હોવાની ફરિયાદ આવે છે.હવે આગળ...__________બીના તથા વિનોદ નાં ગયા બાદ અમિતાભ તરત જ અભિમન્યુ ને બોલાવે છે અને તેને ઋષિકેશ નાં ગુમ થયા હોવાની તથા વિનોદ તથા બીના એ જે કંઈ પણ કહ્યું તે બધી વાતો જણાવે છે. ત્યાર બાદ અમિતાભ અભિમન્યુ ને કહે છે કે, "તું એક કામ કર ઋષિકેશ નાં આઈ.ટી.આઈ. પર જઈ ...વધુ વાંચો
કિડનેપ - 9
રાશી નાં અપહરણ અને હત્યા માટે જવાબદાર પરિતોષ અને નરેશ તથા તેમના અન્ય સાગરીતો પકડાઈ ગયા હતા તેમ છતા નાં અપહરણ માટે પરિતોષ નાં ભાઈ સંતોષ ને પાંચ લાખ રૂપિયા આપનાર વ્યક્તિ અને સંતોષ ને પકડવા તે હજુ પોલીસ માટે પડકાર રૂપ બનવા નું હતું.__________પરિતોષ અને નરેશ પાસે થી સંતોષ યાદવ નાં અન્ય ઠેકાણા નાં સરનામા લીધા અને ત્યાં છાપા મારવામાં આવતા તેમની ગેંગ નાં અન્ય માણસો પણ હાથ માં આવી ગયા તેમ છતાં સંતોષ યાદવ હજુ ફરાર હતો અને જ્યાં સુધી સંતોષ હાથ માં નાં આવે ત્યાં સુધી તે વ્યક્તિ કે જેણે રાશી નાં અપહરણ માટે સંતોષ ને ...વધુ વાંચો
કિડનેપ - 10
રાશી અપહરણ અને હત્યા કેસ માં અજાણી વ્યક્તિ પાસે થી પાંચ લાખ નાં બદલા માં રાશી નાં અપહરણ નો બનાવનાર માસ્ટર માઇન્ડ સંતોષ યાદવ પોલીસ નાં હાથે ચડી ગયો હતો પરંતુ આ આખા ઘટનાક્રમ માં ઇન્સ્પેકટર અમિતાભ ને બે ગોળીઓ વાગી ગઈ. હવે આગળ...__________શહેર ની વોક હાર્ટ હોસ્પિટલ ખાતે ઇન્સ્પેકટર અમિતાભ પંડિત નું ઓપરેશન ચાલી રહ્યું હતું. સબ ઇન્સ્પેકટર અભિમન્યુ રાઠોડ અને પુષ્કર તથા રાજકોટ શહેર નાં પોલીસ કમિશ્નર અગરવાલ સાહેબ પણ હાજર હતા. શહેર નાં તમામ મુખ્ય અખબારો માં આ ઘટનાક્રમ ની નોંધ લેવાઈ હતી. શહેર નાં લુખ્ખાઓ અને ગુંડાઓ માટે અમિતાભ જેટલો અળખામણો હતો તેટલો જ તે ...વધુ વાંચો
કીડનેપ - 11
અમિતાભ ની તબિયત જલ્દી થી સુધરતી જતી હતી પરંતુ હજુ ઘણી નબળાઈ હતી એવા માં તેને હોસ્પિટલ નાં બિછાને સુજી આવે છે અને તે અભિમન્યુ ને સાંજે રાશી અપહરણ કેસ નાં સીસીટીવી નાં ફૂટેજ લઈ ને આવવાનું કહે છે.હવે આગળ...__________હજુ અભિમન્યુ પોલીસ સ્ટેશન માં પહોંચ્યો જ હતો ત્યાં જ થોડી વાર માં તેને એક કોલ આવ્યો અને અભિમન્યુ તેની ખુરશી પર થી ઉભો થઇ ગયો. વાત સાંભળી ને અભિમન્યુ બોલ્યો, "આર યુ શ્યોર સર? તમને એવું કેમ લાગ્યું?"સામે છેડે અમિતાભ ફોન પર હતો. અભિમન્યુ નાં ગયા બાદ અમિતાભ રાશી અને ઋષિકેશ કેસ વિશે વિચારી રહ્યો હતો. અચાનક તેને કઈક ...વધુ વાંચો
કીડનેપ - 12
નિશીથ નું નામ સાંભળી ને બીના ના ચેહરા ની ક્ષણિક ચમક ની નોંધ અભિમન્યુ દ્વારા લેવાઈ ગઈ હતી અને આગળ શું કરવું તે બાબતે વિચાર કરવા તે અમિતાભ ને મળવા હોસ્પિટલ એ પહોંચી ગયો હતો. હવે વાચો આગળ._________તે જ દિવસ નાં બપોર ના અઢી વાગ્યા છે, અને અમિતાભ તથા અભિમન્યુ એ ભોજન પતાવી લીધું છે. જ્યાર થી અમિતાભ ને ગોળી વાગી હતી અને તેને હોસ્પિટલ માં દાખલ કરાયો હતો ત્યારથી તે અને અમિતાભ હોસ્પિટલમાં સાથે જમતા હતા. અભિમન્યુ દરરોજ સવાર અને સાંજ અમિતાભ માટે ગરમા ગરમ ટિફિન લઈ ને જતો હતો.જમી લીધા બાદ અભિમન્યુ એ સવારે બધા લોકો જોડે ...વધુ વાંચો
કીડનેપ - 13
ઋષિકેશ અને રાશિ નું અપહરણ જેણે કર્યું હતું તે જ વ્યક્તિ એ હવે રિધીમા નુ પણ અપહરણ કરી નાખ્યું હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પામી અને આરામ ફરમાવી રહેલ અમિતાભ આ અપહરણ નાં સમાચાર સાંભળી ને પોલીસ સ્ટેશનમાં આવ્યો હતો. તે અને અભિમન્યુ હવે કેસમાં આગળ કઈ રીતે વધવું તે અંગે ચર્ચા કરી રહ્યા હતા હવે આગળ.______અમિતાભ બોલ્યો, "અભિમન્યુ, પહેલા રાશિ ત્યાર બાદ ઋષિકેશ અને હવે રિધીમા. હવે બહુ થયું. આપણે આ કીડનેપર ને પકડવો જ પડશે. તારું શું કહેવું છે?"અભિમન્યુ પણ ગુસ્સા થી મિશ્રિત ભાવ સાથે બોલ્યો, "હા સર, આપની વાત બિલકુલ સાચી છે. પણ સર, મને એક વાત રહી રહી ...વધુ વાંચો
કીડનેપ - 14
અમિતાભ અને અભિમન્યુ એ ઋષિકેશ, રાશિ અને રિધીમા કેસ સાથે અન્ય કેસ પણ જરૂર થી સંકળાયેલ હશે તે વાત કેન્દ્ર સ્થાને રાખી ને ઋષિકેશ નાં મમી બીના અને રિધીમા નાં પપ્પા નિશીથ ને પોલીસ સ્ટેશનમાં બોલાવ્યા હતા. રૂચીતા અને કેવિન કેસ સાથે જોડાયેલા તેના કુટુંબીજનો અને અન્ય લોકો નાં ફોટોઝ તે બંને ને બતાવી રહ્યા હતા ત્યારે એક ફોટો ને જોઈ ને બીના અને નિશીથ બન્ને ચોંકી ઉઠ્યા હતા અને એકી સાથે બોલી ઉઠ્યા કે, "અરે આને તો અમે ઓળખીએ છીએ. અમે ત્રણે સાથે જ હાઇસ્કુલ માં અભ્યાસ કરતા હતા."બીના અને નિશીથ એ જેને ઓળખી બતાવ્યો હતો તે ફોટો ...વધુ વાંચો