આગમ યાત્રા નિગમ ધામ

(138)
  • 27.3k
  • 39
  • 14.6k

1974 ના સપ્ટેમ્બર મહિનાની આ વાત ! મારી ઉંમર ત્યારે સત્તાવીસ વર્ષની. એ સમયે હું દ્વારકા પોસ્ટ ઓફિસમાં ટેલિગ્રાફિસ્ટ હતો. એ જમાનો તાર નો હતો. મોબાઈલ પણ નહોતા કે એસટીડી પીસીઓ પણ ન હતા. તાર વ્યવહાર વધુ સક્રિય હતો. એટલા માટે દ્વારકામાં મારી સારી ઓળખાણો પણ હતી અને પ્રતિષ્ઠા પણ હતી. દ્વારકામાં આધ્યાત્મિક ચેતના ખૂબ જ સક્રિય રહેતી. સમગ્ર દેશમાંથી હજારો યાત્રાળુઓ ભક્તિભાવથી દ્વારકાધીશનાં દર્શન કરવા આવતા અને રસ્તાઓ ઉપર ધૂન બોલાવતા આગળ વધતા. ઘણીવાર સંત મહાત્માઓ નાગા બાવાઓ અને સાધુઓ પણ આવતા. દ્વારકા આવનારાં બેટ દ્વારકા પણ અવશ્ય જતાં. દ્વારકામાં પુષ્કરભાઈ ગોકાણી ની ઓળખાણ મને થયેલી. પુષ્કરભાઈ ખૂબ જ

નવા એપિસોડ્સ : : Every Wednesday & Saturday

1

આગમ યાત્રા નિગમ ધામ - 1

1974 ના સપ્ટેમ્બર મહિનાની આ વાત ! મારી ઉંમર ત્યારે સત્તાવીસ વર્ષની. એ સમયે હું દ્વારકા પોસ્ટ ટેલિગ્રાફિસ્ટ હતો. એ જમાનો તાર નો હતો. મોબાઈલ પણ નહોતા કે એસટીડી પીસીઓ પણ ન હતા. તાર વ્યવહાર વધુ સક્રિય હતો. એટલા માટે દ્વારકામાં મારી સારી ઓળખાણો પણ હતી અને પ્રતિષ્ઠા પણ હતી. દ્વારકામાં આધ્યાત્મિક ચેતના ખૂબ જ સક્રિય રહેતી. સમગ્ર દેશમાંથી હજારો યાત્રાળુઓ ભક્તિભાવથી દ્વારકાધીશનાં દર્શન કરવા આવતા અને રસ્તાઓ ઉપર ધૂન બોલાવતા આગળ વધતા. ઘણીવાર સંત મહાત્માઓ નાગા બાવાઓ અને સાધુઓ પણ આવતા. દ્વારકા આવનારાં બેટ દ્વારકા પણ અવશ્ય જતાં. દ્વારકામાં પુષ્કરભાઈ ગોકાણી ની ઓળખાણ મને થયેલી. પુષ્કરભાઈ ખૂબ જ ...વધુ વાંચો

2

આગમ યાત્રા નિગમ ધામ - 2

સ્વામી અભેદાનંદજી મહારાજની વાતો ખરેખર ખૂબ જ રસપ્રદ હતી. મનમાં ઊભા થતા ઘણા બધા સવાલોના જવાબો તેમની વાતોમાંથી જતા હતા. શાસ્ત્રોમાં તો ઘણુ બધું વાંચ્યુ હતું. ગરુડ પુરાણ પણ વાંચ્યું હતું પણ મૃત્યુ સમયના અનુભવો ક્યાંય પણ વાંચવા મળ્યા ન હતા. સ્વામીજી ઉંડા ધ્યાનમાં કલાકો સુધી બેસી શકતા. તેઓ સૂક્ષ્મ જગતમાં ઘણા બધા સંત મહાત્મા તેમ જ સામાન્ય સ્તરના આત્માઓને પણ મળ્યા હતા. મૃત્યુ પછીની દુનિયાનું એમને જ્ઞાન હતું. પ્રેત યોનિમાં ભટકતા દુઃખી આત્માઓ સાથે પણ એમણે વાતચીત કરી હતી. તેથી તેમના અનુભવો માં સચ્ચાઈ નો રણકો હતો અને ઘણાં બધાં રહસ્યો જાણવા મળ્યાં હતાં. બીજા દર્શનાર્થીઓ રવાના ...વધુ વાંચો

3

આગમ યાત્રા નિગમ ધામ - 3

" હરિ ૐ...સ્વામીજી આપશ્રી એ શરૂઆતમાં વાત કરી કે આત્મા તેર દિવસ સુધી ઘરમાં રહી શકે છે અને પછી એ સૂક્ષ્મ જગત માં કાયમ માટે ગતિ કરે છે તો એ વિશે વિસ્તારથી જાણવાની ઈચ્છા છે." " મૃત્યુ પછી આત્મા પોતાના ઘરમાં પરિવારજનો સાથે વધુમાં વધુ તેર દિવસ સુધી રહી શકે છે અને એ દરમિયાન એ આત્મા માટે જે પણ પ્રાર્થના પૂજન ભજન વગેરે કરવામાં આવે છે એનાથી એને ઘણી શાંતિ મળે છે. તેરમા દિવસે આત્માને પોતાનું ઘર અને સ્વજનો છોડવા પડે છે. જે પણ એના માર્ગદર્શક સબંધી એને લેવા આવ્યા હોય એમની સાથે સૂક્ષ્મ જગત માં આત્મા ઉર્ધ્વ ગતિ ...વધુ વાંચો

4

આગમ યાત્રા નિગમ ધામ - 4

સ્વામી અભેદાનંદજી ની કેટલીક વાતો ખૂબ જ અચરજ પમાડે તેવી હતી. પણ ઘણા બધા પ્રશ્નોનું સમાધાન પણ થયુ હતું. સૂક્ષ્મ જગત માં કેવી રીતે વિહાર કરી શકતા હતા અને અનેક આત્માઓ સાથે કેવી રીતે એમણે વાતચીત કરી હશે એ એક કુતૂહલનો વિષય હતો. " હરિ ૐ....સ્વામીજી ઘણા બધા લોકો મૃત્યુ પછીના જીવન વિશે જાણવા માટે ઉત્સુક હોય છે અને ઘણા લોકો પ્લાંચેટ કે મીડીયમ દ્વારા કોઈને કોઈ આત્માનો સંપર્ક કરવા કોશિશ કરતા હોય છે. જ્યારે આપશ્રી એ તો સૂક્ષ્મ જગત માં યાત્રા કરી છે. અને વિવિધ પ્રકારના આત્માઓની પણ મુલાકાત કરી છે. તો એ આપના માટે કેવી રીતે શક્ય બન્યું ...વધુ વાંચો

5

આગમ યાત્રા નિગમ ધામ - 5

સાંજના સાત વાગવા આવ્યા હતા. છેલ્લા દોઢ બે કલાકથી સ્વામીજી સૂક્ષ્મ જગત વિશે એકધારું બોલી રહ્યા હતા. મોટાભાગની ચર્ચા થવા આવી હતી. " સ્વામીજી એક સવાલ પૂછવાનું મન થાય છે. આત્મા ચિત્રગુપ્તના વિભાગમાં ગયા પછી એને ક્યાં મોકલવો એ કઈ રીતે નક્કી કરવામાં આવે છે એના માપદંડ શું છે ? " મારા મિત્ર મહેશભાઈ એ સવાલ કર્યો. " કર્મ અને માત્ર કર્મ !! તમે સમગ્ર જીવન દરમિયાન સારા કે ખરાબ જે પણ કર્મ કર્યા હોય એનો સંપૂર્ણ રેકોર્ડ જે તે ન્યાયાધીશની સામે આવી જાય છે. ઇરાદાપૂર્વક કરેલા ખરાબ કર્મો અને અજાણતા થયેલા ખરાબ કર્મો બંનેની સજા જુદી હોય છે. ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો