અનાથ ચંદાને કોઇનો પ્રેમ મળી રહ્યો હતો. એ પ્રેમમાં તે ડૂબી રહી હતી. હવે અભ્યાસની ચર્ચા કે લેખન કરવાની જરૂર ના હોય તો પણ તે નિલાંગ પાસે બેસી રહેતી હતી. તેને લાગતું હતું કે તે નિલાંગને સાચા મનથી ચાહવા લાગી હતી. તેને નિલાંગની પત્ની માયાનો વિચાર આવી ગયો. પણ પછી ન જાણે કેમ એ વાતથી તે બેફિકર બની ગઇ. નિલાંગ તેની સાથે પ્રેમથી વર્તી રહ્યો હતો એટલે તેને માયાની ચિંતા ન હતી......

Full Novel

1

આંધળો પ્રેમ

અનાથ ચંદાને કોઇનો પ્રેમ મળી રહ્યો હતો. એ પ્રેમમાં તે ડૂબી રહી હતી. હવે અભ્યાસની ચર્ચા કે લેખન કરવાની ના હોય તો પણ તે નિલાંગ પાસે બેસી રહેતી હતી. તેને લાગતું હતું કે તે નિલાંગને સાચા મનથી ચાહવા લાગી હતી. તેને નિલાંગની પત્ની માયાનો વિચાર આવી ગયો. પણ પછી ન જાણે કેમ એ વાતથી તે બેફિકર બની ગઇ. નિલાંગ તેની સાથે પ્રેમથી વર્તી રહ્યો હતો એટલે તેને માયાની ચિંતા ન હતી...... ...વધુ વાંચો

2

આંધળો પ્રેમ

નિલાંગ દોડતો પોતાની કાર પાસે ગયો. અને પાર્કિંગમાંથી ઝડપથી કાર કાઢી દરવાજા બહાર આવી ગયો. માયાએ બાજુની સીટ પર લીધું એટલે નિલાંગે જવાનું સ્થળ પૂછી એ તરફ કાર હંકારી. ઘણી વાર સુધી બંને અલગ ટાપુ પર બેઠા હોય એમ કંઇ બોલ્યા વગર બેસી રહ્યા. નિલાંગનું દિલ થોડું ધડકતું હતું. તેને હતું કે માયા ચંદા વિશે કંઇક પૂછશે. પણ .... ...વધુ વાંચો

3

આંધળો પ્રેમ 3

તેઓ અનાથ ભત્રીજીને આશરો આપવાનું પુણ્ય કમાઇ રહ્યા હતા. પણ હવે જ્યારે તેમને ખબર પડશે કે તેના પેટમાં કોઇનું છે ત્યારે શું જવાબ આપશે તેને એક તબક્કે આત્મહત્યાનો વિચાર આવી ગયો. પણ તેણે સમાજનો મક્કમતાથી સામનો કરવાનો નિર્ણય કર્યો. જો નિલાંગ સાથ આપશે તો તે દુનિયા સાથે લડી લેશે. ચંદાને એક ક્ષણ એવો પ્રશ્ન થયો કે નિલાંગ તેને અને તેના બાળકને સ્વીકારશે નહીં તો ...વધુ વાંચો

4

આંધળો પ્રેમ

ડો.માયાનો વિચાર આવતા ચંદાને ફરી ગભરામણ થઇ આવી. તે વાંચવા બેઠી પણ તેનો જીવ ના લાગ્યો. તેણે ઊંઘવાનો પ્રયત્ન ઊંઘ તેનાથી રીસાઇ હતી. તેને નિલાંગ વિશે જ વિચારો આવતા હતા. ગર્ભપાત પછી તે પોતાનાથી દૂર તો નહીં ભાગી જાય ને કાલે પોતે માયાનો સામનો કેવી રીતે કરશે ક્યાંકથી કાકાને આ વાતની ખબર પડી જશે તો શું થશે તેના મનમાં ચારે બાજુથી વિચારોનું વાવાઝોડું ફૂંકાઇ રહ્યું હતું. તે પોતાને અસહાય મહેસૂસ કરી રહી હતી. ...વધુ વાંચો

5

આંધળો પ્રેમ 5

માયાએ લાગણીથી કહ્યું: જો બહેન, હું મારા સિધ્ધાંત વિરુધ્ધ જઇને પણ તારું એબોર્શન કરી આપીશ. તું એની ચિંતા ના મને નવાઇ એ વાતની છે કે તેં આ છેલ્લો વિચાર કેમ કર્યો. તેં એ નીચને તારો ઉપભોગ કરવા દઇ છોડી કેમ મૂક્યો. ભલે તું એ મવાલી જેવા છોકરા સાથે લગ્ન કરવા માગતી નથી. પણ તેણે જે ભૂલ કરી તેનું તેને ભાન તો કરાવી શકે છે. સ્ત્રીના ચરિત્ર સાથે ખેલવાનો એને અધિકાર નથી. તેના વિરુધ્ધ પોલીસમાં ફરિયાદ કરવાની ધમકી આપી શકે છે. બલ્કે હિંમત પણ કરી શકે છે. તને જો ડર લાગતો હોય તો મારી બહેનપણીની મહિલા સંસ્થાની મદદ મેળવી આપું. જેથી આવા મવાલીઓ ભવિષ્યમાં બીજી કોઇ છોકરીની જિંદગી ના બગાડે. તારા જેવી ઉચ્ચ અભ્યાસ કરતી છોકરી આમ હથિયાર નાખી દે એ મારી સમજમાં આવતું નથી.... ચંદા સંકટમાં મુકાઇ હતી. ...વધુ વાંચો

6

આંધળો પ્રેમ 6

નિલાંગે તરત જ કારને હંકારી લીધી. મુખ્ય રસ્તાથી કારને શહેરની બહાર જતા રસ્તા પર વાળ્યા પછી નિલાંગે એક જગ્યાએ બાજુમાં કારને ઊભી રાખીને કહ્યું: ચંદા, મને ખબર છે કે તને મારા પર ગુસ્સો આવ્યો છે. પણ હું મજબૂર હતો. પ્રેમ તો આંધળો હોય છે પણ દુનિયા આંધળી નથી. તેની ચાર આંખ છે.... પછી નિલાંગે કોલેજમાં તેને ચંદાને કારણે મળેલી નોટીસની વાત કરી અને કેવી રીતે પોતાની નોકરી બચાવી તે કહ્યું એટલે ચંદાનો ગુસ્સો શાંત થયો. ...વધુ વાંચો

7

આંધળો પ્રેમ 7

ચંદા મનથી સ્વસ્થ થઇ અને દરવાજો ખોલ્યો. જોયું તો માયા સાથે નિલાંગ ઊભો હતો. તેને પોતાની આંખ પર વિશ્વાસ આવ્યો. માયા પોતાના પતિને લઇ તેને મળવા આવી હતી. માયા બોલી: ચંદા, તારી ખબર પૂછવા તારા સાહેબ આવ્યા છે! તારા અભ્યાસનું જે પૂછવું હોય એ પૂછી લેજે. મેં એમને વાત કરી છે કે એનાથી હવે બહાર બહુ જઇ શકાશે નહીં એટલે અહીં આવીને માર્ગદર્શન આપજો... તમે બેસો હું પેશન્ટ જોવા જઉં છું.... માયા સડસડાટ નીકળી ગઇ. માયા ગઇ એટલે નિલાંગે સવાલોની ઝડી વરસાવી દીધી. ...વધુ વાંચો

8

આંધળો પ્રેમ 8

આખરે નિલાંગને ખ્યાલ આવી ગયો કે ચંદા હવે તેની વાત માનવાની નથી. એટલે તેને કહી દીધું: જો ચંદા, તારી હોય તો તું પૂરી કર. પણ આ કારણે કોઇપણ પરિસ્થિતિ ઊભી થશે તો તેના માટે તું જવાબદાર રહેશે. તેનો સામનો તારે એકલાએ જ કરવો પડશે. ચંદા બોલી: નિલાંગ, તમે તમારો સ્વાર્થ પૂરો કરી લીધો એટલે હાથ ઊંચા કરી રહ્યા છો. પણ વિશ્વાસ રાખજો તમારા જીવન પર કે કારકિર્દીમાં મારા કારણે કોઇ ડાઘ નહીં લાગે. મેં તમને આંધળો પ્રેમ કર્યો હતો. એની સજા પણ હું જ ભોગવીશ. નિલાંગે પછી કોઇ વાત કરી નહીં અને નીકળી ગયો. ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો