પ્રસ્તાવના આથમતા સૂરજ પહેલા ખીલેલી સંધ્યાની કહાની.. અંત સુધી એક અકબંધ રહસ્ય સાથે સાચા પ્રેમની એક નાજુક ગલગોટાની કળી જેવી કહાની.. પ્રેમની એક બાજુએથી વર્ષો પપ્પાનું ખૂન કર્યું ત્યાંથી ચાલવાનું કર્યું હતું આજ મારું મૃત્યુ કર્યું ત્યાં સુધી હું ચાલી, આજ મેં પ્રેમથી પ્રેમ સુધીનું અંતર માપી લીધુ છે.. સરિતાના કાગળમાં લખેલું જયેશભાઇ વાંચે છે.. પ્રેમને કેન્દ્રમાં રાખીને ઢગલાબંધ કહાનીઓ લખાયેલી છે. "પ્રેમથી પ્રેમ સુધી" સાચા પ્રેમીઓની વાતો લખાયેલી છે, જ્યારે હાથમાં હાથ નાખીને અથવા આલિંગન આપતા જ્યારે સપના જોયેલા હોયતે સપના સાચા ના પડે તો એક સ્ત્રી કઈ હદ સુધી જઈ શકે છે. તે વાર્તામાં બતાવવાની

Full Novel

1

પ્રેમથી પ્રેમ સુધી - પ્રકરણ-૧

પ્રસ્તાવના આથમતા સૂરજ પહેલા ખીલેલી સંધ્યાની કહાની.. અંત સુધી એક અકબંધ રહસ્ય સાથે સાચા પ્રેમની નાજુક ગલગોટાની કળી જેવી કહાની.. પ્રેમની એક બાજુએથી વર્ષો પપ્પાનું ખૂન કર્યું ત્યાંથી ચાલવાનું કર્યું હતું આજ મારું મૃત્યુ કર્યું ત્યાં સુધી હું ચાલી, આજ મેં પ્રેમથી પ્રેમ સુધીનું અંતર માપી લીધુ છે.. સરિતાના કાગળમાં લખેલું જયેશભાઇ વાંચે છે.. પ્રેમને કેન્દ્રમાં રાખીને ઢગલાબંધ કહાનીઓ લખાયેલી છે. "પ્રેમથી પ્રેમ સુધી" સાચા પ્રેમીઓની વાતો લખાયેલી છે, જ્યારે હાથમાં હાથ નાખીને અથવા આલિંગન આપતા જ્યારે સપના જોયેલા હોયતે સપના સાચા ના પડે તો એક સ્ત્રી કઈ હદ સુધી જઈ શકે છે. તે વાર્તામાં બતાવવાની ...વધુ વાંચો

2

પ્રેમથી પ્રેમ સુધી - પ્રકરણ-૨

પ્રકરણ-૨ તમારી તસવીર નથી પણ તમને દિલથી એક દિવસ પણ જોયા વગર સૂરજ આથમવા દીધો નથી. બાહોમાં હોવ તો પણ તમારો જ એહસાસ મનમાં ભમતો હોય છે. તમને છોડ્યા પછી તમારી હાલતનો વિચાર જ મને હલબલાવી મુકતો હતો. સરિતાબેન જંખવાય થતા બધી કહાની કહેતા હતા. જયેશભાઈ ચુપચાપ તેને જોઈ રહ્યા હતા. સંધ્યા ખીલી હતી તેના કિરણો બંનેના અસ્તિત્વ પર પડતા હતા. જયેશભાઈ આવો તેજસ્વી મોકો સરિતાને સ્પર્શવાનો મૂકે ખરા. સરિતાનો હાથ જયેશના હાથમાં હતો. સરિતા જયેશના હાથને પસવારતી હતી. જિંદગીનો ગ્રાફ ફરી પાછો ઉપર ચડી ગયો હતો. "આટલા વર્ષ કોઈ પત્ર નહીં, ફોન નહીં, કોઈ જ કોનેક્ટ ...વધુ વાંચો

3

પ્રેમથી પ્રેમ સુધી - પ્રકરણ-૩

પ્રકરણ ૩ સવાર થઈ, આખી રાત એકબીજામાં સમાઈ ને સુતા હતા. વહેલી સવારમાં સરિતા તૈયાર થઈ નવી સાડી, ભીના વાળ, કોઈ નવ વધુ હજી કાલ જ પરણીને આવી હોય તેવી લાગતી હતી. જયેશભાઈ તો હજી સુતા હતા. પાસે જઈને જગાડ્યા.. હજી તો સાત વાગ્યા હતા. આટલી વહેલી સવારમાં તો કોઈ દિવસ જાગ્યા નહોતા એટલે આંખ ખુલતી નહોતી પણ સરિતાને ભીના વાળમાં જોઈ એટલે ઉંઘ ઉડી ગઈ. સરિતાએ બાંધેલા ભીના વાળ ખોલી દીધા. બારી માંથી આવતા સૂર્યના કિરણ તેના વાળ માંથી ઉડતા પાણી માંથી પ્રવેશી જયેશના આંખોમાં મેઘધનુષ બનાવતા હતા. "ચાલ, આજ આપણે ફરી એ કાફેમાં જઈએ ...વધુ વાંચો

4

પ્રેમથી પ્રેમ સુધી - પ્રકરણ-૪

પ્રકરણ-૪ હવે તો ઘરસંસાર ફરી માંડ્યો હતો એટલે ઘરના કામકાજ સરિતા જ કરતી હતી. આવતું ટિફિન કરાવી દીધું હતું હવે સરિતા જ રસોઈ બનાવતી હતીને જયેશને હેતથી જમાડતી હતી. ફરી કૂંપળ કહો તો કૂંપળ, નહીં તો ફરી વસંત જરૂર આવી હતી. સપના જેવી વાત સાચી પડી ગઈ હતી. આજ હજી સરિતા ઘરના કામ કરતી હતી. જયેશભાઈ બહાર બાગ દેખાય તેમ હિંડોળા પર બેઠા હતા. ઘણા દિવસથી છાપું હાથમાં લીધું નહોતું. આજ વખત મળ્યો હતો (કાઢ્યો હતો). છાપું બેવડું વાળેલું હતું ખોલ્યું મોટા અક્ષરે હેડલાઈન લખેલી હતી. અભય મહેતાનું ખૂન.. છાપું જૂનું હતું કેમકે થોડા દિવસથી છાપું આવતું નહોતું. જયેશભાઈને હરેરાટ ...વધુ વાંચો

5

પ્રેમથી પ્રેમ સુધી - પ્રકરણ-૫

પ્રકરણ-૫ "આટલું સન્માન આપો છો, એટલું સન્માન કદી મને અભયએ આપ્યું જ નહોતું, બેશક મને કરવાના બધા જ પ્રયાસ કરતો. કદાચ કરવા પડે એટલે...?" બેડ પર સુતા સરિતાબેન જયેશભાઈની છાતીના વાળમાં આંગળી ફેરવતા બોલતા હતા. જયેશભાઈ સરિતાબેનના રેશમીવાળમાં હાથ ફેરવતા સાંભળતા હતા. તારા ગયા પછી હું સાવ બેબાકળો બની ગયો હતો, કશું સૂઝતું જ નહીં, શું કરવું.. તારો આવો જવાબ સાંભળી મને બહુ ઘાત લાગી હતી. હું મને પોતાને જ નહોતો સંભાળી શકતો. દારૂના રવાડે ચડી ગયો હતો.. રોજ પીવા જતો. ક્યારેક તો મારા કાફેમાં જ બેસીને પીય લેતો. આંખમાં લોહીના આંસુ આવતા હતા. તારા ગયા પછી ...વધુ વાંચો

6

પ્રેમથી પ્રેમ સુધી - પ્રકરણ-૬

પ્રકરણ-૬ રાત માથે ચડી હતી, અર્ધી રાતે બહારથી તમરાંનો તમ.. તમ.. અવાજ આવતો હતો..ને આંખ સામે મનીષાની ફરતી હતી. જયેશ તો પોતાના મુલાયમને અંગો સ્પર્શતા સુઈ ગયા હતા. પણ સરિતાની આંખ લાગી નહોતી. સરિતાની આંગળીઓ જયેશના વાળમાં ધીમી ફરતી હતી. ફુરસદની વેળાએ પોતાની પ્રેમ કહાની ડાયરીમાં લખેલી હતી. તેમાંથી લેખલું પ્રકરણ તાજું થયું, પહેલી વાર આ ઘરમાં આંખમાં આંસુ પડ્યા હતા.. * * * * અભય મારી સાથે સૂતો છતાં મને એમ જ લાગતું હતું કે કોઈ મારી સાથે બળાત્કાર કરી રહ્યું છે. કદાચ એટલે જ અમારે કોઈ બાળક થયું નહોતું કેમકે સંભોગમાં મારી મરજી જ નહોતી. ...વધુ વાંચો

7

પ્રેમથી પ્રેમ સુધી - પ્રકરણ-૭

પ્રકરણ-૭ દિવસ વીતી ગયા, રાત વીતી ગઈ.. બાગમાં વાવેલા ફૂલ છોડ મોટા થઈ ગયા. "દિવાળી ગઈ હવે ઉત્તરાયણ આવશે ને પછી હોળી.." હોળી શબ્દ બોલતા શબ્દો ઢળવા લાગ્યા.. "હા, હવે ઉત્તરાયણની ક્યાં વાર છે.. કાલ જ છે" જયેશભાઈ હસતા હસતા બોલ્યા.. "હું મારા હાથથી સ્વાદિષ્ટ ઊંધિયું બનાવીને જમાડીશ, ને પછી હું ફીરકી પકડીશને તમે પતંગ ચાગવજો.." ક્યાંક ક્યાંક ઊડતી પતંગને જોતા સરિતાબેન બોલ્યા. હવે તો મોડે સુધી સુવાની ટેવ પડી ગઈ હતી.. રોજ પહેલા સરિતાબેન જાગી જતા અને જયેશભાઈને પ્રેમથી જગાડતા. લગ્ન કરીને આવ્યા પછી નવવધુ ને જેમ ઘરના લોકો સાચવે તેમ જયેશભાઈ સરિતાબેનને સાચવતાં.. આજ પણ ...વધુ વાંચો

8

પ્રેમથી પ્રેમ સુધી - પ્રકરણ-૮ (અંતિમ)

પ્રકરણ- ૮ ગુલાબની પાંખડી જેવી કોમળ રાત પુરી થઈ, ગલગોટા જેવી ઝાકળભરી સવાર ઉગી નીકળી.જયેશભાઈની આંખ ખુલી પહેલું ધ્યાન ઘડિયાળ તરફ ગયું. ઘડિયાળમાં તો સાડા દસ થઈ ગયા હતા. મનમાં નાનું મોજું આવ્યું કે સરિતાએ મને જગાડ્યો નહીં. આળસને અલવિદા કહેતા.. અવાજ કર્યો. "સરિતા.. સરિતા..." સામેથી કોઈ જવાબ આવ્યો નહીં. બારી માંથી પોતાના ઓરડામાં તડકો આવીને બેસી પણ ગયો હતો, ઉભા થયા તો નાઈટલેમ્પની બાજુમાં કાગળ પડ્યા હતા. પ્રેમની એક બાજુએથી વર્ષો પહેલા પપ્પાનું ખૂન કર્યું ત્યાંથી ચાલવાનું કર્યું હતું આજ મારું પોતાનું ખૂન કર્યું ત્યાં સુધી હું ચાલી, આજ મેં પ્રેમથી પ્રેમ સુધીનું અંતર માપી લીધુ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો