ધ ગુજ્જુ એન્ડ ગન્સ

(498)
  • 99.6k
  • 17
  • 43k

આ નવલકથાના અમુક દ્રશ્ય, પાત્રો અને ઘટના સત્ય પર આધારિત છે. ગોપનીયતા રાખવા માટે નામ અને જગ્યા બદલી નાખવામાં આવી છે.જેની નોંધ લેવી. નોંધ :- આ નવલકથા કોઈ પણ જાતની હિંસા કે જાતીય હિંસા ને પ્રોત્સાહન આપતી નથી. 15જૂન,1995 T.J પેલેસ, અહમદાબાદ રાત ના લગભગ 9:40 થતા હશે. "એવું છે રમણ કાકા... ગુજરાત ને બોટલ નો ચસ્કો ને...મારી તિજોરીમાં જલસો.લઈ જાઓ ખાલી 30% યાદ રાખજો." ટોમીએ રમણ કાકા ને T.J BLACK ની શરાબ ની બોટલો ના ખોખા પર હાથથી ઈશારો કરતા કહ્યું. રમણ કાકા :- ટોમી 30% રકમ વેચાણમાંથી થોડી વધારે છે. હું તમાર

Full Novel

1

ધ ગુજ્જુ એન્ડ ગન્સ - ૧ (ગદ્દાર)

આ નવલકથાના અમુક દ્રશ્ય, પાત્રો અને ઘટના સત્ય પર આધારિત છે. ગોપનીયતા રાખવા માટે નામ અને જગ્યા બદલી નાખવામાં છે.જેની નોંધ લેવી. નોંધ :- આ નવલકથા કોઈ પણ જાતની હિંસા કે જાતીય હિંસા ને પ્રોત્સાહન આપતી નથી. 15જૂન,1995 T.J પેલેસ, અહમદાબાદ રાત ના લગભગ 9:40 થતા હશે. "એવું છે રમણ કાકા... ગુજરાત ને બોટલ નો ચસ્કો ને...મારી તિજોરીમાં જલસો.લઈ જાઓ ખાલી 30% યાદ રાખજો." ટોમીએ રમણ કાકા ને T.J BLACK ની શરાબ ની બોટલો ના ખોખા પર હાથથી ઈશારો કરતા કહ્યું. રમણ કાકા :- ટોમી 30% રકમ વેચાણમાંથી થોડી વધારે છે. હું તમારી પાસેથી જ લઈ જાઉં છું. કંઇક ...વધુ વાંચો

2

ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 2 (બે પંખી ઘાયલ)

જ્યારે બીજા માણસો ટોમીના રૂમનો દરવાજો તોડવાના પ્રયાસ કરતા હતા ત્યારે જ બાબા બારીમાંથી કૂદીને પેલી નીચે ઉભેલી કારમાં નીકળી ગયો. પેલી બાજુ ટોમીની વાઇફ પોતાની કાર લઇને પેલેસ આવતી હતી ત્યારે બે કાર તેની કારનો પીછો કરવા લાગી. પાછળ રહેલી બે કાર વારંવાર જેનેલિયાની કાર ને ઓવરટેક કરવાનો પ્રયત્ન કરી રહી હતી. આ જોતા જ જેનેલિયા એ ચાલુ કારે બાજુમાંથી ડિક્કી ખોલી તેની પિસ્તોલ કાઢી. જેનેલિયાનો પરસેવા છૂટવા લાગ્યો. ગભરામણ વધવાની સાથે તેણે કારની ગતિ એકાએક વધારી દીધી. થોડી વાર પછી જ્યારે અચાનક તેની નજર સાઇડ કાંચ પર પડી ત્યારે પેલી બંને કાર ગાયબ થઈ ગઈ હતી જાણે ...વધુ વાંચો

3

ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 3 (ઘાયલ સિંહનો સંકલ્પ)

રાહુલ ને હતું કે આ સાંભળતાની સાથે ટોમી બધું કાઢી હોસ્પિટલ દૌડસે પરંતુ ટોમી કશું જ બોલ્યા વગર શાંતીથી માંગ્યો. જ્યુસ પિધાની સાથે ટોમી ચાદર હટાવી ધીમે ધીમે બેઠો થયો. ' અરે ....ટોમી શું કરે છે? હજુ ઘાવ એવાજ છે ડૉક્ટર હજુ ઓછામાં ઓછો એક મહિનો આરામ કરવા કીધું છે. ' રાહુલે આમ ટોમી ને સલાહ આપતા કહ્યું. ' એ.. એ.. તું ગાડી કાઢ R.R હોસ્પિટલ જઈશ અને જેનેલિયાના બાજુવાળા બેડ પર 1 મહિનો આરામ કરીશ. ' આ બોલતા જ ટોમી અને રાહુલ હસવા લાગ્યા અને રાહુલે ટોમીનો હાથ પકડી તેને ઉભો કર્યો અને ધીરે ધીરે તેને દાદરથી નીચે ...વધુ વાંચો

4

ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 4 (હિંસાની શરૂઆત)

ભૂતકાળ... 1985, ગુજરાત ગુજરાત સરકારે તેની અનામતની નીતિમાં પરિવર્તનની ઘોષણા કરી જેણે "પછાત" વર્ગોના લોકોના લાભમાં વધારો કર્યો. ઉચ્ચ આ નીતિ અંગેના રોષના પગલે ફેબ્રુઆરી 1985 માં આંદોલન શરૂ કર્યું હતું. ગુજરાતમાં ફેબ્રુઆરી 1985 માં તોફાનો શરૂ થયા અને ઓગસ્ટ સુધી ચાલ્યા. મોટા ભાગના તોફાનો અમદાવાદ શહેરમાં થયા હતા ; રાજ્યના પાટનગર ગાંધીનગર સહિત કેટલાક અન્ય શહેરોને પણ અસર થઈ હતી. અમદાવાદની એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શનમાં યોજાનારી, તેમની પ્રાથમિક પરીક્ષાઓનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો. ગુજરાત સરકારના એકાએક આ મોટા પરિવર્તનથી બધી જગ્યાએ તોફાન ની આગ ફાટી નીકળી ખાસ કરીને અહમદાબાદમાં. M.M કૉલેજ, અહમદાબાદ, 5 ફેબ્રુઆરી,1985 સવારના લગભગ 8 વાગે 'આપણી કૉલેજ કોઈજ રેલીમાં ભાગ લેવાની નથી.કોઈ પણ વિદ્યાર્થીએ રેલીમાં જોડાવવાનું ...વધુ વાંચો

5

ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 5 (જૂનું દરિયાપુર)

પ્રોફેસરોએ બંનેને અલગ કરાવ્યા. ' આપણી કૉલેજના સામે પેલું ક્લિનિક ખુલ્લું છે? ' એક પ્રોફેસરે જાવેદના નાક પર પોતાનો કલરનો રૂમાલ દબાવીને તેને ક્લાસ રૂમની બહાર લઈ જતા એક વિદ્યાર્થીને પૂછ્યું. પ્રોફેસર અને બે વિદ્યાર્થીઓ કૉલેજના સામે એક ક્લિનિક હતું ત્યાં જાવેદને ફટાફટ લઈ ગયા. હજુ તો થોડે પહોંચ્યા હશે કે આખો રૂમાલ લાલ ઘૂમ થઈ ગયો. ' તને કેટલી વાર કહેવાનું? આ તારી ચોથી ફરિયાદ આઈ.પહેલાં વર્ષમાં આટલી બધી ફરિયાદ આજ સુધી નથી જોઈ મેં. આ હવે સ્કૂલ નથી. આ છેલ્લી વખત જવા દઉં છું.હવે આવું થયું તો મારે કડક પગલાં લઈ કૉલેજમાંથી તને રસ્ટીગેટ કરી નાખીશ ' ...વધુ વાંચો

6

ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 6 (માંની સાચી સલાહ)

રાજ્ય બંધ હતું છતાં વિરોધ પ્રદર્શ અને હિંસા માટે અમુક અમુક જગ્યાએથી ટોળાઓ નીકળ્યા. 'એ પેલી સામે બસ પડી કાચ...' પાંડે જે દરિયાપુરથી તેના મિત્રો ને લઈને નીકળ્યો હતો તેણે બે લોકોને લાલદરવાજા જ્યાં AMTS બસોનો નો ડેપો હતો ત્યાં બહાર થોડીક બસો પડી હતી તેના કાચ તોડવા માટે કહ્યું. જોતા જોતા તો ધડા ધડ બસોના કાચ તોડયા અને કેરોસીન છાંટી આગ લગાવી. બીજા પણ આવા ટોળાઓ સરકારી પોસ્ટ ઓફીસોને આગને હવાલે કરી દીધી. જ્યાં દેખાય ત્યાં ટોળું , તૂટેલા કાચો , અમુક સરકારી મથકો આગને હવાલે... ઉપરથી ઓર્ડર આવ્યો પોલીસ કમિશનરનો... પોલીસ તંત્ર પણ એક્શનમાં આવ્યું. જેટલા જેટલા ...વધુ વાંચો

7

ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 7 (દુશ્મનનો ઉદય)

જાવેદને હોસ્પિટલમાંથી પોલીસ પકડીને લઈ ગઈ અને તેને થોડા દિવસ પોલીસ સ્ટેશનના લૉક અપમાં રાખાયો. બીજ દિવસથી સૈન્યને આદેશ શહેરમાં પેટ્રોલિંગ નું કામ સોંપાયું. તેમ છતાં સૈન્યની હાજરીમાં પણ હિંસાઓ થઈ. 18 માર્ચના બંધના એલાનમાં જે હિંસાઓ થઈ તેને જોતા દેશના વડાપ્રધાન શહેરની મુલાકાતે આવ્યા હતા. તેમ છતાં તે દિવસે પણ તોફાનો ચાલુ રહ્યા. ******************** એપ્રિલ 1985, બહિષ્કાર અને રેલીઓ થતી રહી; ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં એક હજાર લોકોએ રેલી કાઢવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓની ધરપકડ કરવામાં આવી હતી. 16 અને 23 એપ્રિલ વચ્ચેના અઠવાડિયાને અનુગામી તપાસ પંચે 1985 ની હિંસાના "ઘેરા ગાળા" તરીકે વર્ણવ્યું હતું. 16 એપ્રિલના રોજ અનામત વિરોધી વિદ્યાર્થી ...વધુ વાંચો

8

ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 8 (રમખાણોનું મૃત્યુ)

તે છોકરો જેવો જ કરણના ગાળા પર ચપ્પુનો ઘા મારવા ગયો કે કરણએ એક હાથથી ચપ્પુ પકડી બીજા હાથથી મોઢાં ઉપર જોરદાર મુક્કો માર્યો. તે છોકરો મુક્કો વાગવાથી થોડો પાછળની બાજુ નમ્યો કે કરણ તરતજ જટકા સાથે ઉભો થયો. તે છોકરાએ વળતા પ્રહારમાં ચપ્પુ જમણેથી ડાબે ગુમાવ્યું અને કરણના હોઠના નીચે દાઢી ઉપર મોટો ચીરો પડી ગયો. કરણ માંડ માંડ બચ્યો. લોહી વહેવા લાગ્યું હતું અને તે છોકરો હજુ ફરીથી આગળ આવી ફરીથી ચપ્પુ મારવાનો પ્રયાસ કરે એ પહેલાં કરણે પાછળથી સાઈલેન્સર વાળી પિસ્તોલ કાઢી અને સીધી પેલા છોકરાના કપાળ પર ગોળી મારી. એક જટકા સાથે પેલો છોકરો જમીન ...વધુ વાંચો

9

ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 9 (ગેંગસ્ટરનો જન્મ)

તે યુવાન પિસ્તોલ લઈ ત્યાંથી નીકળી ગયો. ? ? ? ? ? ? ? ' આંઠ વાગવા આવ્યા...ચલો બંધ ' મોહનલાલ જે સમર પંડિતના પપ્પા. તેમની સ્ટેશનરીની દુકાન બંધ કરવા માટે ઊભા થયા. ' કાકા...બંધ કરતા પહેલા એક પેન્સિલનું બોક્સ આપી દો. ' ત્યાંજ એક છોકરો આવીને મોહનલાલ ભાઈને રોકતા બોલ્યો. મોહનલાલભાઈએ અંદર જઈને છેલ્લું બચેલું પેન્સિલનું બોક્સ આપ્યું અને પૈસા લઈ પોતાના પેન્ટના ગજવામાં મૂક્યા. તે તેમની દુકાનના પાછળના રૂમમાં જઈને પેન્સીલના બોક્સનો સ્ટોક ચેક કરવા ગયા એટલામાં ત્રણ લોકો આવી તેમની દુકાનનું શટર બંધ કરી અંદર ગુસી ગયા અને મોહનલાલભાઈને મારવા લાગ્યા. તે ત્રણમાંથી એકે સાઈલેન્સરવાળી પિસ્તોલ ...વધુ વાંચો

10

ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 10 (સાબરમતી જેલ)

1987, સાબરમતી જેલ એક વીસ વર્ષનો છોકરો , ઊંચાઈ લગભગ પાંચ ફૂટ આંઠ ઇંચ , શરીરે સાવ પાતળો , મૂંછના વાળ હજુ ફૂટ્યા હતા , એક ગોળ કાળા કલરના નંબરના ચશ્માં પહેર્યાં હતાં અને માથે ટકલુ કરાવેલું , ગુન્હેગારોની લાઈનમાં ઉભો હતો. લાઈન ધીરે ધીરે આગળ વધી રહી હતી. ' નામ? .....અરે નામ બોલ શું મોઢું જોઈ રહ્યો છે ? ' ત્યાં બેઠેલા જેલર જે બધના વારા ફરતી નામ લખી રહ્યો હતો તેણે જોરથી ખખડાવતા કહ્યું. ' સ..સ..' આટલું બોલતા પાછળ ઊભેલા એક ભાઈ જેને જોઈનેજ ડરી જવાય. છ ફૂટ ઊંચાઈ , માંજરી આંખો અને મોઢાં પર મોટો ચીરો ...વધુ વાંચો

11

ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 11 (બુટલેગિંગ)

ટાઇગર તેને જેલના જીમખાનામાં લઈ ગયો. સમરે જોયું કે ઘણા બધા કેદીઓ ત્યાં કસરત કરી રહ્યા હતા. બધાનો બાંધો હતો. ' હે... સમર અહીંયાં આવ ' ટાઇગરે બૂમ પાડી સમરને બોલાવ્યો. ટાઇગરે કસરત કરવાનું શરૂ કર્યું અને સમરને ખાલી સપોર્ટ આપવા કહ્યું. થોડા દિવસો વીત્યા. ટાઇગર દરરોજ સવારે તેને પોતાની સાથે જીમખાનામાં લઈ જતો. સમર પણ થોડી ખુલીને વાત કરવા લાગ્યો હતો. જાણે તેને એક મોટો ભાઈ મળ્યો હોય. ************** સપ્ટેમ્બર , 1987 લગભગ સાંજના પાંચ વાગવા આવ્યા હશે. આકાશમાં કાળા ભમ્મર વાદળાં છવાઈ ગયા હતા. વરસાદના છાંટા પડવાની શરૂઆત નહતી થઈ પણ વીજળીના કડાકા ભડાકાનો અવાજ આવી રહ્યો ...વધુ વાંચો

12

ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 12 (કોલ્ડ વોર)

વનરાજે પાંડે ને ફોન લગાવ્યો. ' હેલ્લો...પાંડે ક્યારે આવ્યો ? ' પાંડે : બસ...થોડા મહિના પહેલાં જ... ' મારા ઘરે આવીજા કામ છે...' વનરાજ સરસપુર પોતાના ત્રણ માળના મકાનમાં પાંડે ની રાહ જોઈને બેઠો હતો. ત્યાં જ દરવાજાનો બેલ વાગ્યો. વનરાજે દરવાજો ખોલ્યો અને પાંડે અંદર આવ્યો. વનરાજ : ક્યાં રહે છે હાલ? પાંડે : છે ... એક જગ્યા એક રૂમ રસોડું ' મારા માટે કામ કરીશ? ' પાંડે : જરૂર...હું તો ક્યારનો કામે લાગવા તૈયાર હતો. ' મારી દેશી તેમજ કંપનીની શરાબ અલગ અલગ શહેરોમાં જાય છે... ટોલ ટેક્ષ તેમજ ચેક પોસ્ટ પાર કરાવવા મેં થોડાક પોલીસવાળા ફોડી ...વધુ વાંચો

13

ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 13 (પહેલી ચિનગારી)

પાંડે : હા...કોઈ ડિસોઝા કરીને છે ... વનરાજ : છેલ્લા ...ચાર વર્ષથી કોઈની હિંમત નથી થઈ મને આ ધંધામાં આપવાની... એક કામ કર મેં તને ફોટા બતાવ્યા હતા તે છોકરાને લઈને અહીંયા આવી જા... પાંડે વનરાજે જે ફોટામાં છોકરો બતાવ્યો હતો તેને લઈને આવ્યો. તે છોકરો તે કારખાનામાં આવતાજ શરાબની બનાવટ અને પેકિંગને જોઈ આશ્ચર્ય પામ્યો કારણ કે તેના માટે આ બધું નવું હતું. વનરાજ : આવ... આવ...બેટા તે છોકરો વનરાજના સામેવાળી ખુરશી પર બેઠો. વનરાજે તેને ફોટા બતાવ્યા. વનરાજ : ગભરાઈશ નઈ...હું કોઈને નહીં કઉ. શું નામ છે તારું? તે છોકરાએ જવાબ આપ્યો "બાબા"! વનરાજ : સરસ ...સરસ ...વધુ વાંચો

14

ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 14 (Ak47)

સમય વીત્યો વનરાજે ડિસોઝાને ધરાહાર ધંધો ના કરવા દીધો તો ના જ કરવા દીધો. આનું એક કારણ એ પણ કે વનરાજ અહમદાબાદમાં જન્મેલો અને ઘડાયેલો સાથે સાથે તેનો પરિવાર પણ તેને મદદ કરતો. વનરાજની અમીરી ઇલાકામાં એક મોટી હવેલી. વનરાજની પત્ની તેમજ તેના બે બાળકો , વનરાજના બે ભાઈ ભાભી પણ તેજ હવેલીમાં રહેતા હતા. વનરાજનો એક ભાઈ જેલમાં હતો. તેની હવેલીમાં નોકર ચાકર , મોંઘી ગાડીઓ , તિજોરીમાં ખૂબ રૂપિયો ભરેલો. વનરાજનો પરિવાર રાજાશાહી જીવન જીવી રહ્યો હતો. જ્યારે ડિસોઝા અહમદાબાદમાં જન્મેલો પરંતુ વીસ વર્ષ પછી તે અહીંયા આવ્યો. તે અમેરિકા અમદાવાદમાં અમુક કાંડ કરીને જ ગયો હતો. ...વધુ વાંચો

15

ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 15 (સરકારના ગણતરીના દિવસો)

ધારાસભ્ય નીરજ કુમારના બંગલે ગોળીબારી થઈ. મુખ્યમંત્રીને ખબર પડી કે તેમની જ સરકારના ધારાસભ્યે પોતાના બંગલામાં કાયદા વિરુદ્ધ દારૂ કરી. મુખ્યમંત્રીએ ચોખ્ખો આદેશ આપ્યો કે કડક પગલાં લેવા. વનરાજે કમિશનરને ફોન લગાવ્યો. વનરાજ : અરે...સાહેબ આ શું થયું? કોણે ગોળીબારી કરાવી? કમિશનર : મને કશુજ ખબર નથી. મને ઉપરથી ઓર્ડર આવી રહ્યો છે કે આના સામે પગલાં લેવા. વનરાજ : અરે...પણ હું પણ પાર્ટીમાં હતો અને બધો સ્ટોક મારો હતો...કમિશનર કઈક ઉકેલ લાવજો. જેલમાં જવાના વારા આવશે...જેટલા માંગશો તેટલા પૈસા આપીશ...પણ મારો ધંધો અને મને બચાવી લેજો. કમિશનર : આ વખતે ખૂબ મુશ્કેલ છે...બધા અખબારમાં , સમાચારમાં આવી ગયું ...વધુ વાંચો

16

ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 16 (वो आगया देखो...देखो वो आगया)

31-12-1992 , અહમદાબાદ વર્ષનો છેલ્લો દિવસ હતો.પહેલાતો 31 ડિસેમ્બરની રાતનું આટલું બધું ન હતું આજના જેમ પરંતુ વી. આઈ.પી મોટા માણસો પાર્ટીઓ તેમજ ક્લબોમાં જતા. ઘોર અંધકારમય જંગલ જેવા વિસ્તારમાં એક અંદર કારખાનું હતું. કારખાનામાં લાઈટો ખરી. બહારથી કોઈને ના લાગે કે અંદર આવું કોઈ કારખાનું હશે. કારખાનું ખૂબ મોટું હતું. કારખાનાના પાછળના ભાગમાં ટ્રકો પડેલા હતા. કારખાનાના પહેલા ભાગમાં જથ્થા બંધ ટામેટા પડેલા હતા સાથે સાથે ઇમ્પોર્ટેડ કંપનીની શરાબ પડેલી હતી. અમુક કારીગરો કેરબામાં તે શરાબ ખાલી કરી ઇન્જેક્શન દ્વારા તે ટામેટામાં શરાબ ભરી રહ્યા હતા. બીજા ભાગમાં " J BLACK " નામનું એક મોટું બોર્ડ લગાવેલું હતું. ...વધુ વાંચો

17

ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 17 (ભૂતકાળ 1989-90)

ભૂતકાળ 1989 , અહમદાબાદ નીરજ કુમાર તેમજ વનરાજના જેલમાં જવાના બાદ ડિસોઝાને થોડી રાહત તો થઈ હતી પરંતુ તરત ધંધો શરૂ કરાય તેમ ન હતું. ડિસોઝાએ શાંતિથી બેસીને વિચાર્યું કે વનરાજનો ધંધો આટલો મોટો કઈ રીતે બન્યો અને કઈ રીતે તે અહમદાબાદ સિવાય બાકીના ચાર - પાંચ શહેરોમાં માલ પહોંચાડતો હતો. વનરાજે નવો પ્લાન બનાવવાનો શરૂ કર્યો. તેને ખ્યાલ હતો કે આજ મોકો છે પોતાનો ધંધો જમાવવાનો પરંતુ તેમાં થોડુક જોખમ હતું. ડિસોઝાને બે - ત્રણ એવા માણસની જરૂર હતી જે વનરાજ પાસે હતા. ************ નવેમ્બર , 1989 સાબરમતી જેલ કેદીઓને મળવા તેમના પરિવરજનો મળવા આવતા હતા. સમરે પહેલેથીજ ...વધુ વાંચો

18

ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 18 (ભૂતકાળ 1991-92)

સમરે જેલના મેઈન ગેટની બહાર પગ મૂક્યો. અહમદાબાદ જે 1985 થી લઈને 1987 સુધી હતું તેનાથી બિલકુલ વિપરીત હતું. ધમધમી રહ્યા હતા. બધી દુકાનો , શાકભાજીની લારીઓ , વાહનો , બસો બધું જ શરૂ હતું. પણ તે દિવસે કઈક ઉજવણીનો માહૌલ રસ્તા પર હતો.... ટ્રકોમાં, પોતાની ગાડીઓ તેમજ બસોમાં રેલીઓ નીકળી રહી હતી. હવામાં રંગબેરંગી ગુલાલ ઉડાડીને રેલી આગળ વધી રહી હતી સાથે સાથે રસ્તાપર ફટાકડાની રેલ પણ હતી. ચારે બાજુ ફટાકડાના ધુમાડા...સાથે સાથે હવામાં રંગબેરંગી ગુલાલ... સમર ફટાકડાના ધુમાડાથી આંખ બંધ કરી જમણી બાજુ જવાનું શરૂ કર્યું. ત્યાં એક ચાની કીટલી હતી. ત્યાં જઈને તેણે એક ચા નો ...વધુ વાંચો

19

ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 19 (એક ગયો...એક આવ્યો)

31-12-1992 ટોમી ડાયમંડ ક્લબમાં બેઠો હતો જ્યારે ડિસોઝા કારખાનામાંથી નીકળવાની તૈયારી કરી રહ્યો હતો. યુવતી : કુલ નેમ... આઈ ઇટ ટોમી : થેંક યુ...વૉટ ઇઝ યોર નેમ? તે યુવતીએ જવાબ આપ્યો " જેનેલિયા " ટોમી : ઓહ... વાઉ... પ્રિટી નેમ જેનેલિયા અને ટોમી ત્યારબાદ વાતો કરવા લાગ્યા અને સાથે એન્જોય કરવા લાગ્યા. પેલી બાજુ ડિસોઝા તેના માણસોને કામ સમજાવી ત્યાંથી પોતાની કાર લઇ બે માણસો સાથે રાખી તેના બંગલે જવા નીકળ્યો. ઘોર અંધકારમાં ગાડી જઈ રહી હતી. ગાડીમાં ડિસોઝા. , ગાડી ચલાવનાર ડ્રાઈવર અને એક વધારાનો માણસ. બધા પાસે પિસ્તોલ હતી. થોડી વાર બાદ પાછળથી ખૂબ હોર્નનો અવાજ આવવા ...વધુ વાંચો

20

ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 20 (ટોમીનો બદલો -૧)

ડિસોઝાના મૃત્યુને લગભગ એક મહિનો થવા આવ્યો હશે. ટોમીએ તેના બંગલે તેમજ કારખાનામાં સુરક્ષા વધારી દીધી હતી. ધંધો ધીમી ચાલી રહ્યો હતો. એક દિવસ શાંત મગજે ટોમીએ પોલીસ કમિશનરને ફોન કર્યો. કમિશનર : હેલ્લો... ટોમી : ટોમી.... કમિશનર : હા...ટોમી બોલો ટોમી : શું બોલો? ભર રાતે કોઇ હુમલો કરીને જતું રહે છે...અને તમને ખ્યાલ હતોને કોની હિંમત થાય મને અને ડિસોઝાને અડવાની? કમિશનર : અઅઅઅ...ટોમી મને ખાલી એટલો જ ખ્યાલ હતો કે વનરાજ અને નીરજ બંને જેલમાંથી મુક્ત થવાના છે...પણ મને થોડી ખબર અને કે તે લોકો આવું કરશે. ટોમી : જાણ કરવાનું કીધું હતું મેં...યાદ હતું? કમિશનર ...વધુ વાંચો

21

ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 21 (પ્રેશર)

ટોમીએ સામે ઊભેલા બાબાને જોઈ તરત જ તેના માણસોને ઊભા રહેવા કહ્યું... ટોમી : એક મિનિટ...પકડી રાખ આને... ટોમીએ બાબાના હાથમાંથી પિસ્તોલ લઈ લીધી અને તેના બે માણસોને બાબાને પકડવા કહ્યું. ટોમી જેવો હાથમાં શોટ ગન લઈને આગળ વધ્યો ડાબી બાજુ રસોડામાંથી પાંડેએ પિસ્તોલથી ગોળી મારી...ટોમી તરત નીચે ઝૂક્યો...અને એક શોટ ગનની ગોળી ચલાવી... ટોમીની ગોળી સીધી દિવાલના ખૂણે જઈને વાગી અને દીવાલનો ટુકડો તૂટીને દીવાલને અડીને ઉભેલા પાંડેના આંખની નીચે વાગ્યો... પાંડે થોડો પાછળ ગયો અને બીજી બે ત્રણ ગોળી ચલાવી પણ એક પણ ટોમીને ના વાગી. તેટલામાં ટોમીના માણસો આગળ વધવા ગયા એટલામાં ટોમીએ તેમને રોક્યા અને ...વધુ વાંચો

22

ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 22 (રોકેટ લોન્ચર)

ટોમી , બાબા અને રાહુલ બંગલે આવી ગયા હતા. ટોમીનો આગળનો પ્લાન હતો વનરાજની સાથે સાથે નીરજને મારવાનો. બાબાને જોઈ જેનેલિયા પૂછ્યું આ કોણ છે? ટોમી : આ મારા બાળપણનો મિત્ર બાબા ઉર્ફે કરણ... જેનેલિયા : હેલ્લો...! બાબા : હેલ્લો...! ટોમી , રાહુલ અને બાબા એક અલગ રૂમમાં મિટિંગ માટે ગયા. રાહુલ : હવે આગળ શું કરવું છે ટોમી? ટોમી : હું પણ એજ વિચારું છું. બાબા વનરાજના સાથે કોઈ માણસો હશે? મતલબ તેના ગુંડા... બાબા : વનરાજની સાથે નીરજ કુમાર હશે અને બે ત્રણ માણસો પિસ્તોલ સાથે બસ... ટોમી : એક કામ કર રાહુલ...તું બાબાને એનો રૂમ બતાવી ...વધુ વાંચો

23

ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 23 (બદલો પૂરો)

ટોમી રોકેટ લોન્ચર લઈને નીચે બેઠો અને જ્યાંથી ફાયરિંગ થઈ રહ્યું હતું ત્યાં છૂપાઈને લોન્ચર હાથમાં પકડી નિશાન સેટ જેવું તેણે લોન્ચર ટ્રિગર દબાવ્યું લગભગ બે થી ત્રણ સેકન્ડમાં જ... શુંનનનન કરતું રોકેટ સીધું સામે રહેલી એક હવેલીના દરવાજા સાથે અથડાયું...જોતા જોતા મોટા વિસ્ફોટ સાથે અડધી હવેલી ભસ્મ થઈ ગઈ. ટોમી : બેસો ...બંને ગાડીમાં ટોમીએ જોરથી બૂમ પાડતા રાહુલ અને બાબાને કહ્યું. ત્રણે જણ ફટાફટ ગાડીમાં બેઠા અને રાહુલે સીધી ગાડી વિસ્ફોટ થયેલી દીવાલ પાસે ઊભી રાખી ...ત્યાં આજુબાજુ કશું દેખાતું ન હતું. ચારેબાજુ ધુમાડા ધુમાડા... ત્યાં લગભગ છ થી સાત લોકોની લાશ પડી હતી. અચાનક આ બાજુથી ...વધુ વાંચો

24

ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 24 (ટોમી દોષી?)

ટોમી પણ ખૂબ ચાલાક. થોડા સમય માટે તેણે આખું કારખાનું બંધ કરી દીધું અને તેના માણસોને ક્યાંક જતા રહેવા ટોમીના લેનલાઈન પર કમિશનરનો ફોન આવ્યો. કમિશનર : ટોમી... આ શું કર્યું તે? ના કહી હતી મેં ટોમી : મેં પણ કહ્યું હતું કે તમને ગમે ત્યાં લાશ મળશે અને હવે મને અને મારા માણસોને બચાવવાની ફરજ તમારી...જો તમે મને વનરાજ વિશે કહ્યું હોત કે તે જેલમાંથી આવવાનો છે..તો આ બધું ના થાત કમિશનર : ઓય...ટોમી ગાંડો થઈ ગયો છે હું કઈ તારી સેવા કરવા નથી બેઠો... આ વખતે તો મુખ્ય મંત્રીથી ઓર્ડર આવી ગયો છે તારા સામે પગલાં લેવાનો... ...વધુ વાંચો

25

ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 25 (ભૂતકાળ પૂર્ણ)

આ બધું ઉપરના માળેથી વનરાજ તેમજ નીરજ કુમારના પરિવારવાળા જોઈ રહ્યા હતા અને ઈર્ષ્યા સાથે ગુસ્સો કરી રહ્યા હતા. રાહુલને પાછો ખેંચ્યો અને રાહુલના કાન હાથ રાખીને ફટાકડાના અવાજ વચ્ચે પૂછ્યું કે જેનેલિયા કેમ નથી આવી? રાહુલ : અઅઅઅ....તે ઘરે છે...તારી રાહ જોઈ રહી છે...એને પૂરો ભરોસો હતો કે તું નિર્દોષ સાબિત થઇશ. ત્યાંથી ટોમી , રાહુલ અને બાબા ગાડીમાં બેસી બંગલે પહોંચવા નીકળ્યા. ઘરે જેનેલિયા ટોમીની રાહ જોઈને દરવાજા આગળ દીવો તેમજ કંકુ ચોખાની થાળી લઈને ટોમીનું આગમન કરવા ઊભી હતી. બધું પૂરું થાય પછી જેનેલિયા અને ટોમી તેમના રૂમમાં બેઠા હતા...જેનેલિયા થોડી નિરાશ અને ગુસ્સામાં હતી. ટોમી ...વધુ વાંચો

26

ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 26 (નવો કમિશનર)

વર્તમાન સમય જૂન ,1995, ટોમી અને જેનેલિયા હોસ્પિટલમાં આરામ કરી રહ્યા હતા. થોડા દિવસોમાં બધા અખબારમાં છપાઈ ગયું કે પર કોઈએ કર્યો જીવલેણ હુમલો...સાથે સાથે તેની પત્નીનો પણ થયો અકસ્માત. હાલ બંને એકજ હોસ્પિટલમાં લઈ રહ્યા છે આરામ. " ટોમીએ રાહુલને કહી ને તેના ઘરની તેમજ કારખાનાની સુરક્ષા વધારી દીધી. બાબા ક્યાં ભાગી ગયો અને કોના કહેવાથી તેણે ટોમી પર હુમલો કર્યો તે કોઈને ખબર ન હતી. ટોમીના અંદરનો ગુસ્સો હવે વધી રહ્યો હતો. આટલા સમય સુધી ગતી ધીમી કર્યા બાદ ફરીથી તેને સત્તા વધારવાનું ભૂત ચઢ્યું. ટોમી અને જેનેલિયાને હોસ્પિટલમાં લગભગ વીસ દિવસ થવા આવ્યા હશે. આખા અહમદાબાદ ...વધુ વાંચો

27

ધ ગુજ્જુ એન્ડ ગન્સ - SEASON FINALE

રાજવીર જાડેજાએ અન ઑફિસિયલી ટોમીનું એન્કાઉન્ટર કરી નાખવા કહ્યું. આ વાતની જાણકારી માત્ર પોલીસ તંત્રને જ હતી. આખરે એક સાંજે જ ટોમી અને જેનેલિયાને હોસ્પિટલમાંથી રજા આપવાનો સમય થઈ ગયો હતો. ટોમી અને જેનેલિયા એકજ ગાડીમાં બેઠા અને તે ગાડીમાં રાહુલ પણ બેઠો હતો. રાહુલને પણ ખ્યાલ ન હતો કે પોલીસ અન ઑફિસિયલી એન્કાઉન્ટર કરવા જઈ રહી છે. પોલીસ દવાખાનાની બહાર રંગીન કપડામાં પિસ્તોલ સાથે તૈયાર ઊભી હતી તેઓ ખાલી ટોમી , રાહુલ તેમજ તેમના માણસોની બહાર નીકળવાની રાહ જોઈ રહ્યા હતી. તેમની લગભગ ચાર ગાડીઓ હોસ્પિટલના મેઈન ગેટથી નીકળી. ત્રીજી ગાડીમાં ટોમી , રાહુલ અને જેનેલિયા બેઠા હતા. ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો