વહુએ વગોવ્યા મોટા ખોરડા

(757)
  • 156.3k
  • 59
  • 63.8k

આજે સેજકપરનું વાતાવરણ એકદમ માયુસ હતું,જેમ ઉનાળામાં પુષ્પો કરમાવવા લાગે એમ ગામના ઝાડવા પણ કરમાયેલા લાગતા હતા. પવન સાવ થંભી ગયો હતો. ગામમાં જાણે કોઈ અઘટિત ઘટના ઘટી હોય એવો માંહોલ બની ગયો હતો. અને કેમ ના હોય કારણ કે આજે આખા ગામની લાડકી દીકરી દેવલની જાન વિદાય થતી હતી. અને વાત પણ સાચી, પહેલાના સમયમાં દીકરીની વિદાય સમયે વાતાવરણ સાવ નીરસ બની જતું. કારણકે કોઈ દિવસ નહિ જોયેલી ભોમકા પર એને પોતાની જિંદગી કાઢવાની હોય છે. એ પંખી એકવાર પોતાના માળા માંથી ઉડી જાય પછી પાછું આવશે કે નહીં એ પણ ખબર નથી હોતી. બીજું કે દેવલ ના લગ્નનું

નવા એપિસોડ્સ : : Every Tuesday

1

વહુએ વગોવ્યા મોટા ખોરડા - ભાગ - ૧

આજે સેજકપરનું વાતાવરણ એકદમ માયુસ હતું,જેમ ઉનાળામાં પુષ્પો કરમાવવા લાગે એમ ગામના ઝાડવા પણ કરમાયેલા લાગતા હતા. પવન સાવ ગયો હતો. ગામમાં જાણે કોઈ અઘટિત ઘટના ઘટી હોય એવો માંહોલ બની ગયો હતો. અને કેમ ના હોય કારણ કે આજે આખા ગામની લાડકી દીકરી દેવલની જાન વિદાય થતી હતી. અને વાત પણ સાચી, પહેલાના સમયમાં દીકરીની વિદાય સમયે વાતાવરણ સાવ નીરસ બની જતું. કારણકે કોઈ દિવસ નહિ જોયેલી ભોમકા પર એને પોતાની જિંદગી કાઢવાની હોય છે. એ પંખી એકવાર પોતાના માળા માંથી ઉડી જાય પછી પાછું આવશે કે નહીં એ પણ ખબર નથી હોતી. બીજું કે દેવલ ના લગ્નનું ...વધુ વાંચો

2

વહુએ વગોવ્યા મોટા ખોરડા - ભાગ - ૨

ફટ! અવાજ આયો ને ગાડાનું પૈડુ સિંચાતા નાળિયેર ફાટ્યુ પણ જાણે હમીરભાનું હૃદય ફાટી ગયું. જાન ઉઘેલીને વેલની સાથે અને વાલેસરીઓએ વિદાય લીધી અને દેવલના મહામહેનતે રોકાયેલા આંસુ પાછા વેલ સાથે વહેવા લાગ્યા. હમીરભા બધાને ખભે હાથ મૂકીને ભલામણ કરતા " આમ જુઓ બાપા! મારી જૂની વાતોને ભૂલી જજો. એનો ભોગ મારી દીકરીને ના બનાવતા" આમ હાથ જોડીને એક એક જાનૈયાને કે'તા જતા હતા.હમીરભાને આજીજી કરતા જોઇ સૌ જાનૈયા એકબીજા સામે લુચ્ચી નજરે જોઇ સામ-સામી આંખો મિંચકોરતા મનમાં ને મનમાં માથાભારે હમીરભાને ખોળા પાઘડી કરાવ્યાનું પોરસ કરતા હતા. એમાંના એક ઉતાવળા જણે તો કહી દીધુ. હમીરભા!,જ્યારે તમે મારતી ...વધુ વાંચો

3

વહુએ વગોવ્યા મોટા ખોરડા - 3

જેમ ગાયોના ધણમાંથી કોઈ એક ગાય વિખૂટી પડી જાય એમ દેવલ પણ આજે એકલી-અટૂલી હતી. સાવ નિઃસહાય થયેલી આ ગુસ્સામા લાલ-પીળી થઈ ગઇ હતી. એનું શરીર આખું અંગારાની માફક ધખવા લાગ્યું હતું. કાશીબાના શબ્દો એના મગજમા ખીલાની જેમ ખૂંચતા હતા. સમશેરસિંઘના કાન પણ આ બધું સાંભળવા તૈયાર નહોતા પણ પંડની માંને શુ કહી શકે!. આ બધું સાંભળી ગામની બાઈઓ પણ મોઢામાં આંગળા નાખી ગઈ હતી. એમાં પણ જે નવી વહુઓ હતી, એ પોતાની સાસુને લઈને ભગવાનનો આભાર માનતી હતી. જેમ ઝાડની ડાળી પર પડતા કુહાડાનો ઘા તેના લીલા પાંદડાની ચિંતા નથી કરતો, તેમ ...વધુ વાંચો

4

વહુએ વગોવ્યા મોટા ખોરડા - ૪

દેવલ ખેતરે ચાહટ્યો વાઢવા ગઈ હતી. સમશેરસિંઘ કોઢમાંથી બળદ કાઢી, ગાડું જોડી દેવલે વાઢેલ નિરણ લેવા માટે નીકળી ગયા કાશીબા અને સરસ્વતી ઘરનું આડું-અવળું કામ કરી રહ્યા હતા. કરણુંભા ડેલીમાં ખાટલા પર બેઠા બેઠા રૂપાથી મઢેલ હુક્કો ગગડાવી રહ્યા હતા. સવારના લગભગ નવેક વાગ્યા હશે. કહેવાય છે કે ઉગતી સવાર રોજ સારો અથવા ખરાબ એક નવો વિચાર લઈને આવે છે. આજે કરણુંભાના મગજમાં પણ એક વિચાર ઘુમવા લાગ્યો હતો. આજે એ જ વિચારથી એ ડાલામથો માણસ હુક્કાની ગળાકુ સાથે પીગળતો જતો હતો. હંમેશા કાવાદાવા રમનાર માણસની અંદર આજે ...વધુ વાંચો

5

વહુએ વગોવ્યા મોટા ખોરડા - ૫

કરણુંભા તેમના વિચારોમાં ઊંડા ઉતરતા જતા હતા. આજથી દસ વર્ષ પહેલાં બનેલી ઘટના એમની આંખો સામે ફરી તાજી થતી કરણુંભા અને હમીરભા વચ્ચેનું વેર આમ તો છ-છ પેઢીથી ચાલ્યું આવતું હતું. પણ, જેમ કોઈ ઘટાટોપ વૃક્ષને સમયસર પાણી આપવામાં ના આવે તો તે સુકાઈ જાય, તેમ જો કોઈ દુશ્મની હોય અને તેના યોગ્ય સમયે તીખારા ના થાય તો તે પણ વૃક્ષની જેમ સુકાવા લાગે છે. છેલ્લી બે પેઢીથી આ વેર આવા જ એક વૃક્ષની માફક સુકાતું જતું હતું. ભલે, ...વધુ વાંચો

6

વહુએ વગોવ્યા મોટા ખોરડા - ૬

આજે આ બધા વિચારો કરણુંભાને ઊંઘવા નથી દેતા. એ એમના ખાટલામાં પડખા ફેરવ્યા કરે છે. તે ખાટલામાંથી બેઠા થઈ, પડેલી ચલમ ઉપાડે છે. ગળાકુ ભરી સળગાવે છે. અને પાછા ચલમ પીતા પીતા એ જ વિચારોમાં ખોવાય જાય છે. એમને જોયેલી એ આઠ વર્ષની દેવલ એમની નજર સામે રમવા લાગે છે. દેવલના નિર્દોષ સવાલોએ સેજલબા અને ઝમકુનું ધ્યાન ખેંચ્યું. "મારી નાનકી બુનને તો રજવાડા જેવું હાહરુ મળશે, બેય બોનને આવું ...વધુ વાંચો

7

વહુએ વગોવ્યા મોટા ખોરડા - ૭

સવાર થયું હતું પણ અંધકાર ગયો નહતો. એક પહાડી અવાજમાં હમીરભા શિવસ્ત્રોત સાથે ભગવાન ભોળિયાનાથની ઉપાસના કરી રહ્યા હતા. શિરામણ બહાર કાઢી હમીરભાની પૂજા પુરી થવાની વાટ જોતા હતા. એટલામાં "ૐ નમ: પાર્વતે પતિ હર હર મહાદેવ હર" સાથે હમીરભાએ પૂજા પુરી કરી. એ પોતાના પૂજાના વસ્ત્રો કાઢીને રોજિંદા જીવનમાં પહેરતા એ કપડાં પહેરીને પછી એ શિરામણ કરવા બેઠા. તાંસળી ભરીને દૂધ લીધું, અધશેર ગોળ સાથે પાશેર ઘી અને અઢી ગાડાના પૈડાં જેવા રોટલા ઓહ્યા કરી નાંખ્યા. અને પછી એ જ રોટલાના થોડા વખાણ કરી સેજલબા પ્રત્યેનો પોતાનો પ્રેમ બતાવવા લાગ્યા. એટલે ...વધુ વાંચો

8

વહુએ વગોવ્યા મોટા ખોરડા - ૮

ઘોડી ઉપર ચાબુક પડતા જ બગી સાથે હમીરભા અને ઝમકુ હાલી નીકળ્યા. શામજીભાઈ તો જાણે પોતાના સાતેય વહાણ ડૂબતા અને કિનારે ઉભેલો કોઈ નાવિક એ ડૂબતા જહાજ જોતો હોય એમ આંસુ ભરેલી આંખે જોતો ઊભો હતો. ભીખુભા, હમીરભા અને ઝમકુ દૂર નીકળી ગયા હતા અને એ બાપ કોણીએથી હાથ વળેલો ઊંચો રાખીને ઊભો હતો. એને તો જાણે આજે પોતાની દીકરીને બીજીવાર વિદાય આપી હોય એવું લાગી રહ્યું હતું. બસ ખાલી ફેર એટલો હતો કે આજે થોડી ચિંતા વધુ હતી. મનમાં ને મનમાં એ ભગવાનને દીકરીના સુખી સંસારની પ્રાર્થના કરતો હતો. અધૂરામાં ...વધુ વાંચો

9

વહુએ વગોવ્યા મોટા ખોરડા - ૯

ઝમકુ તો બસ હમીરભાને જતા એક દયામણા ચહેરે જોતી રહી. એને આજે પોતાના ભા પર અઢળક પ્રેમ ઉછળતો હતો. અનેક વિચારોથી ખરડાયેલું હતું. અમારા જેવા નાના માણસ માટે પણ કોઈ આટલી તકલીફ કેવી રીતે વેઠી શકે છે ? અમારા ગરીબના બેલી કોણ હોય ? અમે બે બાપ-દીકરી, જો હમીરભા ના હોત તો શું કરી શકીએ ? આવા અનેક સવાલ વચ્ચે એ ગરીબ છોકરીની આંતરડી હમીરભા અને ભીખુભાને દેવાય એટલા આશીર્વાદ દેતી હતી. ત્યારબાદ જાણે પોતાના ભાગ્યનું બારણું બંધ કરતી હોય એમ નાનકડી ખડકી બંધ કરી. એ બારણું બંધ થતાં જ જાણે પિયરની બધી માયા બહાર ...વધુ વાંચો

10

વહુએ વગોવ્યા મોટા ખોરડા - ૧૦

" હે ! અમારા જેવા નોધારાના આધાર, હે ! મારા ભગવાન તેં જેમ મારા ગર્ભને ઊજળો કર્યો એમ મારા ઉજળું કરે એવું સંતાન દેજે." રામજી મંદિરની આરતી પુરી થયા પછી એક ગામઠી ભાષામાં પોતાની રીતે, સાડીનો ખોળો પાથરીને ભગવાન રામને ઝમકુ વિનંતી કરી રહી હતી. ભગવાન રામ પણ કદાચ આજે ગામના સાત-આઠ ભક્તોમાં આ ભક્તની ચોખ્ખા હૃદયની પ્રાર્થના સાંભળી રહ્યા હશે. આમ તો ઝમકુ કે એમનો સમાજ કોઈ દિવસ મંદિરે જતો નહિ. પણ એનો મતલબ એવો પણ નથી કે એ લોકો નાસ્તિક હતા. આખો દિવસ મજૂરી ખેંચીને આવેલા લોકોને તો ભગવાન પણ માફ કરી દે. ...વધુ વાંચો

11

વહુએ વગોવ્યા મોટા ખોરડા - ૧૧

' શ્રીરામ જય રામ, જય જય રામ ' આવી ધૂન સાથે સુલતાનપુર ગામની શેરીઓ ગૂંજતી હતી. એક ટેલિયા મહારાજ ધૂન જગાવતા હાથમાં ઝાલર લઈને ગામમાં ફરતા હતા. લગભગ સાંઠેક વર્ષની ઉંમર હશે. સફેદ ઝભ્ભો અને ધોતી પહેરેલા સાથે ખભા પર લાલ સાફી નાંખેલી હતી. એમની ધૂન ગાવાની ઢબ એક અલગ જ પ્રકારની હતી. સૂર્યોદય હજુ થયો નહોતો પણ ભગવાન ભાસ્કરને શરમમાં નાંખી દે એમ પૂરું ગામ એમના પહેલા જાગી ગયું હતું. કોઈ ખેડૂત સાથે જતું હળ નિરાશ લાગતું હતું કારણ કે એને આજ આ ધરતીની છાતી ચિરવાની હતી. તો બીજી બાજુ સાંતી પાછળ ...વધુ વાંચો

12

વહુએ વગોવ્યા મોટા ખોરડા - ૧૨

સૂર્યોદય સાથે વહેતુ થયેલું ખુશીઓનું ઝરણું અચાનક જ સૂર્યાસ્ત સાથે અસ્ત પામી ચૂક્યું હતું. કરણુભાની ડેલી તરફ જતા એના ડગલાં જાણે ધરતીને દઝાડતા હોય એવા લાગતા હતા. ઉના હાહાકાર ભર્યા શ્વાસ જાણે ઠંડી હવાને લૂમાં પરિવર્તન કરતા હોય એવું લાગી રહ્યું હતું. આંખો પરથી વહેતા આંસુ પોતાના જ ગાલને ભારે પડતા હતા. વિઠલે પીઠ પર મારેલા ધબ્બા અને ગાલ પર મારેલી અડબોતની અસર એના હ્ર્દય પર થઇ હતી. શરમના કારણે નહિ પણ પોતાની વહેતી આંખો છુપાવવા માટે એ લાજનો ઘૂંઘટ તાણીને કરણુભાની ડેલી તરફ ચાલી જતી હતી. એને જોવા આવેલા લોકોની વિચારધારા પોતપોતાની દિશામાં વહેતી ...વધુ વાંચો

13

વહુએ વગોવ્યા મોટા ખોરડા - ૧૩

સુલતાનપુરના પાદરે ઊભેલો એ ગોઝારો બંધિયાર કૂવો મીઠા પાણીથી તો ભરેલો હતો જ પણ સાથે-સાથે અનેક કડવા અનુભવોનો સાક્ષી હતો. એ એના પેટાળમાં ઘણા રાઝ છુપાવીને બેઠો હતો. ચૂના અને પથ્થરથી બાંધેલા એ કૂવાની સમકાલીન ત્રણ કાટ ખાઈ ગયેલી ગરેડી હતી; જેનાથી પાણી સિંચવામાં આવતું હતું. એ લોખંડની ગરેડી તો ગમે એમ તોય સ્ત્રીલિંગ છે ને !.... એ તો સાવ ઘસાઈ ગઈ હતી કદાચ બધી પનિહારીઓની હૈયાવરાળ સાંભળીને જ હશે, જેને સીંચણીયા સાથે પ્રેમ થઇ ગયો હતો, એ પથ્થર પણ ઘસાઈ ચુક્યા હતા. જ્યારે ઝમકુને બેડા વગર આવતી જોઈ ત્યારે પથ્થર, ગરેડી, અને ઘરનો મોભી ...વધુ વાંચો

14

વહુએ વગોવ્યા મોટા ખોરડા - ૧૪

વ્યાળું-પાણી કરીને પૂરું સુલતાનપુર શાંત થવાની તૈયારીમાં હતું. ઘેર ઘેર ઢોલિયા ઢળાઈ ચુક્યા હતા. ડેલીએ ડેલીએ ડાયરા પૂરા થઈ હતા. કાલે સવારે શું કામ કરવાનું છે ? એવું આયોજન ઘેર ઘેર થઈ ગયું હતું. લાલીયા, કાળીયા, ધોળીયા, ઝાફરા, ખહુરિયા, આવી કૂતરાની ફોજ ગામનો ચૉકી પહેરો કરવા તૈયાર થઈ ગઈ હતી. વાતાવરણ સાવ શાંત જ થઈ ચૂક્યું હતું એટલામાં ઝમકુના સમાચારે વેગ પકડ્યો. કોલાહલ વધવા લાગ્યો. પુરુષો ઘરની બહાર નીકળવા લાગ્યા અને શેરીના નાકે ભેગા થવા લાગ્યા. એ ગામ ફરી સજીવન થયું. ધીમે ધીમે માણસો ભેગા થઈને કૂવા તરફ જવા લાગ્યા. આ વાતની જાણ કરણુભાને થતા ...વધુ વાંચો

15

વહુએ વગોવ્યા મોટા ખોરડા - ૧૫

" હાલ શામજી ! ઘરે જાવી, ભીખુ તુંય હાલ. " " પણ બાપુ, હજુ તો ચારના ટકોરા પડ્યા થોડી થઈ અતારે ગામમાં આવીને શું કરવાનું ? હું અયાં જ થોડા જાળા કાઢું સુ. હાંજે વ્યાળું ટાણે આવીશ. તમે, માં'રાજ અને ભીખુભા જાવ. " " હાલને ભઈ, ઘરે સાહ બનાવશું. આમેય બીજું કામેય ખેતરે ચાં સે. " હમીરભા મહામુસીબતે દુઃખ દબાવતા ખુશ થવાનો દેખાવ કરીને શામજીને ઘેર આવવા મનાવી રહ્યા હતા. ભીખુભાને મનમાં વહેમ પડી ગયો હતો કે કઈંક અજુગતું બન્યું છે પણ અત્યારે પૂછવું એમને વાજબી ના લાગ્યું. બસ ખાલી ભોળો શામજી આવી કોઈ વાત સમજી નહોતો શકતો. ...વધુ વાંચો

16

વહુએ વગોવ્યા મોટા ખોરડા - ૧૬

સ્નાન પછીની એ સાંજ સેજકપર માટે સાવ બિહામણી થઈ ગઈ હતી. અત્યારે વિચારીએ તો થોડું વિચિત્ર લાગે પણ એ કોઈ આવા મોતના સમાચાર સાંભળે તો બહુ દુઃખ લાગતું. પછી એ દુશ્મન હોય તોય એ દુઃખમાં ભાગીદાર થવા આવી જતો. પુરા ગામમાં આ જ વાત ચાલતી હતી. આજે ઘણા દૂધના બોઘરા એમ જ પડ્યા રહ્યા હતા. મોટા ભાગના ઘરો શાંત હતા. શામજીભાઈ પોતાના ઘેર એકલો સૂતો આંસુ પાડતો હતો. હમીરભા સેજલબાને શાંત કરતા હતા. તો વળી ભીખુભાના ઘરના ભીખુભાને કાલ માટે શાંત રહેવા સમજાવતા હતા. સેજકપરની સૌથી લાંબી રાત પુરી થઈ અને સવાર પડવાની તૈયારીમાં હતું. ...વધુ વાંચો

17

વહુએ વગોવ્યા મોટા ખોરડા - ૧૭

ગામલોકોની વાતો સાંભળીને તો હમીરભા અને ભીખુભાની આંખોના ખૂણા લાલ થવા લાગ્યા. અનેક વિચારો મગજ સાથે અથડાવવા લાગ્યા. કોઈ આટલો નિર્દય અને બુદ્ધિહીન કેવી રીતે હોઈ શકે ? આ વિચારે શરીરના નવ્વાણું હજાર રૂંવાડા બેઠા કરી દીધા. શ્વાસો ઝડપ અચાનક જ વધી ગઈ. બેયના નેત્રોમાંથી તો ઝાળો વછૂટવા લાગી. કોઈ પાડોશીના ઘેરથી પાણી લાવીને શામજીભાઈને પાયું. પહેલાના સમયમાં પિયરીયાવાળા દીકરીના ઘરનું પાણી પણ નો'તા પીતા. પણ હમીરભા અને ભીખુભાના લાલચોળ બનેલા ચહેરા જોઈને કોઈ પાણીનું એમને પૂછી શકતું નહિ. રાતના નવેક વાગ્યા હશે. એ કાળી રાતમાં જાણે કોઈનો કાળ ભમતો હોય એવું લાગી રહ્યું હતું. ...વધુ વાંચો

18

વહુએ વગોવ્યા મોટા ખોરડા - ૧૮

થોડા સમયમાં જ દસ વર્ષ પહેલાના બધા બનાવો ઊડી ઊડીને આંખ આગળ દ્રશ્યમાન થઈને અદ્રશ્ય થઈ ગયા હતા. આખું ફરીને પાછું વર્તમાન સ્થિતિમાં આવી ગયું હતું. ડૂંઘાની નળી મોંઢામાં રાખતા એ ધ્રૂજતા હોઠ અને થોડી ભીની થયેલી આંખો એક સાચા માણસનો પરચો આપતી હતી. આમ તો કરણુભાના હ્ર્દયનો પલટો સમ્રાટ અશોકની જેમ ઝમકુના બનાવ પછી આવી ગયો હતો પણ પોતાના અહંકારના કારણે એ વિચારો બહારના આવી શક્યા. ઝમકુના મોત પછી એ પોતાની જાતને બહુ નીચ સમજવા લાગ્યા હતા. એ માણસના હૃદયના નાનકડા ખૂણામાં ક્યાંક કોઈ સારા વિચાર સળવળતા હતા. એમને ગરીબ-ગુરબાની જમીન હડફવાનું બંધ કરી ...વધુ વાંચો

19

વહુએ વગોવ્યા મોટા ખોરડા - ૧૯

એ સુલતાનપુરની સવાર એક નવા જ સોનેરી કિરણોથી ખીલતી હતી. વિચાર એક માણસના જ બદલાયા હતા પણ જાણે આખું બદલાયું હોય એવું લાગતું હતું. જેમ સાપ પોતાની કાંચળી ઉતારી દે પછી એનું શરીર ચમકી ઉઠે છે એવી જ રીતે બધા જુના વિચારોની કાંચળી ઉતારી કરણુભાની કાયા પણ ચમકી રહી હતી. સાચું-ખોટું ના જોનાર અંધ આંખોમાં આજે નવું જ તેજ ઝળહળતું હતું. હંમેશા સીસું ભરેલ કાન આજે કીડીઓનો અવાજ પણ સાંભળી રહ્યા હતા. ડેલીની બહાર નીકળેલો એ માણસ વર્ષો જૂની તપસ્યા છોડીને આવેલા તપસ્વી જેવો લાગતો હતો. એના પગ થોડા ડગમગતા હતા કારણ કે એ આજે ...વધુ વાંચો

20

વહુએ વગોવ્યા મોટા ખોરડા - ૨૦

સ્વાભિમાની ગરીબ છોકરાની આંખમાં અને દુઃખયારી બાઈના બેડામાં જે ચમક હોય છે એ ચળકાટ કદાચ સૂર્યના પ્રકાશને પણ ઝાંખો દે છે. દેવલના ચહેરા પરની કાળાશ એનું બેડું ઢાંકી દેતું હતું. એના માથા પર ધાતુના વજન કરતા કાશીબાના શબ્દોનો ભાર વધુ હતો. આવી દેવલ ડેલીની બહાર નીકળી કે તરત જ બીજી પનિહારીઓનો સાથ મળી ગયો. એ એમની સાથે કૂવા તરફ હાલી નીકળી. આમ તો કરણુભાના આંગણામાં કૂવો હતો, પણ એનું તળ દેવલના સુખની જેમ ઊંડું જતું રહ્યું હતું. એટલે જ નાછૂટકે એમના પરિવારને પણ બીજા ગામલોકોની જેમ પાણી ભરવા બહારના કૂવા પર જવું પડતું હતું. પહેલા તો ગામની બાઈઓ પાણી ...વધુ વાંચો

21

વહુએ વગોવ્યા મોટા ખોરડા - ૨૧

ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ, હેમંતનો પૂર્વમાં; ભુરું છે નભ; સ્વચ્છ સ્વચ્છ, દીસતી નથી એકે વાદળી. ( કલાપી- ગ્રામમાતા ) ઈશ્વર છે કે નહીં ! એ તો હજુ પણ વણઉકેલાયેલો જ પ્રશ્ન છે પણ કોઈ તો એવી દૈવીશક્તિ છે જે આ સૃષ્ટિને રોજ નવા કપડાં પહેરાવીને ઊભી કરે છે. ડૂબેલા સૂર્ય સાથે ડૂબેલો આત્મવિશ્વાસ સવાર થતા આમ જ થોડો તાજો થઈ જતો હશે ? આવી જ એક સવાર સેજકપરમાં થઈ હતી. સુવર્ણમયી લાલ ગુલાબી કેસરી રંગોથી હેમંતની પૂર્વ દિશા સુશોભિત બની હતી. ધુમ્મસની વચ્ચેથી આવતા સોનેરી સૂરજના કિરણો જાણે સાત ઘોડલાના રથ પર સવાર થઈને ધરતીની શોભા વધારી ...વધુ વાંચો

22

વહુએ વગોવ્યા મોટા ખોરડા - ૨૨

ઓરડામાં પહોંચેલી દેવલની ખુશી બમણી થઈ ગઈ હતી. એક અઠવાડિયાના અંતે આજે કાશીબાએ પહેલીવાર એને 'બેટા' કહ્યું હતું. જિંદગી બધી બાજુથી દુઃખના અંધકારમાં વિલીન થતી દેખાય ત્યારે નાનકડું પ્રકાશનું કિરણ પણ ખુશ કરી દેતું હોય છે. ભૂતકાળ બની ગયેલા ખુશીના દિવસો આજ ફરી તાજા થયા હતા. આટલું ખુશ મન ચહેરાને મલકાવવા નહોતું દેતું. સમશેરસિંહ તો ખેતર ગયા હતા એટલે દેવલ પાસે આવા વિચાર કરવા સિવાય બીજો કોઈ રસ્તો પણ નહોતો અને આવું વિચારવામાં પણ એને અનેરો આનંદ આવતો હતો. આવા ચાલતા વિચારોના મંથનમાં અચાનક લગ્ન કરીને આવેલી એ દિવસ યાદ આવી ગયો. પાછા એ જ શબ્દો યાદ ...વધુ વાંચો

23

વહુએ વગોવ્યા મોટા ખોરડા - ૨૩

કરણુભાના ડેલા પરથી છુટેલી બગી પવનવેગે દેવલ અને ભીખુભાને લઈને સેજકપર જવા નીકળી ગઈ. બજારને વીંધતી બગી ઝડપથી સુલતાનપુર નીકળી ગઈ. સમશેરસિંહ તો પોતાનું ભાવુક હ્રદય લઈને ખેતર જવાની તૈયારી કરવા લાગ્યા. કાશીબા અને સરસ્વતીને તો જાણે એક હેરાન કરવા માટેનું પારેવું ભાગી ગયું હોય એવું દુઃખ લાગ્યું. જ્યારે કરણુભાએ ભગવાનને પ્રાર્થના કરી કે દીકરી જેવી વહુ સેજકપર વધુ રહે જેથી એના દુઃખના દિવસો ઓછા થાય. રસ્તાથી બહાર નીકળતા જ તળાવ અને ત્રણ કૂવા આવ્યા. દેવલનું ધ્યાન ઝમકુ પડી હતી એ કૂવા તરફ ગઈ. " કાકા, ઓલો વચ્ચેનો કૂવો રયો ને ન્યાં આપડા ગામની ...વધુ વાંચો

24

વહુએ વગોવ્યા મોટા ખોરડા - ૨૪

ગામની સીમમાં દાખલ થતા જ દેવલના એક અઠવાડિયાથી મુરઝાયેલા ચહેરા પર અજબ પ્રકારની રોનક આવી ગઈ. જેમ ઉગતા સૂર્યની વધુ ખુશી ખીલતા ફુલને હોય છે એમ આજે આથમતા સૂર્યની સૌથી વધુ ખુશી દેવલને હતી. અંતરમાં એક અલગ જ પ્રકારનો ટાઢો શેરડો પડ્યો હતો. નિસ્તેજ બનેલા આંખોના દિવામાં નવું તેલ પુરાયું હતું. પોતાના ગામની સીમના ઝાડવાં અને નવા બનેલા નાળા એ વર્ષો બાદ ફરી જોતી હોય એવું લાગતું હતું. " નાનપણમાં જે ધૂળમાં આળોટતી એ ધૂળ આજ મને પારકા પાદરની કાં લાગે ? " આ વિચારે દેવલના મનમાં એક ખુશીનો નિઃશ્વાસ ભરી દીધો. ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો