નારી 'તું' ના હારી...

(22)
  • 32.1k
  • 5
  • 10.8k

નારી 'તું' ના હારી..આપ લોકોના સહકાર અને પ્રોત્સાહન થકી આજે ફરી એક નવી નવલકથા લખવા જઈ રહ્યો છું. નામ વાંચીને કદાચ તમે અમુક પૂર્વધારણા બાંધી જ લીધી હશે અલબત્ત તમારી એ પૂર્વધારણાને સર કરીને મારા વિચારો રજૂ કરવાની મારી પુરી કોશિશ રહેશે. મારા બા, મારી મમ્મી, મારી બહેનો (મારે પત્નિ નથી..?) ને મારા જીવનમાં રહેલી બધી સ્ત્રીઓના વિચારો, સંવેદના, લાગણી, કામ કરવાની પરાકાષ્ઠા, સાતત્યપણું, સાદગી, દુઃખ, શોક, ઈર્ષ્યા, અને હર્ષોલ્લાસને આવરીને લખવામાં આવનારી આ નવલકથા બધી જ સ્ત્રીઓના હૃદય સુધી પહોંચાડનારી અને દરેક પુરુષના જીવનમાં રહેલી સ્ત્રીઓ પરત્વેના માન-સમ્માનને વધારનારી સાબિત કરવા હું મારાથી બનતા પ્રયત્નો કરીશ. ઘણી જગ્યાએ પાત્રને ન્યાય

નવા એપિસોડ્સ : : Every Friday

1

નારી તું ના હારી... - 1

નારી 'તું' ના હારી..આપ લોકોના સહકાર અને પ્રોત્સાહન થકી આજે ફરી એક નવી નવલકથા લખવા જઈ રહ્યો છું. નામ કદાચ તમે અમુક પૂર્વધારણા બાંધી જ લીધી હશે અલબત્ત તમારી એ પૂર્વધારણાને સર કરીને મારા વિચારો રજૂ કરવાની મારી પુરી કોશિશ રહેશે. મારા બા, મારી મમ્મી, મારી બહેનો (મારે પત્નિ નથી..?) ને મારા જીવનમાં રહેલી બધી સ્ત્રીઓના વિચારો, સંવેદના, લાગણી, કામ કરવાની પરાકાષ્ઠા, સાતત્યપણું, સાદગી, દુઃખ, શોક, ઈર્ષ્યા, અને હર્ષોલ્લાસને આવરીને લખવામાં આવનારી આ નવલકથા બધી જ સ્ત્રીઓના હૃદય સુધી પહોંચાડનારી અને દરેક પુરુષના જીવનમાં રહેલી સ્ત્રીઓ પરત્વેના માન-સમ્માનને વધારનારી સાબિત કરવા હું મારાથી બનતા પ્રયત્નો કરીશ. ઘણી જગ્યાએ પાત્રને ન્યાય ...વધુ વાંચો

2

નારી 'તું' ના હારી... - 2

ઘણીવાર બાપુના અવસાન પછી બપોરે વાડીએ ભાથું ખાતી વખતે કે પછી સાંજે વાળું વેળાએ મોહનભાઈ અને એમના બા વાતુંએ મોહનભાઈના બા બીજી ઘણી વાતો કરતા પણ એમના બાપુની વાત બહુ ઓછી કરતા જેથી કરીને માં દીકરો સામસામે ના રડી પડે.એક દિવસ એમણે સાંજે વાળું વખતે એની બા ને પૂછી જ વાળ્યું, " હે બા..તને કવ.."" હ..બોલ ને બટા.." મોઢામાં કોળિયો મુકતા એની બા એ જવાબ આપ્યો." બા..આ બાપુ જારે હોય તારે મને કે'તા કે, તારે શેરમાં જાવું હોય તો તું વય જાજે...લગન થાય પસી શહેરમાં જાવું હોય તો જાજે.." આજ સુધી જે સાંભળ્યું હતું એનો વળતો સવાલ આજે મોહનભાઇ ...વધુ વાંચો

3

નારી 'તું' ના હારી... - 3

***સમય બહુ ધીમે ધીમે પસાર થઈ રહ્યો હતો. માનસીની આંખોમાં આંસુ હતા. હૃદય પર હાથ મૂકે ત્યાં ધબકારા એની ગયેલી યાદોને આખો સમક્ષ વધુ સ્પષ્ટ કરતા હતા. શ્વાસમાં પણ જાણે માનસી અંધકાર જ ભરી રહી હોય એવું લાગતું હતું. જીંદગીનો માર્ગ એકદમ ધૂંધળો દેખાતો હતો. થોડી થોડીવારે માનસીનો ભૂતકાળ એની સામે નૃત્ય કરીને આખોને આંજી નાખે એવું દ્રશ્ય ઉભું કરતો હતો. અને તરત જ એની આંખોમાંથી આંસુઓની ધાર અવિરત વહ્યા કરતી. ...વધુ વાંચો

4

નારી 'તું' ના હારી... - 4

( સવિતાબેન પાછળ એકવાર પેટ જોયા વિના ઘર તરફ નીકળી ગયા અને મોહનભાઇ ત્યાં જ ટેકો દઈને બેસી ગયા...)પછી એક ઊંડો નિશ્વાસ નાખીને ત્યાંથી ઉભા થઇ ગયા. ધીમે ધીમે ચાલીને એ ઘરે પહોંચ્યા. અંદર જઈને જોયું તો સવિતાબેન શેટી પર બેસીને રડતા હતા. બન્ને ગોઠણને છાતી સરસા ચાંપીને ગોઠણ પર માથું નાખીને સવિતાબેન ડુસકા ભરતા હતા. બાજુમાં ઘોડિયામાં માનસી હજી પણ એટલી જ નિર્દોષતાથી સૂતી હતી. મોહનભાઇ ઉંબરા પાસે ઉભા ઉભા થોડીવાર બધું જોઈ રહ્યા. મોહનાભાઈને પણ હવે પરિસ્થિતિ વધારે વણસી હોઈ એમ લાગ્યું. જો કે એમની નજર સામે જે જોયું એ પરથી તો સવિતાબેન માફીને પાત્ર હતા નહિ પણ ...વધુ વાંચો

5

નારી 'તું' ના હારી... - 5

(આગળના ભાગમાં જોયું કે માનસી ઉબકા કરતી હતી અને એને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી...)બીજું કંઇ જ વિચાર્યા તરત જ મોહનભાઇ માનસીને તેડીને દવાખાના તરફ ઝડપથી ચાલવા લાગ્યા. સાંજનો સમય થઈ ગયો હતો. ગામડાના દવાખાને એટલી તો કોઈ સુવિધા હોય નહીં પણ એમ છતાં ત્યાં પહોચીને માનસીને તરત જ બેડ પર સુવડાવી દીધી. ડોકટરે એને પીઠ પર હાથ ફેરવવા કહ્યું કે જેથી એને શ્વાસ લેવામાં તકલીફ ના પડે. " કેરોસીન પીધા પછી આને કઇ પાયું તું?" ડોકટરે પૂછ્યું." નય.." મોહનભાઇએ માનસીની પીઠ પર હાથ પસવારતા કહ્યું. એટલી વારમાં પાછળથી સવિતાબેન પણ આવી ગયા. ડોકટરે પેલા એનું મોઢું સાફ કર્યું અને પછી ...વધુ વાંચો

6

નારી 'તું' ના હારી... - 6

(આગળના ભાગમાં જોયું કે મોહનભાઇના બા નો હાર એમને મળતો નહોતો અને એ ચિંતામાં હતા...)મોહનભાઈએ એમને શાંત કર્યા. બા તો એક ટક ખાવું ના ભાવ્યું ને બે દિવસ તો બસ એની જ ચિંતામાં ગયા. ત્રીજા દિવસે સવિતાબેન પાછા આવી ગયા. હજી તો સવિતાબેન આવ્યા અને માંડ પોતાનો થેલો મુક્યો કે તરત જ બા એ એમને પૂછી લીધું.." સવિતા..તમે મારો હાર જોયો સે?"" નય...કેમ હું થયું?" સવિતાબેને સ્વાભાવિક રીતે જવાબ આપ્યો." બે દી' થી ગોતું સુ પણ મળતો નથી.." કપાળ પર ચિંતાની રેખાઓ ફરી એમના બા પર ઉપસી આવી. " પણ મેં તો તમારો કબાટ ઉઘાડયો જ નથી.." થોડા અચકાટ સાથે ...વધુ વાંચો

7

નારી 'તું' ના હારી... - 7

( માનસીને ત્રણ ટાંકા આવ્યા હતા. મોહનભાઇ દવાખાને આવી પહોંચ્યા હતા અને માનસીને લઈને ઘરે આવ્યા..)બે ત્રણ દિવસ માનસી જ રહી પછી ફરી નિશાળે જવાનું ચાલુ કરી દીધું. માનસી ભણવામાં પણ જેટલી હોશિયાર એટલી જ ચપળ હતી. કોઈ છોકરીને પણ કોઈ પ્રોબ્લેમ હોય કે પછી કોઈ છોકરા હેરાન કરતા હોય તો એ માનસી પાસે જ જાય. અને માનસીને તો ક્યાં કોઈની બીક હતી જ..એ તો ચોખ્ખું જ કહેતી કે.." આપડને સોકરીયુંનો અવતાર મળ્યો સે તે હું થઇ ગયું..બીવાનું થોડીન હોય..આપડે કોઈના બાપની હાડીબાર નથ.."મોહનભાઇએ પણ માનસીને પહેલેથી જ શીખવેલું કે.."ક્યારેય ખોટું કરવાનું નય અને ખોટું સહન કરવાનું નય..ખોટું થાતું ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો