"ના... પપ્પા મારે એ સગપણમાં આગળ નથી જ વધવું તમને તો ખબર છે હરિફરી આ માંગુ ત્રીજી વખત આવ્યું છે, એ લોકો કેમ સમજતાં નહીં હોઈ કે છોકરી વાડાની ઈચ્છા નથી છતાં એક વખત મોટા પપ્પા દ્વારા, બીજી વખત મોટા પપ્પાની દીકરી જાનકી દીદી સાથે અને અંતે વીણા ફઈ પાસે કહેણ મોકલ્યું ગજબના છે એ માણસો, પપ્પા તમે આ વખત એ લોકોને શુદ્ધ ગુજરાતીમાં ના કહીદો નહિતર એ લોકોને ફોન કરી હું ના કહી દઉં...ગુસ્સામાં રેવાએ એના પપ્પા વિનયભાઈને કહ્યું." "રેવા પહેલાં તું શાંત થઈ જા બેટા પહેલાં તું મારી વાત સાંભળ આ વખત હું ના કહી શકું

નવા એપિસોડ્સ : : Every Monday

1

રેવા..ભાગ-૧

"ના... પપ્પા મારે એ સગપણમાં આગળ નથી જ વધવું તમને તો ખબર છે હરિફરી આ માંગુ ત્રીજી વખત છે, એ લોકો કેમ સમજતાં નહીં હોઈ કે છોકરી વાડાની ઈચ્છા નથી છતાં એક વખત મોટા પપ્પા દ્વારા, બીજી વખત મોટા પપ્પાની દીકરી જાનકી દીદી સાથે અને અંતે વીણા ફઈ પાસે કહેણ મોકલ્યું ગજબના છે એ માણસો, પપ્પા તમે આ વખત એ લોકોને શુદ્ધ ગુજરાતીમાં ના કહીદો નહિતર એ લોકોને ફોન કરી હું ના કહી દઉં...ગુસ્સામાં રેવાએ એના પપ્પા વિનયભાઈને કહ્યું." "રેવા પહેલાં તું શાંત થઈ જા બેટા પહેલાં તું મારી વાત સાંભળ આ વખત હું ના કહી શકું ...વધુ વાંચો

2

રેવા..ભાગ-૨

વીણાબહેને કહ્યું એ સાચું પણ ખરું આપણી રેવા માત્ર મેટ્રિક પાસ છે, અને હવે આપણી નાતમાં પણ છોકરાઓ વધુ છે એટલે સામે પાત્ર પણ ભણેલું જ શોધે, આ તો આપણી રેવાના ભાગ્ય સારા કહેવાય સામેથી જ આવું સારું માંગુ આવ્યું મને તો એટલી ખબર પડે છે "લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા ન જવાય બસ...." "બસ કર મમ્મી આપણે જે ગામ જવું જ નથી એનો રસ્તો શા માટે પૂછવો, છોડો એ વાતને મારે પાર્લર જવાનું મોડું થાય છે, અને અલ્પા મેમ કહેશે રેવા ફરી આજે તું લેઇટ છે હસતાં હસતાં રેવાએ એની મમ્મીને કહ્યું.""રેવા તારી અલ્પામેમ ...વધુ વાંચો

3

રેવા..ભાગ-૩

જમીને અલ્પામેમે રેવાને ખુરશી પર બેસાડી એના ચહેરા પર દરેક પ્રકારની બ્યુટી ટ્રીટમેન્ટ કરી આપી અને પાંચ વાગ્યે રેવાને જવા માટે કહ્યું. "અને અલ્પામેમે કહ્યું આવતી કાલે શનિવાર છે એટલે તું પાર્લર નહીં આવતી. અને રવિવારે તને જોવા મહેમાન આવવાના છે એટલે શનિવારે રજા તારે.અને રવિવારે હું પણ સવારમાં તારી ઘરે આવી જઈશ તારી મમ્મીએ મને કહ્યું છે." "ઓકે માશી તમે સમયસર સવારે નવ વાગ્યા પહેલા પહોંચી જજો ચાલો હું હવે નીકળું જય શ્રી કૃષ્ણ રેવા કહી પાર્લરથી નીકળી રીક્ષા પકડી પોતાને ઘરે પહોંચી ગઈ." અને બીજા દિવસે શનિવારે ઘરમાં સાફસફાઈ અભિયાન ચલાવી સાફસફાઈ કરી,રેવાના ...વધુ વાંચો

4

રેવા...ભાગ-૪

આવેલા મહેમાનો બેઠક રુમમાં જઈને બેઠા,અલ્પાબહેને મહેમાનોને પાણી આપ્યું,અને થોડીવાર પછી હાથમાં ટ્રેમાં કપ રાખી ઘીમાં પગે નીચી નજર રેવા બેઠક રુમમાં આવી પહોંચી આવેલા મહેમાનોને જય શ્રી કૃષ્ણ દરેકના હાથમાં ચા નો કપ આપી, પણ જ્યારે સાગરને ચા આપવા ગઈ ત્યારે પોતાની આંખ પણ ઉંચી કર્યા વિના ચા નો કપ સાગરના હાથમાં આપી ત્યાંથી ચાલી ગઈ. પણ સાગરે રેવાને ત્રાંસી નજરે જોઈ લીધી. ત્યારબાદ અલ્પાબહેન અને પુષ્પાબહેને મળી ડાઇનિંગ ટેબલ પર નાસ્તાની તૈયારી કરી બધાએ ભર પેટ નાસ્તો કરી થોડીવાર પછી વીણાબહેને વિનયભાઈને કહી રેવા અને સાગરની મુલાકાત ગોઠવવાનું કહ્યું.અને અલ્પાબહેને રેવાના ...વધુ વાંચો

5

રેવા..ભાગ-૫

અને આવેલા મહેમાનો ગાડીમાં ગોઠવાઈ રેવાના મમ્મી પપપ્પાની રજા લઈ રાજકોટ જવા માટે રવાના થયાં.મહેમાનના ગયા પછી ધરનું કામકાજ બેઠક રુમમાં, વિનયભાઈ, પુષ્પાબહેન, અલ્પાબહેન સગપણ વિશે ચર્ચા કરતા ત્યાં "વિનયભાઈ એ કહ્યું સાંજે ફોન કરી મોટી બહેનને જણાવી દઉં કે સગપણ માટે અમારા તરફથી ના જ છે." "વિનયભાઈની વાત સાંભળી અલ્પાબહેને કહ્યું અરે..! વિનય કુમાર આમ થોડી ના કહી દેવાય આપણે રેવાના મનની વાત પહેલાં જાણવી જોઈએ. મારા અનુભવ મુજબ કહું તો સાગરને મળ્યા પછી રેવાને સાગર પસંદ આવી ગયો હોય મને એવું લાગ્યું. છતાં એકવખત રેવાના મનની વાત જાણી લઉં, રેવા તમને નહીં કહી શકે હું ...વધુ વાંચો

6

રેવા..ભાગ-૬

માસી આથી વિશેષ હું સાગર માટે કંઈ વધુ નહીં કહી શકું.અને આમ પણ રેવા ગમે એટલી મુક્ત મને ફરીલે મળવાનું તો સાગરને જ બસ મારું પણ કંઈક આવું જ છે. અને લગ્ન કરીશ તો સાગર સાથે જ નહિતર નહીં.. હસતાં હસતાં રેવા એ માસીને કહ્યું.." "રેવાની વાત સાંભળી અલ્પાબહેન બોલ્યાં રેવા બહુ બોલકા છોકરા સારા નહીં, વધુ પડતા બોલકા છોકરાઓને બહેનપણી (ગર્લફ્રેન્ડ) ઝાઝી હોય છે." "અરે..! ના માસી દરેક બોલતા છોકરા સરખા નથી હોતા અને મને તો જાનકી દીદીએ સાગર વિસે મને જેટલું જણાવ્યું સાગર બિલકુલ એવો જ લાગ્યો.માસી નાહકની ચિંતા ન કરો ...વધુ વાંચો

7

રેવા.. ભાગ-૭

રાજકોટ જવાની તૈયારી કરતા ગુરુવાર ક્યારે આવી ગયો ખબર ન પડી, ગુરુવારની વહેલી સવારે ભાડા પરથી બોલાવેલી કાર આવી અને કારમાં ચારેય જણા ગોઠવાઈ મોરબીથી રાજકોટ જવા માટે રવાનાં થઈ ગયાં.ગાડી સડસડાટ પૂરપાટ વેગે ચાલી રહી હતી અને રેવા આંખોમાં સાગરને મળવાના સપના સેવતી હતી અને મનોમન હરખાઈ પણ રહી હતી પણ કહે કોને સાથે મમ્મી પપ્પા હતા એટલે માસીને સપનાના રાજકુમાર વિસે જણાવી પણ શકતી ન'હોતી. આમ બે કલાકમાં નવ વાગ્યે ફઈનાં આંગણે ગાડી આવી પહોંચી ફઈનાં ઘરે ચા નાસ્તો કરી બધા રેડી થઈ શીતલબહેનનાં ઘરે જવાની તૈયારી કરી રહ્યાં ...વધુ વાંચો

8

રેવા..ભાગ-૮

વીણાબહેનની વાત સાંભળી સાગરે મમ્મી શીતલબહેનની રજા લઈ તરત જ બાઇકની ચાવી લઈ. વીણાબહેનનાં ઘરે જવા માટે રવાના થઈ મિનિટમાં પહોંચી રેવાને પોતાની સાથે રેસકોસ લઈ ગયો અને ત્યાં જઈ રેવા સાથે કલાક સુધી વાતચિત કરી ત્યાં સીધો મોબાઇલની દુકાને લઈ ગયો અને રેવાની પસંદનો મોબાઇલ પરાણે અપાવી બન્ને બાઇક પર બેસી રેવાને વીણાબહેનનાં ઘરે મૂકી સાગર પોતે પોતાના ઘરે ગયો. સાગર ઘરે પહોંચ્યો ત્યાં ગોર મહારાજને જોઈ એના ચેહરા પર અનેરી ચમક આવી ગઈ હતી. એ કશું બોલ્યા વિના આવેલા મહેમાન સાથે આવીને બેસી ગયો અને થતી વાતો સાંભળી ખુશ થઈ ગયો. ગોર મહારાજે સગાઈનું મૂહરત ...વધુ વાંચો

9

રેવા..ભાગ-૯

અરે..!! પાગલ એમાં થેંક્યું કહેવાની કોઈ જરૂર જ નથી દોસ્તીમાં નો સોરી નો થેન્ક્સ અને આમ પણ મારું બધું જ છે યાર... તું મને પહેલી નજરમાં જોતાં ગમી ગઈ હતી એટલે તો જાનકી ભાભીને કહી સગપણની વાત ચલાવી તારી જોડે સગપણમાં બંધાવવા, સાતજન્મ સુધી તારી સાથે જોડાવવા માટે યાર.સાગરે રેવાને કહ્યું.." "સાગરની વાત સાંભળી રેવા બોલી જાનકી દીદી તારા ખૂબ જ વખાણ કરતાં હોય છે અને ખરેખર તું એવો જ છે મારા સપનાના રાજકુમાર જેવો જ શું કહું વધુ તારા વિસે મારી પાસે શબ્દો નથી યાર. સાગર તું મને આજીવન આજ રીતે ચાહીશ ને ? બોલ ચૂપ ...વધુ વાંચો

10

રેવા..ભાગ-૧૦

મારા નખના પરવાળા જેવી ચૂંદડી મારી ચૂંદળનો રંગ રાતો હો લાડલી ઓઢેને સાહેબ આછી ચૂંદડી.શીતલબહેને ગીત ગાઈ કશું નથી એવો મનમાં ભાવ રાખી જ્યાં થોડીવાર પહેલાં જ્યાં બોલચાલથી થયેલ મનદુઃખ જ્યાં શાંતિ છવાઈ હતી ત્યાં ફરીવાર ગીતો ગવાતા થઈ ગયા." અને શીતલબહેને રેવાને ઘણા હરખથી સોનાનો પેંડલ સેટ, હાથમાં સોનાની બંગડી અને ખૂબ જ સુંદર સોનેરી પટ્ટા વાળી બાંધણીની ભાત વાળી કિંમતી સાડી રેવાને ઓઢાડી રેવાનાં ઓવારણાં લઈ હાથમાં લીલું નાળિયેર સવા રૂપિયો આપી સગાઈની વિધિ પુરી કરી બન્નેને બાજોઠેથી ઉઠાડી જમી કરી એક કલાકમાં શીતલબહેને વિનયભાઈ અને પુષ્પાબહેન પાસેથી જવાની પરવાનગી લીધી. ...વધુ વાંચો

11

રેવા-ભાગ..૧૧

દિવસ વીત્યો સૂર્ય ડૂબ્યો અને ચંદ્ર સોળે કળાએ આભમાં ખીલ્યો અને રેવાના રુમમાં તે જ્યાં સૂતી હતી એની બારીએથી પર પ્રકાશ પડી રહ્યો હતો ઘરમાં નીરવ શાંતિ હતી અને રેવા ધીમા સ્વરે એમના પ્રિયતમ સાગર સાથે વાત કરી હતી. "સાંભળ સાગર મમ્મી હવે નારાજ તો નથીને સમજુ છું મમ્મીને ઘણું દુઃખ થયું હશે તે એ કશું બોલ્યાં તો નથીને હું પણ કાલે મમ્મીને ફોન કરી માફી માંગીશ બરાબરને સાગર રેવાએ કહ્યું." "તને યોગ્ય લાગે તેમ કરજે બસ. રેવા પપ્પાના મૃત્યુ પછી મમ્મીનો સ્વભાવ ચીડચીડો થઈ ગયો છે તને કંઈ કહે તો ખોટું ન લગાડતી ચાલ હવે રાત બહુ ...વધુ વાંચો

12

રેવા..-ભાગ-૧૨

અને રેવા ફરી સતત એની સાસુના ખ્યાલમાં ખોવાયેલી રહી.. અને રાત્રે સાગર જોડે કલાક સુધી વાત ચાલતી હોવાથી રેવાએ પાર્લરની જોબ છોડી દીધી અને એ પોતાના શરીરનું વધુ ધ્યાન રાખતી થઈ ગઈ કારણકે સાસુએ કહ્યું માટે રેવાના મનમાં એ વાત ઘર કરી ગઈ હતી.. "અને બે દિવસ પછી ફરી રેવાએ સાગરને ફોન પર પૂછ્યું સાગર તું અને મમ્મી હવે કયારે અહીં આવવાના છો ?"રેવાની વાતનો જવાબ આપતાં સાગરે કહ્યું રેવા મમ્મીએ હમણાં આવવા માટે ના કહી છે. કારણકે હવે નવરાત્રીને પંદર દિવસની વાર છે તો મમ્મીએ કહ્યું આપણે નવરાત્રી પર જઈએ તો રેવાને ...વધુ વાંચો

13

રેવા.. - ભાગ૧૩

સમયનું ખરીદી કરતાં મા દીકરીને ભાન ન રહ્યું, રેવાએ ઘડિયાળમાં જોયું તો સાંજના છ વાગી ગયાં હતાં. એટલે મા ફટાફટ બજારેથી રીક્ષા પકડી ઘરે પહોંચી ગઈ. ઘરે જઈ રેવાએ લાવેલ પાનેતર અને ઘરચોળું બેગમાંથી બહાર કાઢી મોબાઈલ લઈ પાનેતર ઘરચોળાનો ફોટો પાડી તરત એનાં સાસુ શીતલબહેનને વોટ્સએપ સેન્ડ કર્યો અને લખ્યું મમ્મી જોઈને કહેજો બરાબર છે. આટલો મેસેજ કરી રેવા ફરી કામે લાગી ગઈ અને એક કલાક પછી સાસુ શીતલબહેનનો ફોન આવ્યો અને સીધા ગુસ્સામાં "બોલ્યાં રેવા તે મને પૂછ્યા વગર શા માટે ચૂંદડી અને પાનેતરની ખરીદી કરી, મેં તારા માટે લગ્નમાં પહેરવાં એક ...વધુ વાંચો

14

રેવા.. - ભાગ-૧૪

અને સાગર ક્રીમ અને મરૂન કલરની સેરવાનીમાં સજ્જ એવો તે કામણગારો લાગી રહ્યો હતો કે જાણે ધરતી પર સાક્ષાત કામદેવ ઉતરી આવ્યાં હોય એની મસ્તીમાં મહાલતો હાથમાં ફુલનો ગજરો લઈ હાથીની માફક ડોલતો ચાલી મંડપ પર આવી ખુરશી પર બેસી ગયો. અને થોડીવારમાં ગોરમહારાજે મંડપ મધ્યે કન્યા પધરાવો સાવધાન.... મંડપ મધ્યે કન્યા પધરાવો સાવધાનની છડી પોકારી અને અને રેવા ચણીયા ચોળીમાં સજ્જ નીચી નજર રાખી ધીમા ડગલાં ભરતી માંડવા તરફ પ્રયાણ કરતી ચાલી આવી રેવાની એક બાજુ એનો નાનો ભાઈ અને બીજી બાજુ એના મામનો દીકરો શેખર રેવાનો હાથ ઝાલી માંડવે લઈ આવ્યા. અને રેવાએ માંડવે આવી ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો