" આ વાર્તાનાં બધાં નામો, પાત્રો, વ્યવસાયો, સ્થાનો, ઘટનાઓ અને ઘટનાઓ ક્યાં તો લેખકની કલ્પનાશક્તિનું ઉત્પાદન છે અથવા કાલ્પનિક રીતે વપરાય છે. વાસ્તવિક વ્યક્તિઓ, જીવંત અથવા મૃત, અથવા વાસ્તવિક ઘટનાઓ સાથેની કોઈપણ સમાનતા સંપૂર્ણ સંયોગ છે. " ******* ભાગ : ૧ છેલ્લાં થોડાં વર્ષોથી આ સાહિત્યની દુનિયામાં સક્રિય થયેલો જયદીપ હવે ટૂંક સમયમાં પોતાનું પુસ્તક પ્રકાશિત કરવા જઈ રહ્યો હતો. આમ તો સાહિત્ય અને કલાનો વારસો તેને લોહીમાં જ મળ્યો હતો. પોતાનાં વ્યવસાયિક વિષય ની સાથે રહી આ સાહિત્યની દુનિયા પણ તેના માટે ખૂબ મહત્વ ધરાવતી હતી.

Full Novel

1

પ્રણયમ - 1

[અસ્વીકરણ] આ વાર્તાનાં બધાં નામો, પાત્રો, વ્યવસાયો, સ્થાનો, અને ઘટનાઓ ક્યાં તો લેખકની કલ્પનાશક્તિનું ઉત્પાદન છે અથવા કાલ્પનિક રીતે વપરાય છે. વાસ્તવિક વ્યક્તિઓ, જીવંત અથવા મૃત, અથવા વાસ્તવિક ઘટનાઓ સાથેની કોઈપણ સમાનતા સંપૂર્ણ સંયોગ છે. ભાગ : ૧છેલ્લાં થોડાં વર્ષોથી આ સાહિત્યની દુનિયામાં સક્રિય થયેલો જયદીપ હવે ટૂંક સમયમાં પોતાનું પુસ્તક પ્રકાશિત કરવા જઈ રહ્યો હતો. આમ તો સાહિત્ય અને કલાનો વારસો તેને લોહીમાં ...વધુ વાંચો

2

પ્રણયમ - 2

ભાગ : ૨" હારિકા.... હારિકા... પેલા તમે સાવ શાંત થઈ જાવ... અને હું શું પારકો છું... હે માસી.... તમે મને દીકરાની જેમ રાખો છો... મારી ફરજ છે... અને હારિકા તમે શું આમ માસીને ખીજાવા લાગ્યાં એ સારું કેવાય...? તમે રૂમ જાવ હું આવું છું ત્યાં બધી વાત કરું છું જાવ ફ્રેશ થઈ જાવ. " એમ કહી જયદીપ, હારિકાને રૂમમાં જવા નું કહે છે. જોવો માસી અડધી રાતે પણ મારી જરૂર પડે તમે સંકોચ વગર ફોન કરજો હારિકા... ચિંતા કરે એટલે એ ગુસ્સે થઈ ગઈ હશે હું હમણાં એને સમજાવું છે. જો આ દવા છે માસાને થોડા નાસ્તો કરાવી આ દવા ...વધુ વાંચો

3

પ્રણયમ - 3

ભાગ : ૩ જયદીપ ઘરે પહોંચી જાય છે અને હારિકાને ફોન કરી જણાવી દે છે કે તે પણ શાંતિ ઘરે પહોંચી ગયો. જયદીપના મમ્મી આજે અચાનક પૂછી બેસે છે કે બેટા, હારિકા જેવી છોકરી લાવવી છે કે હારિકા જ લઈ આવી છે મને અને તારા પપ્પાને કહેજે હો. આ સાંભળી જયદીપ આશ્ચર્ય સાથે હસીને કહે છે શું મમ્મી તમે પણ....બસ બસ હવે શરમા નહીં... કે મને મનની વાત. સારું ચાલો જમતી વેળા વાતો કરીશું બસ. હવે તું ફ્રેશ થઈ જા તને બહુ હેરાન નહીં કરું હો હારિકા ના ભાવિ હબી... ( હસે છે). મમ્મી......બસ હો હવે... ( શરમાતા ચહેરે જયદીપ રૂમમાં જાય છે.) સૌ ...વધુ વાંચો

4

પ્રણયમ - 4

ભાગ : ૪આવ દીકરા હારિકા.. આવ મારી દીકરી આટલા સમયે અમે યાદ આવ્યા તને હે... મારે તો તારાં જોડે જ નથી જા હું તો કિટ્ટા એમ કહી જયદીપના પપ્પા હારિકાને દીકરી ભાવે મસ્તી કરે છે. તરત જ હારિકા કહે છે હું તો રોજ તમારા ખબર અંતર પૂછતી રહું છું ફોન માં જયને... જય.. જય.. ઓહો... ઓહો ( જયદીપના મમ્મી હારિકા સામે સ્મિત કરતા કરતા કહે છે.) એટલે જયદીપ... જયદીપને હું રોજ કહું છું શરમાયને હારિકા જયદીપના પપ્પા પાસે બેસે છે. બંને ને પગે લાગી અને પપ્પાને કહે છે તમે તો મારાં પપ્પા જ છો... આમ તમે કિટ્ટા કરો તો હું તોફાન અને ...વધુ વાંચો

5

પ્રણયમ - 5

ભાગ : ૦૫અને હું....? જય.... જય... ( સ્મિત સાથે ) તમે પણ મને ખૂબ જ... હા... બોલ તમે પણ... આગળ કહો ને... લાગણીવશ થતાં બંને એકબીજાની નજીક આવે છે, કહો ને હારિકા.... જય... મને અહીં ખૂબ ગમે છે સૌ સાથે મમ્મી પપ્પા અને તમારી જોડે ખૂબ ખૂબ ખૂબ ગમે છે. જય.... ચાલો હવે રાત બહુ થઈ ગઈ છે સૂઇ જઈએ... ના....બેસો ને... આવો સમય નહીં મળે... ના... જય... વધુ ના બેસાય... હવે રાત થઈ ગઈ મમ્મી પપ્પા રાહ જોતા હશે. કોના આપણાં મમ્મી પપ્પા..? જય... બહુ વાયડા અને મસ્તીખોર થઈ ગયા છો હો તમે. એમ કહી કમરે ચીંટિયો ભરી એ રૂમ બહાર જવા નીકળે છે. ત્યાં જયદીપ તેનો હાથ પકડી નજીક લઈ ...વધુ વાંચો

6

પ્રણયમ - 6

ભાગ :૦૬ મમ્મી આ શું કહો છો.. તમે જ કહેતા હતા કે અમને હારિકા ગમે છે અને હવે... અરે પૂરી વાત તો સાંભળ ત્યાં લેખન કરવા નથી જવાનું પણ લગ્ન ની વાત કરવા જવાનું છે. ઓહહ..... અચ્છા તરત માધવ ભાઈ કહે છે, " ઓહહ વાળી શાંતિથી ખાય લે અને જો આ વાત હારિકાને કહેવાની નથી તું આવ્યો એ પહેલાં તેના ઘરેથી ફોન હતો તેના મમ્મી પપ્પાને તું ખૂબ ગમે છે એટલે એણે હારિકાને સરપ્રાઇઝ આપવા આ આખું નાટક ગોઠવ્યું છે. એક તરફ હારિકાની વાતનો જટકો તેને જે હચમચાવી દીધો હતો તે વાત એ હવે હૈયે હેલી ચઢાવી રહ્યો હતો. તરત જયદીપના મમ્મી કહે છે, " ...વધુ વાંચો

7

પ્રણયમ - 7

ભાગ : ૦૭તે ઝડપી ચાલમાં આગળ આવતી જાય છે જુએ છે તો જયદીપ તેને સુંદર સ્મિત આપી હસી રહ્યો છે અને કહે છે બહુ સુંદર તૈયાર થયા છો હો જો તમે કીધું તું ને તમે આવજો મારા વતી.... લ્યો અમે સૌ આવી ગયા.હારિકાને હજી વિશ્વાસ નહોતો થયો એ કહે છે પપ્પા તમે જે મહેમાન...હા... હા... એ આજ મહેમાન બીજું ક્યાં કોઈ અમને તારી જેમ ધ્યાને આવે છે એમ કહી સૌ હસે છે. આ તરફ ખુશી થી હારિકા રડતી રડતી કિશોરભાઈને બાથ ભરી જાય છે.તમે સૌ મને કાંઇ કીધું જ નહી એમાં પાછા જય.. અરે જયદીપ તમે પણ આ સૌ ...વધુ વાંચો

8

પ્રણયમ - 8

ભાગ : ૮સૌ સાથે બેસીને ભોજન કરે છે સાથે સુંદર યાદગીરી સાચવી રાખવા ભોજન કરતી વેળાની સંપૂર્ણ પરિવારની તસવીરો લે છે. ભોજન કરીને સૌ સાથે મળી નક્કી કરે છે કે આગામી માસમાં શુભ મુહૂર્ત જોઈ સગાઈ કરી નાખીએ અને પછી સૌ નક્કી કરો એટલે લગ્ન પણ નજીકના મહિનાઓમાં જ ગોઠવી દઈશું. ત્યાં માધવભાઈ કહે, " ભાઈ હું તો મારી દીકરીને આજે જ લઈ જાવ છું તમે મારા દિકરા જયદીપને અહીં રાખો... ( સૌ હસે છે)." તરત જ હારિકાના મમ્મી સ્મિતાબેન કહે છે એ અમને જરા પણ વાંધો નથી કે સગાઈ પહેલા એ ત્યાં રહે કે રોકાય.... એનું મુખ્ય કારણ છે આપણાં ...વધુ વાંચો

9

પ્રણયમ - 9

ભાગ : ૯હારિકા આ વાતો સાંભળી ભાવુક થઈ જાય છે અને ભીની આંખે કહે છે આવું ના બોલો મારા કર્મો હશે કે મને તમે સૌ મળ્યા જય તો મારાં જીવથી સવિશેષ છે એની મને સતત ચિંતા રહે અને સાથે તમારી પણ એટલે હું અહીં જ આવી ગઈ જયને સારુ થઈ જાય પછી જ ઘરે જઈશ. બે - ત્રણ દિવસોમાં જયદીપની તબિયતમાં સુધારો આવવા લાગે છે. નબળાઈ અને સુસ્તી હવે તેની પાસે થી રજા લઈ રહ્યા હોય છે. એક રાતે જયદીપ બેડ પર બેઠો હોય છે બાજુમાં બેઠેલી હારિકાનો હાથ પકડી કહે છે હારિકા... વ્હાલાં તમે આટલો બધો પ્રેમ કરો છો ...વધુ વાંચો

10

પ્રણયમ - 10 - છેલ્લો ભાગ

અંતિમ ભાગ : ૧૦સાંભળો, આજે હું તમારા હરિને એક શુદ્ધ ભાવે કઠણ કાળજે પ્રાર્થના કરવાની છું કે " હે મને મારા જયની સાથે ભાવિ જીવન જીવવા ના આપી શકે તો કાંઇ નહિ પણ મોત સાથે આપી દે જે હું સદાય તારી આભારી રહીશ. "( આટલું બોલતાં હારિકા ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે.) જોર જોરથી રડવાનો અવાજ સાંભળી સૌ રૂમમાં દોડી આવે છે. બંને ને શાંત પાડી કહે છે ચાલ, હારિકા હવે જયદીપ ને આરામ કરવા દે આપણે સવારે આવીશું. ત્યાં તરતજ હારિકા કહે છે" ના..... ના.... ના.... હું મારા જયને એક પળ પણ હવે એકલા નહીં મૂકું હું તેની સાથે ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો